ભારતનાં વન્યજીવોની વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિને નિહાળવા માટેનો ઉત્તમ સમય એટલે ઉનાળો

Mayank Kumar

Last updated: Jul 13, 2017

Author Recommends

Do

Rajasthan: Camel Safari in Jaisalmer can be done at Sam Sand Dunes or Khuri Sand Dunes. Overnight stay on the dunes is recommended
Ladakh: Trekking and camping in Nubra Valley, known as the 'orchard of Ladakh', Biking at Khardung La, the world's highest motorable road

See

Rajasthan: Sonar Qila and Badabagh Ruins in Jasialmer and Mehrangarh Fort in Jodhpur are must visit places
Ladakh:Pangong Tso, the highest lake in the world and Spituk Gompa, a famous 14th century monastery

Eat

Rajasthan: Daal - Baati - Choorma, Moong Daal Halwa, and Lassi from local restaurants
Ladakh: Pava, a mixture of peas and barley flour, Chalak, made of tea, butter, sugar and Thukpa

Shop

Rajasthan: Shop for traditional handicrafts in Bapu Bazar, Jaipur, Shop for Camel leather in Kote Gare, Bikaner
Ladakh: Paintings, postcard and wooden dragon statues from the Hemis Museum

Filmy

Rajasthan: Bollywood movies like 'Mughal-e-Azam', 'Dor', 'Gadar:Ek Prem Katha' and 'Shakti - The Power' were shot here
Ladakh: The Aamir Khan starrer '3 Idiots' was shot at various locations in and around Leh-Ladakh

Want To Go ? 
   

જ્યારે આપણે ઉનાળા વિશે વિચાર કરીએ ત્યારે મનમાં સૌપ્રથમ આકરી ગરમીનાં અહેસાસની કલ્પના તરી આવે છે. જો કે વાઇલ્ડલાઇફ શોખીનો માટે ભારતનાં નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ અભયારણ્યનાં લીલાછમ જંગલોની મુલાકાત માટે આ શ્રેષ્ઠ સમય છે. ઉનાળાની ઋતુમાં આકરો સૂર્ય જ્યારે જંગલમાં રહેલા જળ સ્ત્રોતને સૂકવી નાખે છે ત્યારે જંગલમાં વસવાટ કરતાં વન્યજીવો તેની તરસ છીપાવવા માટે બચેલા કેટલાંક પાણીનાં પોઇન્ટ તરફ આવવા માટે મજબૂર થાય છે. તેથી આ તક ઝડપીને તમે વન્યજીવની વિશાળ સૃષ્ટિને પ્રત્યક્ષ નિહાળી શકો છો અને પાર્કમાં રહેલા બધાં જ પ્રાણીઓ પાણી પીવા આવતાં હોવાથી એકીસાથે આ નજારો વધુ મનોરમ્ય બને છે. તમારે તેના માટે માત્ર પાણીનાં સ્ત્રોતની પાસે ધીરજપૂર્વક રાહ જોવાની રહેશે. તેની સાથોસાથ ઉનાળામાં જંગલની છૂટી છવાયેલી વનસ્પતિઓ અને ઝાડ-પાનની એક ઝલક પણ જંગલની આ મુલાકાતને અવિસ્મરણીય બનાવે છે.     

ઉનાળા દરમિયાન આ સાત નેશનલ પાર્કની મુલાકાત તમારા વન્યજીવની સૃષ્ટિ માણવાના અનુભવને યાદગાર બનાવશે.

નાગરહોલ નેશનલ પાર્કની અંદર કાબિની રિવરસાઇડ

કર્ણાટકની કાબિની નદી દેશમાં વાઇલ્ડ લાઇફને નજર સમક્ષ પ્રત્યક્ષ માણવા માટે સૌથી આગવું સ્થળ છે. ઉનાળા દરમિયાન પાણીની અછતને કારણે નાગરહોલ નેશનલ પાર્કનાં દરેક પ્રાણીઓ કાબિની નદીના કાંઠે તેની તરસ છીપાવવા માટે આવે છે. આ લીલાછમ જંગલમાં ચક્કર મારતું અલમસ્ત હાથીઓનું ટોળું, આરામથી પોતાની ચાલમાં ચાલતો વાઘ અને ઘાસ ચરતાં હજારો હરણોનો મનોરમ્ય નજારો તમને અહીંની ફરીથી મુલાકાત માટે ખેંચી લાવશે. કાબિની નદી પર સહેલગાહ દરમિયાન તમે નદીના કિનારે લટાર મારતી વન્યજીવોની આ સૃષ્ટિને જોઇને ખુશી અને ઉત્સાહથી ઝુમી ઉઠશો.

ચાંગથાંગની વાઇલ્ડ લાઇફ

જીપ સફારી પર સંરક્ષિત વિસ્તારોની અંદર રહેલી વન્યજીવોની દુનિયાને માણવાની ખુશી અપ્રતિમ હોય છે પણ નેશનલ પાર્કની બહાર ખુલ્લી હવામાં કુદરતના સંગાથે આ સૃષ્ટિની અનુભૂતિ કરવાનો રોમાંચ કંઇક અલગ જ છે. લડાખનાં આંખોને ટાઢક આપતાં પ્રાકૃતિક સૌંદર્યના દૃશ્યો ઉપરાંત તેની આકર્ષક વાઇલ્ડલાઇફ પણ જોવાલાયક છે. ચાંગથાંગની ભેજવાળી જમીન પર કાળી ડોક વાળા બગલા, હંસ, ગ્રેબ અને અન્ય દુર્લભ પક્ષીઓની પ્રત્યક્ષ અનુભૂતિ કરવાનો અનેરો અવસર મળે છે. દુર્લભ પક્ષીઓ ઉપરાંત તમને અહીંયા મોહક અને ખડતલ કિઆંગ, ખિસકોલી, સસલું તેમજ હિમાલયન ઘેટાઓ પર નજરે પડે છે. મેના મધ્યાંતરે અહીંયા જવા માટેના રસ્તાઓ ખુલી જાય છે તેથી ઉનાળા દરમિયાન લોકોનાં ટોળા ઉમટી પડે તે પહેલા આ ઉચ્ચ પ્રદેશની જમીન પર રહેલી પ્રાણીસૃષ્ટિની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

કાલી ટાઇગર રિઝર્વ

છેલ્લા અનેક દાયકાઓથી જંગલબૂકનાં બઘીરાએ નાનાં મોટાં એમ દરેકનાં દિલમાં સ્થાન જમાવ્યું છે ત્યારે ગૂઢ કાળા દીપડાને નજર સમક્ષ યાદોમાં કેદ કરવાની ભાગ્યેજ મળતી રોમાંચક પળોની લાગણી અને અહેસાસ અનેરો બની રહે છે. જો કે કર્ણાટકના આંશી-દાંદેલી ટાઇગર રિર્ઝવ જેનું નામ બદલાવીને કાલી રિઝર્વ કરવામાં આવ્યું છે ત્યાં દાયકાઓથી કાળા દીપડાઓ આબાદ છે. તાજેતરના સમાચાર અનુસાર કાલી ટાઇગર રિઝર્વમાં કાળા દીપડાઓ અને વાઘનું સાઇટિંગ શક્ય બન્યું છે. તેથી દાંદેલીના હરિયાળીથી ભરપૂર જંગલોને ખાળવા માટેની તમારી આતુરતા અને પ્રતિક્ષાનો અહીં અંત થાય છે, તો આજે જ દેશના ટાઇગર રિઝર્વની મુલાકાત લઇને તેઓને રૂબરૂ નિહાળવામાં તમારું ભાગ્ય અજમાવી જુઓ.

હોલંગાપાર વાનર અભ્યારણ્ય

આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક અને ત્યાં જોવા મળતાં લુપ્તપ્રાય એક સિંગડાવાળા ગેંડા વાઇલ્ડ લાઇફ શોખીનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે પણ રાજ્યનું અપાર પ્રાકૃતિક વૈવિધ્ય અહીંયા પૂર્ણ નથી થતું. દેશની એક માત્ર વાનર પ્રજાતિ લંગુર વાંદરાઓ ઉત્તરપૂર્વીય ભારતનાં જંગલોનાં સીમિત ક્ષેત્રોમાં જોવા મળે છે. આ વાંદરાઓ વૃક્ષો પર રહેનારી પ્રજાતિ છે જે મોટાભાગનું જીવન વૃક્ષો પર વ્યતિત કરે છે અને નજરે પડે તેવી ભાગ્યે જ તક સાંપડે છે. જો કે ચાનાં બગીચાઓ વચ્ચે માત્ર 20 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલ હોલંગાપાર ગિબોન અભ્યારણ્યને આ નાની વસ્તી ધરાવતા લંગુર વાંદરાઓએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. જંગલના ગાઇડ સાથે વહેલી સવારે મોર્નિંગ વોક દરમિયાન એક ડાળ પરથી બીજી ડાળ પર કુદીને મોજમસ્તી કરતા આ વાંદરાઓને જોઇને તમે પણ આનંદથી ઝુમી ઉઠશો.

કાન્હા નેશનલ પાર્ક

જંગલબૂકમાં મોગલીનાં ક્રીડાંગણ માટે પ્રેરણારૂપ એવું કાન્હા નેશનલ પાર્કની વિશાળ જીવસૃષ્ટિ અને પ્રાકૃતિક સુંદરતાના પ્રેમમાં તમે ગરકાવ થઇ જશો. એક સમય ગામડાંઓનું અસ્તિત્વ ધરાવતી વિશાળ ઘાસચારાની જમીન અને તેનો પ્રમાણમાં સપાટ વિસ્તારમાં વાઇલ્ડલાઇફનો નજારો માણવો કોઇ પીકાબુ ગેમ નથી. કાન્હામાં સૂર્યોદયના સમયે તમે પરિવાર સાથે આહલાદક પ્રાકૃતિક સૌંદર્યના સાનિધ્યમાં સોનેરી ઘાસ પર ઊછળતાં-કુદતા બારાસિંગાનાં અલમસ્ત ધણને જોઇને તમે પણ તેની મસ્તીમાં ખોવાઇ જશો. જો કે કાન્હા નેશલન પાર્કનું સૌથી મોટું આકર્ષણ ચટાપટાવાળા વાઘો છે. વાઘોનું આ માનીતું નિવાસસ્થાન છે.

તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ

દેશમાં વાઘને જોવાના વાઇલ્ડલાઇફ શોખીનો માટે કદાચ રાજસ્થાનનું રણથંભોર અને ઉત્તર પ્રદેશનું કોર્બેટ નેશલન પાર્ક પ્રથમ પસંદ હશે પણ છેલ્લા કેટલાક વર્ષોથી તાડોબા અંધારી ટાઇગર રિર્ઝવ દેશનાં ટોચના રિઝર્વ તરીકે ખ્યાતિ મેળવી રહ્યું છે. સફારી જીપની આરામદાયક સવારીથી વાઘ, દીપડા, આળસું રીંછ અને બીજા ઘણાં સસ્તન પ્રાણીઓ વચ્ચે રોમાંચ અને જુસ્સાથી ભરપૂર ક્ષણો વિતાવી શકો છો. દેશના ઘણા અન્ય પાર્કથી વિપરીત તાડોબા વાઇલ્ડલાઇફ શોખીનો માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે જે અહીંની મુખ્ય વિશેષતા કહી શકાય.

બક્સા ટાઇગર રિઝર્વ

પશ્વિમ બંગાળનું ડુઆર્સ તમને ટોળાઓના શોરબકોર અને ઘોંઘાટથી દૂર પ્રકૃતિના ખોળે તમને શાંતિનો અહેસાસ કરાવતું અદ્ભભુત સ્થળ છે. ઉત્તરપૂર્વીય ભારતમાં આવેલા પૂર્વીય હિમાલયાની ટેકરીઓ પર બક્સામાં સ્થિત ડુઆર્સમાં વાઘ, દીપડા, જંગલી બિલાડી, મલયન મોટી ખિસકોલીઓ અને બીજી અનેક વૈવિધ્યપૂર્ણ પ્રજાતિઓ વાઇલ્ડલાઇફ શોખીનોની આ સફરને યાદગાર બનાવશે. બક્સાની આ વૈવિધ્યપૂર્ણ પ્રાણીસૃષ્ટિને પ્રત્યક્ષ સ્વરૂપે નિહાળવા માટે તમે પૂરતા સમય સાથે અહીંની મુલાકાત લો તે ખાસ જરૂરી છે.  

શું આપ હજુ પણ સમરને વધુ વાઇલ્ડ બનાવવા માટે પ્રેરણાની શોધમાં છો? તો આ ઉનાળામાં અહીંયા અમારી વાઇલ્ડલાઇફ સ્પોટિંગની ગાઇડ અચૂક ચેક કરો.