ખર્ચેલ નાણાં કરતાં ક્યાંય વધુ સંતુષ્ટિ આપતી ઉદયપુરની 5 બજેટ હોટેલ

Mikhil Rialch

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

એવું દાવાપૂર્વક કહી શકાય કે ભૂતપૂર્વ રાજપુતોના રજવાડી રાજ્યો પૈકીનું ઉદયપુર અત્યાધુનિક અને મનોહર શહેર છે. ચારેબાજુ ફેલાયેલા તળાવો, ભવ્ય મહેલો, અને ઊંચા અને મોટા કિલ્લાઓ સાથે ઉદયપુર તમને રાજસ્થાની રાજપૂત વારસાના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની યાદ અપાવે છે.
ઉદયપુર શહેરનો પ્રવાસ સામાન્ય રીતે મોંઘો સાબિત થઈ શકે એમ છે. તેથી, અમે તમારા ખિસ્સા પર વધારે તાણ ન પડે એ રીતે તમારા આરામદાયક રોકાણ માટે ઉદયપુરમાં આવેલી 5 વ્યાજબી ભાવની હોટેલ્સની  યાદી તૈયાર કરી છે.

હોટેલની આ યાદી તૈયાર કરવામાં શહેરના મુખ્ય આકર્ષણોની નિકટતા, તેમના કલાત્મક સ્વાદ અને તમારા પરિવારની સુગમતાને પણ ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી છે. માટે હવે વધુ વિચાર કર્યા વગર ચાલો ઉદયપુર જોવા માટે તૈયાર થઈ જાવ.. 

ગોલ્ડન ટ્યૂલિપ ઉદયપુર

golden-tulip-udaipur

જોકે, આમ જોઈએ તો આ સંપૂર્ણપણે બજેટ હોટેલ નથી. પરંતુ  તેના ફેમિલી ફ્રેંડલી વાતાવરણને ધ્યાનમાં લેતા અને ઉદયપુરમાં યોગ્ય હોટેલ માટે અતિશય ખર્ચ કર્યા વગર રહેવા ગોલ્ડન ટ્યૂલિપ પોતાના ભાવ પ્રમાણે ખૂબ જ સારી સેવા આપે છે. પિચોલા તળાવ અને સિટી પેલેસથી માત્ર અમુક મિનિટ જ દૂર આવેલ ગોલ્ડન ટ્યૂલિપ ઉદયપુરના મુખ્ય પરિવહન હબ અને સાંસ્કૃતિક સ્થળો સાથે ઇન્સ્ટન્ટ જોડાણો ધરાવે છે. જેઓ આરામપૂર્વક રહેવા પ્રાધાન્ય આપે છે આ હોટેલમાં વિવિધ રૂમની આંતરિક સુવિધાઓ ઉપરાંત  બિઝનેસ સેન્ટર હાઉસિંગ, સ્વિમિંગ પૂલ, વિવિધ ખાનપાનની રેસ્ટોરન્ટ(ચાઇનીઝ,પંજાબી અને બીજા અનેક), ફિટનેસ સેન્ટર, સ્પા, ચલણ એક્સચેન્જ, વિશાળ પાર્કિંગ, કાફે અને બાર જેવી સુવિધાઓ પણ છે. યોગ્ય કિમંતે આરામદાયક રીતે રહેવા માગતા પ્રવાસીઓ માટે ગોલ્ડન ટ્યૂલિપ ઉદયપુર હોટેલ એ એક યોગ્ય પસંદગી છે.

કિંમત : રૂ. 3400 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 63 એવન્યુ, સરદારપુરા, સુખડિયા સર્કલ નજીક, ઉદયપુર, રાજસ્થાન 313001

Book Your Stay at Golden TulipBook Your Stay at Golden Tulip

શ્રી નારાયણ ઉદયપુર

shree narayana udaipur

શ્રી નારાયણ ઉદયપુર, ફતેહ સાગર તળાવ, સિટી પેલેસ, પિચોલા તળાવ અને જગદીશ મંદિર સહિત શહેરના  સૌથી લોકપ્રિય આકર્ષણોથી નજીક આવેલી છે. ઉદયપુરની હોટેલોમાં શ્રી નારાયણ ઉદયપુર ચોક્કસપણે તમારા ખર્ચનું અસરકારક વળતર આપે છે. અહી બિઝનેસ સેન્ટર, બેઠક ખંડ, વિવિધ ખાનપાનની રેસ્ટોરન્ટ, અને હોટેલની અન્ય સેવાઓ સાથે તમને આરામદાયક રીતે રોકાણની ખાતરી મળે છે. આ હોટેલ પારિવારિક અને બિઝનેસ સબંધે આવતા પ્રવાસીઓ માટે અનેક આધુનિક સુવિધાઓ આપે છે. ખાસ કરીને યુગલો માટે આ હોટેલ તેમના ખર્ચનું વળતર આપતી હોટેલ છે. આ હોટેલને એગ્રીગેટર સાઇટ પર ઉચ્ચ રેટિંગ પ્રાપ્ત છે અને માટે જ ઉદયપુરની હોટેલોની વાત કરીએ તો આ હોટેલ પ્રવાસીઓ માટે એક વિશ્વસનીય વિકલ્પ છે.

કિંમત : રૂ. 2700 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: નં. બી- 2, હોટેલ સ્ટ્રીટ, આઈસીઆઈસીઆઈ બેંક પાસે, ઉડિયાપોલ, ઉદયપુર, રાજસ્થાન 313001

Book Your Stay at Shree NarayanaBook Your Stay at Shree Narayana

હોટેલ આરડેન્સી ઇન

ardency-inn-udaipur

હોટેલ અરડેન્સી ઇન, ફતેહસાગર તળાવ અને શહેરના મુખ્ય સીમાચિહ્નો સાથે નિકટતા ધરાવે છે અને પરિવહન હબ તરીકે મહારાણા પ્રતાપ એરપોર્ટની નજીક છે. હોટેલ અરડેન્સી ઇન, ઉદયપુરની ટોચની હોટેલોમાં ખાસ કરીને કુટુંબ અને ગ્રૂપ પ્રવાસીઓ માટે ક્રમાંકિત અને અગ્રેસર છે. આ હોટેલમાં આપવામાં આવતી સુવિધાઓમાં એર કન્ડીશનીંગ રૂમ, સેફ્ટી ડિપોઝિટ બોક્સ, વાઇ ફાઈ જેવી રૂમ સુવિધાઓ, કોન્ફરન્સ હોલ, બાર, વિવિધ ખાનપાનની રેસ્ટોરન્ટ અને સ્વિમિંગપૂલ, મિનીબાર,લૉન્ડ્રીની સુવિધા આ ઉપરાંત ટૂર આયોજકો, વોલેટ સર્વિસ અને ડોક્ટરને ફોન પર બોલાવવાની સુવિધા સાથે ઉદયપુરની ટોચની હોટેલોમાં તેને સ્થાન મળ્યું છે. તળાવોના આ શહેરમાં આવતા બધા પ્રવાસીઓને આરામદાયક રીતે રહેવાની વાત આવે ત્યારે હોટેલ અરડેન્સી ઇનની પસંદગી મુસાફરોને એક સુનિશ્ચિત આહલાદક  અનુભવ કરાવે છે.

કિંમત : રૂ. 2200 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 3-4-5, પોલીસ લાઈન રોડ, ટેકરી ચૌરાહા, ગાયરીયવાસ, સેન્ટ્ર્લ એરિયા, ઉદયપુર, રાજસ્થાન 313001

Book Your Stay at Ardency InnBook Your Stay at Ardency Inn

ટ્રીબો પાર્ક ક્લાસિક

ઉદયપુરની હોટેલોની યાદીમાં સૌથી સસ્તી હોટેલ પૈકી એક ટ્રીબો પાર્ક ક્લાસિક એ ઉત્તમ પસંદગી છે, જે તેના મહેમાનોને નજીકના અંતરમાં રહેલા તમામ મુખ્ય સ્થળોએ ફરવા માટે અને પરિપૂર્ણ રોકાણ માટે સુંદર તક આપે છે. સ્વચ્છતા, મોટા રૂમ, ફ્રી વાઇ-ફાઇ, પાર્કિંગ સુવિધા, દૈનિક જીવન જરૂરિયાતોની સગવડ, અને અન્ય ઉત્તમ સુવિધાઓ સાથે જાણે કે અને પૈસાનું યોગ્ય વળતર ઉપરાંત આપણને બોનસ મળી જાય છે. જો તમે ઓછા ખર્ચની દ્રષ્ટિએ ઉદયપુરમાં વેકેશન માણવાની યોજના બનાવી રહ્યા છો તો  ટ્રીબો પાર્ક ક્લાસિક તમારા રોકાણ માટે અને તમારી યોજના પરિપૂર્ણ કરવા ઉદયપુરમાં શ્રેષ્ઠ હોટેલ પૈકી એક છે.

કિંમત : રૂ. 1890 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 12, દુર્ગા નર્સરી રોડ, શક્તિ નગર, ઉદયપુર, રાજસ્થાન 313001


આથી, જો તમે તમારા બજેટમાં આ શહેરની ભવ્યતા માણવા માટે  મિશ્ર સંતુલનની રાહ જોઈ રહ્યા હોવ, અથવા તમે રોકાવા માટેનું યોગ્ય સ્થળ પસંદ કરીને પ્રવાસ શરૂ કરવાની રાહ જોઈ રહ્યા હોય તો હવે તમારે તમારું બેગ લઈને ઉદયપુર આવી જવું જોઈએ અને તમને ઉદયપુરમાં કેવો અનુભવ થાય છે તે જાણવું જોઈએ.