આપણે ભારતીયો સહેલાણીઓ તરીકે એટલા વિખ્યાત નથી. વધુ ચીવટ રાખવી, આરામદાયક હોટેલ્સમાં રહેવું, વૈવિધ્યપૂર્ણ ખાનપાનથી અણગમો રાખવો અને રૂઢિગત શૈલીમાં જ પ્રવાસનું આયોજન કરવું. આ બધા જ ભારતીયોની સર્વસામાન્ય ખાસિયત છે. જો કે હું માનું છું કે આપણે દરેકે આ પ્રકારના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જોઇએ અને ઓછા પ્રચલિત એવા પ્રવાસ માટેના સ્થળોની મુલાકાત લઇને પણ કંઇક નવીન માણવું જોઇએ. દુનિયામાં દરેક મનુષ્યને માત્ર એક જ જીવન મળે છે. તમારા આ અમૂલ્ય જીવનને આજીવન માટે યાદગાર બનાવવા માટે થાઇલેન્ડ અનેક વિશેષતાઓ, વિસ્યમ પમાડે તેવી વસ્તુઓ અને ભવ્યતા ધરાવતા સ્થળોથી ભરપૂર દેશ છે. આ દેશ વૈભવની સાથોસાથ તમને સાહસ પણ પૂરું પાડે છે. થાઇલેન્ડની ખરી સુંદરતા તેના ઓછા મુલાકાત લેવાયેલા મનોરમ્ય સ્થળોમાં છૂપાયેલી છે. અમે અહીં એવા આઠ સ્થળોની યાદી આપી છે જ્યાં ભારતીયો નથી જતા, પણ તેની અચૂક રીતે મુલાકાત લેવા જેવી છે.
જો તમે ખીચોખીચ ભરેલા અને વ્યાપારીકૃત બીચોથી કંટાળી ગયા હોવ પણ તેમ છતાં સમાજની સુખાકારી ભોગવવાનું ગમતું હોય તો ફૂકેટને બદલે ખાઓ લાકની મુલાકાત તમારા માટે વધુ યાદગાર બની રહેશે. લાંબા અને અતિ સુંદર એવા આ બીચ વૃક્ષોથી આચ્છાદિત ટેકરીઓના સાનિધ્યમાં ફરવા અને મોજમસ્તી કરવા માટે વધુ રમણીય બની રહે છે. પથ્થરોની રચના, ટાપુઓ અને જંગલોમાં અવિરતપણે વહેતા પાણીના ધોધ આ બીચની શોભામાં વિશેષ રીતે વધારો કરી જાય છે. વિશ્વમાં સૌથી મોટું અને એકમાત્ર રાફેલેસિયા ફૂલ ખાઓ સોક નેશનલ પાર્કમાં જોવા મળે છે. ખાઓ લાકથી ખાઓ સાક માત્ર થોડાક કિલોમીટરના અંતરે જ આવેલું છે. આ વિશાળ નેશનલ પાર્ક તમને કિંમતની સામે તેવું વળતર પણ આપે છે. તે ઉપરાંત તેઓ રેઇન ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં રાત્રીના રોકાણ માટેનો પણ વિકલ્પ પૂરો પાડે છે. ખાઓ લાકથી ખાઓ સોક સુધીના માર્ગ પર પોતાની રીતે ગાડી હંકારીને ટહેલવાની મજા કંઇક અલગ જ સુખનો અહેસાસ કરાવે છે.
કોહ લાંતા ક્રેબી પ્રાંત ખાતે આવેલો સૌથી વિશાળ ટાપુ છે. આ ટાપુની જમીન સમતોલ હોવાથી અહીંયા મોટરબાઇક દ્વારા પણ રોમાંચક સવારી કરી શકાય છે. અહીંના ગાઢ લીલાછમ જંગલો, કુદરતી મેંગ્રોવ્ઝ, રગબેરંગી સંસ્કૃતિ અને પરંપરા, આતિથ્યશીલ લોકો અને ખાણીપીણી માટે જબરદસ્ત જગ્યાઓ તમને ચોક્કસપણે મંત્રમુગ્ધ કરશે અને વારંવાર તમને અહીં ફરીથી આવવા માટે પણ આકર્ષિત કરશે. અહીંના બીચ થાઇલેન્ડની કોઇપણ અન્ય જગ્યાઓ કરતાં વધુ સોહામણા લાગે છે. સૂર્ય જાણે કે શ્વેત રેતીને ચુંબન કરવા આવે છે અને રમતીયાળ મોજાઓ ગેલ ગમ્મત કરે છે તે પ્રકારની અનુભૂતિ તમને તન-મનથી પ્રફુલ્લિત કરે છે. જો આપ સાહસિક વૃત્તિ ધરાવતા હોવ તો જંગલની ગુફાઓ અને હિલ ટનલથી ભરપૂર થામ ખાઓ મેઇકાઇઓની અચૂક મુલાકાત લેવી. અહીંનો સાંકડો રસ્તો તમને દેવળના કદની ચેમ્બર્સ તરફ લઇ જાય છે. આ ચેમ્બર્સ અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભોથી ભરપૂર છે. સાહસિકો માટે કોહ લાંતા અદ્દભુત જગ્યા છે તેમજ વિશ્વમાં સૌથી અદ્દભુત પરવાળા પર્ણોનો આહલાદક નજારો આંખને શીતળતા આપે છે.
સુરત થાનીનો અર્થ થાય છે સદ્ગગુણી માણસોનો સમૂહ ધરાવતું શહેર. પ્રાચીન સમયમાં આ સ્થળ ઇન્ડોનેશિયન શ્રીવિજય સામ્રાજ્યની સત્તાનું કેન્દ્ર હતું. દક્ષિણ થાઇલેન્ડના મધ્ય અખાતના સાગરતટે સ્થિત આ શહેર પ્રલોભનકારી કુદરત અને સંસ્કૃતિના ઝળહળતા ઇતિહાસનો અદ્દભુત સમન્વય છે. ઉદાસીનતાપૂર્વક આજે આ શહેર માત્ર સાગરતટે આવેલા કેટલાંક અન્ય ટાપુ પર લોકોને પહોંચવા માટેનો માર્ગ જ બની ચૂક્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પશ્વિમના પર્વતો અને ઉચ્ચપ્રદેશ નદીનાં તટપ્રદેશ તરફ ઉતરીને પૂર્વીય સાગરતટને મળે છે. ડુંગરાળ પ્રદેશને કારણે અહીંયા કેટલીક નદીના તટપ્રદેશનું નિર્માણ થયું છે. શાંત નદીના પાણીનો પારદર્શક રંગના સમુદ્ર સાથેના સંગમનો નજારો આંખોને ટાઢક આપે છે. સુરત થાની ખાતે આવેલા નાના રેસ્ટોરાં સુરૂચિપૂર્ણ સી ફૂડની મીજબાની માણવા માટે ઉત્તમ છે અને થાઇલેન્ડના કેટલાંક શ્રેષ્ઠ રેસ્ટોરાં સાથે ઓછા ભાવે પણ સ્પર્ધામાં ઉતરે એવા ચડિયાતા છે. અહીંના સ્થાનિક હસ્તકળાની વસ્તુ ધરાવતા ગામ કે પછી કેટલીક અમૂલ્ય આકર્ષક વસ્તુઓ, કાપડનું મટીરિયલ કે ઐતિહાસિક ધરોહરો માટે મ્યૂઝિયમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
કંચનાબુરીની પ્રસિદ્વિ પાછળનું કારણ છે વર્ષ 1957મા બનેલી ડેવિડ લીનની ફિલ્મ “બ્રિજ ઓવર દ રિવર ક્વાઈ”. આજે આ રૂટને ડેથ રેલવે તરીકે ઓળખવામાં આવે છે. હજારો કેદીઓના જીવનના ભોગે આ માર્ગનું નિર્માણ થયું છે. થાઇ પ્રાંત માત્ર આ ભયાવહ સ્થળ માટે ચર્ચિત નથી. કંચનાબુરી ગાઢ જંગલો, પાણીના પારદર્શક ધોધ તેમજ પર્વતોની કોતરથી વધુ ચિતાકર્ષક બને છે. જે સહેલાણીઓ માટે મુલાકાત લેવાનું સપનુ બની જાય છે. બીચ પરની જીવનશૈલીથી તદ્દન અલગ કંચનાબુરી સાહસિક પ્રવૃત્તિઓ માટે અદ્દભુત સ્થળ બની રહે છે. વિશ્વમાં લુપ્તપ્રાય બનતા જંગલની વિશેષ છત્રને પ્રત્યક્ષ નિહાળવા માટે થંગ યાઇ નારેસુઆન વન્યજીવન અભયારણ્યની મુલાકાત અચૂક લેવી. એરાવાન નેશનલ પાર્ક ખાતેના મનોરમ્ય ધોધમાંથી ખળખળ વહેતા આસમાની રંગના પાણીને કેમેરામાં કેદ કરવાનો લહાવો યાદગાર બની રહે છે. ઇતિહાસના ફરીથી સાક્ષી બનવા માટે હેલફાયર પાસ મ્યૂઝિયમ અચૂક જોવાલાયક રહેશે. લાવાની ગુફા તરફ દોરતા આસમાની રંગના પાણીમાં સવારીનો લહાવો તમારા રોમ રોમમાં રોંમાચક્તાની અનુભૂતિ કરાવશે. વ્યસ્તતાથી ભરપૂર જીવનથી કંટાળેલા અને ઉદાસીન થયેલા લોકોના જીવનમાં ફરીથી જોશ અને પ્રફુલ્લિતાનો સંચાર કરવા માટે કંચનાબુરી આશીર્વાદરૂપ સ્થળ બની રહે છે. જ્યારે તમે અહીંયા હોય ત્યારે ટાઇગર ટેમ્પલના રૂઆબદાર વાઘ સાથે ફોટોગ્રાફ પડાવવાનું ના ચૂકશો.
નાખોન રત્ચાસિમા તેના એગ્રોટૂરિઝમ માટે લોકપ્રિય છે. પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્વ આ સ્થળ ખાસ કરીને ખમેર સંસ્કૃતિ અને ઇતિહાસ માટે વધુ વિખ્યાત છે. પ્રકૃતિના દિવાનાઓ 112 સસ્તન જાતિઓ અને પક્ષીઓની વૈવિધ્યપૂર્ણ 320 જાતિઓ જોઇને ચોક્કસપણે મંત્રમુગ્ધ થઇ જશે. આ સિવાય અહીંયા ટ્રેકિંગ અને કેમ્પિંગની પણ મજા માણી શકાય છે. ફિમાઇ ઐતિહાસિક ઉદ્યાન એ ખૈમરનું જૂનું ઐતિહાસિક સ્થળ કહી શકાય. સમચતુષ્કોણ માળખુ ગૂંચવણભરી શૈલીથી કોતરવામાં આવ્યું છે અને તેના સ્થાપત્યોમાં અંગકોર વાટ જેવી સામય્તા જોવા મળે છે. અહીંયા કેટલાક હાથથી બનાવેલા લોકપ્રિય ડેન ક્વિઅન માટીના વાસણ અને સિલ્ક મેટનું પણ ઉત્પાદન થાય છે. જિમ થોમ્પસન ફાર્મ ટૂર પણ રેશમના કીડાના ઉછેર, મશરૂમની ખેતી અને રગબેરંગી ફૂલોથી સુશોભિત વિશાળ ખેતરને પ્રત્યક્ષ નિહાળવા, કશુક નવીન જાણવા અને માણવા માટે ઉત્તમ સ્થળ છે. આ જગ્યાની મુલાકાત હરહંમેશ તમારા સ્મૃતિપટ પર છવાઇ જશે.
સુખોથાઇના વિશિષ્ટ ભૂતકાળના મૂળ તેના લાંબા સમય પહેલાના ઇતિહાસમાં રહેલા છે. સને 1238મા તેની સ્થાપના થાઇલેન્ડની પહેલી રાજધાની તરીકે થઇ હતી અને તે સો થી પણ વધારે ઐતિહાસિક સ્થળોની નામના ધરાવે છે. લોકપ્રિય લોઇ ક્રાથોંગ તહેવારનું મૂળ પણ આ જ સ્થળ છે. આ તહેવાર દરમિયાન ઇશ્વરને આહુતિ આપવા માટે આસ્થાપૂર્વક નદીમાં નાની મીણબત્તીઓ અને ફૂલો અર્પણ કરવામાં આવે છે. આ નજારો ખરા અર્થમાં દરેકને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. સુખોથાઇ અને સી સાત્ચાનાલાઇ ઐતિહાસિક પાર્ક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે જ્યાં ભવ્ય સ્મારકોનો અવશેષો રહેલા છે. સુખોથાઇ હાર, બ્રેસ્લેટ, બંગડીઓ, વીંટીઓ અન્ય ઝવેરાતોના ફરીથી સોનામાં પુનરુત્પાદન માટે પણ ખ્યાતિ ધરાવે છે.
ચિયાંગ માઇથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું ચિંયાંગ રાઇ થાઇલેન્ડના સુંદર મંદિરો પૈકીનું એક છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્ય અને અદ્દભુત વન્યજીવન વચ્ચે પ્રાચીન સંસ્કૃતિ અને બૌદ્વ ધર્મના તીર્થ મંદિરના અવશેષો જોવા મળે છે. ગોલ્ડન ટ્રાઇએંગલ જ્યાં બર્મા, લાઓસ અને થાઇલેન્ડનું સંગમ સ્થળ છે તે એક સમયનું અફીણના વેપારનું મોટું હબ હતું. ચિયાંગ માઇ જેવા લોકપ્રિય શહેરોના શોરબકોરથી દૂર શાંતિપૂર્ણ માહોલમાં આનંદ અને સ્નેહની પળો વ્યતિત કરવા માટે આ મનોરમ્ય સ્થળ છે. પર્વતોની સહેલગાહ કરીને થાઇલેન્ડની ટેકરીઓ પર રહેતા વિવિધ જાતિના લોકો સાથે દોસ્તી કરો. થાઇ જીવનશૈલીમાં આધુનિક સંસ્કૃતિની છાંટ જોવા મળતી હોવા છતાં તેઓ હજુ પણ પરંપરાગત શૈલીના રીતરિવાજ અપનાવે છે.
બેંગકોક- ચિયાંગ માઇ રેલ રૂટ પર વ્યૂહાત્મક રીતે સ્થિત અયુથ્થાયા જર્જરિત શહેર છે જે સિયામનો સમૃદ્વ ઇતિહાસ ધરાવે છે. અહીંયા જૂના યુગને અનુરૂપ કેટલાક સુંદર મંદિરો આવેલા છે જે સ્થાપત્યની દષ્ટિએ બેનમુન કારીગરી ધરાવે છે. તેના સમૃદ્વ થવાના સમયે તે કળા અને વાણિજ્યનું સર્વદેશી કેન્દ્ર હતું. વર્ષ 1767મા બર્મિસ લોકોએ શહેર પર ચડાઇ કરી હતી અને તેને સણગાવી દેવાયું હતું અને ત્યજવામાં પણ આવ્યું હતું. આજે આ શહેર થાઇ કળા, સંસ્કૃતિ, ઇતિહાસ અને અલૌકિક સૌંદર્ય ધરાવતી પ્રકૃતિનો અનેરો સમન્વય છે. ચાયો ફરાયા નદીના કાંઠે આવેલ એક વખતનું ભવ્ય શહેર કેટલાક ઐતિહાસિક મંદિરો અને મનને મોહી લેતા ભવ્ય સ્થાપત્યો ધરાવે છે. અયુથ્થાના જૂના શહેરમાં બેંગ પા અને વાત ચાઇ વટ્ટાનર્મ તેના ઉદાહરણ છે. આ જિલ્લામાં વ્યાપારિક માર્ગો માટે ચાયો ફ્રાયા નદીનો ઉપયોગ કરાય છે. રિવર ક્રૂઝની સવારીથી નિરાંત અને ખુશીની ક્ષણો વ્યતિત કરવાની સાથોસાથ અયુથ્થાયાને નિહાળવાનો લહાવો અવિસ્મરણીય બની રહે છે.
આ દરેક મનોરમ્ય સ્થળો બેંગકોકથી નજીક હોવાથી સરળતાપૂર્વક ત્યાં જઇ શકાય છે. જે સહેલાણીઓ થાઇલેન્ડના લોકપ્રિય સ્થળોએ શોરબકોર કરતા લોકોના ટોળાથી દૂર શાંતિની શોધમાં હોય તેઓ માટે આ સ્થળો એકદમ ઉત્તમ છે. તમે એકલા ફરવાના શોખીન હોવ કે પછી પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરવા ઉત્સુક હોય. આ આઠ આહલાદક સ્થળોનો પ્રવાસ તમારી જીવનભરની યાદોમાં મીઠા-મધુરા સ્મરણો બનીને કેદ થઇ જશે. યાદગાર પ્રવાસ માટે શુભેચ્છા..! સારા પ્રવાસ માટેની ખૂબ સારી શુભેચ્છોઓ..!
Book Your Flight to Thailand Here!
5 Reasons Why Phuket Always Impresses All Kinds of Travellers
Bhavya Bhatia | Oct 19, 2021
Top Exotic Resorts for the Perfect Thailand Experience!
Shubhra Kochar | Nov 24, 2022
Escape the Touristy Crowd at Thailand’s Most Secluded Islands!
Shubhra Kochar | Feb 2, 2023
SHA is Going the Extra Mile to Make Tourism in Thailand Safer!
Shubhra Kochar | Oct 15, 2020
I Chose Thailand for My First International Holiday!
Shivanand Tyagi | Feb 2, 2023
I Met a Tiger on My First Solo Trip to Thailand!
Garima Pant | Jun 5, 2020
My First International Trip Was Special For More Than One Reason!
Surangama Banerjee | May 1, 2020
Places to Visit in Thailand for Couples
MakeMyTrip Holidays | Mar 9, 2020
Discovering the Beauty of Meghalaya During the Monsoons!
Ryan Jhamb | Mar 18, 2021
Escape into the Offbeat Wilderness of Goa!
Pooja Akula | Mar 10, 2021
How We Beat the COVID-19 Blues with a Trip to Jim Corbett!
Ritvik Arora | Oct 27, 2020
The 6 Egypt Landmarks You Must Visit If You Are a History Buff
MakeMyTrip Holidays | May 8, 2020
11 Incredible Things to Do in Jerusalem
MakeMyTrip Holidays | May 5, 2020
10 Places That You Must See on Your Israel Holiday
Lateeka Sabharwal | Apr 28, 2020
Met a Naga Family with a Pet Black Bear! Can You Believe That?
Shubhra Kochar | May 8, 2020
The Treasures I Found on the Ghats of Varanasi!
Shuchi Singh | Apr 7, 2022