ચાંદની ચોકમાં એક દિવસની લટાર

Mikhil Rialch

Last updated: Jun 16, 2017

Want To Go ? 
   

જો તમે વ્યવસ્થિત  અવ્યવસ્થા શું હોય છે એ જાણવા ઇચ્છતા હોય તો તમારી ગાડીને ચાંદની ચોકમાં લઈ જાવ. દુકાનદારો, ફેરિયાઓ અને નાની નાની દુકાનોથી જડિત સાંકડી ગલીઓની  ભીડમાં પીસાતા પ્રવાસીઓ, તમારા માથા પર જુલતા વીજળી અને ફોનના વાયરો આ વ્યસ્ત  વિસ્તાર ચાંદનીચોકનો અભ્યાસ કરવા તમને બોલાવે છે. પરંતુ કદાચ આ જ અવ્યવસ્થા પ્રવાસીઓને ચાંદનીચોક ને તેમની ભારત યાત્રાનો  ભાગ બનાવવા બોલાવે છે; અહી કાઇપણ વસ્તુ શાંત નથી.

ઇતિહાસના દરેક મોડ અને દરેક વળાંકે જોવા મળતા આપણાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડના ખૂણાઓ જેમ કે દિલ્હીનો સૌથી જૂનો  વિસ્તાર ચાંદની ચોક  ગુડગાંવના  કોંક્રિટ જંગલો અને શહેરના કેન્દ્રમાં આવેલ સાજસંભાળ પામેલ લેન્ડસ્કેપ્સ વચ્ચે તાજગી અર્પે છે. આ વિસ્તાર સુઘડતાની જાણે કે અવજ્ઞા કરે છે  અને આમ કરવાથી  ખિન્નતા સાથે આભાસયુક્ત  ઉલ્લાસની નજરબંધી કરે છે. ચાંદનીચોક ખૂબ અત્યંત ઝડપી વિકસતું સંસ્કારી વિશ્વ છે. ચાલો આજે અમે તમને બતાવીએ કે ચાંદની ચોકમાં એક દિવસ વિતાવીને તમે કઈ રીતે આનંદ પ્રાપ્ત કરી શકો?

 

ફૂડ ફીએસ્ટા

delhi-chandni-chowk-food

જો દિલ્હી  ભારતના સ્ટ્રીટ ફૂડનું સૌથી મોટું સામ્રાજ્ય હોય તો  ચાંદની ચોક નિઃશંકપણે તેનો રત્ન જડિત મુગટ છે. પછી ભલે તે કરીમના કબાબ હોય કે નટરાજ સ્વીટના દહી ભલ્લા અને ચાટ તેમજ ખેમચંદ આદેશ કુમાર ખાતે દૌલતની ચાટ અને જૂના વિખ્યાત જલેબીવાલાની તો વાત જ કઈક ઔર છે આ ખૂબ જ શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ  છે અને સદીઓથી પૂર્ણતા ધરાવે છે અને હવે તમારી જ રાહ જુએ છે.

અહીની પ્રસિધ્ધ દરેક વસ્તુ એકદિવસમાં માણી લેવી અશક્ય વાત છે. જો તમે પરાઠે વાલી ગલી ખાતે પરાઠાની વિશાળ શ્રેણી માણવા  જઈ રહ્યાં છો, તો અન્ય કંઈપણ વિશે ભૂલી જાવ. અમારી સલાહ છે : બધું થોડું થોડું ચાખો અને યાદ રાખો કે હજુ તમારે ઘણા સ્વાદ ટેસ્ટ કરવાના બાકી છે.

 

શોપિંગ ગેલેરી 

delhi-shopping-chandni-chowk

જો તમે આ બજારમાં ભીડમાંથી જગ્યા કરી લો તેમ છો તો તમે પાપી પેટનો જ વિચાર કરવાને બદલે અન્ય ઘણી બાબત તમારે જોવાની બાકી છે. નાની નાની દુકાનો સ્ટોલ અને શોપ્સ આ ઉપરાંત અહીની કાર્પેટ અને કપડાં વેચતા ફેરિયાઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ, મોમેન્ટો અને કલાકૃતિઓ, હસ્તકલા અને બીજું અનેક ગણું વસ્તુ અહી તમને જોવા મળશે પરંતુ જો તમે કડક ચહેરા સાથે બાર્ગેનિંગ કરો તો આ સોદાબાજીની રમત જીતી શકો છો અને ખરેખર કૈંક ખાસ વસ્તુ સાથે ઘરે આવી શકો છો.

 

કેમેરા કાર્નિવલ

ઘણાને કદાચ આ ખબર નહીં હોય, પરંતુ ચાંદની ચોક એશિયાની સૌથી મોટી કેમેરા એક્સેસરીઝ બજાર તરીકે પણ વ્યાપકરીતે વખણાય છે. જો તમે એસ્પ્લાનેડ રોડના ફોટો બજાર તરફ જાવ તો અહી તમને કેમેરા બેગ, ટ્રાઇપોડ, બેટરી ચાર્જર્સ, લેન્સ, ફિલ્ટર્સ, અને આલ્બમનું વેચાણ કરતી સેંકડો દુકાનો જોવા મળશે તમે અહીના સૌથી જૂના પ્રિતમ સ્ટુડિયોમાં જઈ શકો છો આ ઐતિહાસિક સ્ટુડિયોમાં ચાલવું એ પણ એક રોમાંચકતા છે અહીનું વાતાવરણ ખૂબ ઝડપથી બદલાતા અને વિકસતા વિશ્વ સાથે બદલાયું નથી. પણ તમે તમારા કેમેરાના ભાગો અંગે સારી રીતે જાણતા હોવા જોઈએ. અહીંના બનાવટી વેપારી પણ એટલા જ જાણીતા છે. જો કે, લાંબા સમયથી ચાલતા સ્ટોર વાજબી દરે વાસ્તવિક વસ્તુઓ  વેચે છે.

 

ઇતિહાસની સ્મૃતિઓ 

red-fort-chandni-chowk

દિલ્હી વિશે વાત કરતાં સ્મારકો, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો પણ એટલા જ પ્રખ્યાત છે. આ સ્મારકોની સંખ્યા એટલી બધી છે કે અમુક લોકો સિવાય કદાચ અડધાથી ઉપર દિલ્હીવાસીઓને પણ અમુક સ્મારકો વિષે ખબર નહીં હોય કારણકે હવે  શેવાળ દ્વારા આવરી લેવામાં આવેલા અને આધુનિક પાયા પાછળ છુપાયેલા અમુક સ્મારકો તો જાણે અવશેષો તરીકે રહી ગયા છે. છ્તાં જામા મસ્ઝિદ અને અનેક ઐતિહાસિક દુકાનો ઉપરાંત તેમના મૂળ મુઘલ સમયમાં પાછા બોલાવે એવી અનેક ઇમારતો છે, ચાંદની ચોકમાં આવેલી આ ધાર્મિક ઇમારતો અને હવેલીઓ દૂરથી ભૂતિયા દ્રશ્ય  જેવી દેખાય છે પરંતુ જોવાલાયક અને જાણવાલાયક તો છે જ. શ્રી દિગંબર જૈન લાલ મંદિર અથવા શીખ ગુરુદ્વારા ગંજ સાહિબ સાથે શરૂ કરો. આગળ, જો તમે વધુ સાહસિક હોય તો  બેગમ સમરું, મિર્ઝા ગાલિબ અને ઝીનત મહેલની હવેલીઓની ઝલક લઈ શકો.

હા, તમે ચોક્કસપણે ખજાનચી  હવેલીની મુલાકાત લેજો, જ્યાં શાહજહાંના મોટાભાગના એકાઉન્ટન્ટ્સ રહેતા હતા. આ હવેલી લાંબી ભૂગર્ભ ટનલ દ્વારા લાલ કિલ્લા સાથે જોડાયેલ છે એવું માનવામાં આવે છે જેથી કરીને સમ્રાટના એકાઉન્ટન્ટ્સ તેના મહેલમાં સુરક્ષિત રીતે પૈસા ટ્રાન્સફર કરી શકે. જોકે કરવું હોય તો ઘણું બધુ કરી શકાય, કારણકે ચાંદની ચોક ફરવા માટે એક દિવસ તો ઓછો પડશે જ .

પરંતુ અશ્રુયાતી પ્રવાસીઓ માટે આ પ્રવૃત્તિઓ પૂરતી છે. તો હવે ચાંદની ચોકમાં તમારી મેટ્રો લઈ જાવ અને અમને જણાવો કે તમે કેવી રીતે તમારો દિવસ ત્યાં ગાળ્યો?

More Blogs For Food & Shopping