મધ્યમ બજેટના પ્રવાસી માટે બૅંગલુરુની 5 હોટેલો

Namrata Dhingra

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

બેગલોર શહેર તેના આહ્લાદક વાતાવરણને કારણે સમગ્ર વર્ષ દરમિયાન વધુ પ્રવાસીઓને આકર્ષતું શહેર છે. તેના સુંદર બગીચા, રાજવી મહેલો, ભવ્ય મંદિરો, પ્રખ્યાત નાઇટલાઇફ, સંગીત જલસા અને સમૃદ્ધ ટેકનોલોજી ઉદ્યોગ એ પ્રવાસીઓને અને સ્થાનિક લોકોને એકસરખી રીતે આકર્ષે છે. આ મેટ્રોપોલિટન શહેર તમને અહી લાંબા સમય સુધી માટે રહેવા અથવા વારંવાર અહી પાછા આવવા ખરેખર વશીભૂત કરે છે.જો તમે કામ અર્થે અથવા નવરાશની પળો માણવા મુસાફરી કરી રહ્યાં છો, તો તમારા આ પ્રવાસને સસ્તો અને આરામદાયક બનાવવા માટે બેંગલોરમાં આ બજેટ હોટેલની યાદીમાંથી કોઈ એકમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો-

રામી ગેસ્ટલાઇન હોટેલ 

ramee-guestline-bangalore

દક્ષિણ ભારત યાત્રા એવોર્ડ 2016 નો "શ્રેષ્ઠ હરિયાળા રિસોર્ટ" નો એવોર્ડ મેળવનાર આ 4 સ્ટાર હોટેલ આર્થિક રીતે વ્યાજબી ભાવે ભવ્ય રૂમ અને સ્યુઇટ્સ આપે છે. તેની આધુનિક સુવિધાઓ, મફત વાઈ-ફાઇ,  સ્વિમિંગ પુલ, ઇન્ડોર અને આઉટડોર રમતો, અને જિમ અને સ્પાની સુવિધાઓ તમારા રોકાણને આરામદાયક અને સ્વસ્થ બનાવવાની ખાતરી આપે છે.આ હોટેલ બૅંગલુરથી ખૂબ જ નજીકના અંતરે આવેલી છે અને હોસુર ઔદ્યોગિક કેન્દ્ર અને બોમ્મસન્દ્ર ઈલેક્ટ્રોનિક સિટીની નિકટ સ્થિત છે, આથી જ આ હોટેલ વીકએન્ડ પસાર કરવા અને બિઝનેસ ટ્રિપ બંને માટે આદર્શ સ્થળ છે.  6 કોન્ફરન્સ હોલ અને વિશાળ લેન્ડસ્કેપ બગીચા સાથે વિશાળ જગ્યા ધરાવતી આ હોટેલ પરિષદો, લગ્ન અને સામાજિક મેળાવડા માટે સુંદર સુવિધાઓ પૂરી પાડે છે. રામી ગેસ્ટલાઇન અનેક આકર્ષક રોકાણ પેકેજો માથી તમને પસંદ કરવા માટે તક આપે છે, અને બુકિંગ સમયે કોઈપણ સુરક્ષા અથવા ક્રેડિટ કાર્ડની વિગત આપવી જરૂરી નથી. તેથી તમે રોકાણનો આનંદ માણો અને માત્ર ચેક આઉટ વખતે જ ચૂકવણી કરો.

સ્થાન: પ્લોટ નં .1 અને 2, KIADB ઔદ્યોગિક વિસ્તાર, એટ્ટિબેલે, બેંગલોર

કિંમત : રૂ. 3,500 પ્રતિ રાત્રિ થી શરુ

Book Your Stay at Ramee Guestline Hotel, Bengaluru!Book Your Stay at Ramee Guestline Hotel, Bengaluru!

સ્ટેર્લિંગ્સ મેક હોટેલ

sterlings-mac-hotel-bangalore

આ 5 સ્ટાર બિઝનેસ હોટેલ બિઝનેસ કેન્દ્રના મધ્યે સ્થિત છે અને બિઝનેસ અને નવરાશની પળો માણવા આવેલા પ્રવાસીઓ બંને માટે ઉચ્ચ સગવડતા આપે છે. આ હોટેલ ઉત્કૃષ્ટ એશિયન સ્થાપત્ય અને છત પર ભવ્ય સ્વિમિંગ પૂલ, ફિટનેસ સેન્ટર, અનુવાદક સેવાઓ, ઇન-રૂમ સુરક્ષા, અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમો, અને સારી રીતે જોડાયેલ પરિવહન સિસ્ટમ જેવી આધુનિક સગવડતા સાથે સંપૂર્ણપણે સજ્જ છે. તે બિઝનેસ માટે 24 કલાક સગવડ આપતા તમામ આધુનિક ટેકનોલોજી, બોર્ડરૂમ, ભોજન સમારંભ હોલ સાથે સજ્જ કેન્દ્ર છે, અને ગાઝેબો શૈલીનો પૂલ વિસ્તાર, પરિષદો, ખાનગી કાર્યકમો અને સામાજિક મેળાવડા માટે એક આદર્શ સ્થળ છે.
અહી સાઇટ પર ભોજનના બહુવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. 24x7 મલ્ટી  ક્વિઝિન રેસ્ટોરન્ટ અને કાફે, WAT બાર , અને અરેબિક  રેસ્ટોરન્ટ સ્વાદના શોખીનોની મજામાં વધારો કરી શકે છે.
સ્થાન: 134, એચએએલ એરપોર્ટ રોડ, કોડીહાલ્લી, બેંગલોર
કિંમત: રૂ. 4,900 પ્રતિ રાત્રિ થી શરુ

Book Your Stay at Sterlings Mac Hotel, Bengaluru!Book Your Stay at Sterlings Mac Hotel, Bengaluru!

હોટેલ સન રે

hotel-sunray-bangalore

આ હોટેલ પ્રેસ્ટિજ ટેકનોલોજી પાર્કની સામે આવેલી છે, ઉપરાંત તે એમ્બેસી ટેકનોલોજી વિલેજ, સેસના ટેકનોલોજી પાર્ક, ઇકોસ્પેસ, ઇકોવર્લ્ડ અને અન્ય ટેક્નોલોજી પાર્ક્સથી સાવ નજીકના અંતરે સ્થિત હોવાથી હોટેલ સન રે વ્યવસાયિક પ્રવાસીઓ માટે રહેવાની આદર્શ પસંદગી છે. તે ખાનગી બેઠક વિસ્તાર, ઇન્ટરનેટનો ઉપયોગ, કોમ્પ્લીમેન્ટરી નાસ્તો, અને વ્હીલચેરના વપરાશ સાથે વાતાનુકૂલિત રૂમ જેવી આધુનિક સગવડતા આપે છે આ ઉપરાંત સસ્તી હોવાથી લોકપ્રિય પણ છે. સંપૂર્ણપણે સજ્જ ફિટનેસ સેન્ટર અને તાજેતરની ટેકનોલોજી અને સાધનો સાથેના કોન્ફરન્સ રૂમ પણ અહી ઉપલબ્ધ છે.
વિવિધ ક્વિઝિનનું ભોજન પીરસતી ફેનિક્સ રેસ્ટોરન્ટ, બપોરના અને સાંજના ભોજનમાં અદ્ભુત અનુભવ અર્પે છે, અને સાથે સામાજિક મેળાવડા માટે પણ સુંદર સ્થળ છે. આ હોટેલ પાલતુ પ્રાણીઓ માટે પણ અનુકૂળ છે, તેથી જો તમે કામ અર્થે અથવા ફરવા માટે મુસાફરી કરી રહ્યાં છો, તો સાથે તમારા પાલતુ પ્રાણી મિત્રોને પણ  લઈ જઈ શકો છો!
સ્થાન: પ્રેસ્ટિજ ટેકનોલોજી પાર્કની સામે, મરાઠાહલ્લી આઉટર રિંગ રોડ, કડુબિસનાહલ્લી, બેંગલોર
કિંમત: રૂ. 2,000 પ્રતિ રાત્રિ થી શરુ

Book Your Stay at Hotel Sunray, Bengaluru!Book Your Stay at Hotel Sunray, Bengaluru!

હોટેલ સ્ટે ઇઝી મેજેસ્ટીક

hotel-easy-stay-majestic

આ 3 સ્ટાર હોટેલ તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે તમામ પ્રકારના પ્રવાસીઓ વચ્ચે લોકપ્રિય છે. બેંગલોર શહેરનું જંક્શન રેલવે સ્ટેશન અને મેજેસ્ટિક બસ સ્ટેન્ડની નિકટતા મહત્વપૂર્ણ આકર્ષણો, પ્રવાસી વિસ્તારો, અને શહેરના અન્ય ભાગોમાં સરળ રીતે જવા માટે અનુકૂળ છે. લોકપ્રિય દરગાહ હજરત તવક્કલ મસ્તાન શાહ સોહરાવર્દી પણ તેની સામે જ છે.
આ બજેટ હોટેલ વિવિધ જરૂરિયાતો જેવી કે ફ્રી વાઇ-ફાઇ, ફ્લેટ સ્ક્રીન ટીવી, ડેસ્ક, બેઠક વિસ્તારો અને બાલ્કની જેવી અનેક પ્રકારની આધુનિક સુવિધાઓ ધરાવતા રૂમમાંથી તમને અનુકૂળ હોય એવો રૂમ પસંદ કરવાનો  વિકલ્પ આપે છે. આ ઉપરાંત, હોટેલ મફત પાર્કિંગ, લોન્ડ્રી સેવા, લાઉન્જ વિસ્તાર, અને કોર્પોરેટ અને સામાજિક કાર્યક્રમો અને મિટિંગો માટે બે ભોજન સમારંભ હોલ ધરાવે છે. જો તમને ઉત્તર ભારતીય વાનગી ખાવાનો શોખ હોય તો પછી અહી તમને  ઉત્તર ભારતીય શાકાહારી રેસ્ટોરન્ટ રિસાલા પરાઠા હાઉસમાં ભોજન લેવાની કઈક અનેરી જ મજા આવશે.

સ્થાન: 415, ઓલ્ડ તાલુકા કચેરી રોડ,  હઝરત તવક્કલ મસ્તાન શાહ દરગાહની સામે, ઉપ્પર્પેટ, ચીકપેટ, બેંગલોર
કિંમત : રૂ. 1,700 પ્રતિ રાત્રિ થી શરુ

Book Your Stay at Hotel Stay Easy Majestic, Bengaluru!Book Your Stay at Hotel Stay Easy Majestic, Bengaluru!

આઈ-લોજ મલ્લેશ્વરમ

iLodge-Malleshwaram-Bangalore

આ બજેટ ફ્રેંડલી હોટેલ માત્ર તેના કિફાયતી ભાડા માટે જ નહીં, પણ શહેરના મધ્યમાં આવેલ હોવાથી  પણ લોકપ્રિય છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીકમાં હોવાથી શહેરના પ્રવાસી આકર્ષણો પર જવા માટે સગવડ રહે છે અને તેની નજીકના શોપિંગ મોલ્સ અને રેસ્ટોરન્ટ પણ પ્રખ્યાત છે. રિટેલ ખરીદી માટે નજીકના મંત્રી મોલમાં જવું જોઈએ અથવા ફિલ્મ જોવા માટે નજીકમાં જ અમ્પિજ થિયેટર પણ છે. એ જ બિલ્ડિંગમાં આઇકોનિક મવાલી ટિફિન રૂમ (MTR) રેસ્ટોરન્ટ છે, જેમાં વિશિષ્ટ દક્ષિણ ભારતીય વાનગીઓ મળી રહેશે.

આ હોટેલ આઈ-લોજ, ફ્લેટ સ્ક્રીન ટીવી, એર કન્ડીશનીંગ, મફત વાઇ-ફાઇ, ગરમ પાણીના શાવર, ઇન-રૂમ સુરક્ષા, અને કામ માટેનું ડેસ્ક જેવી આધુનિક સુવિધાઓ સાથે રૂમ આપે છે. તેની સ્વચ્છતા, આરામદાયકતા, અને પોસાય તેવા દરને કારણે, આ હોટેલ વ્યવસાયિક પ્રવાસીઓ, કુટુંબના પ્રસંગો, અને મંદિરની મુલાકાત માટે બેંગલુરુની મુલાકાત લેતા મોટા જૂથો માટે એક આદર્શ સ્થાન છે.

સ્થાન: 8, સમપીગ રોડ, મંત્રી મોલ પાસે,  GRT જ્વેલર્સની સામે, બેંગલોર
કિંમત: રૂ. 2,000 પ્રતિ રાત્રિ થી શરુ

Book Your Stay at iLodge Malleshwaram, Bengaluru!Book Your Stay at iLodge Malleshwaram, Bengaluru!


તો હવે રાહ શું કામ જોવી? બેગ પેક કરો અને તમારા બજેટમાં જ બેંગલોર ફરવા માટે તૈયાર થઈ જાવ!