ઠંડીનો અનુભવ કરો! ભારતીય શિયાળાનો શ્રેષ્ઠ અનુભવ મેળવો

Pallavi Siddhanta

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

ઉનાળાના ગરમ દિવસોમાં પરેસાન તેમજ પરસેવે રેબઝેબ અને ઠંડીની મોસમમાં પહાડ પરના ફૂલની જેમ તેજસ્વી અને ખુશખુશાલ—જો તમે આવા હો, તો તમને આખાજીવન માં એક વાર જરૂર કરવા જેવા આ 8 શિયાળાનાં અનુભવો પસંદ આવશે. ભારતીય શિયાળાનાં આ અનુભવો તમારા ઠંડી માટેનાં પ્રેમ માટે ખરેખર શ્રેષ્ઠ છે!

1. રૂપકુંડ સ્કેલેટન લેક પર આરોહણ

Roopkund Skeleton Lake, places to visit in winter in india
Flickr Creative Commons/ Abhijeet Rane

એક અલૌકિક સ્પર્શ સાથે, ખરેખર અનોખો સફેદ શિયાળો અનુભવવાનું કેમ રહેશે? રૂપકુંડ એ મહાન હિમાલયની સ્નોલાઈન ઉપર આવેલ એક નાનું તળાવ છે, જે ઘાસના મેદાનની વચ્ચોવચ આવેલ છે. આસપાસના બે શિખરો, ત્રિશુલ અને નંદા ગુન્તી, આ અનુભવમાં ઉમેરો કરે છે. રૂપકુંડ લેક તળાવને કિનારે જોવા મળતા માનવ હાડપિંજરના અવશેષોને કારણે ખ્યાતિ ધરાવે છે, જે આધ્યાત્મનાં ચિહ્નથી માંડીને શિયાળાનાં સ્વર્ગ તરફ લઇ જાય છે. જ્યારે આ હાડપિંજરનાં મૂળ વિષે વાત આવે છે, ત્યારે સંશોધકોનાં અલગ-અલગ અભિપ્રાયો છે. અમુક કહે છે આ અવશેષો ઈરાનના પ્રવાસીઓનાં છે જે આ બરફમાં ખોવાઈ ગયા હશે, જ્યારે અમુક વિજ્ઞાનીઓ માને છે કે આ અવશેષોનાં ડીએનએ મુજબ તે મહારાષ્ટ્રનાં ચિતપવન બ્રાહ્મણોનાં છે. આ રહસ્યમય અવશેષો એ સમગ્ર ભારતમાંથી પ્રવાસીઓને આ ઠીકઠીક પડકારરૂપ ટ્રેક પર જવા માટે આકર્ષિત કરવાનું ચાલુ રાખ્યું છે.

જાણવા જેવી મહિતી: ટ્રેક પર જતા પહેલાં પૂરતા ગરમા કપડા સાથે લેવાનું ભૂલશો નહિ. ઠંડીથી બચવા માટે ઉપરાઉપર લેયરમાં કપડા પહેરો. આમ છતાં, એ વાતની પણ ખાતરી કરો કે બેગનું વજન ઓછું રહે, કેમકે ટ્રેક પર ભારે બેગ લઈને જવામાં મજા નહિ આવે. અન્ય વસ્તુઓમાં તમારે બેકપેક અને સારી રીતે ઉપયોગ કરવામાં આવેલ આરામદાયક ટ્રેકિંગ સુઝની જરૂર પડશે જેથી પગમાં ડણ ન પડે.

ઊંચાઇ: 5,029 મીટર (16,499 ફુટ)

દિવસની સંખ્યા: 6-7, તમારી ફિટનેસનાં સ્તરને આધારે

મુખ્ય ગામ: લોહાજંગ

કેવી રીતે પહોંચવું: લોહાજંગ>ડીડીના >અલી બુગ્યાલ>બેદિનિ બુગ્યાલ>ભાગવાબસા >રૂપકુંડ>પત્તારનૌચની >વાન>લોહાજંગ

2. ભરતપુર પક્ષી અભયારણ્ય ખાતે બર્ડવૉચિંગ

Bharatpur bird sanctuary, places to visit in winter in india

કેવલાદેવ ઘાના નેશનલ પાર્ક એ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે (જે ને અગાઉ ભરતપુર પક્ષી અભયારણ્ય કહેવામાં આવતું હતું) તે પક્ષીઓની અનેક પ્રજાતિઓનું ઘર છે અને શિયાળા દરમિયાન ઘણા સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે યજમાન બને છે. ઠંડા દેશોમાંથી સાઇબેરીયન ક્રેન, યાયાવર વોટરફોલ જેવા પરદેશી પક્ષીઓની પ્રજાતિઓ અને અમુક પ્રકારના બતક, બગલા અને સ્ટોર્ક ગરમ વાતાવરણ માટે ભરતપુરનો પ્રવાસ કરે છે.

કેવી રીતે પહોંચવું: ભરતપુર દિલ્હી-આગરા (યમુના એક્સપ્રેસવે) હાઇવે પર સ્થિત છેઅને ત્યાં દિલ્હીથી ટ્રેનમાં બેસીને એક ટૂંકા પ્રવાસ દ્વારા પહોંચી શકાય છે.

ખર્ચ:

પ્રવેશ શુલ્ક: ભારતીય / વિદેશી ₹50/400

વિડીયો કેમેરા: ₹200

ગાઈડ ખર્ચ: ₹150

ભાડા:

સાયકલ / ગીયર વાળી બાઇક: ₹25/50

દૂરબીન: ₹100

સમય:

એપ્રિલ-સપ્ટેમ્બર: સવારે 6 થી સાંજે 6 સુધી

ઓક્ટોબર-માર્ચ: સવારે 6.30 થી સાંજે 5 સુધી

3. ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલનો અનુભવ કરો

Khajuraho dance festival, places to visit in winter in india
Flickr Creative Commons/ André Mellagi

 

ખજુરાહોના નગરની વિશેષ લાક્ષણિકતા છે, તેના બારીક કોતરણીવાળા મંદિરો અને પ્રખ્યાત વાર્ષિક ડાન્સ ફેસ્ટીવલ એ તેનું સૌજન્ય છે. ખજુરાહોમાં એક અઠવાડિયા સુધી ઉત્સવ યોજાય છે જેમાં ભવ્યતા થી જળહળતા મંદિરોનાં સાનિધ્યમાં ભારતના વિવિધ પરંપરાગત નૃત્ય સ્વરૂપોની રજૂઆત કરવામાં આવે છે. પ્રખ્યાત કલાકારો દ્વારા ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી અને મનિપૂરી જેવા ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો રજુ કરવામાં આવે છે અને આ પ્રદર્શન સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓને ખેંચી લાવે છે.

2017 માટે તારીખો: ફેબ્રુઆરી 20 થી 26, 2017

દિવસની સંખ્યા: ફેસ્ટિવલ ખાતે દિવસ દરમિયાન ખજુરાહોના મધ્યયુગીન નગરમાં ફરીને 2-3 દિવસ પસાર કરો, અને સાંજે ડાન્સ ફેસ્ટિવલમાં હાજરી આપો.

​4. મેઘાલયમાં એશિયાનાં સૌથી સ્વચ્છ ગામ, મોફલૉંગ ની આસપાસ ફરો

Mawlynnong, Meghalaya, places to visit in winter in india
Flickr Creative Commons/ Ashwin Kumar

મોફલૉંગ ની નાની-શેરીઓ એવી લાગે છે કે જાણે તે સીધી પેઇન્ટિંગ માંથી બહાર આવી હોય! ભંગાર અને કચરો એકત્રિત કરવા માટે દરેક ઝુંપડાની બહાર વાંસની ટોપલી મૂકવામાં આવે છે, અને સ્થાનિક સમુદાય ટકાઉ-સ્તરના વસવાટ ને પ્રોત્સાહન આપે છે. ગ્રામજનો એ એક 85 મીટર ઉંચો વાંસને ટાવર પણ બનાવેલ છે જેને સ્કાય વ્યૂ કહેવામાં આવે છે, જ્યાંથી તમે ગામનાં વિહંગમ દ્રશ્યો મેળવી શકો છો, અને બીજી તરફ બાંગ્લાદેશ પણ જોઈ શકાય છે!

મોફલૉંગ ગામ શિલ્લોંગ થી લગભગ 100 કિલો મીટર દુર છે. તમનેલીલા ઝાડવાના મૂળ માંથી બનાવેલ પુલઘણા નાના-મોટા પણ જોવા મળશે, જે વડલાની હવામાં લટકતી વડવાઇઓમાંથી સ્થાનિક લોકો દ્વારા ગુંથીને બનવવામાં આવેલ છે, તેમજ ગામની આસપાસ ધોધ વહેતા સાંભળી શકાય છે.

દિવસની સંખ્યા: 1 દિવસ. તમારા પ્રવાસને વેકેશન બનાવવા માટે એમાં શિલ્લોંગ ચેરાપુંજી ને જોડી દો!

​5. ઔલી, ઉત્તરાખંડ ખાતે બરફીલા ઢોળાવ પરથી સ્કી કરો

Auli, places to visit in winter in india
Flickr Creative Commons/ Anuj Kumar Garg

 

હિમાલય એ સ્કીઇંગનાં ઉત્સાહીઓ માટે એક અદ્ભુત વિકલ્પ છે. ઘણા અનુભવી સ્કી ઓપરેટરોનું આ મુકામ, ઔલી શિખાઉ તેમજ લાંબા અંતર સુધી સ્કી કરનારાઓ માટે એકસરખું શ્રેષ્ઠ સ્થાન છે. ઢાળની દ્રષ્ટિએ ઘણી વખત ગઢવાલ હિમાલયની આલ્પ્સ સાથે સરખામણી કરવામાં આવે છે, અને સ્કી કરવા વાળાઓ દ્વારા જે ઢોળાવ અનુભવ કરવામાં આવે છે તે એક અવિસ્મરણીય અનુભવ છે.

ખર્ચ: માથા દીઠ આશરે રૂ. 3500.

દિવસની સંખ્યા: 2-3 દિવસ

શ્રેષ્ઠ સમય: જો તમે સ્કીઇંગ કરવા માંગતા હો, તો ઔલી માં જવા માટે જાન્યુઆરી ઉત્તમ સમય રહેશે.

​6. રંગબેરંગી પોષમેળા માટે શાંતિનિકેતન જાવ

Shantiniketan Poush Mela, places to visit in winter in india
Flickr Creative Commons/ Soumya P

શાંતિનિકેતનનો પોષ મેળો એ મૂળ રીતે ટાગોર પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક પરંપરા છે જેનો સ્થાનિક સમુદાયમાં પ્રસાર થતો ગયો, અને હવે સમગ્ર વિશ્વ માંથી હજારો લોકો આ મેળામાં આવે છે. આ તહેવાર બંગાળી મહિના પોષ દરમિયાન દેબેન્દ્રનાથ ટાગોર અને તેના પરિવાર દ્વારા બ્રહ્મ સમાજનાં સ્વીકારની ઉજવણી કરે છે. અહીં ભોજનના વિવિધ સ્ટોલ, વિશાળ ચકડોળ, મજા ભરી રમતો અને સ્થાનિક સંગીતકારોનાં પ્રદર્શન જોવા માટે આવો. આદિવાસી નૃત્યો અને ફટાકડા આ ફેસ્ટીવલને વધુ રોચક બનાવે છે અને પોષ મેળાની મુલાકાતને આનંદદાયક બનાવે છે!

તારીખ: 23 થી 26 ડિસેમ્બર, 2016

7. બીર-બિલિંગ, હિમાચલમાં પૅરાગ્લાઈડિંગનો આનંદ માણો

Paragliding at Bir Billing, places to visit in winter in india
Flickr Creative Commons/ Fredi Bach

બીર અને બિલિંગ એ કાંગડા પ્રદેશ માં હિમાલયની ધૌલધર પર્વતમાળાની સાથે સામસામે આવેલ બે નાના ગામો છે. શિયાળા દરમ્યાન કાંગડા ખીણની નૈસર્ગિક સુંદરતા પૅરાગ્લાઈડિંગ માટે બીર-બિલિંગને ઉત્તમ બનાવે છે. બીર-બિલિંગ માં પૅરાગ્લાઈડિંગનો અનુભવ વિશ્વમાં લગભગ સૌથી શ્રેષ્ઠ છે, જેને કારણે પૅરાગ્લાઈડિંગ વર્લ્ડ કપ 2015 અહીં આયોજિત કરવામાં આવ્યો હતો.  બિલિંગમાં તમારે ટેક-ઓફ માટે જવું પડશે અને બીરમાં તમે લેન્ડીંગ કરશો. ઉત્તમ ભોજન અને મઠો સાથે વણાયેલા એક સાચા તિબેટીયન અનુભવ માટે તમારા પ્રવાસમાં મેકલીઓડગંજને ઉમેરો.

દિવસની સંખ્યા: 1-2 દિવસ

બીર બિલિંગ માં પૅરાગ્લાઈડિંગ માટે ખર્ચ: ટ્રીપ દીઠ રૂ. 2500.

શું તમારા પગ માં હવે ઠંડા મોસમમાં એડવેન્ચર માટે ખંજવાળ શરુ થઇ? હમણાજ તમારા પ્રવાસ માટે બુકિંગ કરાવો!