ભારતના ટોચના 10 સાંસ્કૃતિક સ્થળો

Prachi Joshi

Last updated: Sep 24, 2019

Author Recommends

Shop

Patola sari from Patan, Ahmedabad
Exotic spices from the bazaars in Fort Kochi

Eat

Mishti doi in Kolkata
Stuffed Grey Mullet with shallots at the Oceanos Restaurant, Kochi

Click

Some of the amazing architecture of the Sun Temple in Modhera
Taj-Ul-Masjid in Bhopal which is a lovely sight with its pink façade and marble dome-topped minarets

See

Kathakali and Kalaripayattu performance in the Greenix Village, Kochi
The waterside Bagore ki Haveli at Gangaur Ghat, Udaipur

તમે મુસાફરી કેમ કરો છો ? તમારા નિત્યક્રમમાંથી બ્રેક લેવા કે પછી નવા સ્થળની મજા માણવા, નવા લોકોને મળવા કે પછી નવું ફૂડ ટ્રાય કરવા? આ બધા કારણો ઉપરાંત ઘણીવાર અમુક સ્થળ પોતાના સાંસ્કૃતિક વારસાથી આપણને ખેંચે છે અને પાછું   ભારત તો તેની રંગબેરંગી વિવિધતા અને આકર્ષણો માટે જાણીતું છે.તો આ છે અમારી પસંદગીના ભારતના 10 ટોચના સાંસ્કૃતિક સ્થળો.

10) અમદાવાદ

આ શહેરનો સાચો સ્વાદ મેળવવા માટે, તમે અમદાવાદમાં નાઈટ વોક લો, જ્યાં તમને વિવિધ હવેલીઓ અને સ્મારકો જોવા મળશે તેમજ માણેક ચોક ખાતે સ્થાનિક વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે. એ સિવાય અહીંના કેલિકો મ્યુઝિયમ ખાતે ભારતના કાપડઉધોગની નોંધપાત્ર ઝાંખી મેળવી શકો છો. વધુમાં શહેરથી 100 કિ.મી. દૂર પુષ્પાવતી નદીના કાંઠા પર આવેલ મોઢેરાનું સૂર્ય મંદિર તમને 1026 એ.ડી.ના સમયમાં લઈ જશે અને તેનું અદ્દભુત સ્થાપત્ય તમને મંત્ર મુગ્ધ કરી દેશે. ઉપરાંત તમે પાટણ(108  કિલોમીટર દૂર) જઈને પ્રાચીન પગથિયા વાળા કુવાઓ જોવાનો લહાવો લઇ શકો છો. અહીંથી તમારા પ્રિયપાત્ર માટે પરંપરાગત પટોળા સાડી ખરીદવાનું કરવાનું ભૂલશો નહીં.

Book Your Flight to Ahmedabad Here!

 9)તંજાવુર, તિરુચિરાપલ્લી અને મદુરાઈ

મંદિરોના આ શહેર સાંસ્કૃતિક વારસો પ્રતિબિંબિત કરે છે અને તેથીજ તેનો ભારતના ટોચના 10 સાંસ્કૃતિક સ્થળોમાં ચોક્કસપણે સમાવેશ થાય છે. અહીં તમે તંજાવુરનું બૃહદેશ્વરા મંદિર તેમજ તંજાવુરના મરાઠા મહેલની મુલાકાત લઈ શકો છો. અહીંની ચિત્રકળા હવે લગભગ મૃત:પાય બનતી જાય છે પરંતુ તમને અહીં તેના કારીગરો મળી રહેશે આ ઉપરાંત તમારે તિરુચિરાપલ્લીમાં 17મી સદીના રૉક ફોર્ટની મુલાકાત તો લેવી જ રહી. જે દાર્શનિક રીતે શહેરની ક્ષિતિજે ઘરોની વચ્ચે બે ખડકોને ચીરીને બનાવાયેલ છે. છેલ્લે મદુરાઈમાં, મીનાક્ષી અમ્માન મંદિર સંકુલના ગોપુરમ (ગેટવે ટાવર) તો જોવા જરૂરી છે જ.

Book Your Flight to Madurai Here!

8) ભુવનેશ્વર અને પુરી

પ્રભાવશાળી મંદિરો માટે પ્રખ્યાત બીજું સ્થાન ઓરિસ્સા છે; માત્ર ભુવનેશ્વરમાં જ 700 થી વધુ મંદિરો છે! 11 મી સદી ના લિંગરાજ મંદિરના સંકુલની, તેના સુંદર રીતે કોતરેલ કમાનદાર પ્રવેશદ્વારની અને 10 મી સદીના મુકતેશ્વર મંદિરની તો વાત જ કઈક અલગ છે. આ ઉપરાંત એકપણ દેવતા વગરનું અનન્ય રાજા રાણી  મંદિર પણ તમને જોવું ગમશે. પુરીમાં દરિયા કિનારે જગન્નાથ મંદિરની રથયાત્રાની મુલાકાત લેવી તો જરૂરી છે જ પરંતુ સૌથી વિસ્તૃત કોતરણી ધરાવતું કોણાર્કનું  સૂર્ય મંદિર (પુરી થી 35 કિલોમીટર) તમને અદ્દભુત આનંદ આપશે. એક વિશાળ રથ જેવા આકારના આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામે છે જે જાળવણીના અભાવે હવે ખંડેર બની ગયા છે પરંતુ આપણા વડવાઓની સ્થાપત્ય પ્રત્યેની બુદ્ધિપ્રતિભાનું તે દર્શન કરાવે છે.

Book Your Flight to Bhubaneshwar Here!

7) ભોપાલ

ભોપાલ તેના ઉભરાતા બજારો અને સુંદર મસ્જિદો માટે જાણીતું જૂનું શહેર છે જે આપણને મુઘલોના સમયમાં પાછું લઈ જાય છે. અહીં તાજ- ઉલ મસ્જિદ જે એશિયાની સૌથી મોટી મસ્જિદ છે તેનો ભવ્યતમ વારસો જોવા મળશે તથા તેનો ગુલાબી અગ્રભાગ અને આરસના ગુંબજશિખર ધરાવતા પાતળા મિનારાઓ મનોરમ દ્રશ્ય ઊભું કરે છે. અન્ય અગ્રણી મસ્જિદ મોતી મસ્જિદ છે જે સ્થાપત્યની દ્રષ્ટિએ દિલ્હીની જામા મસ્ઝિદ સમાન છે. આ ઉપરાંત તમે શહેરની બહાર આશરે 40 કિલોમીટર ના અંતરે ભીમબેટકાની મુલાકાત લઈ શકો છો – જે પુરાતત્વીય પ્રાચીન ખડકો ધરાવતું સ્થળ છે. અહીંના ચિત્રો અને ખડકના આશ્રયસ્થાનો પ્રખ્યાત છે.

Book Your Flight to Bhopal Here!

 6) કોચીનો કિલ્લો

ઈશ્વરીય અનુભૂતિ ધરાવતું કેરળ મનોહર સુંદરતાથી ભરપૂર છે - તેના બેકવોટરથી માંડીને નૈસર્ગિક બીચ સુધી કુદરતે સૌંદર્યની બક્ષિસ આપી છે. જોકે, કેરળમાં મારા પસંદગીના અમુક સ્થળોમાં કોચીનો કિલ્લો પ્રથમ સ્થાને આવે છે. અહીં પહોંચવા એર્નાકુલમથી એક હોડી લઈ લો (જવાના માત્ર ૩રૂ.!) અને પોર્ટુગલથી પ્રભાવિત શહેર તરફ નીકળી પડો. ચાઇનીઝ માછીમારીની જાળીઓ સાથે ચાલતાં ચાલતાં દરિયાકિનારાના શાંત વાતાવરણની મજા માણો. જો તમે પ્રેમથી પૂછશો તો માછીમારો તમને માછલી  પકડવાની પ્રવૃત્તિ રાજી થઈને બતાવશે. અહીંના બજારોમાં તમને પ્રાચીન વસ્તુઓથી લઈને ભાત ભાતના મસાલા સુધી બધું જ મળી રહેશે. અને જો તમારે સાંજનો લૂત્ફ ઉઠાવવો હોય તો કથકલી અને કલરીપયાટ્ટુનું પ્રદર્શન માણવા નજીકના ગ્રીનિક્ષ ગામે જઈ શકો છો.

Book Your Flight to Cochin Here!

5) મૈસૂર

મહેલોના શહેર તરીકે જાણીતા મૈસુરમાં મૈસુરનો મહેલનો  પ્રભાવ જોતા જ બને છે, અહીં રસપ્રદ મ્યુઝીયમ છે અને રાત્રે હજારો લાઇટોથી સાથે સજાવેલો આ મહેલ મનોરમ્ય દ્રશ્ય રજૂ કરે છે. તો બીજી તરફ અહીંનો જગમોહન મહેલ પણ એટલો જ પ્રખ્યાત છે જે હવે આર્ટ ગેલેરીમાં તબદીલ થઈ ચૂક્યો છે. શહેરમાં 5 અન્ય મહેલો તેમજ અનેક તળાવો, બાગ અને મંદિરો છે. અહીંથી શ્રીરંગાપટનાની એક દિવસની સફર (55 કિલોમીટર દૂર) માણવા લાયક છે અને ત્યાંથી રંગનાથાસ્વામી મંદિર અને ટીપુ સુલ્તાનનો સમર મહેલ પણ જોઈ શકો છો.

4) કોલકાતા

જો કોઈ ભારતીય શહેરને ભવ્ય શહેરોની રાણી તરીકે ઓળખાવી શકીએ તેમ હોય તો તે કોલકાતા છે. કોલકાતાના ભૂતકાળમાં ડોકિયું કરવાં વિક્ટોરિયા મેમોરિયલ, પ્રભાવશાળી સેન્ટ પોલ કેથેડ્રલ અને ગ્રીકો-રોમનેસ્ક્વેર રાઇટર્સ બિલ્ડિંગની મુલાકાત લો. અહીંના નજીકના શહેર ચંદન નગરમાં (30 કિલોમીટર દૂર) અમુક સુંદર ઇમારતો, સ્મારકો, રમણીય નદીકાંઠો અને ભૂતપૂર્વ ફ્રેન્ચ વસાહત છે. નોબેલ વિજેતા ટાગોરનું શાંતિનિકેતન 180 કિલોમીટર દૂર છે જે તમને રસપ્રદ ઈતિહાસને ખંગોળવાની અમૂલ્ય તક આપે છે.

Book Your Flight to Kolkata Here!

3) જયપુર

ગુલાબી શહેર જયપુર અદ્દભુત મહેલો, હવેલીઓ અને સ્મારકો થી ભરેલું છે. આમેર (અંબર) કિલ્લો  જે શહેરથી 11 કિલોમીટરના અંતરે આવેલો છે તે તેના અત્યંત સુશોભિત પ્રવેશદ્વાર, મહીમ જાળીકામ અને પ્રભાવશાળી શીશ મહેલ માટે પ્રખ્યાત છે. શહેરમાં ચાલતાં ચાલતાં તમે હવા મહેલ, સિટી મહેલ અને વિવિધ બજારની એકસાથે મુલાકાત લઈ શકો છો અને હા, અહીંથી ગરમ જયપુરી રજાઈ, બ્લોક પ્રિન્ટીંગ અને રંગબેરંગી બાંધણીના કપડાં લેવાનું ભૂલતા નહિ હોં કે!!

Book Your Flight to Jaipur Here!

2) ઉદયપુર

રોમેન્ટિક તળાવોનું નગર ઉદયપુર પીચોળા તળાવ પર હોડી સવારી લઈને શ્રેષ્ઠ રીતે માણી શકાય છે. તળાવની મધ્યમાં આવેલ જગ મંદિર સાથે સિટી મહેલ કોમ્પલેક્ષ આ અનુભવમાં સુંદરતાનો ઉમેરો કરે છે. ગણગૌર ઘાટ ખાતે વોટરસાઇડ બગોર કી હવેલી ની મુલાકાત લો, આ હવેલી  100 થી વધુ રૂમ, અનેક ચોગાનો અને ભવ્ય ભીંતચિત્ર સાથે અદ્દભુત સ્થાપત્ય ધરાવે છે. અહીં દરેક સાંજે લોક નૃત્યના કાર્યક્રમો થાય છે. જો તમારે જૈન દેલવાડાના દેરાસરની કોતરણી જોવી હોય તો અહીંથી માઉન્ટ આબુ નજીક જ છે.

Book Your Flight to Udaipur Here!

1) વારાણસી

આ પ્રાચીન શહેર બહુવિધ મંદિરો, નદી કિનારાના ઘાટ, રંગબેરંગી બજારો અને ભગવા પહેરેલ સાધુઓની ઝલક દેખાડે છે. ગંગા નદીમાં તમે હોડીની સવારી કરીને વારાણસીના જૂના નગરની નાની પગદંડીઓ દ્વારા શહેરની પ્રાચીનતા જોઈ શકશો અને અગણિત હલવાઈની દુકાનો પર મીઠાઈની લિજ્જત માણી શકશો. ઘંટ, સૂર, અગ્નિ અને ધૂપ સાથે સાંજે ગંગાની આરતીનો ભક્તિમય નજારો જોવો એ ખરેખર અદ્દભુત અનુભવ છે . દિવાળી અને ગંગા મહોત્સવના સમયે જ્યારે 5 દિવસના શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો તહેવાર હોય છે ત્યારે વારાણસીની મુલાકાત લેવી સલાહ ભરી છે કારણકે દિવાળી હોય ત્યારે હજારો દીવાને એક રેખામાં રાખીને ઘાટ સજાવાય છે.

Book Your Flight to Varanasi Here!

તેથી 2014 માં તમારી સંસ્કૃતિની માહિતી અપડેટ કરો અને મેકમાઇટ્રિપને આકર્ષક પેકેજોનો લાભ લઈ તમારા પ્રવાસની યોજનાને સફળ બનાવો!