પ્રવાસીઓ અનેક પ્રકારે પોતાની રજાઓ ગાળવા ઈચ્છતા હોય છે, પરંતુ તેઓ બધા પોતાને તરોતાજા રાખવાના હેતુથી જ પ્રવાસ કરે છે, જ્યાં તેઓ આરામ કરી શકે અને રોજિંદા જીવનની એકવિધતાથી છુટકારો મેળવી શકે. આપણે બધાને સંપૂર્ણ તણાવમુક્ત થવા માટે એક વિરામની જરૂર હોય છે, માટે જ રજાઓમાં આપણે માત્ર વૈભવમાં વ્યસ્ત રહી શકીએ, તાજી હવા લઈ શકીએ, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકીએ અથવા ફક્ત બેફિકર થઈને આરામ કરી શકીએ તેવી ઈચ્છા રાખીએ છે.
અહીં જણાવેલ અમારી પસંદના ભારતના ટોચના 6 આરામદાયક રિસોર્ટમાં અચૂક જવુંજ જોઈએ.
પ્રકૃતિની વચ્ચે આવેલ અનોખો રિસોર્ટ, ટમારા ભારતમાં ટોચના રોમેન્ટિક રિસોર્ટમાં સ્થાન ધરાવે છે. આ રિસોર્ટ શહેરની સ્ટીલ ગ્રે ઇમારતોથી દૂર ઈલાયચીના રોપાઓ વચ્ચે કુદરતી વાતાવરણમાં આવેલો છે જ્યાં સમય ખરેખર ધીમો પડી જાય છે, ધ ટમારા તમારા પ્રિયજન સાથે મૂલ્યવાન સમય ગાળવા માટેનું આદર્શ સ્થળ છે. અહી બેંગ્લોરથી જવું શ્રેષ્ઠ રહેશે
મુખ્ય આકર્ષણ: કોન્ડૅ નાસ્ટની યાદીમાં 'ભારતના ટોચના 20 રોમાન્ટિક રિસોર્ટ' તરીકે સ્થાન પામે છે.
અહીં માણવા જેવી વિશેષતાઓ: પ્રખ્યાત કોફી પેક, પવિત્ર રુદ્રાક્ષના રસ ઝરતાં ફળો, કબ્બિનકૅડ એસ્ટેટમાં પ્રવાસનો આનંદ લેવો, પાણીના ધોધ વચ્ચે કેન્ડલ લાઇટ ડિનર લેવું.
રેસ્ટોરન્ટ: ધ ફોલ્સ (વિવિધ રાંધણકળા ધરાવતી રેસ્ટોરન્ટ જે સેન્દ્રીય બગીચા વચ્ચે આવેલી છે), ધ ડેક (ચિક લાઉન્જ બાર)
આદર્શ: યુગલો માટે આદર્શ
નજીકનું હવાઈ મથક: મૈસુર (રિસોર્ટથી 3-કલાકના અંતરે)
આશરે કિંમત: પ્રતિ રાત્રિ રૂપિયા 14,000 થી શરૂ
વાયનાડના પર્વતો વચ્ચે અને સુંદર પર્યાવરણમાં આવેલ એક રિસોર્ટ એટલે, બનાસુરા હિલ રિસોર્ટ, જેનું રાચરચીલું સંપૂર્ણપણે માટી અને વાંસ દ્વારા અને તેની છતો નાળિયેર કે પામના વૃક્ષોના પાંદડાથી બનાવવામાં આવેલ છે. અહીં 35-એકર જમીનમાં ચા અને કાજુના ખેતરો, પક્ષીઓ જોવા માટેના સ્થળો અને લહેરાતી ધારાઓ આવેલી છે જે તમને પ્રકૃતિની નજીક લાવી મૂકે છે. અહીં કોચીથી જવું શ્રેષ્ઠ રહેશે
મુખ્ય આકર્ષણ: પશ્ચિમ ઘાટમાં ભારતનું એક માત્ર 'પૃથ્વી' રિસોર્ટ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે.
અહીં માણવા જેવી વિશેષતાઓ: કેમ્પફાયરમાં રાત્રે રમતો અને ગીતોની મજા માણવી, વાયનાડમાં ચંબ્રાની સૌથી ઉંચી ચોટી પર ટ્રેકિંગ કરવું, અને અહીંના આદિવાસી કલાકારો દ્વારા બનાવેલ કલાકૃતિઓનો આનંદ લેવો.
રેસ્ટોરન્ટ: ગૌડુઆ, બાંબુ રેસ્ટોરન્ટ (સ્વસ્થ ભારતીય વાનગીઓ, પરંપરાગત કેરળની વાનગીઓ)
આદર્શ: કુદરતના પ્રેમીઓ અને યુગલો માટે આદર્શ
નજીકનું હવાઈ મથક: કાલિકટ (રિસોર્ટથી 3-કલાકના અંતરે)
આશરે કિંમત: પ્રતિ રાત્રિ રૂપિયા 8,900 થી શરૂ
Book Your Stay at Banasura Hill Resort
ડચ કિલ્લા પર બાંધવામાં આવેલું અને દરિયાકિનારાની બિલકુલ સામે આવેલું રિસોર્ટ એટલે, વિવાન્તા બાય તાજ - ફિશરમેન કોવ. આ રિસોર્ટ જાણે બહારના વાતાવરણને તમારી પાસે લઈને આવે છે. લાંબા સમય સુધી બીચ પર વોકિંગ કરવું, અહીંની લોબીમાં લાઇવ મ્યુઝિકનો આનંદ લેવો, હીંચકા પર બેસીને પુસ્તક વાંચવું – આ બધું તીવ્ર આનંદ આપનારું છે, ખરેખર તમે એ વાતથી સંમત થશો કે વિવાન્તા બાય તાજ, સૂર્ય, રેતી અને સમુદ્રના ઠંડા પવનનું સુંદર અને સંપૂર્ણ મિશ્રણ છે. અહીં ચેન્નઈથી જવું શ્રેષ્ઠ રહેશે
મુખ્ય આકર્ષણ: પ્રખ્યાત જીવા સ્પા અને ત્રણ સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ
અહીં માણવા જેવી વિશેષતાઓ: તરાપામાં બેસીને બંગાળની ખાડીમાં સમુદ્ર સફર, વૉચ ટાવર પર બેસીને ખાડીના દ્રશ્યો જોતાં જોતાં સંપૂર્ણ ભોજનનો આનંદ લેવો, ઓલિવ રિડલી કાચબા જોવાનો અને ઊંડા સમુદ્રમાં માછીમારીનો અનુભવ.
રેસ્ટોરન્ટ: બે વ્યૂ (સીફૂડ રેસ્ટોરન્ટ), અપર ડેક (બંગાળની ખાડીની ભૂમધ્ય રેસ્ટોરન્ટ), સીગુલ (સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ભોજન), એન્કર બાર (તાજા ફળોની કોકટેલ અને કોન્ટિનેન્ટલ ફૂડ), સન બર્સ્ટ (સનકેન પૂલ બાર)
આદર્શ: બીચ ના શોખીનો માટે અને ‘પોતાના’ માટે સમય શોધતા લોકો માટે આદર્શ
નજીકનું એરપોર્ટ: ચેન્નઈ (રિસોર્ટથી 1-કલાકના અંતરે)
આશરે કિંમત: પ્રતિ રાત્રિ રૂપિયા 9,450 થી શરૂ
Book Your Stay at Vivanta by Taj – Fisherman’s Cove
વેકેશન દરમિયાન તમારા બાળકો ઘરથી દૂર મોજમજા માણવા માટેની માંગણી કરી રહ્યા હોય તો તેઓને ગોવામાં પાર્ક હયાત રિસોર્ટમાં લઈ જાવ. કેમ્પ હયાત ખાતે તેઓ અવિસ્મરણીય સમય વિતાવી શકશે. અહીં, માટીના વાસણો માટેના વર્ગો, મૂવી રૂમ, પુસ્તકાલય, પૂલ, વોટર સ્લાઇડ્સ અને 5 થી 12 વર્ષની વયના બાળકો માટે વિવિધ આકર્ષણો આવેલા છે. અહીં મુંબઈથી જવું શ્રેષ્ઠ રહેશે:
મુખ્ય આકર્ષણ: કોન્ડી નેસ્ટ ટ્રાવેલર ઇન્ડિયા રીડર્સ ટ્રાવેલ એવોર્ડ્સ 2014; માં આ રિસોર્ટ નંબર વન “મનપસંદ આરામદાયક હોટેલ' તરીકે ઓળખાય છે- ઉપરાંત તેમાં એવોર્ડ વિજેતા સેરેનો સ્પા પણ છે.
અહીં માણવા જેવી વિશેષતાઓ: કૂકિંગના કલાસ, ગોવાના જૂના ગામની મુલાકાત, બોમ્ગુલો બીચમાં સ્કુબા ડાઇવિંગ, મંડોવીને સમાંતર સૂર્યાસ્ત જોવા માટે દરિયાની સફર જેવા આકર્ષણો સામેલ છે.
રેસ્ટોરન્ટ: કાસા સારિતા (પ્રખ્યાત ફાઇન ડાઇનિંગ ગોઆન રેસ્ટોરન્ટ)
આદર્શ: પરિવારો માટે અને દરિયા કિનારાના પ્રેમીઓ માટે આદર્શ
નજીકનું વિમાનમથક: ડાબોલિમ એરપોર્ટ (રિસોર્ટથી 15 મિનિટના અંતરે)
આશરે કિંમત: પ્રતિ રાત્રિ રૂપિયા 7,700 થી શરૂ
Book Your Stay at Park Hyatt Resort and Spa
આસામ રાજ્યના જલુકોનીબારી ગામમાં ચાના વાવેતર વચ્ચે આવેલ 70 વર્ષ જૂના એક બંગલામાં, વેલકમ હેરિટેજ થેંગલ મેનર, તમને શાંતિથી રહેવાની ભવ્ય તક આપે છે. સુંદર લોન, શાસ્ત્રીય દીવાનખાના અને દ્વાર, તેમજ પ્રાચીન ફર્નિચર સાથેની આ ભવ્ય વિલા વસાહતી યુગની યાદ અપાવે છે.અહીં કલકત્તાથી જવું શ્રેષ્ઠ રહેશે.
મુખ્ય આકર્ષણ: છેલ્લા અનેક દાયકામાં પણ બદલાયેલ નથી એવા પ્રાચીન ગામમાં રોકાણનો અનુભવ
અહીં માણવા જેવી વિશેષતાઓ: માછીમારી કરવા માટે સમુદ્રમાં પ્રવાસ કરવો, કારીગરોને કળા કારીગરી કરતાં જોવા, ચાઇનીઝ ચેકર્સ અને સ્ક્રેબલ જેવી રમતો રમવી.
રેસ્ટોરન્ટ: ઇન-હાઉસ રેસ્ટોરન્ટ (પરંપરાગત ઉત્તર-પૂર્વીય ભોજન સહિત આંતરરાષ્ટ્રીય વાનગીઓ)
આદર્શ: ચા પ્રેમીઓ માટે અને એકાંતમાં સમય પસાર કરવા ઈચ્છુક લોકો માટે શ્રેષ્ઠ
નજીકનું એરપોર્ટ: જોરહાટ એરપોર્ટ, આસામ (રિસોર્ટથી 15-મિનિટના અંતરે)
આશરે કિંમત: પ્રતિ રાત્રિ રૂપિયા 12,900 થી શરૂ
Book Your Stay at Thengal Manor
કેરળના સુંદર બેકવોટર્સમાં ફરવા માટે સંપૂર્ણ આદર્શ માર્ગ અને હાઉસબોટ તો અનેક લોકો માટે મુખ્ય આકર્ષણ છે જ. દિવ્યતાનો અનુભવ કરાવતા કેરળની પરંપરાગત હાઉસબોટમાં વિતાવેલો સમય આપના માટે રોમેન્ટિક, આરામદાયક અને એક અનેરો અનુભવ આપનારો સાબિત થશે. અહીં કોચીથી જવું શ્રેષ્ઠ રહેશે.
મુખ્ય આકર્ષણ: સુંદર જળમાર્ગો અને ઉષ્ણકટિબંધીય હરિયાળીની મોજ માણવા માટે, સેન્ટ ક્રિસ્પિન હેરિટેજ હાઉસબોટ એક આદર્શ સ્થળ છે અને અહીં રહીને તમે પ્રકૃતિમાં છુપાયેલ સુંદરતા શોધી શકો છો.
અહીં માણવા જેવી વિશેષતાઓ: સ્થાનિક ખોરાકનો આનંદ લેવો, કેરળના બેકવોટર્સમાં સફર કરીને પ્રકૃતિ વચ્ચે રહેવું.
રેસ્ટોરન્ટ: પ્રેરણાદાયક સ્વાગત પીણાંથી લઈને સ્વાદિષ્ટ સી ફૂડનો સ્વાદ ચાખવો, ઉપરાંત અહીં તમને કેરળની તાજી રાંધેલ વાનગીઓ માણવાની પણ તક મળશે.
આદર્શ: યુગલો માટે આદર્શ
નજીકનું એરપોર્ટ: કોચી (કોટ્ટાયમથી 2 કલાક 30 મિનિટના અંતરે)
આશરે કિંમત: પ્રતિ રાત્રિ રૂપિયા 21,250 થી શરૂ
Book Your Stay at St Crispin Heritage Houseboat Kottayam
* કૃપા કરીને ધ્યાને લેશો કે અહીં આપવામાં આવેલા તમામ ભાડામાં ફેરફારને અવકાશ છે.
Mayank Kumar Follow
Prefers Bukowski and Gulzar over Shakespeare and Tagore. And nights over daytime. Possesses wit that offends more than it impresses. Anti-social and friendly in the same breath. Miniature souvenir and stationery hoarder. Desperately trying to bring being nice in vogue.
Escape into the Offbeat Wilderness of Goa!
Pooja Akula | Mar 10, 2021
7 Breathtaking Pool Villas to Book Near Goa!
Sudip Dey | Nov 20, 2020
A Goa Trip Gone Crazy- Water Sports Edition!
Renita Sharel Pereira | Sep 11, 2020
Our Celebratory Town Hall in Goa Right before the Lockdown!
Amrita Tripathi | May 29, 2020
Missing Our Romantic Moments in Goa!
Namita Dave | Jan 20, 2023
College Trip to Goa through My Camera Lens!
Amlan Ghosh | Jan 20, 2023
A List of Must-visit Locales in North Goa for Couples
MakeMyTrip Holidays | Jan 20, 2023
Top Places to Visit in Goa Other than Beaches
MakeMyTrip Holidays | Mar 30, 2022
Flying to Australia in Time for Boxing Day? Here’s How to Jazz Up Your Holiday!
Surangama Banerjee | Nov 28, 2024
Honeymoon-Perfect Destinations in Australia
Surangama Banerjee | Nov 28, 2024
Beautiful Birthday Gift Ideas for Your Mother!
Pallak Bhatnagar | Nov 14, 2024
Druk Path Trek With the Shape Shifting Mahakala!
Sachin Bhatia | Oct 25, 2024
Perfect Birthday Presents to Delight Your Wife
Anisha Gupta | Oct 22, 2024
Celebrating Bonds: Thoughtful Diwali Gift Ideas for Friends
Anisha Gupta | Oct 23, 2024
Diwali Gift Ideas for Corporates: Light Up Your Business Relationships
Anisha Gupta | Oct 23, 2024
Thoughtful Birthday Gift Ideas for Your Dad
Pallak Bhatnagar | Oct 22, 2024