ગોવામાં ફ્રીમાં માણવા જેવી 10 વસ્તુઓ

Devika Khosla

Last updated: Sep 24, 2019

Author Recommends

See

Basilica de Bom Jesus- an important destination for Christian pilgrims from all over the world
Chapora Fort to enjoy splendid views of the adjoining Vagator beach
Rajbagh Beach, which is one of the cleanest beaches in Goa

Shop

At Ingo’s Saturday Night Bazaar for junk jewellery and t-shirts
Anjuna Flea Market for funky accessories and handicrafts

Eat

Goan delicacies like Pork Vindaloo, Prawn Xacuti and Bebinca

Events

Supersonic and Sunburn are EDM festivals
held in December and attract large crowds from around the globe

Filmy

Dil Chahta Hai, Finding Fanny, Go Goa Gone,
Bobby, and many other blockbusters were shot in Goa

Want To Go ? 
   

‘Keep calm and escape to Goa!’
- Anonymous

ફ્રી સૂર્યદેવની ગરમી, ફ્રી રેતાળ બીચ અને ફ્રી સર્ફિંગ. આપણા ભારતીયોને આ ફ્રી શબ્દનું બહુ ઘેલું હોય છે, સાચું ને!! કોઈકે કહ્યું હતું કે 'જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ ફ્રી મળે છે' તે વ્યક્તિએ કદાચ ગોવાને ધ્યાનમાં રાખ્યું હશે! ભારતનો આ સૌથી લોકપ્રિય બીચ  સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આખું વર્ષ આકર્ષે છે. જો તમારી ગોવામાં મર્યાદિત બજેટ સાથે રજા ગાળવાની ઈચ્છા હોય તો  અહીં દર્શાવેલ યાદી તમને મદદ કરશે:

1. બીચનો અહ્લાદક આનંદ

arambol beach goa things to do

માની લો કે ગોવાનો બીચ તમારા માટે રમતનું મેદાન છે! ઉત્તરમાં આરામ્બોલ બીચથી દક્ષિણમાં કનાકોના બીચ સુધીના વ્યાપક રેતાળ વિસ્તારમાં તમે  જેટલી વાર ચાહો તેટલી વાર સૂર્યના તડકાનો આનંદ લો અને જેટલીવાર ઈચ્છો તેટલી વાર દરિયાના પાણીમાં મસ્તી કરો. યાદગીરી તરીકે ઘરે લઇ જવા માટે શંખલા વીણી લો અને આથમતા સૂર્યનો નજારો જોતા જોતા તમારો દિવસ પૂર્ણ કરો.

2. ચર્ચની શોધ

church things to do in goa

ગોવામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સહિતના ઘણા સૌથી જૂના ચર્ચો છે. ચર્ચ ઓફ બોમ જીસસ,જે ગોવાના સંરક્ષક સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરને સમર્પિત છે. ગોવામાં અન્ય ઐતિહાસિક અને સ્થાપત્યકલાથી ભરપૂર ચર્ચો પણ તમને જોવા મળશે જેમ કે સેન્ટ કેથરિનને સમર્પિત એશિયાના સૌથી મોટા ચર્ચોમાંનું એક, ચર્ચ ઓફ સેન્ટ કેથેડ્રલ અને 16મી સદીનું ચર્ચ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી અને ચર્ચ ઓફ અવર લેડી ઓફ ધી ઇમેક્યુલેટ કોન્સેપ્શનમાં સુંદર મધર મેરીની મૂર્તિ છે.

3. કાચબાની વાર્તાઓ

turtle hatchery things to do in goa

ઉત્તરમાં મોરજીમ અને મંદ્રેમના બીચ અને દક્ષિણમાં અગાન્ડા અને ગેલગીબાગાના બીચ ઓલિવ રિડલી કાચબાના ઘરો છે. અહીં તેમના કુદરતી નિવાસસ્થાનમાં કાચબા વિષે જાણો અને તેમને જુઓ. આ ઉપરાંત તમે જાગરૂકતા અને સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે વિવિધ સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓ સાથે પણ સંકળાઈ શકો છો જેનાથી તમે પર્યાવરણની વધુ નજીક પણ રહી શકશો.

4. રાત્રીની જીવંતતા

night market things to do in goa

સૂર્ય આથમી જાય અને અંધકાર વ્યાપી જાય તે પછી, ગોવા જીવંત બને છે. ગોવાના રાત્રિ બજારો તેમની  સંકલનવૃત્તિ માટે વિખ્યાત છે અને શોપિંગ તો વૈકલ્પિક છે! અહીંના બજારો જોવા તે પણ એક લહાવો છે. અહીં સંગીત કલાકારો તેમની કલા દર્શાવીને તમને પોતાની તરફ ખેંચશે! અર્પોરામાં સેટરડે નાઇટ માર્કેટ અને બાગામાં મેકીઝ નાઇટ બજારની તો ચોક્કસપણે મુલાકાત લેવી જ જોઈએ.

5. ધોધની અદ્ભુતતા

goa waterfall things to do in goa

દૂધસાગર ધોધ ગોવા અને કર્ણાટક વચ્ચે સરહદ પર આવેલ છે, જ્યાં તમે તાજગીભરી ડૂબકી લગાવી શકો છો અને તેના મનોહર વિસ્તારમાં સેલ્ફી લેવાનું ચૂકવા જેવું નથી. 310 મીટરની ઉંચાઈએ આવેલા આ દૂધિયા ધોધને  દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસમાં ખૂબજ પ્રચલિત રીતે દર્શાવાયો હતો.

6. પગપાળા ફોન્ટેઇનહાસનો ઈતિહાસ દર્શન

goa street things to do in goa

ગોવા માત્ર તેના બીચ માટે જ લોકપ્રિય નથી; ગોવાની સંસ્કૃતિ પણ ખૂબ રસપ્રદ છે. આથી ઇતિહાસમાં પાછા જાઓ અને ફોન્ટેઇનહાસમાં ફરો. તમને થશે કે આ ફોન્ટેઇનહાસ શું છે? તો ચાલો મૂંઝવણ દુર કરી દઈએ. તે ગોવાના જૂના લેટિન ક્વાર્ટર્સ છે ગોવાના સમૃદ્ધ પોર્ટુગીઝ વારસાને યાદ અપાવતા પીળા અને બ્લૂ મોહક જૂના બંગલાઓ અને તેજસ્વી રંગીન ઇમારતોને પ્રતિબિંબિત કરે છે. સ્થાપત્યાકાલાનું ભવ્ય અને રમણીય દ્રશ્ય!!

7.  ગોવા કાર્નિવલ

goa viva carnival
Photo Credit: Outofindia/wikimedia commons

ગોવા કાર્નિવલ ગોવાની સંસ્કૃતિ અને પરંપરાની  જીવંત ઉજવણી છે અને તે ગોવામાં માણવા જેવી મુખ્ય બાબત છે. અહીંની ઉજ્જવળ ઉત્સાહી ભાવનાનો આનંદ માણો, રંગબેરંગી ફ્લોટ્સ સાથેની શેરીઓમાં થતી પરેડો જુઓ જેમાં ગાયકો, નૃત્યાંગનાઓ તેમના અલગ સંસ્કૃતિક પોશાકમાં રજૂઆત કરે છે. આ ત્રણ દિવસીય તહેવાર આપણને ખુશીથી આનંદિત બનાવી મુકે છે!

8.કિલ્લાઓની મજા

goa fort things to do in goa

ગોવા અનેક કિલ્લાઓનું ઘર છે જે અન્વેષણ માટે યોગ્ય છે અને મોટાભાગના સારી રીતે સચવાયેલ છે. જેમ કે એગુઆડાનો કિલ્લો 1612માં નિર્માણ થયો હતો અને તે ડચ અને મરાઠા આક્રમણો સામે રક્ષણ માટે બાંધવામાં આવ્યો હતો. કેટલીક સદીઓ પછી, આ સાઇટ પર 13 મીટર ઊંચું લાઇટહાઉસ બાંધવામાં આવ્યું હતું. બોલિવૂડની ક્ષણમાં પ્રવેશવા માટે, ચપોરા ફોર્ટની દિવાલ પર બેસો અને ચપોરા નદીને તાકતા રહો ... દિલ ચાહતા હૈ માં આ દ્રશ્ય ખૂબ પ્રસિદ્ધ થયેલ છે. 

9. ટ્રેકીંગ ટ્રેઇલ્સ

trekking goa things to do in goa

ગોવામાં કુદરતી વાતાવરણ વચ્ચે મનોહર રીતે વૉક કરો કે પછી ટ્રેક પર ઉતરીને ગોવાની પ્રકૃતિની  બીજી બાજુનો આનંદ માણો. ભગવાન મહાવીર વન્યજીવન અભયારણ્ય થી લઈને કૃષ્ણપુર કેન્યોન સુધી પહોંચવા માટે આવી મસ્ત પ્રવૃત્તિ કરી શકાય. દૂધસાગર ધોધની આસપાસ મોલ્લેમ નેશનલ પાર્કમાં  જંગલોની મજા પણ માણવા જેવી ખરી હો!!

10. બેફીકર થઈને મજા માણો

things to do in goa

ગોવામાં બેફીકર થઈને મજા માણવી એ કદાચ શ્રેષ્ઠ 'ફ્રી' વસ્તુ છે જે તમે કરી શકો છો!  તમે ક્યાં છો અથવા તમે શું કરી રહ્યા છો, તે બધું ભૂલી જાવ અને તરોતાજા થઇ જાવ. આના માટે પણ એક શબ્દ છે – સસગાડ!

તેથી જો આગલી વખતે તમે બજેટ હોલિડે ડેસ્ટિનેશન શોધી રહ્યાં હોવ ત્યારે યાદ રાખો કે તમારે ગોવામાં સુંદર વેકેશન માટે ખૂબ બધો ખર્ચ કરવાની જરૂર નથી!

ગોવા માટે તમારા ફ્લાઈટ બુક કરો!

Book Your Flight to Goa Here!


 

More Travel Inspiration For Goa