ભારતમાં ઠંડી ઉડાવવા માટે 9 સૂર્ય-પ્રકાશિત સ્થળો

Maryann Taylor

Last updated: Sep 24, 2019

Want To Go ? 
   

શિયાળો આપણા દરવાજે દસ્તક દઈ રહ્યો છે, અને જો તમને પણ મારી જેમ આ ઠંડા મહિનાઓ બહુ ગમતા નથી, તો ભારતભરમાં આવેલા આ 9 ઉત્તમ સ્થળોએ જવા વિષે વિચારો જ્યાં તમે સૂર્ય-પ્રકાશમાં ખુબજ આનંદ માણી શકો છો.

રાજસ્થાન

winter-destinations-in-india-rajasthan

રણની નિષ્ઠુર સુંદરતાનો અનુભવ કરવા માટે રાજસ્થાનના થાર રણમાં ઊંટ સફારી એ ઉત્તમ રીત છે. જ્યાં સુધી નજર જોઈ શકે ત્યાં સુધી સોનેરી રેતીના ઢગલાના મિલો લાંબા થાર ના રણની મુલાકાત એ ખરેખર એક મોહક અનુભવ છે. અદભૂત સૂર્યાસ્ત જુઓ અને સ્વાદિષ્ટ રાજસ્થાની ભોજન તેમજ લોકનૃત્ય અને સંગીત માણતા રાત્રી રણ કેમ્પમાં પસાર કરો. તારલાઓથી ભરેલી રાતે ખુલ્લા આકાશની નીચે માંગણીયાર આદિવાસીઓના સંગીતના પડઘાઓ સંભાળતા નિદ્રામાં ગરકાવ થઇ જાવ. તમારા શરીર અને તમારી આત્મા બન્ને માટે, એક ઉષ્મા ભરેલો અનુભવ!

Book Your Flight to Jaipur

ગોવા

winter-destinations-in-india-goa

ગોવા, એટલે સૂર્ય, દરિયો અને સર્ફિંગનું ઠેકાણું જે શિયાળામાં જવા માટે એક ઉત્તમ સ્થળ છે. દરિયાકિનારા ઉપરાંત ગોવા તેના વસાહતી કાળના ચર્ચ માટે પણ જાણીતું છે, જેમાં પોર્ટુગીઝ બેરોક શૈલીના સ્થાપત્ય જોવા મળે છે તેમજ સ્વાદિષ્ટ સીફૂડ, અને રંગે ભરેલી નાઇટલાઇફ તો ખરીજ. બીચ પર આરામ કરો, અથવા જો તમને સાહસ પસંદ હોય, તો જેટ સ્કીઇંગ, સ્પીડ બોટિંગ, બનાના બોટ રાઈડ્સ અને પેરાસૈલિંગ જેવા વોટર સ્પોર્ટ્સનો આનંદ માણો.

પ્રાચીન પોર્ટુગીઝ ચર્ચની મુલાકાત લઈ ઓલ્ડ ગોવામાં એક દિવસ વીતાવવો—જેમાં સૌથી પ્રસિદ્ધ બોમ જિસસ બેસિલિકા છે જ્યાં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયરના નશ્વરદેહના અવશેષો રાખવામાં આવેલા છે. ટીટો'સ, માંમ્બોસ, કર્લીસ, અથવા ખાસ કરીને તેની કરાઓકે નાઈટ્સ માટે લોકપ્રિય—સેન્ટ એન્થોની'સ જેવા ગોવાના ઘણા નાઇટક્લબોમાં સાંજ વિતાવો.

Book Your Flight to Goa

પોંડિચેરી

winter-destinations-in-india-pondicherry

એક ભૂતપૂર્વ ફ્રેન્ચ વસાહત, એવું આ વિલક્ષણ નાનું શહેર પોતાની વસાહત કાળની ઇમારતો, દરિયાકિનારા અને ખાસ ફ્રેન્ચ ભોજન માટે જાણીતું છે. જો તમે પોંડિચેરીનો અલગ અનુભવ કરવા ઇચ્છતા હો, તો અમે તમને ઓરોવિલે માં થોડા દિવસો વિતાવવા ભલામણ કરીએ છીએં જે પોતાના સૌમ્ય અને શાંતિપૂર્ણ સમુદાય વસવાટ માટે જાણીતું છે. અહીં બારીકી પૂર્ણ માટીના વાસણો બનાવવાનું શીખવામાં અને ત્યાં સુધી કે પેસ્ટ્રી તેમજ કેક બનવતા શીખવામાં પણ સમય પસાર કરો! ઓરોવિલે ને પોતાની બેકરી છે જ્યાં તમારે પરંપરાગત ફ્રેંચ બ્રેકફાસ્ટ અને બ્રીઓશ, કૂકીઝ, લેમન કેક, ફ્રુટ ટાર્ટ અને ક્રીમ પફ્સ જેવા અન્ય ફ્રેંચ ભોજન પણ અજમાવી જોવા જોઈએ. લાગે છેને એકદમ પરફેક્ટ!

Book Your Flight to Pondicherry

રણથંભોર​

જો તમને વન્યજીવન પસંદ હોય, તો તમારે રણથંભોર નેશનલ પાર્ક માં સફારી માટે જવું જ જોઈએ. રાજસ્થાનમાં 1,334 ચોરસ કિલોમીટર ફેલાયેલું આ જંગલ, રોયલ બેંગોલ ટાઈગર, માર્શ ક્રોકોડાઇલ, દીપડા, તેમજ ચીંકારા અને લક્કડખોદ અને કીંગફિશર સહિત પક્ષીઓની 300 થી પણ વધુ પ્રજાતિઓનું ઘર છે. વાઘ જોઈ શકવા માટે અમે તમને બે કે ત્રણ સફારી ની ભલામણ કરીએ છીએં. વન્યજીવન ઉપરાંત,અહીં અન્ય લોકપ્રિય આકર્ષણ પણ છે જેમાં 10મી સદીના પ્રાચીન રણથંભોર ફોર્ટ, પ્રાચીન મંદિરો અને મસ્જિદો તેમજ છત્રીઓ (દફન મકબરા) નો પણ સમાવેશ થાય છે.

Book Your Flight to Jaipur

અલ્લેપ્પી

winter-destinations-in-india-alleppey

તમે જુઓ ત્યાં દરેક જગ્યાએ શાંત બંધિયાર પાણી, નાળિયેરના લીલા તાળ અને લીલાછમ દ્રશ્યો—જે અલ્લેપ્પીમાં તમને જોવા મળે છે. અલ્લેપ્પીના શાંત જળમાર્ગોનો હાઉસબોટ દ્વારા શ્રેષ્ઠ અનુભવ મેળવી શકાય છે. મોટા ભાગની હાઉસબોટ સંપૂર્ણપણે ફર્નિચર તેમજ બેડરૂમ, સનડેક, બાથરૂમ, રસોડા અને એસી સાથે સજ્જ હોય છે. હાઉસબોટ પરના સ્ટાફમાં એક કેપ્ટન લાઇફગાર્ડ અને રસોઇયાનો સમાવેશ થાય છે. હાઉસબોટ પર તમારા રોકાણ દરમિયાન આપમ્સ વિથ સ્ટયૂ, ફીશ કરી, અને મલબાર પરોટા જેવા કેરળના પરંપરાગત ભોજન ચાખવાનું ભૂલશો નહીં. બંધિયાર પાણી પાસે વાંચન કરતા કે આરામ કરવામાં દિવસ વીતાવો, અથવા તમારા ધુમાડા અને ટ્રાફિકથી ભર્યા આત્માને બસ ડાંગરના ખેતરોના લીલાછમ દ્રશ્યો અને દૂર આવેલા નાના ગામડાઓ જોઈને પુનર્જિવિત કરો.

Book Your Flight to Allepey

મહાબલિપુરમ

winter-destinations-in-india-mahabalipuram

ઠંડા પવનોથી દૂર, સુર્ય-પ્રકાશીત મંદિરનું નગર મહાબલિપુરમ, એ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે પોતાના ઐતિહાસિક મંદિરો માટે પ્રખ્યાત છે. અહીંના સૌથી લોકપ્રિય આકર્ષણમાં અર્જુનની તપશ્ચર્યા-બે અડીને ઉભેલા મોટા ખડક પર મોક્ષ કોતરકામનો સમાવેશ થાય છે. આ સ્મારક પર અર્જુનના એક પગ પર ઉપવાસ જેવા, હિન્દૂ પૌરાણિક દ્રશ્યોની કોતરણી કરવામાં આવી છે. અહીંના અન્ય નોંધપાત્ર આકર્ષણોમાં સમુદ્રતટે આવેલ મંદિર, પાંચ રથ (7 મી સદીના વૈદિકકાળનું એક હિન્દૂ મંદિર) નો સમાવેશ થાય છે જેમાં 8મી સદીનું પત્થરનું ભવ્ય માળખું જોવા મળે છે.

જો તમે ઉત્સુક હોવ, તો મૂર્તિકળા અને પથ્થર પર નકશીકામમાં પણ  સ્થાનિક કારીગરોના માર્ગદર્શિકાથી તમારો હાથ અજમાવી શકો છો. જ્યારે તમે અહીં હોવ, ત્યારે સોપસ્ટોન અને ગ્રેનાઇટ શિલ્પો ખરીદવાનું ભૂલશો નહિ. જો તમે અહીંથી ખરીદી કરવાનું નક્કી કરો, તો તમારી શોપિંગને વિશ્વના કોઇ પણ ભાગમાં પાર્સલ કરી શકાય છે, જેથી તમારે તેને ઉપાડીને લઇ જવાની જહેમત ઉપાડવી પડતી નથી!

Book Your Flight to Chennai

કોણાર્ક

winter-destinations-in-india-konark-sun-temple

કોણાર્ક સૂર્ય મંદિરએ ભારતના સૌથી આકર્ષક બાંધકામો પૈકી એક છે, જે શહેરમાં યાત્રીઓ માટે સૌથી મોટા આકર્ષણ પૈકી એક છે. 13મી સદીના વૈદિકકાળમાં, સૂર્ય મંદિરને સૂર્ય દેવનું રથ ગણવામાં આવતું. રથના પથ્થરના (એક દિવસમાં કલાકની સંખ્યા દર્શાવતા) 24 પૈડા પર આ વિશાળ પથ્થરના માળખાને ખેંચવા માટે સાત શક્તિશાળી ઘોડાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે સૂર્યના પ્રથમ કિરણો, મંદિરના આંતરિક ભાગને તેમજ અંદર બિરાજમાન દેવતાને પ્રકાશિત કરે. મંદિરનું બાંધકામ ખરેખર પ્રભાવશાળી છે અને આ સ્થાપત્યને પુરતી રીતે જોવા માટે આખો દિવસ અહીં પસાર કરવો જોઈએ.

જો તમે ઈચ્છો, તો તમે આર્કિયોલોજિકલ મ્યુઝિયમની મુલાકાત પણ લઈ શકો છો, જેમાં ઘણા શિલ્પો અને કોતરણીઓ છે જે સૂર્ય મંદિરના ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા.  અહીં આજુબાજુ ચાલતા તમે શરીર માંથી ઠંડીનો અનુભવ બિલકુલ ભૂલી જશો.

Book Your Flight to Konark

કચ્છનું રણ

winter-destinations-in-india-rann-of-kutch

વિશ્વના સૌથી મોટા ખારા રણ પૈકી એક, એવું કચ્છનું રણ એ એક રસપ્રદ કુદરતી અજાયબી છે. સૂકી મોસમમાં, આ સપાટ ખારી જમીન એક ટાપુ હોય છે, પરંતુ ચોમાસું આવે એટલે, તે પાણીથી ભરાઈ જાય છે અને ખારા પાણીની ભીની જમીનમાં પરિવર્તિત થઇ જાય છે. રણ ઉત્સવ એ રણ માટેનું સૌથી મોટું આકર્ષણ છે, અને એ દરમ્યાન પરંપરાગત ગુજરાતી લોક સંગીત, નૃત્ય પ્રદર્શન અને વૈભવી કેમ્પમાં રહેવા સાથે ગુજરાતનો આ ભાગ ખરેખર જીવંત બની જાય છે. આ ખારું રણ પરસ્પેક્ટીવ ફોટોગ્રાફી માટે પણ સારીએવી તકો પૂરી પાડે છે.

Book Your Flight to Rann of Kutch

માથેરન

મુંબઇ થી બે કલાક ડ્રાઇવીંગ અંતરે આવેલ, માથેરન એ સપ્તાહના અંતે રજાઓ ગાળવાનું એક સંપૂર્ણ સુર્ય-પ્રકાશિત સ્થળ છે. શું તમે જાણો છો કે આ હિલ સ્ટેશન ભારતનું એક માત્ર 'નો-ઓટોમોબાઇલ્સ' ઝોન છે? આનાથી એ વાતની ખાતરી રહે છે કે અહીની હવા સ્વચ્છ અને તાજી રહે. સહ્યાદ્રી હિલ્સ પર આવેલ માથેરન એ નીલમ લીલા જંગલોનું ઘર છે, જ્યાં ચાલવા માટે કેડીઓ અને મનમોહક દૃશ્યો જોવા મળે છે. એક હિલ સ્ટેશન હોવા છતાં પણ, શિયાળા દરમિયાન હવામાન સુખદ રહે છે અને અતિ ઠંડું થતું નથી. શહેરમાં કોઈ પણ વાહનોને અંદર લઇ જવાની મનાઈ હોવાથી, દસ્તૂરી કાર પાર્ક એ સૌથી નજીકનું બિંદુ છે જ્યાં સુધી તમે વાહન લઇ જઇ શકો છો, જે પછી આ અદભૂત નાના હિલ ટાઉન સુધી પહોંચવા માટે 40 મિનિટ ચાલવું પડશે. જો તમને ચાલવું ન ગમે, તો તમે ઘોડાની પીઠ પર સવારી કરી શકો છો, અથવા નેરળ જંક્શન થી માથેરન સુધી રમણીય ટોય ટ્રેઈન રાઈડ લઇ શકો છો.

Book Your Flight to Mumbai

તો શિયાળાની ઠંડીથી બચવા માટે તમે કયા સ્થળે જવાના છો?