ભારતના પૂર્વ સમુદ્રતટોના ખૂબ જ ઓછા જાણીતા છ અદ્ભુત બીચ

Devika Khosla

Last updated: Sep 24, 2019

Want To Go ? 
   

ભારતના દરિયાકિનારા અને સમુદ્રતટોની વાત આવે એટ્લે બધાને ગોવા અને કેરળનો દરિયાકિનારો યાદ આવી જાય છે. પરંતુ ભારતના પૂર્વમાં પશ્ચિમ બંગાળથી તમિલનાડુ સુધી સુંદર રેતી અને શાંત પાણી સાથેના અનેક સમુદ્રતટો છે જે પ્રમાણમા ઓછા જાણીતા છે અને આ બીચ ચોક્કસપણે પ્રવાસીઓમાં લોકપ્રિય નથી. તો આવા પૂર્વ કિનારાના છ બીચ વિશે થોડુક જાણવાનો પ્રયત્ન કરીએ.

1. દિઘા, પશ્ચિમ બંગાળ

Digha

બંગાળની ખાડી સાથે સંલગ્ન, દિઘા એ પશ્ચિમ બંગાળમાં વીક એન્ડની રજા ગાળવા માટેનું લોકપ્રિય સ્થળ છે. અહીનું પાણી પ્રમાણમા છીછરૂ છે અને હવે એક "નવો" દિઘા બીચ જૂના બીચની જગ્યાએ વિકસાવવામાં આવ્યો છે. અહીની સ્વચ્છતા અને ઓછી ગીચતા તેમજ સ્વચ્છ રેતી અને છીછરું પાણી મુલાકાતીઓ માટે સ્વિમિંગ માટેનું આદર્શ સ્થળ છે. પામના સુંદર વૃક્ષો સાથે દિઘા બીચનો કિનારા આશરે સાત કિલોમીટર લાંબો છે.
સૌથી નજીકનું એરપોર્ટ: કોલકાતા​

2. ગોપાલપુર ઓન સી, ઉડીસા

Gopalpur-Orissa

આ બીચ પરની નૈસર્ગિક અને સ્વચ્છ રેતી અને ક્ષિતિજ પર વાદળોના રંગબેરંગી દ્રશ્યો જોઈ શકાય છે તેમ છતાં પણ આશ્ચર્યજનક રીતે ગોપાલપુર ઓન સી બીચ પ્રમાણમાં ઓછો લોકપ્રિય છે. આ બીચ એક સમયે વ્યાપારી વેપારી બંદર હતું. ગોપાલપુર બીચ બંગાળની ખાડીમાં આવેલો છે. આ બીચની સોફ્ટ અને સોનેરી રેતી સૌનું મોહિત કરે છે. અહીના પાણીમાં સ્કુબા ડાઇવિંગ અને વિન્ડસર્ફિંગની મજા માણી શકાય છે. અહી બોટિંગ અને પેડલ બોટ જેવા પ્રિય વોટર સ્પોર્ટ્સ પણ છે. સૂર્યોદય સમયે પોતાની બોટ લઈને નીકળતા માછીમારો અને તેમની પૃષ્ઠભૂમિમાં ઊગી રહેલ સૂર્યનું દ્રશ્ય કુદરતી સૌંદર્યના પ્રેમીઓ માટે તેમની સવાર વધુ આનંદિત બનાવે છે.
સૌથી નજીકનું એરપોર્ટ: કોલકાતા

3. મહાબલિપુરમ, તામિલનાડુ

Mahabalipuram

મંદિરોના નગર તરીકે જાણીતા મહાબલિપુરમ નગર લોકો માટે રજાઓ ગાળવા માટેનું સ્થળ પણ હોઈ શકે છે. બંગાળના ઉપસાગરને સમાંતર આવેલ આ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અહીંન દરિયા કિનારે પ્રખ્યાત 8 મી સદીના મંદિરો આવેલા છે.મહાબલિપુરમના મનોહર કિનારાઓ પર અનેક વૈભવી હોટેલો આવેલી છે જે આ બીચની શોભામાં વધારો કરે છે. સૂર્યોદય સમયે અહી દરિયાના પરથી ઊગતા સુરજનું દ્રશ્ય જોવાની સાથે, મહાબલિપુરમ બીચ પર જેટ સ્કીઇંગ અને વિન્ડ સર્ફિંગ જેવી અનેક વોટર સ્પોર્ટ્સ રમતો પણ લોકપ્રિય છે.
સૌથી નજીકનું એરપોર્ટ: ચેન્નાઇ

4. ઋષિકોંડા, આંધ્ર પ્રદેશ

Rushikonda

એક સમયે આંધ્રપ્રદેશમાં આવેલ ઋષિકોંડા સમુદ્રતટ નીંદણ અને જંગલી છોડ સાથે ઘેરાયેલો હતો. એ પછી સત્તાવાળાઓએ આ વિસ્તાર સાફ કરીને પૂર્વના સમુદ્રતટોને વિકસિત કરવાના એક સૂચિત બીચ કોરિડોર કાર્યક્રના ભાગ તરીકે અહી તેના સુંદર બીચને વિકસાવવા માટે કામ કર્યું છે. પામ અને કેરીના ગ્રુવ્સ, અહીની સોનેરી રેતી અને પૃષ્ઠભૂમિમાં આવેલા પર્વતો બંગાળની ખાડીના હૂંફાળા પાણીમાં આવેલ આ બીચ પર પ્રવાસીઓને આકર્ષે છે. સાહસિક અને ઉત્સાહીઓ પ્રવાસીઓ પેરાસેઇલ અને સર્ફિંગ કરવા માટે ઋષિકોંડા બીચ પર આવે છે.
સૌથી નજીકનું એરપોર્ટ: વિશાખાપટ્ટનમ

5. ચાંદીપુર, ઉડીસા

Chandipur-Orissa

ચાંદીપુર બીચ પાસે જ એક નગર આવેલું છે, અને અહીની ભવ્યતા એ છે કે દરરોજ બંગાળની ખાડીમાં ઓટ દરમિયાન દરિયાના પાણી અમુક કિલોમીટર સુધી દૂર જાય છે. અને ભરતી દરમિયાન ખાડીના પાણી અહી બીચ પર ફેલાઇ જાય છે. આ બીચ આરામ કરવા અને ફ્રેશ હવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોના આ ગામમાં માછીમારોને તેમની જાળી સાથે દરિયાકિનારે જોવા એ અલભ્ય દ્રશ્ય છે.ચાંદીપુર ઇકો-વિવિધ ઝોન પણ છે. અહીના સમુદ્રતટ પર કરચલાઓનો વસવાટ છે અને અહી રેતીમાં કરચલાંઓને ફરતા જોઇ શકાય છે.
સૌથી નજીકનું એરપોર્ટ: કોલકાતા

6. તલસારી, ઉડીસા

Talsari-Orissa

આ સમુદ્રતટની પૃષ્ઠભૂમિમાં કાજુના વૃક્ષો સાથે તલસારી ગામ આવેલું છે. વહેલી સવારે માછીમારી કરવા જતાં આ ગામના લોકો વચ્ચે હજુ વ્યાપારીકરણ આવ્યું નથી. માટે આ નૈસર્ગિક સૌંદર્ય અને સોનેરી રેતી ધરાવતા આ બીચ પર લોકોની ભીડ અને ઘોંઘાટ પ્રમાણમા ખૂબ જ ઓછું છે અને આ શાંત અને એકાંતનું સ્થળ છે. બંગાળની ખાડીની ભરતી અને ઓટ વચ્ચે અહી પાણીના મોજા કિનારા પર શાંત દેખાય છે. તલસારીમાં સમુદ્રના બંધિયાર પાણી પણ ભરેલા રહે છે જે આ સ્થળને ખરેખર અનન્ય બનાવે છે.
સૌથી નજીકનું એરપોર્ટ: કોલકાતા

તો ચાલો, હવે ગીચ બીચનો મોહ છોડીને હવે ભારતના પૂર્વ બાજુના આ નૈસર્ગિક બીચની મુલાકાત લઈએ. તો કહો હવે તમે પ્રથમ ક્યાં બીચની મુલાકાત લેવા ઈચ્છો છો?

Book Your Flight to Kolkata Now!

More Travel Inspiration For Mahabalipuram