ભારતમાં સાહસિક યાત્રા કરવા માટે તમારે યુવાન હોવું જરૂરી નથી!

Rachita Verma

Last updated: Jul 17, 2017

Author Recommends

Do

Uttrakhand: Trek to the Valley of Flowers
J&K: Adventure enthusiasts should try the famous Chadar Trek
Sikkim: Take a cycling tour of the Indian North East

See

Jaipur: Experience the royalty at Amber Fort, Jal Mahal, Hawa Mahala and so many others
Bhutan: Explore nature, visit monasteries and take in the beauty of quaintness of Bhutan

Click

Jaipur: A selfie as you float with the clouds on a hot air balloon
Bhutan: You and the beauty of nature all around you

Want To Go ? 
   

ઘણા લોકો કહે છે કે વૃદ્ધવસ્થામાં સાચવીને રહેવું જોઈએ અને સાહસથી દૂર રહેવું જોઈએ, આવું કહીને અનેક લોકો પોતાના પ્રવાસને આનંદ, ઉત્તેજના અને સાહસથી દૂર કરી લે છે. અનેક આધેડ વ્યક્તિઓ પોતાનું  માથું નકારમાં હલાવીને કહેશે કે 'જ્યારે તમારી પાસે ફરવાના સુરક્ષિત વિકલ્પ મોજૂદ છે તો પછી શા માટે તમારે સાહસિક બનવાનો પ્રયાસ કરવો જોઈએ? જો કે હું આ વિશે અલગ મત ધરાવું છું! આપણે આપણાં જીવનનો આનંદ લઈને દરેક નવા સાહસ સાથે પોતાનામાં રહેલી યુવાનીને ઉજાગર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેથી શા માટે આપણે આપણી વયની મર્યાદાને એક બંધન બનાવીએ? તો ચાલો આવો અને ભારતના તમામ વય જૂથોના લોકો માટે યોગ્ય પ્રવૃત્તિઓ સાથે વાસ્તવિક સાહસનો આનંદ ઉઠાવો!

હોટ એર બલૂનીંગ – આકાશમાં બલૂનની રોમાંચક સફર!

adventure travel in india
Soaring high above in a hot-air balloon

 

સુંદર અને અદભૂત સ્મારકો સાથે શોભતું રાજસ્થાનનું જયપુર શહેર ભારતમાં મુલાકાત લેવા જેવા સ્થળો પૈકીનું એક છે અને અહીં ગરમ હવાના બલૂનની સવારી તમને શાનદાર ઉડાન પૂરી પાડે છે. બલૂનમાં બેસીને નીચે દ્રષ્ટિ કરતાં, અંબર ફોર્ટ, જલ મહેલ અને અન્ય મનોહર આકર્ષણો ખૂબ જ નાના અને સુંદર દેખાય છે કેમ કે તમે ખુલ્લા આકાશમાં વિહરી રહ્યા હોવ છો. આ બલૂનમાં સવારી દરમિયાન માત્ર પ્રસંગોપાત પવનની લહેરની ખલેલને બાદ કરીએ તો આ સફર શાંત હોય છે. જયપુરના આકાશમાં હોટ-એર બલૂનની સવારી અત્યંત રોમાંચક અને શાંતિનો અનુભવ કરાવે છે.

ટ્રેકિંગ – સાહસની એક અકલ્પ્ય ઊંચાઇ

adventure travel in india
​ A mighty adventure - trekking on Indian soil

 

આપણે જાણીએ છીએ કે વ્યાયામ કરવાથી તણાવ ઓછો થાય છે, માટે ટ્રેકિંગ જેવા સાહસ સાથે કસરત કરવી તમારા આનંદને બમણું કરે છે. તમારે ટ્રેકિંગ શબ્દ દ્વારા ભયભીત થવાની જરૂર નથી; ટ્રેકિંગ બધા વયના લોકો માટે એક રોમાંચક અનુભવ છે! હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંચલ જેવા રાજ્યો પ્રકૃતિના ખોળામાં આનંદપ્રદ પ્રવૃત્તિ કરવા માટેની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે.

ટ્રેકિંગમાં સૌથી વધુ લોકપ્રિય પર્વતારોહણ પૈકીનું એક છે વેલી ઓફ ફ્લાવર્સ, જે એક પ્રખ્યાત વૈશ્વિક હેરિટેજ સ્થળ છે. અહીં સુંદર ટેકરીઓ, જે ઍલ્પાઇન ફૂલો દ્વારા ઘેરાયેલી છે અને બરફના ચિત્તા જેવી દુર્લભ પ્રજાતિઓનું પણ ઘર છે! દરમિયાન સાહસિક ઉત્સાહી લોકો પ્રસિદ્ધ ચાદર ટેકરી પર ટ્રેકિંગ કરવા માટે જમ્મુ અને કાશ્મીરની હિમનદી ઝંસ્કારની ટેકરીઓ પર પણ ટ્રેકિંગ કરવા માટે જઈ શકે છે.

જો તમે થન્ડર ડ્રેગન લેન્ડ જેવી જગ્યામાં અન્વેષણ કરવા માંગતા હો તો આ ભવ્ય ડ્રક પાથ ટેકરી માટે તમારી બેગ પેક કરો અને ભૂટાન આવો. આ એક સુંદર ટેકરી છે અને સાથે સાથે એકદમ સરળ પણ છે! કુદરત સાથે સમય વિતાવવા માટે, જંગલોમાં મોજમજા કરવા માટે, પર્વતમાળા પર ટ્રેકિંગ કરવા માટે અને અદભૂત સફેદ અને વાદળી સુંદર દ્રશ્યોનો નજારો માણવા માટે આ આનંદદાયક પ્રવાસ જરૂરી છે.

મોઉન્ટેન બાઇકિંગ – પ્રકૃતિના ખોળામાં સવારી

adventure travel in india
​ Experience a new high with mountain biking

 

પર્વત પર મોટરસાઇકલ લઈને મુસાફરી કરતાં બાઇકરો પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, આ પ્રવાસ સુંદર, ખુલ્લા અને ચમકતા આકાશ નીચે પોતાના જીવન દરમિયાન કરવામાં આવેલ એક અદભૂત સવારી છે- ટૂંકમાં, જો તમે તણાવ મુક્ત રજા માટે વિચારી રહ્યા હોવ, કે તમે પ્રકૃતિ પ્રેમી છો તો, ઉત્તર-પૂર્વ ભારતમાં મોઉન્ટેન બાઇકિંગ દ્વારા પ્રવાસ કરવો એ જીવનનો એક અદભૂત લહાવો છે. આ મુસફારી સાથે આ પ્રદેશનું અન્વેષણ કરવું અને આ વિસ્તારની અજાયબી જોવાની મજા જ અલગ છે. સિક્કિમથી લઈને મેઘાલય સુધીમાં સાયકલિંગ પ્રવાસ માટે પુષ્કળ વિકલ્પો મોજૂદ છે, જે તમને શ્વાસ થંભાવી દે તેવા ઢોળાવો વચ્ચે એક અપ્રતિમ વેકેશન માણવાની ખાતરી આપે છે.

આ બધી સાહસિક પ્રવૃત્તિઓ વિશે લખતાં મને ભારતમાં એક સાહસિક પ્રવાસ પર જવાનું મન થાય છે! તમે આ વિશે શું વિચારી રહ્યાં છો? હવે શિયાળો શરૂ થવામાં છે, તો ચાલો સાહસિક રજા માણવા તમારા કુટુંબના સભ્યો સાથે તૈયાર થઈ જાવ, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમારૂ આ વેકેશન આદર્શ રજાઓ માટેનો સમય બની જશે. તો આવો અને મેકમાઇટ્રિપ સાથે મુસાફરી કરવા માટે આજે જ તમારી ટિકિટ બુક કરવો!