હવે માણો: ભારતની 4 જગ્યા પર વિદેશનો અનુભવ

Pallavi Siddhanta

Last updated: Sep 24, 2019

Want To Go ? 
   

ભારતે સ્વતંત્રતા મેળવી ત્યાં સુધી, 16 મી સદીથી જ ભારતમાં વિદેશી સામ્રાજ્યોનો વસવાટ રહ્યો છે. આજે પણ, જ્યાં તેઓ રોકાયા હતા ત્યાં તેમના મૂલ્યો, સ્વાદ અને સંસ્કૃતિ જીવિત છે. તેથી, જો તમે સાચી પોર્ટુગીઝ અથવા ફ્રેન્ચ સંસ્કૃતિના અનુભવ નમૂનો જોવા માંગતા હોય પરંતુ તેટલે દૂર સુધી મુસાફરી કરવાનો સમય નહિં હોય, તો ભારતના તે પ્રદેશોની મુલાકાતકરો જ્યાં તેઓએક સમયે રોકાયા હતા. તમને નિરાશા મળશે નહિં!

ક્યાં જાઓ: પોંડિચેરી

શા માટે: ફ્રેન્ચ સંસ્કૃતિના અનુભવ માટે

Pondicherry, Foreign Experiences in India

 

પોંડિચેરીમાં ફ્રેન્ચ 1954 સુધી લોકોનો વસવાટ હતો, અને અત્યાર સુધી ત્યાંની સંસ્કૃતીમાં ફ્રાન્સની ઝલક દેખાઇ આવે છે. આપને પસંદ પડે તેવું ફ્રેન્ચ સ્થાપત્ય, ફ્રેન્ચ ખોરાક, ખરીદી માટે - ફ્રેન્ચ જરૂરિયાતની વસ્તુઓ જોવા મળશે. કોસ્ટની નજીકના અંતરમાં સ્થિત સફેદ અને બ્રાઇટ મસ્ટર્ડ રંગની બાહ્ય દિવાલ વાળા ઘર અને બોગેનવિલા ઉગાડતા સફેદ બંગલા, પોંડિચેરીના ફ્રેન્ચ નિવાસ ના લક્ષણોને વ્યાખ્યાયિત કરે છે. પોંડિચેરીનું પ્રાથમિક આકર્ષણ, ઑરોવિલને, સિટી ઑફ ડૉન તરીકે પણ ઓળખાય છે અને તેને એક ફ્રેન્ચ આર્કિટેક્ટદ્વારા એવી રીતે રચાવાયુ હતુ કે એવું લાગે પોંડિચેરીમાં એક નાનકડું શહેર સ્થિત હોય.  ધ ચર્ચ ઑફ સેકરેડ હાર્ટ ઑફ જીઝસને ખ્રિસ્તના જન્મની વાર્તા કહેતી ભીંતચિત્રો સાથે ગોથિક શૈલીમાં બાંધવામાં આવ્યું છે. પોંડિચેરીમાં હજુ પણ બેકરીને બોલંગેરી કહેવામાં આવે છે, અને આપના હૃદયને સ્પર્શી લે તેવી પોચી ક્રેપ્સ સર્વ કરાય છે.

પોંડિચેરીની સંપૂર્ણ ભવ્યતાનો આનંદ માણવા માટે, આત્મીયતા સાથે શહેરને એક્સપ્લોર કરો અને થોડા સપ્તાહ અહીં જરૂર વિતાવો. ફ્રેન્ચ સંસ્કૃતીથી પ્રેરિત પોંડિચેરીમાં લાંબી લટાર અને સાઇકલની સવારી આપ ક્યારેય વિસરી શકશો નહિં.

Book Your Flight to Chennai Now!

ક્યાં જાઓ: ગોવા

શા માટે: એક પોર્ટુગીઝ જીવનશૈલી નો અનુભવ માણવા 

se-cathedral-goa

આહા, ગોવા. 1510-1961 સુધીની એક પોર્ટુગીઝ કોલોની, ગોવામાં 450 વર્ષ સુધી પોર્ટુગીઝ શાસન હતું. જેમ ભારતમાં અંગ્રેજ શાસનના નિશાન જીવિત છે તેમજ ગોવામાં પોર્ટુગીઝ શાસકોની સંસ્કુતી હજુ સુધી જીવિત છે. અનોખા રસ્તા, જૂના પોર્ટુગીઝ વિલા અને અવનાવ ચર્ચ આપણે સહુને ગોવામાં વસેલી પોર્ટુગીઝ સંસ્કૃતીનું સ્મરણ કરાવે છે. સેન્ટ કજેટન ચર્ચ અને સેન્ટ અગસ્ટીન ચર્ચ પોર્ટુગીઝ દ્વારા બંધાયેલા વિશઆળ મોટા ચર્ચની યાદગીરી તરીકે હાજર છે. અહીં, પોર્ટુગીઝ વાતાવરણનો અનુભવ કરવા માટે સેન્ટ કૅથરીન્સ ચૅપલ, પોર્ટુગીઝ દ્વારા બંધાયેલું પ્રથમ ચૅપલ છે. લોકલ ગોવાના ઘરોમાં, ખાસ કરીને તેમના દરવાજા અને બારીમાં, પોર્ટુગીઝ સ્થાપત્યના આદર્શ છે અને જોવા લાયક એક અનોખું આકર્ષણ છે. મસ્ટર્ડથી લઈને ફીકો જાંબુડિયો રંગ અને ગુલાબી થી લઈને લેમન ગ્રીન રંગ બાહરી રંગીન પૅલેટ આપને પોર્ટુગીઝ રીપબ્લિકના રસ્તા પર જોવા મળે છે.તમને ફાઉન્ટેનહાસ વિલેજમાં આકર્ષક જૂના પોર્ટુગીઝ ઘર જોવા મળે છે.

સલાહ: પોર્ટુગીઝ જીવન અને જીવન-શૈલી જોવા માટે, કાસા અરાઉજો અલ્વારેસ નામે જાણીતું, 250 વર્ષ જૂનુ પોર્ટુગીઝ-શૈલીનુ વિલા જોવા માટે, પોન્ડા સિટી નજીક, લોટોલિમ તરફ જાઓ. વિઝિટરોને જોવા માટે ઉપલબ્ધ, આ વિલા ફર્નિચર, વાસણો, ડેકોર અને વધુની એક ઝલક બતાવે છે.

Book Your Flight to Goa Now!

ક્યાં જાઓ: ટ્રાંકેબાર

શા માટે: ડૅનિશ કોલોની ના ગ્રામ્ય જીવનનો અનુભવ માણવા

Tranquebar, Danish Experience

 

1620 થી ટ્રાંકેબારમાં ડૅનિશ કોલોની બનાવાઇ હતી, અને પછી ડચઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ટેક ઓવર કરાઇ હતી. જેવુ તમે ગામમાં દાખલ થાઓ, ત્યારથી જ ડૅનિશ આકર્ષૃણવાળો એક બસો વર્ષ જૂનો દરવાજો જોઈને ગામનો ઇતિહાસ દેખાઈ આવે છે. ત્યાંની મુખ્ય ગલી, જે કિંગ્સ સ્ટ્રીટ, ક્વીન્સ સ્ટ્રીટ અને ઍડમાઇરલ સ્ટ્રીટ ના નામે ઓળખાય છે, તેઓ ટ્રાંકેબારના જૂના દિવસોની વાર્તાનું વર્ણન કરે છે. ડૅનિશ ફોર્ટ, ડૅનિશ આર્ટિફૅક્ટનું સંગ્રહાલય છે અને તે જૂના કોલોનિયલ ઘરજેવું છે. આ ગામમાં ડૅનિશ પેસ્ટ્રી મળવુ અઘરુ છે, પણ ટ્રાંકેબારના સીફૂડ પ્લૅટર ખૂબ જ ટેસ્ટી હોય છે. ટ્રાંકેબારને ‘તરંગમબાડી’ ના નામે પણ ઓળખાય છે, જેનો તમિલમાં અર્થ થાય છે, ગીત ગાતા મોજામી દુનિયા. નદિ કિનારે, પવનથી ઉડતા વાળ સાથે આ કોલોનિયલ ગામનો અનેરો આનંદ માણો.

Book Your Flight to Chennai Now!

ક્યાં જાઓ: દમણ

શા માટે: પોર્ટુગીઝ-શૈલીના  જીવનનો આનંદ માણવા

The Old Portuguese Colony, Daman

1961 માં ભારતીય પ્રદેશ તરીકે પોર્ટુગીઝ પાસેથી પરત મેળવેલ દમણ પોતાની સંસ્કૃતિમાં ભરપૂર પોર્ટુગીઝ પ્રભાવ ધરાવે છે. દમણ ના બે ભા છે - મોટી દમણ અને નાની દમણ. નાની દમણ, અથવા દમણના નાના ભાગમાં ટૂરિઝમ ખૂબ જ વિકસિત છે જ્યા ઘણી રેસ્ટોરન્ટ અને રહેવા માટેની જગ્યાઓ છે. મોટી દમણ, અથવા દમણના મોટા ભાગમાં એક નાનકડું શહેર વસ્યું છે. બે ચર્ચ,સેન્ટ પૉલ ચર્ચ, અને બૉન જીસસ કૅથેડ્રલ ને અંદર મોટાભાગે નકાશીકામ વાળા કમાનાકાર પ્રવેશદ્વારો તેમજ રંગીન કાચ વાળા આંતરિક ભાગો સાથે પોર્ટુગીઝ શૈલી માં બનાવવામાં આવેલ છે. જો તમને રાત્રે ચંદ્રના અંજવાળા માં બીચ પર જવું ગમતું હશે તો દમણની દીવાદાંડી તમારું ધ્યાન જરૂર ખેંચશે. અહીં થોડી રેસ્ટોરન્ટ પોર્ટુગીઝ આહાર પીરસે છે, જે એક અનેરો જ અનુભવ છે!

Book Your Flight to Mumbai Now!

More Travel Inspiration For Pondicherry