ગુજરાતીમાં, ગુરુનો અર્થ શિક્ષક અને દ્વારનો અર્થ બારણું થાય છે. આમ, ગુરુદ્વારા એ એવી જગ્યા છે જ્યાં કોઈ પણ ખાલી હાથે પાછુ આવતું નથી. જયારે જયારે હું અમારા રસ્તામાં આવતા બંગલા સાહિબ નામના ગુરુદ્વારા ને જોતો ત્યારે હું પૂછી બેસતો કે “ગુરુદ્વારા એટલે શું?” તો આવી રીતે મારી માતા મને સમજાવતી. અમારા પરિવારમાં ધર્મ અથવા ધાર્મિક વિધિઓ ક્યારેય મોટી વસ્તુ ન હતી અને હું શીખ હોવા છતાં ક્યારેય ધાર્મિક રીતે ગુરુદ્વારાની મુલાકાત લેવા ના જતો. પરંતુ ગુરુદ્વારામાંના સકારાત્મક તેજ હંમેશા મને તેની તરફ ખેંચે છે. અહીં ભારતના ટોચના પાંચ ગુરુદ્વારાની યાદી છે જેની તમારે એકવાર મુલાકાત લેવી જ જોઈએ પછી ભલે તે ગમે તે ધર્મમાંથી આવતા હોય.
Gurudwara Bangla Sahib, Photo Credit: Geoff Stearns/flickr
17મી સદીમાં આ ગુરુદ્વારા શાસક રાજા જયસિંહનો બંગલો હતો. શીખ ધર્મના આઠમા ગુરુ, ગુરુ હરકૃશનને જ્યારે દિલ્હીની મુલાકાત લીધી ત્યારે તેઓ અહીં રહ્યા હતા. તેમના રોકાણ દરમિયાન, તેમણે અહીંના લોકોને શીતળા અને કોલેરા રોગચાળાની પીડાથી મુક્ત કર્યા હતા અને લાખો લોકોના જીવન બચાવ્યા હતા પરંતુ દુર્ભાગ્યે તેમને પોતાને જ આ બિમારી લાગુ પડી અને મૃત્યુ પામ્યા. આ ગુરુદ્વારા તેમના નામ પર બાંધવામાં આવ્યું હતું.
બંગલા સાહિબ ગુરુદ્વારાથી નજીક આવેલા સ્થળો દિલ્હી જાઓ ત્યારે ચોકકસપણ જુઓ : ઇન્ડિયા ગેટ 4 કિ.મી., કુતુબ મિનાર 14.1 કિ.મી., લોટસ ટેમ્પલ 14.9 કિ.મી. અને હુમાયુંના ટૂમ્બ 7.8 કિ.મી. દૂર છે.
Gwalior Fort, Photo Credit: Nagarjun Kandukuru/flickr
ગ્વાલિયરના દાતા બંદી છોડ સાહિબને છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોવિંદ સિંઘની મુક્તિને ચિન્હિત કરવા બનાવાયું હતું. ગુરુ હરગોવિંદ સિંઘ ગ્વાલિયરના કિલ્લામાં બે વર્ષ માટે જેલમાં હતા અને ત્યારના સમ્રાટ જહાંગીર દ્વારા જેલની સજા પામેલ 52 શીખ શાસકોની સ્વતંત્રતા પણ તેઓએ જીતી હતી.
ગુરુદ્વારા દાતા બંદી છોડ સાહિબથી નજીક આવેલા સ્થળો ગ્વાલિયર જાઓ ત્યારે અચુક જુઓ : જય વિલાસ પેલેસ આશરે 4.2 કિ.મી., સિંધિયા મ્યુઝિયમ 5 કિ.મી., સાસ બહુ મંદિર 1.4 કિ.મી. અને ટાઇગરા ડેમ 20 કિ.મી. દૂર છે.
Gurudwara Ganikaran, Photo Credit: balu/flickr
મણિકરણ સાહિબ મનાલીના સૌથી કલાત્મક પ્રવાસન સ્થળોમાંનું એક છે.પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવે તેમના શિષ્ય ભાઇ મર્દાના સાથે આ સ્થળની મુલાકાત લીધી હતી તેની યાદગીરીમાં બનાવવામાં આવ્યું છે. મનાલી જાઓ ત્યારે આ પણ અચૂક જુઓ: કસોલ મણિકરણ રોડથી માત્ર 13 કિ.મી.ના અંતરે છે અને તે પાર્વતી નદીની મજા માણવા માટે આહ્લાદક સ્થળ છે.
Golden Temple, Photo Credit: Arian Zwegers/flickr
હરમંદિર સાહિબને સોનાની ચાદરોથી આવરી લેવામાં આવ્યું છે અને તેથી જ તેને સુવર્ણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ ગુરુદ્વારાનો પાયો પાંચમા ગુરુ, ગુરુ અર્જન દેવજીએ 1588માં નાખ્યો હતો અને આજે તે દેશમાં સૌથી વધુ લોકપ્રિય ગુરુદ્વારા છે. આ ગુરુદ્વારામાં ચાર દ્વાર છે જે દર્શાવે છે કે શીખોની દૃષ્ટિએ, જીવનના તમામ ક્ષેત્રમાં બધા જ લોકો સમાન છે.
જ્યારે પણ અમૃતસરમાં જાઓ ત્યારે અચૂક જુઓઃ વાઘા બોર્ડર લગભગ 31.1 કિ.મી. અને જલિયાંવાલા બાગ ગોલ્ડન ટેમ્પલથી માત્ર 450 મીટર દૂર છે.
Leh Palace, Photo Credit: watchsmart/flickr
પત્થર સાહિબ લેહ-કારગિલ માર્ગ પર આવેલું છે, જે લેહના પહાડી નગરથી 23 કિ.મી. દૂર છે. આ ગુરુદ્વારાનું નિર્માણ પ્રથમ ગુરુ અને શીખ ધર્મના સ્થાપક, ગુરુ નાનક દેવની લેહ મુલાકાતને ચિન્હિત કરવા માટે કરવામાં આવ્યું છે, જેઓએ સ્થાનિકોને દુષ્ટ રાક્ષસથી બચાવ્યા હતા.
જ્યારે ગુરુદ્વારા પત્થર સાહેબ જોવા માટે લેહમાં જાઓ ત્યારે આ પણ અચૂક જુઓ: લેહ પેલેસ 26 કી.મી., પેંગોંગ સો (વિશ્વનું સૌથી ઊંચું તળાવ) 159 કિ.મી. અને સ્પિતુક ગોમ્પા 17.8 કિ.મી. દૂર આવેલ છે.
હવે તમે જ્યારે પણ રોજીંદી લાઈફથી કંટાળી ગયા હોવ અને આંતરિક શાંતિ જોઈતી હોય તો જલ્દી જ આ સ્થળોએ આવીને પરમશાંતિનો અનુભવ કરો. તમે ક્યારે આવો છો? અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ તો ચાલો શાંતિ, શુદ્ધતા અને સકારાત્મકતાથી ભરેલી રજાનો અનુભવ કરવા માટે તમારી બેગ પૅક કરો!
Gurmeet Kaur Follow
Gurmeet is a media graduate who spent most of her school and college life anchoring and taking part in theater. She really enjoys writing blogs, documentaries, poetry and plays. She loves to travel and learn about different cultures and lifestyles and wishes to inspire others through her writing.
Snowy Hills, River Streams & A Beastly Myth: Add Sironah To Your Adventure Bucket List!
MakeMyTrip Blog | Nov 22, 2021
Travel Implants Vs Robust Online Travel Platform: The Rise of Online Adaptation
MakeMyTrip Blog | Sep 16, 2021
Need of the Hour: An Agile Platform Supporting Dynamic Travel Requirements
MakeMyTrip Blog | Sep 9, 2021
Global Travel Mandates: Boon or Hindrance?
MakeMyTrip Blog | Sep 9, 2021
Implementing ERP and HRMS for Business Travel
MakeMyTrip Blog | Sep 9, 2021
Technology Is the Future Of Business Travel in India: Are You Still on an Offline Model?
MakeMyTrip Blog | Aug 24, 2021
Credits in Travel: Why Businesses Should Care?
MakeMyTrip Blog | Nov 22, 2021
Automated Billing in Travel - Why Businesses Should Care?
MakeMyTrip Blog | Aug 24, 2021
Discovering the Beauty of Meghalaya During the Monsoons!
Ryan Jhamb | Mar 18, 2021
Escape into the Offbeat Wilderness of Goa!
Pooja Akula | Mar 10, 2021
How We Beat the COVID-19 Blues with a Trip to Jim Corbett!
Ritvik Arora | Oct 27, 2020
The 6 Egypt Landmarks You Must Visit If You Are a History Buff
MakeMyTrip Holidays | May 8, 2020
11 Incredible Things to Do in Jerusalem
MakeMyTrip Holidays | May 5, 2020
10 Places That You Must See on Your Israel Holiday
Lateeka Sabharwal | Apr 28, 2020
Met a Naga Family with a Pet Black Bear! Can You Believe That?
Shubhra Kochar | May 8, 2020
The Treasures I Found on the Ghats of Varanasi!
Shuchi Singh | Apr 7, 2022