ભારતમાં ક્રિસમસની રજાઓ માણવા માટેના ટોચના 5 સ્થળો

Ragini Mehra

Last updated: Sep 24, 2019

Author Recommends

Events

Kerela:The Cochin Carnival, one of the biggest carnivals in India, takes place on New Year’s Eve and New Year’s Day
Mumbai: The Kala Ghoda Arts Festival in winter
Shillong: Catch a live musical performance by one of the local bands during Christmas holidays

Do

Mumbai: Take a walk by the sea in the rains
Pondicherry: From boating, canoeing and kayaking, to backwater sailing and camping at the beach side; Pondicherry offers many options for adventure lovers
Shillong: Attend mid-night mass at the Cathedral Church

Click

Kerala: A selfie of you cruising along tropical backwaters
Lansdowne: A bonfire, some music and a gaggle of happy friends is the perfect picture

Filmy

Kerala: A few well-known Bollywood movies have been shot in Kerala, such as "Bombay" and "Guru"
Pondicherry: Ang Lee’s blockbuster movie, "Life of Pi" is set in this former French colony

Safety

Police 100
Fire 101
Ambulance 102

Want To Go ? 
   

ક્રિસમસની વધારે આકર્ષક યોજના જાણવા માટે અહીં ક્લિક કરો

મને ક્રિસમસ બહુ ગમે છે. કારણ- સજાવટ,ઉજવણી,ક્રિસમસ ટ્રી અને ઉપહારો! અને કોઈ ખાસ સ્થળે ઉજવણી માટે જવાની પણ જરૂર નથી. હું દર વર્ષે જુદા જુદા શહેરોમાં ક્રિસમસની ઉજવણી કરવા જવાનું પસંદ કરું છું અને મારું માનસો તો તેનાથી હું મારા જીવનની અવિસ્મરણીય સ્મૃતિ એકઠી કરી રહ્યો છું. તેથી જો તમે પણ ક્રિસમસને યાદગાર બનાવવા ઈચ્છતા હોવ તો, ભારતમાં મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સ્થળોની આ સૂચિ ધ્યાનમાં રાખો (ગોવા સિવાયના):

શિલોંગ

શિલોંગમાં આવેલું કેથેડ્રલ ચર્ચ ઉત્તર પૂર્વ ભારતનું સૌથી જૂનું ચર્ચ છે અને મધ્યરાત્રિની પ્રાર્થનામાં  ભાગ લેવા માટે વિશ્વભરના લોકો આ શહેરમાં આવે છે. બધાં સેન્ટ કેથેડ્રલ ખાતે ક્રિસમસ પૂર્વેની ઉજવણીના ભાગરૂપે, સદીઓ જૂના ફિર વૃક્ષને પ્રકાશિત કરવામાં આવે છે અને પાદરી ક્રિસમસના ઉમંગની વાતો કરે છે. ઘંટડીઓનો અવાજ, હદયથી આપેલ શુભેચ્છાઓ, સંગીતમય સ્તોત્રો અને ઊંચા કુદરતી ક્રિસમસ ટ્રી ઉત્સવમાં ઉમેરો કરે છે.

 

christmas-decorations-shillong

જયારે તમે ક્રિસમસની રજાઓ દરમિયાન શિલોંગની મુલાકાત લો ત્યારે સ્થાનિક બેન્ડ દ્વારા લાઈવ  સંગીતને માણવાનું ભૂલશો નહીં. તમે તેમાંના કેટલાક ચર્ચમાં ગોસ્પેલ સંગીત વાગતું પણ સાંભળી શકો છો. સ્થાનિક નૃત્યના જૂથો પણ સમગ્ર શહેરમાં તેમની પ્રતિભાનું પ્રદર્શન કરે છે. તો તમે આ ક્રિસમસમાં શિલોંગ જવાનું આયોજન કરો છો ને !!!

Book Your Flight to Shillong

મુંબઈ

ક્રિસમસની ઉજવણી મુંબઈમાં ખૂબ ઉત્સાહ અને ધૂમધામથી થાય છે, તમારી ક્રિસમસ રજાઓ ગાળવા માટેની સુંદર અને આધુનિક જગ્યા એટલે મુંબઈ. જ્યારે અહીંના મોલ અને બજારો ક્રિસમસ ટ્રી, કલાત્મક સજાવટ અને રોશનીથી સજ્જ હોય ત્યારે મહત્વની વાત એ છે કે તેઓ આકર્ષક છૂટ પણ આપે છે. અન્ય સ્થળો જેમ કે ચર્ચ ગેટ, બાંદ્રા અને હિલ રોડ જેવા સ્થળોએ બાજુમાં ચાલવાના રસ્તાઓ પર પણ ઘણા  ક્રિસમસ ટ્રી જોવા મળે છે. હું ગયા વર્ષે તે દિવસે મુંબઈમાં હતો અને મધરાતે પ્રાર્થના દરમિયાન મીણબત્તી પ્રકાશવા માઉન્ટ મેરીઝ બેસીલિકા, બાન્દ્રા ખાતે ગયો હતો જ્યાં એવું માનવામાં આવે છે કે અહીં મધરાતની પ્રાર્થના દરમિયાન માંગવામાં આવતી ઈચ્છા પૂરી થાય છે અને સાચે જ મારી ઈચ્છા પૂરી પણ થઇ!!!

mumbai-christmas-holidays

મુંબઈ એવું શહેર છે જે પાર્ટી કરવાનું બેહદ પસંદ કરે છે અને આનો અનુભવ કરવા માટે ક્રિસમસ શ્રેષ્ઠ સમય છે. અહીં શહેરમાં અગણિત ભવ્ય નાઇટ ક્લબો છે જેથી તમને પસંદ કરવા માટે ઘણા વિકલ્પો મળી રહેશે. મુંબઈમાં ઘણા લોકો ક્રિસમસની રજા માણવા આવે છે આથી છેલ્લી ઘડીની ટીકીટ ના મળવાની નિરાશાથી દૂર રહેવા માટે અગાઉથી બુક કરો.

Book Your Flight to Mumbai

પોંડિચેરી

ભારતના નાનાં ફ્રાન્સ તરીકે ઓળખાતું પોંડીચેરી પરંપરાગત રીતે ક્રિસમસ માટે સુંદર સ્થળ છે.અવર લેડી ઓફ ઇમેક્યુલેટ કન્સેપ્શન અને બેસિલિકા ઓફ સેક્રિડ હાર્ટ ઓફ જીસસ જેવા લોકપ્રિય ચર્ચોની તો તહેવારોની મોસમ દરમ્યાન ચોક્કસ મુલાકાત લેવી જ જોઈએ. અહીંના લોકો ક્રિસમસમાં સુશોભન અને પ્રકાશીત ચીજોથી પોતાના ઘર સજાવે છે અને પ્રાર્થના તમિલમાં રાખવામાં આવે છે. દરિયાકિનારાના આ શહેરમાં ક્રિસમસ પર સ્થાનિક લોકો ખૂબ ઉત્સાહમાં હોય છે અને અહીંના વાતાવરણમાં જ અપેક્ષા અને ઉત્સાહ જોવા મળે છે.

આ ઉપરાંત અહીંનો શાંત બીચ અને ચટાકેદાર સ્થાનિક વાનગીઓ પોંડિચેરીમાં ક્રિસમસ હોલિડે વિતાવવાના અન્ય કારણો છે. અહીંની શાંતિપૂર્ણ ઉજવણીનો આનંદ માણો, અને સાંજે બીચ પર તમારા પ્રિયપાત્ર સાથે સમય પસાર કરતાં કરતાં અનંત સમુદ્રના મોજાંનો લ્હાવો લેતા જીવનને ખુશીઓથી ભરી દો.

Book Your Flight to Chennai

લાન્સડાઉન

ક્રિસમસની ઉજવણી કરવા ભીડથી દૂર શાંત જગ્યાએ ભાગી જવા ઈચ્છો છો?  તો અહીં ખૂબ ઓછું જાણીતું સ્થળ તમારા માટે અનુકૂળ રહેશે અને લાન્સડાઉન તમને તમારા વ્યસ્ત રોજિંદા જીવનમાંથી  ખૂબ જરૂરી આરામદાયક વિરામ આપશે.તમારા મિત્રો સાથે જાવ કે પછી પરિવાર સાથે કે તમારા પ્રિયપાત્ર સાથે એકાંત માણો. આ હિલ સ્ટેશન પરની પર્વતમાળામાં બોનફાયર, સુમધુર સંગીત, સુંદર સુશોભિત ક્રિસમસ ટ્રી અને ભેટની અદલાબદલી સાથે તમારી પોતાની અનન્ય ઉજવણીની યોજના બનાવો.

landsdowne christmas india
 Plan a surprise for that special someone as you head to Lansdowne for Christmas

આ શાંત ટેકરીઓ, પાઇન્સ અને ઓક્સના વ્રુક્ષો અને અહીંની ચોખ્ખી સ્વાસ્થ્યવર્ધક તમને જાદુઈ અનુભવ કરાવશે.તો ચાલો હવે રાહ શેની છે!

Book Your Flight to Dehradun

કેરળ

કેરળમાં પ્રત્યેક શેરીમાં તમારા મૂડને આનંદદાયક બનાવતી સુંદર ક્રિસમસ સજાવટ જોવા મળશે એ ઉપરાંત બધા જ ચર્ચોમાં મધરાતે સમૂહ પ્રાર્થના હોય છે જેમાં પ્રભુ ઈસુના જન્મનું રચનાત્મક દ્રશ્ય, કેરોલ સંગીત અને બીજી ધાર્મિક વિધિનો સમાવેશ થાય છે. આ સાથે મુખ્ય અને અન્ય ચર્ચો જીવંત બને છે, તો બેકવોટર્સનું પોતાનું એક અલગ જ આકર્ષણ છે. ઉત્સવની હવા સાથે હાઉસબોટસની આરામદાયક શાંતિ ક્રિસમસની રજાઓ માટે આદર્શ છે.

christmas-celebrations-kerala
 The Christmas decorations will brighten up your mood!

કેરળમાં ક્રિસમસની ઉજવણી દરમિયાન વાનગીઓની લિજ્જત ચૂકી ન જ શકાય. ક્રિસમસની ઉજાણીમાં અચાપમ, બ્રેડ સાથે ફીશ મોલી, બીફ કરી અને પરંપરાગત કેરળની મીઠાઈનો સમાવેશ થાય છે. જો તમે મુલાકાત લેવાનું વિચારી જ રહ્યા હોવ તો પહેલેથી જ આયોજન કરી લો જેથી આકાશે આંબતી કિંમતો તમારી રજાની મજા ના બગાડે.

Book Your Flight to Calicut

હું નિશ્ચિતપણે આ સ્થળોમાંથી જ એક સ્થળે ક્રિસમસની રજાઓ ગાળવાનો છું. તમારું આયોજન શું છે?