અતુલ્ય ભારતની અતુલ્ય હોળી

MakeMyTrip Blog

Last updated: Jul 17, 2017

Author Recommends

Do

Gujarat: Visit the Rann of Kutch on a full moon night and admire the expanse of the white salt desert stretching infinitely, Explore Dinodhar Hill, a dormant volcano and revered pilgrimage spot

Eat

Gujarat: Traditional Gujarati thali and Ganga Jamuna (fresh mixed fruit juice)

Greetings

How are you?: Kem Cho?
How much is this?: Aano su bhav chhe?
Where's the toilet?: Sauchalay kya che?

Filmy

Bollywood blockbusters "Lagaan", "Highway" and "Refugee" were shot at the Great Rann of Kutch and have made it a favourite filming location among many directors

Safety

General Inquiry: 197
Police Control Room: 25623925, 25630100

Want To Go ? 
   

હોળી તે તહેવારોમાંથી છે જ્યાં  ઉત્તેજના અને અપેક્ષાની લાગણીઓ ઉપરાંત થોડો ડર પણ હોય છે. હોળી  વસંતમાં આવે છે અને રંગોના તહેવાર તરીકે ખૂબ જ પ્રચલિત છે. ભારતના શહેરો અને નગરોમાં એકસાથે આબેહૂબ રંગીન પાઉડરનું દ્રશ્ય એ તેનો ટ્રેડમાર્ક છે. સાથે તે વિદેશના લોકોને પણ ખૂબ આકર્ષે છે. હોળી વસંત અને સારા પાકની શરૂઆતને ઉજવણી છે. શિયાળાને વિદાય આપીને વસંતનું સ્વાગત કરવું એ વિશ્વભરમાં નવીનીકરણના સમય તરીકે જોવામાં આવે છે, અને હોળી પણ તેનાથી અલગ નથી.

આ હિન્દુ તહેવાર પૌરાણિક કથાઓના વિવિધ સંદર્ભો સાથે માત્ર પાકની લણણીના તહેવાર કરતાં વધુ બની રહે છે. એક દંતકથા મુજબ ભગવાન વિષ્ણુની ભક્તિ માટે તેમના પુત્ર પ્રહલાદને સજા કરવાના પ્રયાસરૂપે, રાક્ષસ-રાજા હિરણ્યકશીપુએ તેની બહેન હોલીકાને તેને લઈને ભડભડતી આગમાં બેસવાની વિનંતી કરી હતી. કારણકે હોલીકાને આગ ના બાળી શકે એવું વરદાન હતું. જોકે તે આવું પાપયુક્ત કામ કરવા જતા પોતેજ બળી ગઈ હતી અને પ્રહલાદ સુરક્ષિત રહ્યા હતાં. ઘણા લોકોનું માનવું છે કે હોલીકાની આ કથા અને પ્રહલાદની મુક્તિની યાદમાં હોળી ઉજવાય છે.

આ ઉપરાંત હોળીની ઉજવણી માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી; તે લોકોને આનંદ અને મનોરંજનમાં તરબોળ બનાવી દે છે. બાળકો શહેરો અને ગામોની ગલીઓમાં દોડી દોડીને એકબીજા પર ચમકતા રંગીન પાઉડરો ફેંકે છે તો મોટેરાઓ હોલીકાના બલિદાનને યાદ રાખવા માટે આગની પ્રદક્ષિણા કરે છે. મજાની વાત એ છે કે આ અતુલ્ય ભારતના દરેક ભાગમાં હોળીનો તહેવાર અલગ રીતે ઉજવાય છે ઉજવણીની દરેક રાજ્ય પાસે અનન્ય રીત છે અને તે બીજા કરતા વધુ રસપ્રદ હોય છે. ગુજરાતમાં, એક છાશ ભરેલું વાસણ ઉંચે લટકાવવામાં આવે છે,  અને યુવાનો તે સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને છોકરીઓ તેમના પર રંગીન પાણી અને પાવડર ફેંકતી જાય છે. જે છોકરો આ વાસણ સુધી પહોંચીને તેને તોડવામાં સફળ થાય છે  તેને ‘હોળી કિંગ’ કહેવામાં આવે છે. ભારતના અન્ય ભાગોમાં આ  ઉત્સવોમાં માત્ર શેરીઓ જ નહીં પણ હવામાં પણ મસ્તી વ્યાપેલી હોય છે. ઉદાહરણ તરીકે, ઉત્તરાખંડના કુમાઉમાં આ તહેવાર સંગીત સાથે ઉજવવામાં આવે છે, જે આનંદદાયક વાતાવરણમાં વધારો કરે છે. દિવસમાં ભિન્ન ભિન્ન સમયે વિવિધ ગીતો અને લય વગાડવામાં આવે છે, આનાથી વાતાવરણમાં પરિવર્તન આવી જાય છે અને દરેક વ્યક્તિ મસ્તીથી ઝૂમી ઉઠે છે.

તમે ભારતમાં ક્યાંય પણ હોવ,  હોળી આનંદનો તહેવાર છે જ્યાં દરેકને સામેલ કરવામાં આવે છે, અને તેજસ્વી રંગોમાં ડૂબવાથી તમને કોઈ નહિ બચાવી શકે.

જોકે હોળીના આનંદની એક ગંભીર બાજુ પણ છે, જ્યાં પર્યાવરણની ચિંતાઓ છે કારણકે લોકો હવે કુદરતી રંગોને બદલે કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલાંના સમયમાં કુદરતી ઉત્પાદનો જ વાપરવામાં આવતા જેમકે આબેહૂબ નારંગી રંગ આપતી હળદર, ચંદનની સુગંધ હવામાં ફેલાઈ જતી   અને ફૂલો અને પાંદડામાંથી મળતા અર્ક લાલ, ગુલાબી અને લીલા રંગના રંગથી હવામાં ફેલાઈ જતા.  આ કુદરતી રંગો વાતાવરણ અને ચામડી પર કુમાશ ભરી અસર કરતા. ચાલો આપણે હવે સંકલ્પ કરીએ કે આપણે પણ કુદરતી રંગોથી જ હોળી રમીશું.

શું તમે ભારતમાં હોળીની ઉજવણી કરવા માંગો છો? તો આજે જ મેકમાઇટ્રિપ પર ટિકિટ બુક કરાવો.