મધ્યમ બજેટના પ્રવાસીઓ માટે ગોવાની 7 હોટેલ્સ

Chandana Banerjee

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

શિયાળાની ઋતુમાં વાદળી સમુદ્ર અને તેના સુંદર સમુદ્રતટોનું આ બીચ નગર સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓને  પોતાની તરફ આકર્ષિત કરે છે. ગોવા પોતાના દરિયાકિનારા, અહીના બીચ પરની ભીડ, મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓ, તેના ચર્ચ, મસાલેદાર ભોજન, પ્રેમાળ જીવનશૈલી માટે પ્રખ્યાત છે.  ગોવા તમામ પ્રકારના પ્રવાસીઓને આનંદ આપે છે. માટે જો તમારું હોટલનું બજેટ બજેટ રાત્રી દીઠ માત્ર 6000 રૂપિયા અથવા તેનાથી ઓછું પણ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને ગોવામાં આજેપણ આ બજેટમાં રોકાણ માટે આરામદાયક જગ્યા મળી શકે છે. અહી ગોવામાં આવેલી એવી જ સાત બજેટ હોટેલ્સની યાદી આપવામાં આવી છે.

અમીગો પ્લાઝા

પસંદ કરવા માટેનું કારણ : બીચની નજીક આરામદાયક રોકાણ
અમીગો પ્લાઝા કોલવા બીચથી માત્ર 200 મીટરના અંતરે આવેલ છે. અહીથી તમે શાંત, સફેદ અને રેતાળ બીચ પર આરામથી જઈ શકો છો. અહી સુંદર અને સ્વચ્છ રૂમ છે. અહીનો સ્ટાફ ખૂબ જ સૌજન્યશીલ છે. આ સ્થળ એક આરામદાયક રોકાણ માટે આદર્શ છે. અને તમારા આનંદ માટે આઉટડોર સ્વિમિંગ પૂલ, ગરમ ટબમાં બાથ લેવા  અથવા આયુર્વેદિક મસાજ દ્વારા કાયાકલ્પની સેવાનો લાભ પણ તમે ઉઠાવી શકો છો
કિંમત: રૂ.1,500 થી શરૂ
સ્થાન: 4 વોર્ડ, કોલવા બીચ, તાલુકા સાલસેટ, કોલવા, ગોવા 403708

Book Your Stay at Amigo Plaza Goa

કેમલોટ રિસોર્ટ

પસંદ કરવા માટેનું કારણ : સામાન્ય બજેટમાં બ્રિટિશ સમયના વૈભવી ભૂતકાળનો અનુભવ
યુરોપીય શૈલીના રૂમ અને સ્વિમિંગ પૂલ સાથે શુદ્ધ ઘાસના મેદાનો સાથે આ રિસોર્ટ સંસ્થાનવાદ યુગનો એક યાદગાર અનુભવ કરાવે છે અને વૈભવી અને આધુનિક યુગની દરેક સગવડો આપે છે. કલંગુટ બીચથી માત્ર 1.5 કિમી દૂર અને મેપુસા શુક્રવાર બજાર તેમજ સિનકુએરિયમ બીચથી 8 કિમી દૂર આવેલ આ  રિસોર્ટ પ્રવાસીઓને આ બીચના શહેરમાં ફરવાની તક આપે છે. કોકટેલ અને પીણાં માટે પુલની આસપાસ આવેલ બાર પણ છે. વિવિધ જાતની વાનગીઓ સાથે અહીની રેસ્ટોરન્ટમાં આહલાદક ભોજન મળે છે અને ખાસ કરીને સીફૂડના શોખીનો માટે ભવ્ય અને સુંદર ડાઈનિંગ હૉલ અને અહીની મિજબાની એક જમા પાસું છે.
કિંમત: રૂ. 3,000 થી શરૂ
સ્થાન: બગા-અરપોરા રોડ, કોબ્રા વડ્ડો, કલંગુટ, ગોવા 403516

Book Your Stay at The Camelot Resort

બોલિવૂડ હોટેલ

પસંદ કરવા માટેનું કારણ : સંપૂર્ણ સુવિધાઓ સાથે ગોવાનો અનુભવ
 

bollywood sea queen, budget hotels in goa

આ હોટેલ શાંતિ કોલવા બીચથી માત્ર અમુક મિનિટ જ દૂર છે. તમે આ શાંત બીચ પર રેતીના મહેલો બનાવી શકો છો, સૂર્યસ્નાન કરી શકો છો. સૂર્યાસ્ત સમયે વોક કરી શકો છો અથવા કિનારે બેઠા બેઠા માત્ર મોજા સાથેના ફીણને ચાંદી જેવી સ્વચ્છ રેતીને ચુંબન કરતાં જોઈ શકો છો. જો તમે સમુદ્ર અને રેતી જોઈને થાકી ગયા હો તો બોલિવૂડ હોટેલમાં આવેલા સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી શકો છો અથવા લીલાછમ બગીચામાં પામના વૃક્ષો વચ્ચે બેસવાનો આનંદ લઈ શકો છો અને થ્રી સ્ટાર રિસોર્ટ ખાતે આયુર્વેદિક થેરપી પણ લઈ શકો છો.
કિંમત: રૂ.1,800 થી શરૂ
સ્થાન: કોલવા બીચ, સાલસેટ, કોલવા, ગોવા 403708

Book Your Stay at Bollywood HotelBook Your Stay at Bollywood Hotel

કોકો હેરિટેજ હોમ

પસંદ કરવા માટેનું કારણ : નાળિયેરના ફાર્મ વચ્ચે ગોવાની શૈલીનો અનુભવ
ગોવાનો પ્રખ્યાત બાગા બીચની નજીક બ્લુ વ્હેલ વોટર પાર્ક રિસોર્ટ ખાતે કોકો હેરિટેજ હોમ આધુનિક સુવિધાઓ સાથે પરંપરાગત ગોવા-શૈલી ધરાવતું રિસોર્ટ છે. આ રિસોર્ટ પ્રવાસીને ગોવાની મૂળભૂત જીવનશૈલીનો અનુભવ કરાવે છે. નાળિયેરના વિશાળ ફાર્મમાં સ્થિત આ રિસોર્ટ તેના મહેમાનોને નાળિયેરના વૃક્ષો ચડવાનું શીખવે છે અને આ ફાર્મની મુલાકત લઈને અહી નાળિયેરની ખેતી વિશે માહિતી પણ આપે છે. અહીના સુંદર બીચ પર તમે સૂર્યસ્નાન કરી શકો છો અથવા વોટર પાર્કમાં રાઈડનો આનંદ લઈ શકો છો. સ્વાદિષ્ટ ભોજન માટે અહીંની એક્વા રેસ્ટોરન્ટની મુલાકાત લેવા જેવી છે. આ  રિસોર્ટ તેમના ગ્રાહકોને રોકાણ માટેના બુકિંગમાં 15% જેલું ડિસકાઉન્ટ પર આપે છે. ગોવા આવતા દરેક પ્રવાસી જેની મુલાકાત લેવા ઈચ્છે છે એવી અહીની પ્રખ્યાત બ્રીટ્ટો રેસ્ટોરન્ટ અહીથી ફક્ત 1 કિલોમીટર જ દૂર છે.
કિંમત: રૂ. 3,000 થી શરૂ
સ્થાન: બ્લુ વ્હેલ વોટર પાર્ક, બાગા-અરપોરા રોડ, બાગા, ગોવા 403516

Book Your Stay at Coco Heritage HomeBook Your Stay at Coco Heritage Home

બેલ વિસ્તાવાદો – એન્વિરો ગ્રીન રિસોર્ટ

પસંદ કરવા માટેનું કારણ : સ્વાદના શોખીનો માટે ગોવાના શુદ્ધ ભોજનનો અનુભવ
આ મનમોહક રિસોર્ટ, ગોવા-શૈલીની કુટીરો ધરાવે છે. આ શાંત રિસોર્ટ સંગોલડા પંચાયત અને કલંગુટ બીચથી માત્ર 4.5 કિમી દૂર છે. અહી ગોવાના શુદ્ધ ભોજનનો લાભ લેવા સાથે આ નગરની આસપાસ આવેલા બીચ પર તમારો દિવસ પસાર કઈ શકો છો. અહી રોકાણ માટે બંગલા-શૈલીના એર કન્ડીશન્ડ રૂમ તેમજ વૈભવી સેવાઓ આપતા સ્યૂટ પણ છે. જે લોકો અહી સીફૂડ ટેસ્ટ કરવા માંગે છે તેઓ મૂનફિશ રેસ્ટોરન્ટમાં ‘લા ગોવા-શૈલી’ માં તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા માણી શકે છે. આ રિસોર્ટમાં મેડેઈરા રેસ્ટોરન્ટમાં કોન્ટીનેંટલ ભોજન મળે છે જ્યારે છત પર આવેલ રેસ્ટોરન્ટમાં બાર્બેક્યુ  અને શેકેલ સી ફૂડ મળે છે.
કિંમત: રૂ. 2,000 થી શરૂ
સ્થાન: 162, ચોગમ રોડ સંગોલડા, બાર્ડેઝ, સંગોલડા, ગોવા, 403511

Book Your Stay at Belle WistaWadoBook Your Stay at Belle WistaWado

ક્વીની

પસંદ કરવા માટેનું કારણ : ઓછા બજેટમાં સુંદર સગવડો
 

Hotel Queeny, budget hotels in goa

સ્ટાઇલિશ અને આધુનિક ક્વીની NH 17B નેશનલ હાઇવે પર સ્થિત છે, અને તે સમુદ્રની નજીક છે. આ સ્થળ પરનું રોકાણ તમારી રજાઓ યાદગાર બનાવે છે. નેવલ એવિયેશન મ્યુઝિયમહી ફક્ત 9 કિ.મી. અને ઉતોરડા બીચથી માત્ર 8 કિમી દૂર આવેલ આ હોટેલ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહી આપવામાં આવું ભોજન સ્વાદિષ્ટ છે. ઉપરાંત તેના છટાદાર સ્વિમિંગ પૂલમાં અને સમુદ્રની બરાબર સામે આવેલ ગ્રામીણ બાંધકામ ધરાવતી રેસ્ટોરન્ટમાં તમારા સ્નેહીજનો સાથે તમે આરામદાયક સમય પસાર કરી શકો છો.
કિંમત: રૂ. 3,000 થી શરૂ
સ્થાન- ક્વીની નગર, વેલ્સાવ-પાલે, એરપોર્ટ રોડ, વાસ્કો દ ગામા, ગોવા 403712

Book Your Stay at The QueenyBook Your Stay at The Queeny

ન્યુ ઇમેજ ઇન

પસંદ કરવા માટેનું કારણ : પરિવાર સાથે રોકાણ માટે સુંદર સેવા આપતું રિસોર્ટ
આ એક અનોખું અને ઉષ્માભર્યું રિસોર્ટ છે જે, કલંગુટ બજાર, સેન્ટ એલેક્સ ચર્ચ અને કેસિનો પામ્સથી માત્ર અમુક મિનિટ જ દૂર છે. અહી બધી આધુનિક સુવિધાઓ સાથે સજ્જ એર કન્ડિશન્ડ રૂમ, મેદાનમાં ગેરુના વૃક્ષો વચ્ચે આઉટડોર સ્વિમિંગ પૂલ આવેલ છે. અહીની મહેમાનગતિ, અને ગ્રાહકોને આપવામાં આવતી આરામદાયક સેવા એ કુટુંબ સાથે રજા ગાળવા માટે મનપસંદ સ્થળ છે. ખાસ કરીને અહીનું ભોજન આહલાદક અને રુચિકર છે. અને કોંટિનેંટલ નાસ્તો પણ વખાણવા લાયક છે!
કિંમત : રૂ. 4,350 થી શરૂ
સ્થાન : ડો અફોન્સો રોડ, કલંગુટ, ગોવા 403516

ન્યુ ઇમેજ ઇનમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો


ઓછા બજેટ સાથે ગોવા જતાં પ્રવાસીઓ માટે એક વિશેષ ટીપ: અહી તમે ટુ-વ્હીલર ભાડે લઈને સાથે નકશો લઈને તમારી પોતાની મરજી સાથે અહીના બીચ અને આ શહેરના સીફૂડની મજા માણી શકો છો!

Book Your Stay at New Image InnBook Your Stay at New Image Inn

More Travel Inspiration For Goa