કાન્હા નેશનલ પાર્કના 5 લક્ઝરી ફોરેસ્ટ રીસોર્ટ્સ

Chandana Banerjee

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

જો તમે વાઘના જંગલોમાં ફરવા ઈચ્છો છો અથવા સાહસો સાથે આરામદાયક રોકાણ કરીને તમારી રજાઓ ગાળવા માંગો છો તો કાન્હા નેશનલ પાર્કમાં આવેલા વૈભવી વન રીસોર્ટ્સની અમારી આ યાદીમાં તમને તમારા પ્રવાસ માટે એક સરસ જગ્યા મળી શકે છે. આ પ્રખ્યાત મોગલીનું સ્થાન છે. અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ આ પાર્ક પણ ચોમાસા પછી પ્રવાસીઓ માટે ખુલ્લું  મૂકવામાં આવે છે અને તે ઓક્ટોબર થી જૂન મહિના સુધી ખુલ્લું હોય છે.

સાતપુડાની માઇકલ હિલ્સમાં આવેલ સુંદર વન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન 'સેવ ધ ટાઇગર' કાર્યક્રમનો ભાગ છે અને નવ વાઘ અભયારણ્ય વિસ્તારો પૈકી એક છે. અહી વાઘની વસ્તી અને તેના નીવસનતંત્રનું રક્ષણ કરવામાં આવે છે. 750 ચોરસ માઇલમાં ફેલાયેલ આ લીલાછમ જંગલમાં સાલના વૃક્ષોના જંગલો, વાંસના ક્લસ્ટરો અને ઘાસના મેદાનોનો સમાવેશ થાય છે. અહી તમે હાથીની પીઠ પર બેસીને અથવા  ખુલ્લી જીપ્સીમાં જંગલમાં ફરતા ફરતા હરણ, રીંછ, ચિત્તા, પક્ષીઓની અસંખ્ય જાતો, અને કદાચ તમારા નસીબ સારા હોય તો જંગલના રાજાને પણ જોઈ શકો છો.

બંજાર તોલા

જંગલના કોર અને મુખ્ય ઝોનમાં આવેલ બંજાર તોલા લોજ, ખરેખર તાજ સફારી લોજ હોટેલનો હિસ્સો છે. 90  એકરમાં ફેલાયેલ આ રિસોર્ટમાં દરેકમાં નવ લક્ઝરી સૂઈટ ધરાવતા બે કેમ્પ આવેલા છે અને તેની સાથે જે પ્રવાસીઓ શિબિર શૈલીમાં ટેન્ટમાં રહેવા ઈચ્છે છે તેમના માટે ટેન્ટ પણ ઉપલબ્ધ છે, આ જંગલ લોજમાં તેમના મહેમાનોને આરામનો અનુભવ થાય છે, જંગલના વિસ્તારમાં નદી કાંઠે સળગતા ફાનસના અજવાળામાં ડિનર લેવું, એ ઉપરાંત અહી રસોઈ કરતાં શેફ સાથે તેમની રસોઇ કલાની ચર્ચા કરવી, કે બુંદેલખંડ શૈલીના કિચનમાં લટાર મારવી એ યાદગાર બની રહે છે.
કિમત: 12,750 રૂપિયા પ્રતિ રાતથી શરૂ
સ્થાન: કાન્હા નેશનલ પાર્ક, કાન્હા, મધ્ય પ્રદેશ 481111

Book Your Stay at Banjaar Tola

કાન્હા અર્થ લોજ

કાન્હા અર્થ લોજ અહીના વન વિસ્તારમાં 16 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે અને તે કાન્હાના બફર ઝોનમાં એક નાના ગામમાં આવેલું છે, કાન્હા અર્થ લોજ અહીના મુખ્ય પાર્કથી માત્ર 30 મિનિટ જ દૂર આવેલું છે. આ રિસોર્ટમાં ગામઠી છટામાં, આરામ સાથે અને સ્થાનિક સ્વાદ સાથે વૈભવી આવાસો છે, જે ગૌડ શૈલીના સ્થાપત્યમાં બાંધવામાં આવ્યા છે. આ લોજના આવાસો વેસ્ટ લાકડા અને અહીના સ્થાનિક પથ્થરોથી  બનાવવામાં આવ્યા છે અને તેમાં લાઉન્જ, સ્નાનગૃહ અને અન્ય સગવડો સાથે 12 બંગલાઓ છે. એકવાર તમે અહીં આવો પછી તમે સ્થાનિક સ્થળો ફરવા માટે જીપ સફારી, સાયકલ કે પગપાળા જઈને જંગલોમાં લટાર મારી શકો છો. અથવા હાથીની પીઠ પર બેસીને વાઘને શોધવા જંગલમાં જઈ શકો છો. જો કલા પ્રેમીઓ વિનંતી કરે તો તેમના માટે અહીના આદિવાસી ગોંડ કલાકારો સાથે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે.
કિંમત : 16,000 રૂપિયા પ્રતિ રાત્રીથી  શરૂ
સ્થાન: સરેખા ગામ- નરનાકાન્હા નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક, મધ્ય પ્રદેશ 481111

Book Your Stay at Kanha Earth Lodge

કોર્ટયાર્ડ હાઉસ કાન્હા

જંગલ વચ્ચે આવેલ લોજમાં સાહસી અને ઘરના રોકાણ જેવી હૂંફ મેળવવા માટે કોર્ટયાર્ડ હાઉસ કાન્હા એક સુંદર સ્થાન છે. કાન્હા હોટેલીયર્સના નિલેષ અને કિર્તિ અગ્રવાલ દ્વારા બનાવવામાં આવેલ આ અનોખી અને છટાદાર બુટિક રિસોર્ટમાં વિશાળ બારીઓ ધરાવતા પાંચ મોટા અને સુંદર રૂમ આવેલા છે. આ રૂમની વિશાળ બારીઓમાથી તમે સ્થાનિક લેન્ડસ્કેપ જોઈ શકો છો, અને અહીની સુવિધાઓ તમારા રોકાણને હૂંફાળું અને યાદગાર બનાવે છે. જો તમે આ જંગલમાં નદી દ્વારા મુસાફરી કરવા ઈચ્છો છો કે પિકનિક માટે ટ્રેકિંગ કરવા માંગો છો કે, ગામના લોકો સાથે મળીને તેમની સાથે આનંદ લેવા ઈચ્છો છો અથવા બોનફાયર દ્વારા વાઘની કથાઓનો આનંદ મેળવવા ઈચ્છો છો, કોર્ટયાર્ડ હાઉસ કાન્હા તેના મહેમાનોના દરેક સાહસમાં તેઓને મદદ કરીને તેમના રોકાણને ભવ્ય બનાવે છે.
કિંમત : 6,500 રૂપિયા પ્રતિ રાતથી શરૂ
સ્થાન: કાન્હા પટપારા, મધ્યપ્રદેશ 481768

Book Your Stay at Courtyard House

સૌલાસિયા

જો તમે નાનકડા અને સુંદર મકાનની પોર્ચમાં બેઠા બેઠા આરામથી પુસ્તક વાંચવા ઈચ્છો છો અથવા જંગલમાં પગપાળા ફરવાનું મન છે અને જંગલ વચ્ચે આવેલા ગામનો પ્રવાસ કરીને આનંદ મેળવવા માંગો છો, તો આ સ્થળ તમારા માટે ખૂબ જ સરસ હોય શકે છે. અહી પરિવાર સાથે આવતા લોકો માટે સુંદર કુટીરો છે, ઉપરાંત આરામદાયક રીતે રહેવા  નાનકડું રસોડું, એક બેઠક ખંડ સાથે બે બેડરૂમના એપાર્ટમેન્ટ પણ તમે પસંદ કરી શકો છો. જો તમે સાહસ કરવા આવ્યા હો અને તમારી સાથે મિત્રો હોય તો તમે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ તંબુમાં રહેવાનો વિકલ્પ પણ લઈ શકો છો. અહી પૂલ સાઈડ રેસ્ટોરન્ટ અને કાફે તેમજ ફિટનેસ સેન્ટર અને સુંદર પુસ્તકાલય સૌલસિયાના આકર્ષણમાં વધુ ઉમેરો કરે છે.
કિંમત : 10,000 રૂપિયા પ્રતિ રાતથી શરૂ
સ્થાન: ગામ કટિયા, પોસ્ટ કિસ્લી, જિલ્લા મંડલા, મધ્ય પ્રદેશ, ભારત 481 768

Book Your Stay at Soulacia

ચિતવન

ચિતવનમાં આવેલા ચાર ભવ્ય સ્યૂઇટસને પ્રકૃતિના તત્વોના નામ આપવામાં આવ્યા છે.- જલ, પૃથ્વી, આકાશ અને મહાસાગર. જે લોકો જંગલ વચ્ચે ભવ્ય અને વિશિષ્ટ અનુભવ કરવા ઈચ્છે છે તેમના માટે ચિતવન  રિસોર્ટ એક આદર્શ સ્થળ છે. અહીના સ્યૂઇટની સજાવટ થીમ આધારિત છે. ભિન્ન રંગના પ્રતિબિંબ સાથે દરેક રૂમમાં પ્રયાપ્ત સૂર્યપ્રકાશ હોય છે. સ્વાદના શોખીનો માટે અહીની ઇનહાઉસ રેસ્ટોરન્ટમાં દુર્લભ, અને કાર્બનિક ખોરાક મળે છે. ચિતવન પોતાના મહેમાનો માટે અનેક સુવિધાઓ આપે છે. અહીની સ્થાનિક અનુભૂતિ કરવા માટે મહેમાનોને સફારીમાં અને પ્રકૃતિ વચ્ચે લઈ જવા માટે પ્રકૃતિશાસ્રી પણ હાજર હોય છે. જેમની પાસેથી તમે પક્ષીઓ અને પતંગિયાઓની વિવિધ જાતિઓ અને વસ્તી વિશે સારી રીતે માહિતી મેળવી શકો છો. અને હા, બળદ ગાડામાં સવારી કરીને અહીના ગામડાઓમાં આવેલી સ્થાનિક બજારની મુલાકાત લઈને દેશના આ ભાગના ગ્રામજીવનનો આનંદ લઈ શકો છો.
કિંમત : 8,000 રૂપિયા પ્રતિ રાતથી શરૂ
સ્થાન: ગામ સમનાપુર, પોસ્ટ મુક્કી, કાન્હા નેશનલ પાર્ક, તાલુકો બાઈહર, જિલ્લા બાલાઘાટ, મધ્ય પ્રદેશ, પિન: 481111

Book Your Stay at Chitvan

તો હવે ચાલો.... તમારા ખિસ્સામાં આ મહત્વની યાદી સાથે તમારો સામાન પેક કરવાનું શરૂ કરો, અને હા, સાથે બાઈનોક્યુલર અને જંગલી ટોપી લેવાનું ભૂલશો નહીં. અને ઉત્સાહ સાથે વાઘના આ પ્રદેશમાં તમારી રજાઓ ગાળવા માટે તૈયાર થઈ જાવ!