શિયાળાને બનાવો રોમેન્ટિક દિલ્હીની ભવ્ય રેસ્ટોરન્ટ્સમાં

Mikhil Rialch

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

દિલ્હીના લોકો શિયાળાની ભવ્ય ઉજવણી કરે છે. દિલ્હીમાં શિયાળાની સાંજનું વાતાવરણ તમને રોમેન્ટીક બનાવે છે. અને તેને કંઈક વધુ વિશેષ બનાવવા માટે ચાનો એક ગરમ કપ તમારા હાથમાં હોય અને સાથે જલેબી અથવા પકોડાનો નાસ્તો હોય તો સાંજનો આનંદ ઔર વધી જાય છે. પરંતુ, જો તમે ખરેખર શિયાળામાં તમારી સાંજને યાદગાર બનાવવા માંગો છો તો તમારે ચોક્કસ દિલ્હીની આસપાસ બહારના વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટસની મુલાકાત લેવી જોઈએ. આ શિયાળામાં દિલ્હીની આસપાસ આવેલી રેસ્ટોરન્ટની મુલાકાત લો, અમે અહી દિલ્હીની 6 ભવ્ય આઉટડોર રેસ્ટોરન્ટની યાદી તૈયાર કરી છે, જો કે આ રેસ્ટોરન્ટસની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા અમે અહી લખ્યું છે તેના કરતાં પણ વધુ છે.

પોટબેલી રૂફટોપ કેફે

potbelly cafe

નવી દિલ્હીમાં તેની અન્ય સમકાલિન રેસ્ટોરન્ટ કરતાં કઈક અલગ એવી પોટબેલી રૂફટોપ કેફે તેના ચાહકોને અનન્ય વાનગીઓનો સ્વાદ માણવાની તક આપે છે. અહીની ઉત્કૃષ્ટ અને અધિકૃત વાનગીઓમાં કદાચ શહેરમાં શ્રેષ્ઠ લિટ્ટી ચોખા બનાવે છે. શાહપુર જાટના વિસ્તારની શાંતિવાળું વાતાવરણ કઈક અલગ અનુભવ આપે છે. – દિલ્હીના ભીડભર્યા વાતાવરણથી દૂર આવેલ આ રેસ્ટોરન્ટ મનને ઉત્તમ રાહત આપે છે. અહી તમામ વાનગીઓ આર્થિક રીતે પરવડે તેવી છે અને અહી વાનગીઓ ઉદાર રીતે પીરસવામાં આવે છે- અહીની અમુક દિશો જેવી કે, બૈગન ભરથા, આલૂ ભરથા અને મટન ચોખાનો સ્વાદ માણવા જેવો છે.
સ્થાન: શાહપુર જાટ
ભાવ, બે વ્યક્તિઓ માટે: રૂપિયા 1200 (આશરે)

અમોર - પેટિયો રેસ્ટોરન્ટ, કેફે અને બાર

amour, hauz khas

આ રેસ્ટોરન્ટનું નામ જ તમને બધુ કહી જાય છે.- અમોર એક એવું સ્થળ છે જે તમારા ખાસ પ્રસંગો અને રોમાન્સ સાથેની તમારી મુલાકાતને અનેરી બનાવે છે અને માટે જ હોજ ખાસ વિલેજમાં તે સૌથી વધુ લોકપ્રિય રોમેન્ટિક રેસ્ટોરાં તરીકે ઓળખાય છે, અમોર તેના કામોત્તેજક આઉટડોર તળાવ માટે વિશિષ્ટ રીતે જાણીતી છે. તમારો સમય શ્રેષ્ઠ રીતે પસાર કરવા માટે આ રેસ્ટોરન્ટની રાત્રે મુલાકાત લેવી જોઈએ. અહી ફ્રેંચ, ઇટાલિયન, કોંટિનેંટલ, ભૂમધ્ય વાનગીઓ સાથે સીફૂડ પણ પીરસવામાં આવે છે.
સ્થાન: હોજ ખાસ વિલેજ
ભાવ, બે વ્યક્તિઓ માટે : રૂપિયા 2800 (આશરે)

ઇમ્પરફેકટો

imperfecto, hauz khas

દિલ્હીમાં કોઈપણ સ્વાદના શોખીનોને પૂછશો તો એ તમને જણાવશે કે હોજ ખાસ વિલેજમાં આવેલ ઇમ્પરફેકટો એ શાનદાર હેંગઆઉટ છે. અહીનું ડેકોરેશન સ્વાભાવિક રીતે ભવ્ય છે અને જાણે તમે કોઈ ભવ્ય ગુફામાં આવ્યા હો તેવો ભાસ થાય છે. તમારા બાળકો પણ અહી મનોરજન મેળવી શકે છે અને અહી આવેલા બાળકો પોતાની સેલ્ફી લેતા રહે છે. ઉષ્માભરી શાંતિના વાતાવરણમાં આ રેસ્ટોરન્ટ ઇટાલિયન અને સ્પેનિશ વાનગીઓ પીરસે છે. ઇમ્પરફેકટો તેના જીવંત સંગીત શો માટે પણ પ્રખ્યાત છે. સમીસાંજે અહી આવા અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે જેનો તમે લાભ લઈ શકો છો. અહીની લાઇટીગ તમારા અનુભવમાં આનંદ ઉમેરે છે. – તમારા પ્રિય પાત્ર સાથે રોમેન્ટિક મુલાકાત હોય કે યોગ્ય મિત્રો સાથે સાંજ પસાર કરવાની વાત હોય, ઇમ્પરફેકટો હોજ ખાસ વિલેજની સૌથી લોકપ્રિય રેસ્ટોરન્ટ પૈકી એક છે.
સ્થાન: હોજ ખાસ વિલેજ
ભાવ, બે વ્યક્તિઓ માટે: રૂપિયા 2000 (આશરે)

લોધી - ધ ગાર્ડન રેસ્ટોરન્ટ

lodhi garden restaurant

કેન્દ્રિય દિલ્હીમાં આવેલ લોધી -ગાર્ડન રેસ્ટોરન્ટ, રાજદ્વારીઓ, લેખકો,પત્રકારો, વિચારકો જેવા લોકોના મિલનનું ખાસ સ્થળ છે. સિસ્ટમ અને સત્તામાં રહેલા લોકો શાંત બેઠક માટે આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવવાનું આયોજન કરે છે. પરંતુ તમને અહી એકબીજાના હાથ પકડીને બેઠેલા પુષ્કળ યુગલો પણ નજરે પડશે. આ એક અત્યંત રોમેન્ટિક અને શાંતિપૂર્ણ જગ્યા છે જ્યાં સાંજે આછો પ્રકાશ અને રેસ્ટોરન્ટનું લીલુછમ પર્યાવરણ લોકો માટે ખૂબ જ ઘનિષ્ઠ વાતાવરણ બનાવે છે. લોધી -ગાર્ડન રેસ્ટોરન્ટમાં ઉત્તમ લેબનીઝ, મુગલાઈ, કોંટિનેંટલ અને યુરોપિયન વાનગીઓનો સ્વાદ તમે માણી શકો છો.
સ્થાન: લોધી રોડ
ભાવ, બે વ્યક્તિઓ માટે: રૂપિયા 2500 (આશરે)

સેવિએ- ક્લેરેજેસ

sevilla, claridges, new delhi

એવું વાક્ય પ્રચલિત છે કે રોમાન્સની કલા સમજવા માટે સ્પેનના લોકોનું અનુસરણ કરો.આ રેસ્ટોરન્ટ પોતાના નામ મુજબ જ ગુણો ધરાવે છે. અને અહી ગુણવત્તા સાથે સ્પેનિશ વાનગીઓનો તમે ભરપૂર આનંદ માણી શકો છો. ક્લેરેજેસ હોટેલ ખાતે સ્થિત આ એક વિશિષ્ઠ સ્પેનિશ રેસ્ટોરન્ટ છે. જો કે અહીનું બજેટ થોડુક વધારે છે પરંતુ આ રેસ્ટોરન્ટ તમારી મુલાકાતને મધુર બનાવવા માટે યોગ્ય સ્થળ છે. આ આઉટડોર રેસ્ટોરન્ટનો ધૂંધળો પ્રકાશ, હૂંફાળી બેઠક અને ગોપનીયતા સાથેની જગ્યા તમારી મુલાકાતને વધુ આત્મીય બનાવે છે. પૃષ્ઠભૂમિમાં વાગી રહેલ સ્પેનિશ સંગીત તમને મોહિત કરે છે. મોંઢામાં પાણી આવી જાય તેવું સરસ મેનુ અને વિવિધ કોકટેલ સાથે તમારી મુલાકાતને યાદગાર બનાવવાની અનિવાર્યપણે એક રેસીપી છે.
સ્થાન: ક્લેરીજ હોટેલ, ઔરંગઝેબ રોડ
ભાવ, બે વ્યક્તિઓ માટે : રૂપિયા 4000 (આશરે)

સેમ’સ કેફે

sams-cafe-delhi

જો તમે ઓછા બજેટમાં તમારી મુલાકાત માટે સારું સ્થળ શોધી રહ્યા છો, તો સેમ’સ કેફે કરતાં વધુ સારું સ્થળ તમારા માટે કોઈ ન હોય શકે. નવયુવાનો અને વિદ્યાર્થીઓનું આ પ્રિય સ્થળ છે. પહાળગંજમાં સ્થિત સેમ’સ કેફે એક એવી આઉટડોર રેસ્ટોરન્ટ છે જે મોજ મસ્તી માટે પરફેક્ટ છે. તમને તમામ પ્રકારના લોકો અહીં મળશે: મિત્રો સાથે મોજ માણતા યુવાનો,વિચારોનું આદાન પ્રવાસી જૂથો ઉપરાંત અનેક યુગલો પણ અહી આવે છે. આ રેસ્ટોરન્ટનું મેનુ બધા લોકોને આર્થિક રીતે પોસાય તેવું હોય છે, અને તમે તમારા ખિસ્સાને વધારે ખાલી કર્યા વિના મિત્રોના મોટા જૂથ સાથે મિજબાની કરી શકો છો. રાત્રે સેમ’સ કેફેનું વાતાવરણ ખરેખર જીવંત બની જાય છે. સેમ’સ કેફેમાં હલકી લાઇટ સાથે બળતા ફાનસના અજવાળામાં તમારી રાત વધુ યાદગાર બનાવે છે.(પરંતુ તમારી સાથે એક સરસ કંપની હોવી જોઈએ!)
સ્થાન: પહાળગંજ
ભાવ, બે વ્યક્તિ માટે : રૂપિયા 1000 (આશરે)


તો તમે હવે દિલ્હીની કઈ આઉટડોર રેસ્ટોરન્ટમાં તમારી વૈવિધ્યપૂર્ણ સાંજ ગળવાનું પસંદ કરશો?