માનસિક સુખાકારી માટે ભારતના શ્રેષ્ઠ આધ્યાત્મિક રિસોર્ટ્સ

Neha Mathur

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

આજના આપણાં વ્યસ્ત શહેરી જીવનમાં અમુક સમયે આપણને બધાને જ એવું લાગે છે કે બ્રેક લેવાની જરૂર છે અને આપણી દૈનિક ફરજો પર પાછા ફરતા પહેલા કાયાકલ્પ કરવાની જરૂર છે. આ લાગણીએ ઝડપથી લોકપ્રિય સુખાકારી પ્રવાસનને જન્મ આપ્યો છે. વિશ્વના તમામ લોકો ભારતને એક સુખાકારી વિરામની જગ્યા માને છે, જ્યાં તમે ધ્યાન ધરી શકો છો અને પ્રકૃતિની નજીક રહી શકો છો, અને આધ્યાત્મિક વર્કશોપમાં હાજરી આપીને માનસિક થાક દૂર કરી શકો છો કારણકે 21 મી સદીમાં આપણાં જીવનમાં માનસિક અશાંતિ જીવનનો અચૂક ભાગ બની ગઈ છે. મન શુદ્ધ કરવા અને આદર્શ રીતે રજાઓ ગાળવા માટે ભારત શ્રેષ્ઠ સ્થળ કહી શકાય.
તમારી આધ્યાત્મિક રજા માટે ભારતમાં 7 ભવ્ય સુખાકારી હોટલ્સ અને રિસોર્ટ્સ વિશે અહી જાણકારી આપવામાં આવી છે:

1.સૌકયા

soukya-bangalore

બેંગલોરમાં આવેલું  સર્વગ્રાહી કેન્દ્ર, સૌકયા, આત્મા અને શરીરના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કેન્દ્ર  લીલીછમ પૃષ્ઠભૂમિમાં સુંદર કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળે આવેલું છે. જે તમારા મનની શાંતિ માટે આદર્શ સ્થળ છે. અહી તમે આયુર્વેદ, પંચકર્મ, નેચરોપથી અને હોમીયોપેથી જેવી સારવાર મેળવી શકો છો તેમજ યોગાના અભ્યાસક્રમોમાં ભાગ લઈ શકો છો. પ્રિન્સ ચાર્લ્સ અને તેમની પત્ની કેમિલાએ પણ અહીં કેટલોક સમય વિતાવ્યો હતો અને આ સ્થળ વિશે તેમના પ્રશંસાપત્રો આ સ્થળની લોકપ્રિયતા રજૂ કરે છે.
સ્થળ : બેંગલોર, કર્ણાટક

2.હિમાલયમાં ‘આનંદ’

ભારતના સૌથી સુંદર અને જાણીતા આધ્યાત્મિક સ્થળ પૈકીનું એક હિમાલયમાં આનંદ એ એવું સ્પા સ્થળ છે જ્યાં તમે તમારા મન, શરીર અને આત્માનો કાયાકલ્પ કરી શકો છો. આ એક વૈભવી સ્પા અને સુખાકારી માટેની ભવ્ય જગ્યા છે. જે તમને માનસિક શાંતિ મેળવવા માટે અકલ્પ્ય અનુભવની તક પૂરી પાડે છે, અને હિમાલયની ગોદમાં આવેલું હોવાથી આ સ્થળ તમારા વિરામમાં ચાર ચાંદ ઉમેરે છે. સુખાકારી કાર્યક્રમ અને સંભાળના અદ્ભુત વાતાવરણમાં જોડાઈને તમે સ્પાની મજા માણી શકો છો, અદભૂત રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકો છો કે પછી વેઇટ મેનેજમેંટ પર સલાહ મેળવી શકો છો.  આ ઉપરાંત અહી આયુર્વેદ સારવાર, તણાવ મેનેજમેંટ માટેના કાર્યક્રમો અને તમારી કાર્યક્ષમતા પુનઃસ્થાપિત કરવા અંગેના કાર્યક્રમો  હાજર છે. બ્રિટિશ સ્ટાઈલનો રહેણાંક વિસ્તાર અને વૈભવી મહેમાન રૂમ ખરેખર આ તંદુરસ્ત જગ્યાની ભવ્યતામાં ઉમેરો કરે છે!

સ્થળ : પેલેસ એસ્ટેટ, ઉત્તરાખંડ

Book Your Stay at Ananda in the HimalayasBook Your Stay at Ananda in the Himalayas

3.ઈશા યોગા સેન્ટર

isha-yoga-centre

કોઈમ્બતુરની રસદાર હરિયાળી વચ્ચે આવેલ ઈશા યોગા સેન્ટર  સાકલ્યવાદી અને પ્રેરક ગુરુ સદગુરુ આશ્રમ છે. સમગ્ર વિશ્વમાંથી અનુયાયીઓ આ શાંતિપૂર્ણ કેન્દ્ર પર યોગા અને મેડિટેશનની તાલીમ પ્રાપ્ત કરવા માટે અને સદગુરુના ઉપદેશો અંગે જાણવા માટે પોતાના તણાવપૂર્ણ શહેરી જીવનથી દૂર અહી આવે છે. વેલ્લિયાનગીરી પર્વતમાળાની તળેટીમાં આવેલું આ રમ્ય સ્થળ માનસિક શાંતિ મેળવવા આવતા લોકો માટે રજાઓ ગાળવાનું પ્રિય સ્થળ છે. અહી લોકો યોગાની કલા શીખે છે અને અહી અનોખુ શક્તિશાળી ઊર્જાનું માળખું “ધ્યાનલિંગા” આવેલ છે જે એક જ  સ્તંભ પર 250,000 ઈંટના ગુંબજનું માળખુ છે, તે ‘ધ્યાનલિંગા’ નીચે બેસીને ધ્યાન ધરવા માટે અને શહેરી વસવાટથી દૂર તણાવ વગરના સરળ જીવનનો અનુભવ લેવા માટે લોકો અહીની મુલાકાત લે છે.

સ્થળ : કોઈમ્બતુર, તામિલનાડુ

4.ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ

Osho-resort

ઓશો ફિલસૂફીમાં ઝોરબા ગ્રીક ધરતીના આનંદ અને ગૌતમ બુદ્ધના શાંતિના સંદેશને માણીને સ્વયંને લીન કરવા માટેનું આ એક આધ્યાત્મિક સ્થળ છે. ઓશો અનુભવ સમકાલીન જીવન સાથે બુદ્ધના આધ્યાત્મિક માર્ગ સાથે જોડાયેલ છે. ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ ખાતે, સમગ્ર વિશ્વમાંથી આવતા લોકોને આ અનન્ય ફિલસૂફીનો અનુભવ કરવા અને આ પર્યાવરણમાં રહેવાની  તક મળે છે. આ રિસોર્ટ ખાતે અનેક કાર્યક્રમોમાં તલ્લીન થઈને ઓશો ફિલસૂફી વિશે વિવિધ મંત્રણા અને પ્રવૃત્તિમાં હાજરી આપવા અને સમગ્ર વિશ્વમાંથી આવેલા અનુયાયીઓ અને સ્વયંસેવકો સાથે સંપર્કવ્યવહાર કરવા માટેની એક સુંદર તક મળે છે. અહી તમારા આરામ માટે ઓશો ગેસ્ટ હાઉસ પાયાની સુવિધાઓ સાથે, તમારા મનપસંદ વિચારો મુજબ અને નિરાંતે રહેવા માટેનું એક સરળ રહેણાક ઝોન છે.

સ્થળ : પુણે, મહારાષ્ટ્ર

5.સ્વસ્વરા

તમારી રોજિંદા જીવનની એકવિધતા અને મુશ્કેલીઓથી દૂર રહીને આત્મજ્ઞાન અને સ્વ-પ્રત્યક્ષીકરણ માટે આ સ્થળ તમને એક અદ્યભૂત અનુભવ આપે છે. "સ્વસ્વરા" તમને યોગ,આયુર્વેદ, ધ્યાન, નેચરોપેથી, સાકલ્યવાદી ભોજન સાથે તમારી જાત સાથે એકરૂપ થવા માટે અને કર્ણાટકના કોનાન વિસ્તારમાં તમને  શાંત એકાંતના સ્વર્ગમાં લઈ જાય છે. ગોકર્ણથી થોડી દૂર આવેલું, સ્વસ્વરા ફેલાયેલી ટેકરીઓ, અને પામના વૃક્ષો વચ્ચે આવેલું છે, જ્યાં પ્રકૃતિ તમારી સારવાર માટે સૌથી વધુ અસરકારક રીતે કામ કરે છે.

સ્થળ : ગોકર્ણ, કર્ણાટક

Book Your Stay at SwaSwara GokarnaBook Your Stay at SwaSwara Gokarna