ભારતમાં સૌથી વધુ લાક્ષણિક વારસાગત મિલકતોમાં બનેલી પ્રાચીન હોટેલો આવેલી છે. જયારે આપણે વારસો શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણાં મનમાં હંમેશા ભવ્ય હોટેલોમાં રૂપાંતરિત કરવામાં આવેલા ભવ્ય મહેલોની છબીઓ ઊભરી આવે છે, ભારતમાં એવા અનેક પ્રાચીન ઘરો, વસાહતો અને કિલ્લાઓ છે જે પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેમાં ભવ્ય હોટેલો બનાવવામાં આવી છે, અહીં રહેવાની મજા જ અલગ છે. તો હવે તમારી આગામી રજાઓમાં અમે દર્શાવેલા આ 5 વારસાગત ગુપ્ત સ્થળોએ જવાનું નક્કી કરો, અમે ખાતરી આપીએ છીએ કે તમે આ સ્થળોની ભવ્યતા જોઈને મુગ્ધ થઈ જશો...
સીજીએચ અર્થની આ આકર્ષક મિલકત, બ્રન્ટન બોટયાર્ડ ઐતિહાસિક વારસો ધરાવે છે, જે 1895 માં બાંધવામાં આવી હતી અને તે સમયે કોચિન ડચ કોલોની હતી. જીઓ બ્રન્ટનની યાદમાં આ ભવ્ય હોટેલનું નામ રાખવામાં આવ્યું છે કે જેઓ તે સમયના જહાજ ઉત્પાદક હતાં અને તેમનાંજ વિક્ટોરિયન શિપયાર્ડમાં આજે બ્રન્ટન હોટેલ ધમધમી રહી છે. તેનું ડચ-પોર્ટુગીઝ શૈલીનું સ્થાપત્ય આકર્ષક છે, અને તેમાં લાકડાંના બીમ અને ટેરાકોટા ટાઇલ્સ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 5 સ્ટાર હોટેલના તેના ભવ્ય વારસાના પ્રભાવ માટે પ્રખ્યાત છે. બ્રન્ટન બોટયાર્ડમાં 26 રૂમ અને સ્યૂટ્સ છે જે દરિયાની બિલકુલ સામે છે જેમાં ચાર સ્તંભીય પલંગ જેવાં વસાહતી-શૈલીના આંતરિક ભાગો આવેલા છે. એ ઉપરાંત આઉટડોર પૂલ અને સ્પા જેવી અનેક મનોરંજક સગવડો સાથે, આ હેરિટેજ હોટલમાં પીરસાતી વાનગીઓમાં સ્થાનિક તેમજ પોર્ટુગીઝ, ડચ અને ઇંગ્લીશ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. બ્રન્ટન બોટયાર્ડ ખાતે તમારા રોકાણમાં વિવિધતા અને આકર્ષણ ઉમેરવા માટે, આ હોટેલ કોચીન બંદર ખાતે સુંદર સૂર્યાસ્ત જોવા માટે ફ્રી જહાજની સુવિધા, સાયકલ પર ફરવા માટેની સગવડ, યોગના સત્રો અને રસોઈ પ્રદર્શનની પણ સગવડ આપે છે.
Book Your Stay at Brunton Boatyard
જે લોકો કોલકાતાને કલકત્તાથી ઓળખે છે તેઓ જાણતા હશે કે ઓબેરોય ગ્રાન્ડ ચોવરિંધીના હૃદયમાં આવેલ એક પ્રતિષ્ઠિત જગ્યા છે જે શહેરના સમૃદ્ધ અને વિકસિત પામેલા સાંસ્કૃતિક ભૂતકાળને પ્રતિબિંબિત કરે છે. 1800 ના દાયકાથી રાજકારણીઓ અને રાજ્યોના વડાઓ વારંવાર અહીં આવે છે, માટે આ ભવ્ય હોટેલમાં આવેલું ગ્રાન્ડ બોલરૂમ રાજ્યાભિષેકનું સ્થળ બની ગયું છે. આજે પણ, ઓબેરોય ગ્રાન્ડ વૈભવી આતિથ્ય માટે પ્રખ્યાત છે અને તમે તેની લોબીમાં લટાર મારતાં મારતાં તેનો પ્રભાવ અને વૈભવ જોઈ શકો છો, જ્યાં પ્રભાવશાળી ઝુમ્મર અને એક સદીની જૂના લાકડાની હાથબનાવટનો પિયાનો તેની ભવ્યતાને દર્શાવે છે. ધ ઓબેરોય ગ્રાન્ડમાં ભવ્ય અને વૈભવી રૂમ અને સ્યૂટ્સ છે અને આ હોટેલની અન્ય સવલતોમાં ઓબેરોય સ્પાનો પણ સમાવેશ થાય છે, જે આ હોટેલની વસાહતી શૈલી દર્શાવે છે, ઉપરાંત આઉટડોર સ્વિમિંગ પૂલ અને અદ્યતન ફિટનેસ સેન્ટર પણ છે. ઓબેરોય ગ્રાન્ડ તેના રેસ્ટોરાં અને બાર લા ટેરેસી માટે પ્રસિદ્ધ છે, જે ફ્રાન્સ શૈલીના નાસ્તા પીરસે છે, બાન થાઈ રેસ્ટોરાં એવોર્ડ વિજેતા થાઈ રસોઈ પીરસે છે અને ચોવરિંધી બાર તમને વિતેલા જમાનાના રાજાશાહી દિવસોનો અનુભવ કરાવશે.
Book Your Stay at The Oberoi Grand
નીમરાના હોટેલ્સની માલિકીની આ ભવ્ય ઐતિહાસિક મિલકત, જે લે કોલોનિઅલ કહેવામાં આવે છે તે 16 મી સદીનું બ્રિટન સંસ્થાનવાદી મકાન છે જેને હવે એક હેરિટેજ હોટલમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ભવ્ય ભૂતકાળની યાદ અપાવતી આ મિલકત, લે કોલોનિઅલ એક સમયે વાસ્કો ડિ ગામા અને સેન્ટ ફ્રાન્સીસ જેવા મહાન ઐતિહાસિક લોકોનું ઘર હતું. અહીંના રૂમના નામ ટીપુ સુલ્તાન, વાઇસરોય અને મેજર પેટ્રી જેવા મહાન પાત્રોના નામ પરથી રાખવામાં આવ્યા છે અને આ રૂમના આંતરિક ભાગો સાગના લાકડાની પેનીંગ, રૂમના મોટા અને વિશાળ વરંડા અને મોટા પોસ્ટર બેડ ભૂતકાળના તે યુગની લાક્ષણિકતા દર્શાવે છે. આ ભવ્ય વૈભવની સાથે સાથે, અહીં ગાર્ડન પૂલ અને સ્પા જેવી સુવિધાઓ પણ છે, અને રૂમની સાથે આગળના ભાગમાં ફળિયું અને પ્રાચીન શૈલીના ડાઇનિંગ રૂમ જેવી સુવિધાઓ પણ છે જે લે કોલોનિયલના આકર્ષણમાં વધુ ઉમેરો કરે છે.
ગઢવાલ હિમાલયના પર્વતોમાં આવેલ અને 'ખીણની રાણી' મસૂરી, એક જમાનામાં ઉનાળામાં બ્રિટિશ લોકોનું ફરવાનું સ્થળ હતું. તેઓ અહીં પોતાનું ઉનાળુ વેકેશન પસાર કરવા માટે આવતા હતા. આ નગરમાં મસૂરી પુસ્તકાલય, ગન હિલ અને ઊંટની પીઠના આકારનું કબ્રસ્તાન સહિત અનેક ઐતિહાસિક સીમાચિહ્નો આવેલા છે, 1840 ના સમયની ખાનગી સંપત્તિઓ આવેલી છે. બ્રિટીશ વસાહતી શાસન દરમિયાન મસૂરીમાં સૌથી પ્રસિદ્ધ અને વૈભવી હોટેલો બાંધવામાં આવી હતી. 1902 માં આઈરિશ બૅરિસ્ટર, સેસિલ ડી. લિંકન દ્વારા બાંધવામાં આવેલી હોટેલ ધ સેવોય, આજે ફોર્ચ્યુન ધ સેવોય તરીકે ઓળખવામાં આવે છે. આ હોટેલમાં પ્રાચીન સમયની વિવિધતા અને આધુનિક સમયની સુખ-સગવડોનો સમાવેશ થાય છે. આ હોટેલમાં ઇંગ્લીશ ગોથિક સ્થાપત્યની ઐતિહાસિક ભવ્યતા પુનઃજીવિત કરવામાં આવી છે. આ હોટલમાં 50 રૂમ અને સ્યૂટ્સ છે, હોટેલમાં તમે પરંપરાગત હાઇ ટીનો આનંદ લઈ શકો છો. ફોર્ચ્યુન ધ સેવોય ઇતિહાસ અને વારસાનું પ્રતિક છે જે તમને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરી દેશે.
Book Your Stay at Fortune the Savoy
થાર રણ વચ્ચે આવેલ જેસલમેર રાજસ્થાનનું સોનેરી શહેર અને રાજસ્થાનનો સૌથી મોટો વારસો ગણાય છે. આ રાજ્યના અન્ય સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિની જેમ જ, જેસલમેરમાં પણ સ્થાપત્યની અદ્દભુત અજાયબીઓ આવેલી છે જેમાં જેસલમેરનો ભવ્ય ઊંચો કિલ્લો અને અનેક પ્રાચીન હવેલીઓ નો સમાવેશ થાય છે. આ બધા વચ્ચે એક રત્નની જેમ સૂર્યગઢ આવેલું છે. જ્યાં ભવ્ય કિલ્લેબંધ મહેલ હતો તે હવે એક વૈભવી હોટલમાં પરાવર્તિત થઈ ગયો છે. પ્રાચીન અને આધુનિક સગવડોના મિશ્રણ સાથેના રૂમ, સ્યૂટ્સ અને હવેલીની કાવ્યાત્મક શૈલી ખરેખર અદ્દભુત છે અને તે શાહી શાન દર્શાવે છે. હોટેલની અન્ય સુવિધાઓમાં ક્રિડા કેન્દ્ર, સ્વિમિંગ પૂલ અને સ્પાનો સમાવેશ કરે છે. સૂર્યગઢમાં વાનગીઓ માટે ખાસ આકર્ષણ હોય છે અને પરંપરાગત રાજસ્થાની વાનગીઓ ગૌરવ અને આનંદ સાથે અહીં પીરસવામાં આવે છે. પરંપરાગત વાનગીઓ ઉપરાંત કોલસાની શગડીનો ઉપયોગ કરીને રસોઈયા વિવિધ રાજપૂતાના વાનગીઓ બનાવે છે જે તમને ચોક્કસ સ્વાદિષ્ટ લાગશે. સૂર્યગઢમાં તમારા રોકાણ દરમિયાન અહીંના ઉમદા અને ઉષ્માભર્યા આતિથ્ય વચ્ચે તમને શાહી ઠાઠનો અનુભવ થશે!
Brunton Boatyard, Cochin: A Colonial Waterfront Retreat
Namrata Dhingra | Mar 15, 2018
Best Kept Secret! India's 5 Hidden Heritage Properties
Devika Khosla | Sep 26, 2017
Encounter MP’s Wildlife Wonders at These Wow Jungle Resorts!
Surangama Banerjee | Mar 3, 2020
Experience Seekers Alert! These 7 Dreamy CGH Earth Resorts Are for You
Surangama Banerjee | Dec 26, 2019
Luxury Hotels in New South Wales that Offer the Best Window Views
Namrata Dhingra | Oct 17, 2019
Your Guide to Enjoying the Best Daycation in Delhi NCR!
Devika Khosla | Mar 17, 2020
Live the Luxe Life with an Experiential Stay at the Postcard Hotels!
Tabassum Varma | Aug 9, 2019
Pick These Unconventional Properties, to Holiday in Goa the Postcard Way!
Sunny Mishra | Aug 21, 2019
Whispering Palms Beach Resort Goa: A Dreamy Beachfront Stay
Surangama Banerjee | May 6, 2019
Top Hotels in Navi Mumbai for a Splendid Stay
Tabassum Varma | Apr 30, 2019