ભારતના 8 વૈભવી સ્ટર્લીંગ હોલિડે રિસોર્ટ્સ

Devika Khosla

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

વર્ષની શરૂઆત હોય કે અંત, દરેક વ્યક્તિ પોતાની રજાઓના સમયમાં રાહતનો અનુભવ કરવા, ફરીથી પોતાની દિનચર્યામાં જતાં પહેલા પોતાને રિચાર્જ કરવા માટે આદર્શ સ્થળ શોધે છે. સ્ટર્લીંગ હોલિડે રિસોર્ટ્સ ખૂબ જ ઉચ્ચ કક્ષાના હોય છે પરંતુ આજે પણ દેશમાં વિરામ સાથે આનંદ મેળવવા માટે બધાને પોસાય એવા રિસોર્ટ્સ ઉપલબ્ધ છે જે અનેક સુવિધાઓ અને સવલતો આપે છે. તમારા માટે ઉત્તમ સુવિધા અને તમારી આરામદાયક રજાઓ માટે અહીં કેટલાક રિસોર્ટ્સ વિશે જાણકારી આપી છે જે તમને તમારી રજાઓમાં ઉત્તમ અનુભૂતિ આપે છે!

મુન્નાર ટેરેસ ગ્રીન્સ, મુન્નાર

Munnar­Terrace-Greens

આ રિસોર્ટ રસદાર ચાના બગીચા અને સુગંધિત મસાલાનું વાવેતર કરવામાં આવતી ટેકરીઓ વચ્ચે આવેલું છે. આ મનોહર લેન્ડસ્કેપ વચ્ચે મુન્નાર ટેરેસ ગ્રીન્સ તદ્દન નવીનીકૃત રિસોર્ટ છે જેમાં તમારા રહેવા માટે સારી રીતે સજાવવામાં આવેલ રૂમ અને સ્યુઇટ્સ ઉપલબ્ધ છે. મહેમાનો માટે આ રિસોર્ટમાં વિવિધ પ્રકારના ભોજન પીરસતી રેસ્ટોરન્ટ પણ છે જેમાં ઉત્તર ભારતીય, ચાઇનીઝ અને કોંટિનેંટલ તથા કેરળની સ્થાનિક વાનગીઓનો તમે આનંદ માણી શકો છો. મુન્નાર ટેરેસ ગ્રીન્સ ખાતે મનોરંજન પ્રવૃત્તિઓ માટે પુષ્કળ સ્થાનો છે. જેમાં બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, વિડિઓ ગેમ ઝોન, બિલિયર્ડ, બેડમિન્ટન, કેરમ અને અને બોનફાયર રાત્રિ માટે જીવંત સંગીત કાર્યક્ર્મ અને ક્લબ હાઉસ પણ છે.
કિંમત: રૂ. 5399 પ્રતિ રાત્રિ થી શરુ*
સ્થાન: ચિન્નાકનલ, સૂર્યનેલ્લી રોડ, ચિન્નાકનલ, કેરળ 685612

Book Your Stay at Munnar Terrace GreensBook Your Stay at Munnar Terrace Greens

કોડાઈ- બાય ધ વેલી, કોડાઇકેનાલ

Kodai­ByTheValley

કોડાઇકેનાલની ટેકરીઓ વચ્ચે કોડાઈ-બાય ધ વેલી રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટ એક જહાજ જેવો આકાર ધરાવે છે. જોકે અહી આવેલા મહેમાનો તેના સુંદર સ્થાપત્ય સાથે અને આસપાસના વાતાવરણમાં એકરૂપ થઈ જાય છે. પ્રવાસીઓ અહીની પ્રકૃતિનો આનંદ માણી શકે છે. આ રિસોર્ટના રૂમ અને સ્યુઇટ્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. રૂમમાં ફ્લેટ સ્ક્રીન ટીવી અને તેની અંદર જ આપવામાં આવતી ભોજનની સુવિધા તેની વિશિષ્ટ્તા છે. ઉપરાંત મહેમાનો સાયકલ દ્વારા અથવા પગપાળા જઈને પ્રકૃતિનો આનંદ ઉઠાવી શકે છે. અન્ય મનોરંજન પ્રવૃત્તિઓમાં, બેડમિંટન, ટેનિસ, ક્રિકેટ ઝોન સાથે ઇન્ડોર બોર્ડ રમતો અને ક્લબ હાઉસ પણ છે. અહીની રેસ્ટોરન્ટમાં ભારતીય, ચાઇનીઝ, તંદૂરી અને કોંટિનેંટલ વાનગીઓ મળે છે!
કિંમત: રૂ. 4,319 પ્રતિ રાત્રિ થી શરુ *
સ્થાન: પોસ્ટ બોક્સ નં: 25, પલલાંગી રોડ, આટ્ટુવાંપત્તિ, કોડાઇકેનાલ, તામિલનાડુ 624101

Book Your Stay at Kodai – By The ValleyBook Your Stay at Kodai – By The Valley

ફર્ન હિલ, ઊટી

Ooty­FernHill

નીલગિરિના સુંદર અને મોહક પર્વતો વચ્ચે ફર્ન હિલ એક આઇકોનિક રિસોર્ટ છે જે ઊટીના ઐતિહાસિક ભૂતકાળમાં લઈ જાય છે. અહી શાંત વિસ્તારોમાં આવેલા રૂમ અને સ્યૂઇટ્સમાં પ્રવાસીઓ માટે અનેક સવલતો છે. અહીના રૂમ આરામદાયક અને વિશાળ છે જે આધુનિક બનાવવામાં આવ્યા છે. આ રિસોર્ટની રેસ્ટોરન્ટમાં સ્થાનિક નીલગીરી આદિવાસી વાનગીઓ, અવરાઈ ઉધકા, ઉટાઇકુડી ઉધકા, ઠૂપ્પાથીત્તું, ઇયરિગીટ્ટુ, ઉપરાંત ભારતીય વાનગીઓ, ચાઇનીઝ અને કોંટિનેંટલ વાનગીઓનો સમાવેશ થાય છે. ફર્ન હિલમાં બાળકો માટે પ્લે ઝોન, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, ક્લબ, મંકી ક્રોલ, બર્મા બ્રિજ અને વોલ ક્લાઇમ્બીંગ જેવી મનોરંજક પ્રવૃતિઓ અને વિકએન્ડમાં ડિસ્કોથેક પણ હોય છે.
કિંમત: રૂ. 5,309 પ્રતિ રાત્રિ થી શરુ *
સ્થાન: 73, કુંદાહ હાઉસ રોડ, ફર્ન હિલ, ઊટી, તામિલનાડુ 643004

Book Your Stay at Fern HillBook Your Stay at Fern Hill

દાર્જિલિંગ ખુશ આલય, દાર્જિલિંગ

દાર્જિલિંગ વિસ્તાર ચા ના બગીચાઓ માટે પ્રખ્યાત છે. અહીના શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં દાર્જિલિંગ ખુશ આલય રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટમાં આધુનિક સગવડતા ધરાવતા રૂમ અને સ્યુઇટ્સ છે જે અહીના વૈભવી અને સુંદર પહાડોમાં તમારું રોકાણ આરામદાયક બનાવે છે. આ રિસોર્ટ તમામ વયના મહેમાનો માટે આનંદદાયક છે કારણ કે અહી નજીકમાં આવેલા આશ્રમોમાં જઈને તમે સાંસ્કૃતિક આનંદ મેળવી શકો છે. અને જો માતપિતા એકલા ફરવા ઈચ્છે છે તો તેઓ પોતાના નાના બાળકોને અહીની બેબી કેર સેન્ટરનો લાભ લઈ શકે છે. અન્ય મનોરંજન સુવિધાઓમાં ચાઇલ્ડ પ્લે ઝોન, વિડિઓ ગેમ ઝોન સાથે ક્લબ હાઉસ પણ છે. આ રિસોર્ટમાં આવેલી જનરલ લોઈડ રેસ્ટોરન્ટ ભારતીય અને કોંટિનેંટલ વાનગીઓ સાથે તિબેટીયન અને ચાઇનીઝ વાનગીઓ પણ પીરસે છે.
કિંમત: રૂ. 5,399 પ્રતિ રાત્રિ થી શરુ *
સ્થાન: ઘૂમ મઠ રોડ, ઘૂમ, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ 734102

Book Your Stay at Darjeeling Khush AlayaBook Your Stay at Darjeeling Khush Alaya

લોનાવાલા અંડર ધ ઓવર, લોનાવાલા

under-the-over-lonavla

લોનાવાલા હિલ સ્ટેશન મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ રજાઓ ગાળવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહી આવેલ લોનાવાલા અંડર ધ ઓવર રિસોર્ટમાં આવેલા રૂમ દરેક આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે જે તમને રજાઓમાં આરામદાયક રોકાણની ખાતરી આપે છે. રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પણ છે અને અને આસપાસના પર્વતીય વિસ્તારોમાં ફરવા માટે કે સ્થાનિક સાઇટસીઇંગ માટે ટ્રાવેલ ડેસ્ક દ્વારા પ્રવાસો ગોઠવી શકો છો, ઉપરાંત સમગ્ર દિવસ અલગથી ફરવા માટે પણ અહી વાહનો ઉપલબ્ધ છે. લોનાવાલા અંડર ધ ઓવરમાં મલ્ટી કુસીન રેસ્ટોરન્ટ સ્વાદના શોખીનો માટે ઉપયોગી છે, અને અહી આવેલા મહેમાનોને આનંદ કરવા માટે અને તેમની રજાઓમાં ભવ્ય રોકાણનો અનુભવ કરાવે છે.
કિંમત: રૂ. 4,319 પ્રતિ રાત્રિ થી શરુ *
સ્થાન: 107, ખત્રી પાર્ક, પુણે રોડ, મનશક્તિ કેન્દ્ર પાસે, લોનાવાલા, મહારાષ્ટ્ર 410401

Book Your Stay at Lonavala Under The OverBook Your Stay at Lonavala Under The Over

ગોવા ક્લબ એસ્તાડિયા, ગોવા

goa-club-estadia-goa

ગોવા ક્લબ એસ્તાડિયા રિસોર્ટ સ્પેનિશ-હસીએન્દા શૈલીનું સ્થાપત્ય ધરાવે છે. તે પ્રખ્યાત દરિયા કિનારાના વિસ્તાર નજીક પરંતુ ઉત્તર ગોવાના શાંત ખૂણામાં દૂર સ્થિત છે. આ રિસોર્ટમાં વિશાળ જગ્યા ધરાવતા રૂમ અને સ્યુઇટ્સ, જે ઉત્તમ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે. આ રિસોર્ટમાં પામના વૃક્ષો સાથે સ્વીમિંગ પુલ અને બાળકો માટે અલગ સ્વીમિંગ પૂલ પણ છે. તમે પામના વૃક્ષો નીચે આરામ કરી શકો છો. અહી આવેલી રેસ્ટોરન્ટમાં પ્રવાસીઓ તાજા સીફૂડની વાનગીઓ અને ગોવાની સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણી શકે છે!
કિંમત: રૂ. 8000 પ્રતિ રાત્રિ થી શરુ *
સ્થાન: પીડીએ કોલોની, અલ્ટો પોવોરિમ, બાર્ડેઝ, ગોવા 403521

Book Your Stay at Goa Club EstadiaBook Your Stay at Goa Club Estadia

ટ્રીટોપ રિવરવ્યૂ, કોર્બેટ                                                                                                       

treetop-riverview-corbett

સર્પાકાર વહેતી રામગંગા નદીના કિનારે અને હિમાલયની તળેટીમાં આવેલ ટ્રીટોપ રિવરવ્યૂ રિસોર્ટ સુંદર અને વિશાળ જગ્યામાં આવેલું છે અને તે અહી આવતા મહેમાનોને જંગલનો નૈસર્ગિક અનુભવ કરાવે છે અને સાથે રહેવા માટે વૈભવી અને ઉત્તમ રૂમ અને સ્યુઇટ્સની સગવડ આપે છે. આ રિસોર્ટમાં અન્ય સુવિધાઓમાં સ્વિમિંગ પૂલ, ટ્રાવેલ ડેસ્ક અને ઉત્તમ શાકાહારી અને માંસાહારી વાનગીઓ તેમજ સાંજે બાર્બેક્યું પીરસતી રેસ્ટોરન્ટ પણ આવેલી છે. ટ્રીટોપ રિવરવ્યૂ રિસોર્ટ તમને જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં જંગલ સફારી માટે વ્યવસ્થા પણ કરી આપે છે. આ રિસોર્ટમાં આનંદિત રીતે રાત પસાર કરવા માટે અનેક ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ અને ટ્રેન્ડી પુલસાઈડ લાઉન્જ પણ આવેલ છે.
કિંમત: રૂ. 4,499 પ્રતિ રાત્રિ થી શરુ *
સ્થાન: જિમ કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, શંકર, મેરચૂલા, ઉત્તરાખંડ 244715

Book Your Stay at Treetop RiverviewBook Your Stay at Treetop Riverview

મસૂરી ડાન્સિંગ લીવ્સ, મસૂરી

આ વિસ્તારની દૂન ખીણના અદભૂત લોકેશન પર, ગઢવાલ હિમાલયમાં મસૂરીમાં એક ટેકરી પર મસૂરી ડાન્સિંગ લીવ્સ રિસોર્ટ આવેલો છે. વિશાળ જગ્યા ધરાવતો આ રિસોર્ટ તેના સુંદર અને સરસ રીતે બનાવેલ રૂમ અને સ્યુઇટ્સમાં બાલ્કની ધરાવે છે જેથી અહી આવેલા મહેમાનો તેમની આસપાસની ભવ્ય સુંદરતા માણી શકે. આ રિસોર્ટ વયસ્કો અને બાળકો બંને માટે સુવિધાઓ ધરાવે છે. બાલો માટે પ્લે ઝોન, ઇન્ડોર  ગેમ્સ, પુસ્તકાલય અને સંગીતમય રાત્રિનો અનુભવ, ક્લબ રૂમ સહિત અનેક મનોરંજક પ્રવૃત્તિઓ માટેની વ્યવસ્થા છે. અહી આવેલી વુડસ્ટોક રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારના ભોજનનો સ્વાદ તમે માણી શકો છો અને અહી તમારા ઓર્ડર મુજબ જૈન વાનગીઓ પણ પીરસવામાં આવે છે.
કિંમત: રૂ. 4,949 પ્રતિ રાત્રિ થી શરુ *
સ્થાન: રાધા ભવન એસ્ટેટ, સરક્યુલર રોડ, મસૂરી, ઉત્તરાખંડ 248179

Book Your Stay at Mussoorie Dancing LeavesBook Your Stay at Mussoorie Dancing Leaves


સ્ટર્લીંગ હોલિડે રિસોર્ટ્સ તમારી રજાઓમાં આનંદની અનુભૂતિ કરાવશે અને જ્યારે તમે વર્ષના અંતમાં લાંબી રજાઓ માટે જાઓ છો ત્યારે આ રિસોર્ટ્સ તમારી રાજાઓને યાદગાર બનાવશે!


*ઉપર જે કિંમતોનો ઉલ્લેખ કર્યો છે તે આપવામાં આવેલી આશરે કિંમતો છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.