ભારતના 10 તીર્થસ્થાનો, જેની અચુક એક મુલાકાત લેવી જોઈએ

Prachi Joshi

Last updated: Nov 29, 2017

દુનિયાભરમાંથી હજારો લોકો આધ્યાત્મિક ઉન્નતિ માટે ભારત આવે છે. યોગાનુયોગ, મોટાભાગના તીર્થસ્થાનોની જગ્યાએ આસ્થાની અનુભૂતિ સાથે અજોડ કુદરતી સૌંદર્ય પણ મળે છે. મંદિરો અને તીર્થસ્થાનોની ભૂમિ ભારતમાં અમે ટોચના 10 તીર્થસ્થાનો પસંદ કર્યા છે.

શિરડી

shirdi
Image Courtesy: Shri Sai Baba Sansthan Official Website

 

મહારાષ્ટ્રમાં આવેલી પવિત્ર નગરી શિરડી કેટલાક ચમત્કારો સાથે સર્વધર્મના અનુયાયીઓમાં આસ્થા જગાડનારા સાઈબાબાના પર્યાયરૂપ બની ગઈ છે. આ દેવસ્થાનમાં આખુ વર્ષ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે અને ખાસ કરીને રામનવમી, ગુરુપૂર્ણિમા તેમજ વિજ્યાદશમી સહિતના મુખ્ય તહેવારોની વિશેષ ઉજવણી થાય છે.

Book Your Pilgrimage to Shirdi Here

તિરુપતિ

તિરુપતિની નજીકમાં આવેલું તિરુમાલા વેંકટેશ્વર દેવસ્થાન ભારતના સૌથી પવિત્ર તીર્થમાંથી એક છે. અહીં ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વેંકટેશ્વરનું મંદિર આવેલું છે. લાખો યાત્રાળુઓ દર વર્ષે અહીં દર્શાનાર્થે આવે છે ઓક્ટોબર મહિનામાં નવ દિવસ માટે બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Book Your Pilgrimage to Tirupati Here

રામેશ્વરમ

rameswaram

રામેશ્વરમમાં આવેલું રામનાથસ્વામી મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને ચારધામની યાત્રામાંથી એક ધામ પણ છે. પંબન ટાપુ પર આ મંદિર આવેલું છે અને ભારતની મુખ્યભૂમિ સાથે એક પુલથી જોડાયેલું છે. જો તમે પવિત્ર સ્થળોની યાત્રા કરતા હોવ કે ન કરતા હોવ, પણ રામેશ્વરમની મુલાકાત અચુક એક વખત લેવી જોઈએ. મહાશિવરાત્રી અને નવરાત્રીનું અહીંના લોકોમાં વિશેષ મહત્વ છે.

Book Your Pilgrimage to Rameswaram Here

સોમનાથ અને દ્વારકા

દરિયાકાંઠે આવેલા મનોરમ્ય દ્વારકા અને સોમનાથ વાસ્તવમાં પ્રેરણાદાયક તીર્થધામ છે. ચારધામ યાત્રામાં એક ધામ દ્વારકા પણ છે. આ નગરી જગત મંદિરનું ગૃહસ્થાન છે. આ સ્થાન ભગવાન કૃષ્ણના મંદિર દ્વારકાધીશ માટે પણ ખાસ ઓળખાય છે. સોમનાથ મંદિર એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે.

Book Your Pilgrimage to Somnath and Dwarka Here

વૈષ્ણો દેવી

ભારતના ધાર્મિક તીર્થસ્થાનોમાંથી એક મહત્વનું તીર્થ જમ્મુમાં કતરા નજીક આવેલું વૈષ્ણો દેવીનું મંદિર પણ છે. 5300 ફૂટની ઊંચાઈએ આવેલા આ મંદિર પર કઠીન ચડાણ બાદ પહોંચી શકાય છે. આ મંદિર માતા શક્તિને સમર્પિત છે અને 51 શક્તિપીઠમાંથી એક છે. અહીં ઉજવાતા તહેવારોમાં નવરાત્રી સૌથી મોટો તહેવાર છે.

Book Your Pilgrimage to Vaishno Devi Here

પુરી

ઓડિશામાં દરિયાકાંઠે વસેલી પવિત્ર નગરીમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરનું આવેલું છે. ભગવાન જગન્નાથના મંદિરથી નીકળતી રથયાત્રામાં દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિરથી દરિયાના પાણી સુધીની જળયાત્રાની અહીં ઉજવણી કરવામાં આવે છે.

Book Your Pilgrimage to Puri Here

અમૃતસર

amritsar

પાણીમાં જોવા મળતું સુવર્ણમંદિરનું ધ્યાનાકર્ષક પ્રતિબિંબ, ગુરુ ગ્રંથ સાહિબના વાંચનનો નિર્મળ અવાજ, શાંતિપૂર્ણ માહોલ – આ બધુ જ એક સાથે મેળવવા માટે અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર (હરમિન્દર સાહિબ)ની એક વખત અચૂક મુલાકાત લેવી જોઈએ. અહીં લંગરમાં જમવાનો લ્હાવો પણ ચુકવા જેવો નથી. દરરોજ હજારો યાત્રાળુઓ તેનો લાભ લે છે. ગુરુનાનક જયંતિ અને વૈશાખી અહીં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક ગણાય છે.

અજમેર

અજેમરમાં આવેલી સુફી સંત મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ શરીફ, બોલિવૂડની હસ્તીઓમાં ખૂબ જ લોકપ્રિય હોવાથી ઘણી હસ્તીઓ તેમની દરેક ફિલ્મની રિલિઝ પહેલા તેની સફળતા માટે અહીં માથુ ટેકવે છે. હજારો યાત્રાળુઓ તેમની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ચાદર ચડાવવા આવે છે. સુફી સંતની સ્મૃતિમાં અહીં દર વર્ષે ઉર્સનો તહેવાર ઉજવાય છે.

વધુ વાંચો: વર્ષ 2017-18માં રાજસ્થાનમાં તહેવારો અને મેળા

મથુરા

ભગવાન કૃષ્ણની જન્મભૂમિ તરીકે ઓળખાતી મથુરા નગરી અને નજીકમાં જ આવેલું વૃંદાવન નટખટ ભગવાન શ્યામના હજારો મંદિરોની ભૂમિ છે. કેશવ દેવ મંદિર અને બાંકે બિહારી મંદિર અહીંના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંથી એક ગણાય છે. જન્માષ્ટમી અને હોળી દ્વારકામાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક છે.

વારાણસી

varanasi

પ્રાચીન નગરી વારાણસી સૌથી પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે અને અહીં ગંગા નદીના કાંઠે કેટલાક ખ્યાતનામ મંદિરો આવે છે. કાશી વિશ્વનાથ મંદિર અને સંકટ મોચન મંદિર આ નગરીમાં આવેલા બે મુખ્ય મંદિર છે. ભારતમાં ભવ્ય વારસો ધરાવતી આ નગરીમાં ગંગા મહોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.

Here listed are all pilgrimage packages, book now!

 

More Travel Inspiration For Varanasi