તમારા ફેમીલી હોલીડેને યાદગાર બનાવતી દુબઈની 7 કિડ ફ્રેન્ડલી હોટેલો

Mikhil Rialch

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

ભારતથી નજીક હોવાને અને આકર્ષક પ્રવાસન સુવિધાઓને કારણે દુબઇ ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ લોકપ્રિય આઉટબાઉન્ડ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. આકાશે આંબતી બિલ્ડીંગો તેમજ પરંપરાવાદ અને આધુનિકતાના  મિશ્રણ વાળા બહુસાંસ્કૃતિકવાદને કારણે દુબઈ દુનિયાના કોઈપણ ખૂણાના વ્યક્તિને અપનાવી લે છે અને ધનસંપત્તિ માટે નવા પ્રમાણ સુયોજિત કરે છે.

આથી એમાં કોઈ આશ્ચર્ય નથી કે તે પરિવારો સાથેની રજાનું આયોજન કરતા લોકો માટે હિટ ડેસ્ટીનેશન છે. તેથી જો હવે તમે યાદગાર રજા ગાળવા બાળકોને લઇ જવાનું વચન આપી ચુક્યા છો તો તમને દુબઈથી વધુ સારું સ્થળ નહિ મળે. એમાં પણ દુબઈની આ કિડ ફ્રેન્ડલી હોટેલો બાળકોને પણ મજા કરાવી આપશે.ચાલો આપણે જોઈએ કે આ હોટેલો આપણને શું સુવિધાઓ આપે છે?

એટલાન્ટિસ ધ પામ હોટેલ & રિસોર્ટ

Atlantis Hotel, Kid Friendly Resorts in Dubai

આ પહેલા પણ એટલાન્ટિસ રિસોર્ટ વિષે તમે સાંભળ્યું જ હશે, આ કોઈ  પૌરાણિક પાણીનું સામ્રાજ્ય લાગી રહ્યું છે જે તમારા પર વશીકરણ કરીને જ છોડશે. આની સાથે અહી  વોટર પાર્ક અને અન્ડરવોટર એક્વેરિયમ પણ છે જે બાળકોને છબછબીયા કરવા અને મસ્તી કરાવવા માટે પૂરતા છે. પોતાનો  ખાનગી 800 મીટર લાંબો બીચ ધરાવતી આ  એટલાન્ટિસ ધ પામ હોટેલ અને રિસોર્ટ તમારા બાળકો માટે ખાસ ડીઝાઈન્ડ પ્રવૃત્તિઓ આપે છે. ટેનિસ કોર્ટ અને મનોરંજન પ્રવૃત્તિઓ વાળા રૂમ, મલ્ટી કવીઝીન રેસ્ટોરાં, ફિટનેસ સેન્ટર પાણીમાં વમળો અને  સરોવરો અને અનેક બીજી સુવિધાઓ ધરાવતી આ હોટેલ બાળકો સુધી સીમિત ના રહેતા દરેક માટે છે.

ડોલ્ફિન સાથે સ્વીમીંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓ હોય કે પછી એક્વેન્ચર પાર્ક ખાતેની રાઈડ અથવા અલગ અલગ ટીન્સ ક્લબ ખાતે મિત્રો બનાવવા  - એટલાન્ટિસ રિસોર્ટ દુબઇના મનોરંજન પરિબળને હમેશા આગળ રાખે છે.

કિંમત : રૂ. 30,508 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: ક્રેસન્ટ રોડ - દુબઇ

Book Your Stay at Atlantis Palms, DubaiBook Your Stay at Atlantis Palms, Dubai

રેડીસન બ્લ્યુ હોટેલ દુબઇ દેઈરા  ક્રીક

Radisson Blu Hotel, Kid Friendly Hotels, Dubai

દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી, માત્ર 15 મિનિટ દૂર હોવાથી આ હોટેલ બીઝનેસ સેન્ટરના મધ્યમાં   હોવાની સ્થિતિની  વિશિષ્ટતા ધરાવે છે. આથી જ તે બિઝનેસ પ્રવાસીઓ અને કુટુંબો બંને માટે પહેલી પસંદ બને  છે. જયારે તમે તમારી પત્ની સાથે દેઈરા  ક્રીકની સુંદરતા માણતા હશો ત્યારે સ્ક્વોશ કોર્ટ, પૂલ, રનીંગ , વૉકિંગ, અને સાયકલિંગ જેવી ટ્રેકની અન્ય પ્રવૃત્તિઓ તમારા બાળકોને  વ્યસ્ત રાખશે.ઉપરાંત આ હોટેલ વૈશ્વિક કક્ષાની અલગ અલગ ક્વીઝીનની અનેક રેસ્ટોરાં ધરાવે છે. જો મને પૂછવામાં આવે તો હું ફટાફટ યમ રેસ્ટોરાંનું નામ આપું કારણકે તમારા બાળકોને ત્યાંની નુડલ સાથે ફ્યુઝન કરાયેલ વાનગીઓ ખુબ ભાવશે.

આ ઉપરાંત આ હોટેલ એક આર્કેડ અને એક ગીફ્ટ શોપ પણ ધરાવે છે જ્યાં તમને પરિવારના દરેક વ્યક્તિ માટે ઢગલાબંધ ચોઈસ મળી રહેશે.

કિંમત: રૂ. 7000 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: બનીયાસ  રોડ, દુબઇ

Book Your Stay at Radisson Blu Hotel Deira Creek DubaiBook Your Stay at Radisson Blu Hotel Deira Creek Dubai

વેસ્ટીન દુબઇ મીના સ્યાહી બીચ રિસોર્ટ અને મરીના

The Westin Dubai, Kid Friendly Resorts in Dubai

જુમેઈરાહ બીચ જેવા પ્રાઈમ   લોકેશન પર સ્થિત વેસ્ટીન દુબઇ મીના સ્યાહી બીચ રિસોર્ટ અને મરીના હોટેલ એકઝોટીક અરબી અખાતમાં આરામદાયક રોકાણ કરવાની તક આપે છે આ રિસોર્ટ ખાસ કરીને બાળકો અને પરિવારોને રજાની મજા માણવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે જેથી લોકો  ફ્રેશ થઈને પોતાની રૂટીન લાઈફમાં પાછા ફરી શકે. રેતીનો કિલ્લો બાંધવા જેવી બીચ રમતો અને પૂલની  પ્રવૃત્તિઓ તેમજ બાળકોની ક્લબ,બેબી સીટીંગ સેવાઓ, અને ડાઇનિંગ વિસ્તારોમાં ખાસ 'બાળકો”ના મેનુઓનો સમાવેશ કરતી આ હોટેલ બાળકો માટે દુબઈમાં આરામદાયક વાતાવરણ પૂરું પાડવા કટિબદ્ધ છે.

કિંમત: રૂ.17000 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: અલ સુફોહ  રોડ, દુબઇ

Book Your Stay at Westin Dubai Seyahi Beach ResortBook Your Stay at Westin Dubai Seyahi Beach Resort

પાર્ક રીજિસ  ક્રિસ કિન હોટેલ

Park Regis, Kid Friendly Hotels in Dubai

અનુકૂળતા માટે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડ દસ મિનિટ દૂર આવેલ, પાર્ક રીજિસ  ક્રિસ કિન હોટેલ શહેરની લોકપ્રિય સાઈટ્સ જેમ કે દુબઇ મ્યુઝિયમ, બર્જુમાન શોપિંગ મોલ, દુબઇ મોલ, અને દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર સુધી સરળ રીતે પ્રવાસીઓને પહોચાડવા અને સુવિધાઓ આપવા સક્ષમ છે. છત પરનો સ્વીમીંગ પુલ,સ્ટીમ,સોના બાથ, જાકુઝી અને ફિટનેસ સેન્ટરો સાથેની આ હોટેલ કેટલાક ભવ્ય કાયાકલ્પ માટે તેના મહેમાનોની 'ઇચ્છાઓ પૂરી કરવા સજ્જ છે.બાળકોને જો દિવસની સફરથી કંટાળો આવતો હોય તો  તેઓ અહી જાકુઝી નો આંનદ માણી શકે છે અને સ્ક્વોશ તેમજ ટેનીસ શીખી શકે  છે આ ઉપરાંત અહીના આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ, કોફી લાઉન્જ અને પૂલ ટેબલ સાથેના બાર સાથે આ હોટેલ વૈશ્વિક કક્ષાની ક્વીઝીન વાળી હોટેલ છે. છેલ્લે આ હોટેલની ક્લબ સેવન નાઈટ કલબ તમને તેના તાલે ઝુમાવીને અદ્ભુત આનંદ અપાવશે.

કિંમત: રૂ. 7,500  પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: શેખ ખલિફા બિન ઝાયેદ સેન્ટ, અલ કરમા, બર દુબઇ, એસ.ટી. બર્જુમાન સેન્ટર  - દુબઇ

Book Your Stay at Park Regis Kris Kin HotelBook Your Stay at Park Regis Kris Kin Hotel

મેજેસ્ટીક હોટેલ ટાવર દુબઇ

Majestic Hotel Tower, Kid Friendly Hotels in Dubai

મેજેસ્ટીક હોટેલ ટાવર દુબઇના  આવાસ અનુભવ અને સુવિધાઓ ની દ્રષ્ટિએ તેના નામ પ્રમાણે જાદુગરી દર્શાવે છે. બાળકો, આઉટડોર સ્વિમિંગ પૂલમાં છબછબીયા કરશે જયારે તમે ટેરેસ પર સૂર્ય સ્નાન અને સોના અને સ્ટીમ બાથનો આનંદ ઉઠાવી શકશો. આ હોટેલ તેના મહેમાનોને એલિયા નામની તેઓની સિગ્નેચર  ગ્રીક રેસ્ટોરાં જેવા ડાઇનિંગ વિકલ્પોની તક આપે છે આ ઉપરાંત અહી તીર્કાઝ પણ બહુ લોકપ્રિય છે. બીચ પ્રેમીઓ માટે અહી ખાસ ટ્રીટ મળશે  - મેજેસ્ટીક હોટેલ ટાવર દુબઇના ઉત્તમ દરિયાકિનારાઓ પર જવા  માટે મફત બસ સેવા આપે છે.

સ્થાન: પ્લોટ નં 317-106, મન્ખુલ  રોડ, અલ મન્ખુલ,બર દુબઇ - દુબઇ

કિંમત: 6,000 રાત્રી દીઠથી શરુ

Book Your Stay at Majestic Hotel Tower DubaiBook Your Stay at Majestic Hotel Tower Dubai

હિલ્ટન ગાર્ડન ઇન દુબઈ અલ મીના

Hilton Garden AL Mina, Kid Friendly Hotels in Dubai

પોર્ટ રશીદ જિલ્લામાં આવેલ અને જુમેઈરાહ બીચ, દુબઇ મ્યુઝિયમ, અને હેરિટેજ વિલેજ જેવા પ્રખ્યાત લેન્ડમાર્ક સાથે જોડાણ ધરાવતી તરીકે હિલ્ટન ગાર્ડન ઇન દુબઈ અલ મીના પ્રવાસીઓની લોકપ્રિય  પસંદગી છે. અહી પ્રવાસીઓને ખાવા-પીવા માટે ત્રણ અલગ અલગ પસંદગીઓ મળે છે જેમાં  ગાર્ડન ગ્રિલ અને બાર, પેવેલિયન પેન્ટ્રી, અને ગાર્ડન બારનો સમાવેશ થાય છે - મહેમાનો ચાહે તે રીતે પોતાની પસંદનું ફૂડ લઇ શકે છે.

છત પર આવેલ પુલ એરિયામાંથી તમે દુબઈ સ્કાયલાઇન અને બુર્જ ખલીફા જેવા ખુબસુરત અને અધતન આર્કિટેક્ચર જોઈ શકો છો. જેટલી વાર ચાહે એટલી વાર બાળકો આ પુલમાં ધીંગામસ્તી  કરી શકે છે. અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ તેમજ ફિટનેસ સેન્ટરો પણ અહી તમારી સવલત માટે હાજર છે અને એ પણ તદ્દન વ્યાજબી ભાવે!!!

સ્થાન: અલમીના રોડ, દુબઇ

કિંમત: રૂ. 5168 પ્રતિ રાત્રિ થી શરુ

Book Your Stay at Hilton Garden Al Mina DubaiBook Your Stay at Hilton Garden Al Mina Dubai

જુમેઈરાહ બીચ હોટેલ

Jumeirah Hotel, Kid Friendly Hotels in Dubai

જુમેઈરાહ બીચ હોટેલમાં ઉડીને આંખે વળગે તેવી પ્રથમ વસ્તુ  અદભૂત સ્થાપત્ય છે. કોર્પોરેટ મુખ્ય મથક અને સ્પેસ સ્ટેશન વચ્ચે ક્રોસ જેવી દેખાતી આ હોટેલ જોતાવેંત જ કોઈને આશ્ચર્ય  પમાડે તેવી ખુબસુરત છે. મનોરંજક પ્રવૃત્તિઓ, આરામદાયક આવાસ સુવિધા, નિર્ભેળ સેવાઓનો આ વિસ્તાર તમને ખાતરી કરાવી જ આપશે કે તમે અહી કોઈ બાદશાહની જેમ ટ્રીટ થવાના છો.પછી ભલે તે ખાનગી રેતાળ સફેદ બીચ પર તમારી રોમેન્ટિક પળો હોય કે  ટેનિસ અને સ્ક્વોશની રમતો હોય.

બાળકો માટે પણ અહી અનેક પ્રવૃતિઓ હાજર છે જેમ કે બાળકોની કલબમાં દિવાળી પર ચડવા જેવી રમતો અને વોટરપ્લે  એરિયાઓ. બાળકો આ મોજ માણીને ખુશ થઇ જશે. આ હોટેલ યુવા પ્રવૃત્તિનું પણ કેન્દ્ર  છે  જેમ કે મ્યુઝીક  અને ડીજે નાઇટ્સ. ખાની પીણીમાં આ હોટેલ ખાતે 17 ડાઇનિંગ વિકલ્પો ઉપલબ્ધ છે.

સ્થાન:  જુમેઈરાહ બીચ

કિંમત: રૂ. 21,000 પ્રતિ રાત્રિ થી શરુ 

Book Your Stay at Jumeirah Beach HotelBook Your Stay at Jumeirah Beach Hotel