વસંત ઋતુ પછી તરત જ આવતો ઉનાળો અને મોસમનો આ બદલાવ ઘણો નિરાશાજનક હોય છે, ખાસ કરીને ભારત દેશમાં, જ્યાં આ દિવસમાં તાપમાન ખૂબ જ વધી જાય છે, પરંતુ નિરાશ થવાની જરૂર નથી, તમારા માટે સારા સમાચાર એ છે કે એપ્રિલ મહિનામાં કેટલાંક રસપ્રદ ઉત્સવો અને પ્રસંગોની હારમાળા આવી રહી છે. તમારા કામકાજમાંથી લાંબી રજાઓ લેવા માટે આ ઉત્સવોનો બહાના તરીકે ઉપયોગ કરો, વેકેશન પર જાઓ અને આનંદ મેળવ્યા પછી અમારો આભાર માનવાનું ભૂલતા નહિ. અમે તમારા માટે અમારા મનપસંદ સાત ઉત્સવોની યાદી અહીં આપીએ છીએ.
ગોવાના ફૂડ અને કલ્ચર ફેસ્ટીવલ માટે એક વાક્યમાં કહીએ તો- આ ઉત્સવમાં માણવા જેવુ શું નથી? બીચ પરની મોજમસ્તીના પાંચ દિવસો અને વાઇબ્રન્ટ કાર્યક્રમોમાં તરબોળ થઇને સ્થાનિક વાનગીઓની મિજબાનીઓથી ભરપેટ જમવું, સાથે સાથે ભુલાઈ રહેલી ગોવાની સંસ્કૃતિની પણ ઝાંખી કરતાં કરતાં આનંદ મેળવી શકો છો. ઘરમાં રાંધેલ ‘વિંડાલુ” અને કડવી ફેનીની વાનગી ભરપેટ આરોગવા ઉપરાંત, અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા અને બીચ પર વિશાળ આતશબાજીનો નજારો જોતા જ બને છે.
ક્યારે : તારીખોની ઘોષણા હજુ બાકી છે.
ક્યાં : એન.આઇ.ડબલ્યુ.એસ. ગ્રાઉન્ડ્સ, કરનઝાલેમ, પણજી.
પ્રવેશ ફી : નિઃશુલ્ક
કાશ્મીરની ભવ્યતામાં વસંત ઋતુ એક વિશિષ્ટ પ્રકારનો ઉજાસ પાથરે છે. આ તે સમયગાળો છે જ્યારે કાશ્મીરની ખીણોમાં ગોચર મેદાનો ખીલેલા ઘંટના આકારના વિવિધ ફૂલોથી જીવંત બને છે અને પ્રખ્યાત કુકેનહૉફ બગીચાઓની બરાબરી કરે છે. જ્યાં સમગ્ર એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ બગીચો છે તેવા શ્રીનગરમાં ભરપુર મોસમમાં ખીલેલા એક અરબથી વધુ ટ્યૂલિપ તમને સંમોહિત કરવા માટે પર્યાપ્ત છે અને - કાશ્મીરી લોકગીતો અને નૃત્ય, સ્થાનિક હસ્તકળા અને પરંપરાગત કાશ્મીરી રસોઇકળા તમારા આનંદમાં ઉમેરો કરે છે. આ બધાં થકી તમે તમારૂ સંપૂર્ણ ઉનાળું વેકેશન ઉજવી શકો છો.
ક્યારે: એપ્રિલ મહિનાના પહેલા બે અઠવાડિયા.
ક્યાં : ઈંદીરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન, શ્રીનગર, કાશ્મીર.
પ્રવેશ ફી: પુખ્ત વ્યક્તિ માટે-રૂ.50 અને બાળક માટે-રૂ.2૦.
બૉલીવુડના ઘણા ગીતો, ખેત-ઉપજોની લણણી વિષે લખાયા છે. બૈશાખીનો તહેવાર ઘઉંના ખેતરો વચ્ચે પરંપરાગત પહેરવેશોના શણગાર સાથેના પાઘડીવાળા રૂપાળા પુરૂષો તથા સંપૂર્ણપણે તૈયાર થયેલી સુંદર પંજાબી મહિલાઓના ચિત્રને નજર સમક્ષ રજૂ કરે છે. જો કે આ બૈશાખી ઉત્સવ મોટેભાગે વિપુલ પ્રમાણમાં થયેલી ખેત-ઉપજોની ખાતરી આપવા માટે ઉજવાય છે. પંજાબી નવા વર્ષના તથા ખાલસા ભાઇચારાના જન્મદિવસ તરીકે ઉજવાતો આ દિવસ પંજાબી લોકસંગીત, મેળાઓ, મિજબાનીઓ અને વિપુલ પ્રમાણમાં થતા ભાંગડા નૃત્યો સાથે જીવંત બને છે. અને સાથે સાથે હાલના સમયમાં સૌથી વધુ દૈદીપ્યમાન એવા અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત માટે પણ સમય ફાળવો અને તેની મુલાકાત લઈને ધન્ય બનો.
ક્યારે: 14, એપ્રિલ, 2017.
ક્યાં: સમગ્ર પંજાબમાં, પણ ખાસ કરીને અમૃતસરમાં. ન્યુ દિલ્હીમાં દિલ્હી હાટ તથા પ્રીતમપુરામાં 7 થી 9 એપ્રિલના રોજ બૈશાખી મેળાઓનું આયોજન કરવામાં આવે છે.
કોચેલા કદાચ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ઉજવાતા સંગીતના મોટાભાગના ઉત્સવોમાંનો એક ઉત્સવ છે, જે સંગીત તથા પોપ સંસ્કૃતિના ચાહકો માટે એક યાત્રાધામ છે.વર્ષ 2017માં ઉત્સવોની હારમાળાઓ સાથે પોતાની લાક્ષણિકતા રજૂ કરતા પ્રખ્યાત સંગીતકારો, રેડિયોહેડ, કેન્ડ્રિક લમાર, લેડી ગાગા, બોન આઇવર, લોર્ડ, ટ્રાવિસ સ્કોટ અને અન્ય કેટલાંય સંગીતકારો સાથે કોચેલા ફેસ્ટિવલ સમૂહ અને પાર્ટીને સમર્પિત મોટાભાગના લોકો માટેની સુષુપ્ત અપેક્ષાઓને પોષે છે, અને અહીનું સંગીત વિલક્ષણ કૃતિની ખાતરી આપે છે. કળાની ઘણી અજાયબીઓ, રમતો, ફૂડ સ્ટૉલ અને તમારા હ્રદયને ડોલાવતા સંગીત સાથે ચંદ્રની શીતળ રોશની હેઠળ તમારા સાથીઓના સંગાથ સાથે આઉટ-કેમ્પીંગના અનુભવને માણવા માટે આ ઉનાળામાં તમારે ચોક્કસપણે કેલિફોર્નિયાની ફ્લાઇટનું બૂકિંગ કરાવવું જોઇએ.
ક્યારે: 14 થી 16, એપ્રિલ; 21 થી 23 એપ્રિલ, 2017 સુધી
ક્યાં: એમ્પાયર પોલો ક્લબ, ઇન્ડિયો, કેલિફોર્નિયા
પ્રવેશ ફી: વ્યક્તિદીઠ રૂ. 26,125.
જો કદાચ તમને આશ્ચર્ય થતું હશે કે લોકો કેવી રીતે ચીઝના આટલા શોખીન હોઈ શકે તો ચાલો અમે તમને જણાવીએ કે અહીંના લોકો રાષ્ટ્રીય ચીઝ ફેસ્ટીવલને પૂરેપૂરા જુનૂનથી ઉજવે છે, અને કેમ ના ઉજવે? આખરે તો ‘તે ચીઝ’ છે.
પ્રત્યેક વર્ષે સ્પેનના ત્રુહિયોમાં આયોજિત થતો આ ઉત્સવ હવે વિશ્વનો સૌથી મોટો ચીઝ ઉત્સવ બની ગયો છે. વિવિધ પ્રકારોની હજારો અલગ અલગ ચીઝની સાથે વાઇન તથા જાત જાતના ખોરાક સાથે સુમેળ ધરાવતા આ ફેસ્ટિવલમાં તમે અનેક સ્વાદ સાથેની વાનગીઓ મેળવી શકો છો. સ્થાનિક અને રાષ્ટ્રીય ચીઝ ઉત્પાદકો તેમ જ પ્રાંતીય આકર્ષક બ્રાન્ડની ચીઝ અને બજારમાં જોવા ન મળે તેવા પ્રકારના ચીઝનું પ્રદર્શન ખૂબજ સરસ હોય છે. જો તમે મદિરા સાથે બીજું પણ માણવા ઈચ્છતા હોવ તો, વાઇન અને બીયરના સ્ટૉલ પણ આ પરિસરમાં આવેલા હોય છે જે તમારૂં સ્વાગત કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે.
ક્યારે: 28 એપ્રિલ થી 1 મે, 2017 સુધી
ક્યાં: પ્લાઝા મેયર, ત્રુહિયો, સ્પેન
સેમાના સાંતા (પવિત્ર અઠવાડિયાં) દરમિયાન, અહીંના દક્ષિણ પ્રદેશમાં ધાર્મિક સરઘસો, કેથોલિક લોકોની ઉજવણીઓનું ધર્મસ્થળ બની જાય છે. આ ઉત્સવમાં જીસસ તથા મેરીના અનેક મોટી મૂર્તિઓને પ્રદર્શિત કરવામાં આવે છે અને સાથે બેન્ડ પણ વગાડવામાં આવે છે. 60 બંધુત્વો અને પ્રેરણાદાયી ભીતિ આપતા ચર્ચો (લા કેથેડ્રલ સહિત) સાથે આ સ્થળ આ સમયમાં અતિ પ્રવૃતિમય સ્થળ બને છે. અહીં હજારો લોકો આ ઉત્સવ માણવા માટે આવતાં હોવાથી ટોળાઓના ધસારા અને હોટેલના વધુ ભાડાઓથી સાવધ રહેવા માટે તૈયાર રહો. જો કે તમારા માટે આ મોંઘું રોકાણ પણ અમૂલ્ય બની શકે છે.
ક્યારે: 9 થી 15 એપ્રિલ, 2017 સુધી
ક્યાં: અંદાલુસિઆ, સ્પેન
દરિયાઇ સપાટીથી આશરે 8,497 ફૂટની ઉંચાઇએ પર્વત પર આ ઉત્સવનું આયોજન થાય છે. સ્નો બોમ્બિંગ એ એક તોફાની સ્કીઇંગ ઉત્સવ છે કે જે ઓસ્ટ્રીયન અલ્પાઇન ભૂપ્રદેશના ઢાળોનો સંપૂર્ણ ફાયદો ઉઠાવે છે. લક્ઝરી સ્પા, ઇગ્લૂ જલસા પ્રસંગો, પ્રફુલ્લિત કરી દેતી જંગલની પાર્ટીઓ અને વિશ્વના સૌથી વધુ પ્રખ્યાત ડીજેમાંના કેટલાંક ડીજે સહિત અસંખ્ય સંગીત કલાકારો સાથે- સ્નો બોમ્બિંગ તમારા હ્રદયને બધી રીતે ઉત્તેજક બનાવવાની ખાતરી આપે છે.
ક્યારે: 3 થી 8 એપ્રિલ,2017 સુધી
ક્યાં: માયાહોફેન, ઓસ્ટ્રીયા
Snowy Hills, River Streams & A Beastly Myth: Add Sironah To Your Adventure Bucket List!
MakeMyTrip Blog | Nov 22, 2021
Travel Implants Vs Robust Online Travel Platform: The Rise of Online Adaptation
MakeMyTrip Blog | Sep 16, 2021
Need of the Hour: An Agile Platform Supporting Dynamic Travel Requirements
MakeMyTrip Blog | Sep 9, 2021
Global Travel Mandates: Boon or Hindrance?
MakeMyTrip Blog | Sep 9, 2021
Implementing ERP and HRMS for Business Travel
MakeMyTrip Blog | Sep 9, 2021
Technology Is the Future Of Business Travel in India: Are You Still on an Offline Model?
MakeMyTrip Blog | Aug 24, 2021
Credits in Travel: Why Businesses Should Care?
MakeMyTrip Blog | Nov 22, 2021
Automated Billing in Travel - Why Businesses Should Care?
MakeMyTrip Blog | Aug 24, 2021
10+ Gift Ideas for Raksha Bandhan 2024 to Celebrate the Bond of Siblings!
Pallak Bhatnagar | Jun 25, 2024
12 Best Father’s Day Gift Ideas to Surprise Him!
Sanskriti Mathur | May 28, 2024
Top 11 Places to Celebrate Holi in India 2023
Pallak Bhatnagar | Mar 3, 2023
5 Reasons to Surprise Your Valentine With a Travel Gift Card
Bhavya Bhatia | Jan 18, 2023
Here’s Why Your Dubai Trip Is Incomplete Without a Visit to Expo 2020 Dubai!
Bhavya Bhatia | Feb 3, 2023
10 Country Pavilions That You Shouldn’t Miss at Expo 2020 Dubai!
Bhavya Bhatia | Feb 3, 2023
Krishna Temples in India to Visit for Holi
Neha Sharma | Mar 6, 2020
Unique Places to Celebrate Holi in India
Neha Sharma | Mar 9, 2020