થાઇલેન્ડની 10 કિડ-ફ્રેન્ડલી હોટેલ્સ

Devika Khosla

Last updated: Jun 29, 2017

Want To Go ? 
   

બાળકો સાથે રજા માણવા જવું એ ઘણા માતા-પિતા માટે એક ભયાવહ અનુભવ હોઈ શકે છે. નાના બાળકોની નિદ્રાનો સમય, તેઓને ખવડાવવા માટેનો સમય, તેમના માટે મનોરંજક પ્રવૃત્તિઓ માટે સમય, વગેરેનું આયોજન કરવું પડે છે. થાઇલેન્ડની પ્રતિષ્ઠાથી વિપરીત અહી બાળકો સાથે રજા માણવા માટે અનેક સુંદર સુવિધાઓ ધરાવતી હોટેલ્સ અને રિસોર્ટ્સ ઉપલબ્ધ છે જેમાં માતાપિતા તણાવમુક્ત અને આનંદપૂર્વક રજાઓ માણી શકે છે. આ લેખમાં થાઇલેન્ડની 10 કિડ્સ ફ્રેન્ડલી જગ્યાઓ વિશે જાણકારી આપવામાં આવી છે જ્યાં તમે તમારા પ્રિય બાળકો સાથે તમારી આગામી રજાઓ ગાળવા માટે જઈ શકો છો.

ગ્રાન્ડ સુખુમ્વીત હોટેલ, બેંગકોક

Grand-Sukhumvit-Hotel,-Bangkok-hotels-in-thailand

ગ્રાન્ડ સુખુમ્વીત હોટેલ હોટેલ નામાંકિત એક્કોર ગ્રુપ દ્વારા સંચાલિત બેંગકોકના સુખુમ્વીત વિસ્તારમાં આવેલી 5 સ્ટાર વૈભવી હોટેલ છે. આ હોટેલમાં 386 રૂમ અને સ્યુઇટ્સ છે, અને અહી 12 વર્ષ અને તેનાથી નાના હોય અને તેઓ તેમના માતાપિતા સાથે રૂમ શેર કરી રહ્યાં હોય તેવા બે બાળકો માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. માતા-પિતા અને બાળકો માટે આ ભવ્ય હોટેલમાં ફ્રી વાઇ-ફાઈ, મોટું સ્વિમિંગ પુલ જેમાં બાળકો માટે પણ અલગ વ્યવસ્થા છે, અને હોટેલની રેસ્ટોરન્ટમાં બાળકો માટે ખાસ ભોજનની વ્યવસ્થા જેવી સુવિધાઓ છે. જો માતાપિતા એકાંતમાં પોતાનો સમય ગાળવા માંગે છે તો આ હોટેલ બેબી સિટિંગ સેવા પણ પૂરી પાડે છે. આ ગ્રાન્ડ હોટેલની નજીકમાં ટર્મિનલ 21, સેન્ટ્રલ વર્લ્ડ, અને અન્ય શોપિંગ મોલ્સ તેમજ શહેરમાં આવેલ અન્ય મનોરંજન સ્થળો છે. જે પ્રવાસીઓ માટે એક વધારાનો લાભ છે.
કિંમત: રૂ. 3,836 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: 99 સુખુમ્વીત સોઈ 6 રોડ, જિલ્લો  ક્લોઙ્ગ્તોએય, બેંગકોક 10110

Book Your Stay at Grand SukhumvitBook Your Stay at Grand Sukhumvit

ધ એમ્બેસેડર બેંગકોક, બેંગકોક

The-Ambassador-Bangkok,-Bangkok-hotels-in-thailand

ધ એમ્બેસેડર બેંગકોક શહેરના સુખુમ્વીત વિસ્તારમાં આવેલ ઉત્તમ સુવિધાઓ ધરાવતી એક અગ્રણી 4 સ્ટાર હોટેલ છે. તેના સમગ્ર ટાવર અને મુખ્ય વિભાગોમાં 760 રૂમ છે જેમાં ઇન-રૂમ સુવિધાઓમાં ફ્લેટ સ્ક્રીન ટીવી અને ફ્રી વાઇ-ફાઈનો સમાવેશ થાય છે. ધ એમ્બેસેડર બેંગકોકમાં બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ કરવા માટે ક્લબ પણ છે અને તે ઉપરાંત અહીની રેસ્ટોરન્ટમાં ખાસ બાળકો માટે મેનુ હોય છે. આ હોટેલમાં આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકો માટે એક મજાનું આકર્ષણ વૃક્ષ પર રહેતા ઉષ્ણકટિબંધીય અને વિદેશી પક્ષીઓ જેવી અનેક જાતિઓના પક્ષીઓનું પક્ષીસંગ્રહસ્થાન પણ આવેલું છે.
કિંમત: રૂ. 3,774 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: 171 સોઈ સુખુમ્વીત 11, ખ્વેંગ ખ્લોંગ ટૉ નુએયા, ખેત વતથના, કૃંગ થેપ મહા નાખોન, 10110

Book Your Stay at The AmbassadorBook Your Stay at The Ambassador

ધ સેન્સિસ રિસોર્ટ પેટોન્ગ બીચ, ફૂકેટ

The-Senses-Resort-Patong-Beach,-Phuket-hotels-in-thailand

ફૂકેટમાં સુંદર અને વિકસિત પેટોન્ગ બીચ નજીક આવેલ ધ સેન્સિસ રિસોર્ટ પેટોન્ગ બીચ રિસોર્ટ કુટુંબ સાથે રહેવા માટે આકર્ષક અને આધુનિક સુવિધાઓ સાથેના રૂમ અને સ્યૂઇટ ધરાવે છે, જેમાથી પ્રવાસીઓ સમુદ્રનો અદભૂત નજારો જોઈ શકે છે અને આ રૂમ છ અલગ શ્રેણીમાં પસંદ કરી શકાય છે. અહી બાળકો માટે ચિલ્ડ્રન સ્વિમિંગ પૂલ, અને અન્ય મનોરંક્જક પ્રવૃતિઓ માટેની સગવડો છે. ધ સેન્સિસ રિસોર્ટ પેટોન્ગ બીચ ખાતે છત પર આવેલ સ્પ્લેશ માઉન્ટેન પૂલ, સ્પા અને ફિટનેસ સેન્ટર જેવી સુવિધાઓનો તમે આનંદ માણી શકો છો.
કિંમત: રૂ.  5,792 પ્રતિ રાત્રિ થી શરૂ

સ્થાન: 111/7, થાનોન નાનાઇ, પેટોન્ગ, જિલ્લો કથુ, 83150

Book Your Stay at The Senses ResortBook Your Stay at The Senses Resort

અમરી ફૂકેટ, ફૂકેટ

દરિયાકિનારે અને બીચની સામે જ આવેલ અમરી ફૂકેટ રિસોર્ટ એક 5 સ્ટાર રિસોર્ટ છે જે 380 રૂમ અને સ્યુઇટ્સ ધરાવે છે. અને રૂમમાં ફ્રી વાઇ-ફાઈ, એલસીડી ટીવી અને ડીવીડી પ્લેયર સહિત શ્રેષ્ઠ ઇન-રૂમ સુવિધાઓ આપે છે. અહીની રેસ્ટોરન્ટમાં બાળકો માટે ખાસ મેનૂ હોય છે. બાળકોની અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે અહી અને ચિલ્ડ્રન ક્લબ પણ છે. આ રિસોર્ટ માતપિતા માટે બેબીસીટિંગ સેવા પણ આપે છે. મોટી ઉંમરના બાળકો અહી આવેલા બે ટેનિસ કોર્ટ અને મીની સોકરના મેદાનમાં તેમજ બાસ્કેટબોલ અને બેડમિન્ટન માટે આવેલ કોર્ટ ખાતે આ રમતોનો આનંદ ઉઠાવી શકે છે.
કિંમત: રૂ. 10,300 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: 2 મેઉન ગેર્ન રોડ, પેટોન્ગ બીચ, ફૂકેટ, 83150

Book Your Stay at AmariBook Your Stay at Amari

કેપ દારા, પટાયા

Cape-Dara,-Pattaya-hotels-in-pattaya

આ રિસોર્ટની આસપાસ લીલોછમ પ્રદેશ આવેલ છે અને તેની વચ્ચે આવેલ આ કેપ દારા રિસોર્ટ બીચની બિલકુલ સામે આવેલું છે ઉપરાંત અહીથી તમે 360 ડિગ્રીમાં ચારેબાજુના દ્રશ્યો જોઈ શકો છો. આ રિસોર્ટમાં 264 રૂમ છે જેમાં ઓપન ટુ સ્કાય છત સાથે ફ્રી વાઇ-ફાઈ, 42” ના એલઇડી અને સાથે કેબલ ટીવીની શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી છે. કેપ દારા ખાતે અન્ય મનોરંજનની સુવિધાઓમાં તેનું એક ખાનગી બીચ અને બે સ્વિમિંગ પુલનો પણ સમાવેશ થાય છે. તમારા બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ અને ચિલ્ડ્રન્સ ક્લબ પણ છે. કેપ દારામાં પણ બેબી સિટિંગ સેવા તમને મળી શકે છે. ઉપરાંત 3 વર્ષના બાળકો માટે નાસ્તો પણ ફ્રી આપવામાં આવે છે.
કિંમત: રૂ. 18,729 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: 256 દારા બીચ, સોઈ 20, પટાયા -નકલુયા રોડ, પટાયા , ચોન બૂરી 20150

Book Your Stay at Cape DaraBook Your Stay at Cape Dara

ચોલચન પટાયા  રિસોર્ટ, પટાયા

પટાયા માં આવેલ એવા બાળકોના લોકપ્રિય આકર્ષણ અંડરવોટર વર્લ્ડની સાવ નજીક ચોલચન પટાયા  રિસોર્ટ બીચની પણ સાવ નજીકમાં આવેલ છે. અહી રૂમમાં ફ્રી વાઇ-ફાઈ અને સમુદ્ર તમજ અહી આસપાસ આવેલી ઉષ્ણકટિબંધીય ટેકરીઓનો આનંદ માણી શકો છો. ઉપરાંત 1 થી 4 વર્ષની વય વચ્ચેના બાળકોને રૂમમાં ફ્રી રોકાણ અને નાસ્તો આપવામાં આવે છે. આ રિસોર્ટ ખાતેની સુવિધાઓમાં મોટી ઉમરના બાળકો માટે એક સ્વિમિંગ પૂલ અને ટેનિસ કોર્ટ અને સ્ક્વોશ કોર્ટનો પણ સમાવેશ થાય છે.
કિંમત: રૂ. 4300 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: સોઈ સુખુમ્વીત પટાયા  1, મુયાંગ પટાયા , અમ્ફોએ બેંગ લામુંગ, ચાંગ વૅટ ચોન બૂરી 20150

Book Your Stay at Choldchan Pattaya ResortBook Your Stay at Choldchan Pattaya Resort

દિવાના પ્લાઝા ક્રાબી એઓનંગ, ક્રાબી

Deevana-Plaza-Krabi-Aonang,-Krabi-hotels-in-thailand

આ રિસોર્ટ 213 છટાદાર અને આકર્ષક રૂમ અને સ્યૂઇટ ધરાવે છે. દિવાના પ્લાઝા ક્રાબી એઓનંગ તેની વિશિષ્ટ સુવિધાઓ સાથે વયસ્કો અને બાળકો માટે તેમની રજાઓ ઝાકઝમાળ બનાવવાની તક આપે છે. આ હોટેલનું મુખ્ય આકર્ષણ તેનું લગૂન-શૈલીનું સ્વિમિંગ પૂલ છે અને તેની સાથે એક ચિલ્ડ્રન પૂલ ઉપરાંત બે વધારાના સ્વિમિંગ પુલ પણ છે. અહીની રેસ્ટોરન્ટમાં કિડ્સ-ફ્રેંડલી મેનુ હોય છે. અને અહીની કિડ ક્લબનો સ્ટાફ તમારા રમી રહેલા બાળકોની દેખરેખ પણ રાખે છે. ખાસ બાળકો માટે અહી એક ઇનડોર પ્લે ગ્રાઉન્ડ, જુદી જુદી રમતો, રમકડાં અને બીજી અનેક સુવિધાઓ આવેલી છે.
કિંમત: રૂ. 5,010 પ્રતિ રાત્રિ થી શરૂ

સ્થાન: 186 મુ 3 સોઈ 8, એઓ નાંગ, એઓ નાંગ, મુએયાંગ ક્રાબી જિલ્લા, ક્રાબી 81000

Book Your Stay at Deevana Plaza Krabi AaonangBook Your Stay at Deevana Plaza Krabi Aaonang

સેંટરા ગ્રાન્ડ બીચ રિસોર્ટ એન્ડ વિલાઝ, ક્રાબી

સેંટરા ગ્રાન્ડ બીચ રિસોર્ટ એન્ડ વિલાઝ  તેની આસપાસ આવેલ અદભૂત દ્રશ્યો સાથે સુંદર વાદળી બીચ અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું છે. આ રિસોર્ટ રજાઓમાં એકાંત માણવા માટે ખાનગી સ્વિમિંગ પુલ સાથેના રૂમ અને સ્યૂઇટ ધરાવે છે. જેમાં અન્ય અનેક સુવિધાઓ આપવામાં આવી છે. તમારા બાળકો અહીની કેમ્પ સફારી અને ઇ-ઝોન અને અહીની દૈનિક પ્રવૃત્તિના કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. એ સાથે કિડ્સ ક્લબનો આનંદ ઉઠાવી શકે છે. જ્યારે પુખ્ત લોકો સૂર્યસ્નાન, બીચની રેતી પર અને હોટેલના ખાનગી બીચ પર સર્ફ કરવાનો આનંદ માણી શકે છે. સેંટરા ગ્રાન્ડ બીચ રિસોર્ટ એન્ડ વિલાઝ  ખાતે અન્ય આકર્ષક સુવિધાઓમાં ટુ ટાયર્ડ સ્વિમિંગ પૂલ તેમજ બાળકો માટે અલગ સ્વિમિંગ પૂલ, સ્પા, વોટર સ્પોર્ટ્સ અને વોલીબોલ તેમજ ફૂટબોલ જેવી બીચ ગેમ્સનો પણ સમાવેશ થાય છે.
કિંમત: રૂ. 13,662 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: 396-396 / 1 એઓ નાંગ, મુ 2 મુએયાંગ ક્રાબી, ક્રાબી, 81000

Book Your Stay at Centara Grand Beach Resort & VillasBook Your Stay at Centara Grand Beach Resort & Villas

અમરી કો સૅમ્યૂયી, કો સૅમ્યૂયી

અમરી કો સૅમ્યૂયી રિસોર્ટ કો સૅમ્યૂયીના ચેવેંગ બીચ પર આવેલ છે. આ એક 5 સ્ટાર હોટેલ છે જે કુટુંબ સાથે રજા ગાળવા માટે વિશાળ રૂમ ધરાવે છે. જેમાં બાલ્કની સાથે અનેક આધુનિક સુવિધાઓમાં ફ્રી વાઇ-ફાઈનો સમાવેશ થાય છે. અહી માતા-પિતા સ્પાનો આનંદ લઈ રહ્યા હોય ત્યારે તેમના બાળકો કિડ ક્લબ ખાતે આ હોટેલના સ્ટાફની દેખરેખ પોતાની મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ મેળવી શકે છે. વધારાની અન્ય સુવિધાઓમાં બે સ્વિમિંગ પુલ, એક બાળકો માટેનું સ્વિમિંગ પૂલ, બેબી સિટિંગ સેવા અને બહુવિધ વાનગીઓ માટે રેસ્ટોરન્ટ જે કિડ્સ-ફ્રેંડલી મેનુની પણ સગવડ આપે છે.
કિંમત: રૂ. 11,450 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: 14/3, ચેવેંગ બીચ કો સૅમ્યૂયી, સરાટ થૅની 84320

Book Your Stay at Amari Koh SamuiBook Your Stay at Amari Koh Samui

પૂતહરકસા હુઆ હિન, હુઆ હિન

Putahracsa-Hua-Hin,-Hua-Hin-hotels-in-thailand

યુનિક કલેક્શન ઓફ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા સંચાલિત, પુતાહરકસા હુઆ હિન એક પ્રીમિયર બુટિક હોટેલ છે. જેમાં વિશાળ જગ્યા સાથેના 67 રૂમ, સ્યૂઇટ્સ અને વિલાઓ બે જુદા જુદા ઝોનમાં ફેલાયેલ છે. અહી બગીચા, પૂલ અને બીચ પણ છે. પુખ્ત વયના લોકો માટે સ્પા અને ફિટનેસ સેન્ટર જેવી સુવિધાઓની સાથે બાળકો માટે રમતનું મેદાન અને કિડ્સ સ્વિમિંગ પૂલ ઉપરાંત પેઇન્ટિંગ અને ડ્રોઇંગ જેવી કળાઓનો તમારા બાળકો આનંદ મેળકી શકે છે. અહી અન્ય સુવિધાઓમાં ફ્રી વાઇ-ફાઈ અને બેબી સિટિંગ સેવા પણ ઉપલબ્ધ છે.
કિંમત: રૂ. 8,000 પ્રતિ રાત્રિ થી શરૂ
સ્થાન: હુઆ હિન, હુઆ હિન જિલ્લો, પ્રચુયાપ ખીરી ખાન 77110

Book Your Stay at Putahracsa Hua HinBook Your Stay at Putahracsa Hua Hin

More Travel Inspiration For Bangkok