જીવનમાં પ્રાણીઓ સાથેની મિત્રતા એક અલગ જ અનેરો સંબંધ છે. જેમાં પાલતું પ્રાણી તો ઘરનાં દરેક સભ્યોની જેમ એક સભ્ય બની જાય છે. જો કે વર્તમાન સમયમાં હોલિડેનું પ્લાનિંગ કરવા સમયે હંમેશા આપણા આ વફાદાર શ્વાનને ઘરે મૂકીને જઇએ છીએ. આ સમયે તેની સાર સંભાળ કોણ લેશ તે મહત્વનો પ્રશ્ન બની જાય છે. જો કે હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. કલ્પના કરો કે તમે તમારા પાલતું અને લાડકા શ્વાન સાથે હોલિડેઝ દરમિયાન નવા શહેરોની લટાર મારી રહ્યાં છો અને દેશનાં કેટલાક અતિ સુંદર સ્થળો પર તમારા શ્વાન સાથેની દરેક મસ્તભરી પળોને સેલ્ફિઝ ક્લિકથી અવિસ્મરણીય બનાવી રહ્યાં છો. હોલિડેઝની ઘરનાં જ એક સભ્ય જેવા મિત્ર સાથેનો સમય હંમેશા માટે યાદગાર બની રહે છે.
અહીંયા આપને જણાવી રહ્યાં છીએ ભારતની બેસ્ટ પેટ ફ્રેન્ડલી હોટેલ્સ વિશે જ્યાં આપની સાથે આપનું આ પ્યારું શ્વાન પણ મોજ-મસ્તીથી ઝુમી ઉઠશે અને આપની પણ દરેક પળો યાદગાર બનશે.
શહેરથી પાંચ કિલોમીટરનાં અંતરે આગ્રા રોડ પર આવેલું આ રિસોર્ટ પાલતું પ્રાણીને વિશેષ રીતે સમજે છે અને તેની પૂરતી સાર સંભાળ પણ સુનિશ્વિત કરે છે. અહીંયા રસોઇયાઓ આપનાં શ્વાનને ભાવતું ભોજન બનાવી આપે છે અને હોટેલના પરિસરમાં આવેલા લીલાછમ ઘાસમાં તમારા બેસ્ટ ફ્રેન્ડ શ્વાન સાથે દોડીને કે પછી કુદીને મસ્તીભરી પળો વિતાવવાની મજા જ કંઇક અલગ છે. આ રિસોર્ટમાં રહેવાની સૌથી ખાસ બાબત છે એ છે કે તમને અને તમારા પ્યારા મિત્રને ત્રણ વર્ષની સુંદર બોક્સર ગર્લ શેરીની કંપની મળશે. હોટેલમાં અતિથિ બનતા લોકો અને શ્વાનની મુલાકાત લેવા માટે હરહંમેશ ઉત્સુક રહેતી શેરી હોટેલમાં આવતા દરેક અતિથીઓને હૂંફ અને પ્રેમ સાથે આવકાર આપે છે.
અહીંયા તમે તમારા મિત્રનું બેડિંગ લેવાનું ભૂલશો નહીં. આ બેડિંગને તમે નિશ્વિતપણે રૂમમાં તમારા બેડની પાસે રાખી શકો છો. તેથી તેની ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
પાલતું શ્વાન માટેનો ચાર્જ: આપનાં પાલતું શ્વાન માટે અહીંયા કોઇ ચાર્જ નથી.
Book Your Stay at Woods Villa Resort
તમારા વફાદાર મિત્રને ઋષિકેશની આ હોટેલનાં લીલાછમ ઘાસમાં ગેલ ગમ્મત કરવાનું અને કુદવાનું- ઊછળવાનું ચોક્કસપણે પસંદ આવશે. બુલ્સ રિટ્રીટ ખાતેનો સ્ટાફ પાલતું પ્રાણીઓ સાથે વિશેષ લગાવ રાખતો હોવાથી દરેક પાલતું પ્રાણીને અહીંયા ભરપૂર પ્રમાણમાં હૂંફ અને લાગણીનો અનુભવ થાય છે. હોટેલનું સ્વાદિષ્ટ ભોજન, સર્વોત્તમ કક્ષાની સેવાઓ અને વૈભવી રૂમો તમારી રજાઓના અનુભવને અવિસ્મરણીય બનાવશે અને સાંજના સમયે હોટેલ પરિસરમાં આવેલા લીલા ઘાસ પરની લટાર તમારા થાકને દૂર કરીને તમને સ્ફૂર્તિમય બનાવશે અને તમારા પ્યારા મિત્ર સાથે અહીંયા ગુણવત્તાસભર સમય પણ વિતાવી શકો છો. પરિસરની આસપાસ કુદરતનાં સાનિધ્યમાં ઝરણાંમાં તરવાનો અને તમારા લાડકા મિત્ર સાથે ચાલવાનો રોમાંચક અનુભવ કરવાનો ચૂકશો નહીં.
બુલ્સ રિટ્રીટ ખાતે આવેલા રૂમો વિશાળ હોવાથી તમારા અને તમારા વફાદાર મિત્ર માટે સ્ટે વધુ આરામદાયક બની રહે છે પણ હા એક ખાસ વાત, તેનું બેડિંગ લેવાનું ના ભૂલાય તે યાદ રાખશો.
પાલતું શ્વાન માટે ચાર્જ: પ્રેમની જેમ તમારું લાડકું શ્વાન પણ અમૂલ્ય હોવાથી તેનો કોઇ ચાર્જ નથી.
Book Your Stay at Bull’s Retreat
મુંબઇકરો! આ સ્થળની મુલાકાતથી તમારું દિલ ઉમંગની અપ્રિતમ અનુભૂતિ કરશે. તમારા આ ભાગદોડભર્યા જીવનથી રિલેક્સ થવાનો સમય આવી ચૂક્યો છે. તમે આગામી સપ્તાહે શું કરશો? બેગ્સ પેક કરો અને તમારા પ્રેમાળ મિત્ર શ્વાન સાથે ફોર સીઝન્સ હોટેલ માટે નીકળી પડો. તમારા પાલતું સાથી માટે અહીંયા પૂરતા પ્રમાણમાં રમકડાંઓ છે અને રહેવાની પણ આરામદાયક સુવિધા છે. શ્વાનનાં સ્વાસ્થ્યની સાચવણી માટે તેના વિશેષ પરહેજીવાળા આહારની જરૂરિયાતને હોટેલ્સના શેફ ખૂબ સારી રીતે સમજી શકતા હોવાથી તે પ્રકારનો આહાર બનાવવા માટે તેઓ હરહંમેશ તૈયાર રહે છે. હોટેલમાં આવેલ વિશાળ લીલાછમ ઘાસનાં પરિસરમાં તમારા પાલતું પ્રાણી સાથે મોર્નિંગ વોકનો અનેરો લ્હાવો જીવનને ફરીથી સ્ફૂર્તિમય અને તાજગીથી હર્યુંભર્યું બનાવશે.
જો તમે કોઇ કામ કે આરામ માટે મુંબઇની મુલાકાત લેતા હોવ તો તમારા પ્રેમાળ મિત્ર સાથે આ યાદગાર ટ્રિપની મજા માણવાનો લ્હાવો ચોક્કસ લેજો.
પાલતું શ્વાન માટે ચાર્જ: રૂ.1500 ઉપરાંત ટેક્સ (30 કિલોગ્રામથી ઓછા વજનના શ્વાન માટે)
Book Your Stay at Four Seasons
પાલતું પ્રાણીના માતાપિતા અને તેના પાલતું પ્રાણીઓ માટે ગોવાની તાજ એક્ઝોટિકા ચોક્કસપણે પહેલી પસંદગી બની રહે છે. હોટેલ્સનાં દરેક રૂમો સુખસગવડોથી સંપન્ન અને આલીશાન છે ત્યારે બહેતર રહેશે કે તમે તમારા મિત્ર સાથે શાંતિમય વાતાવરણમાં કેટલીક આનંદની પળો વિતાવવા માટે સમુદ્રનો નજારો જોઇ શકાય તેવા રૂમને પસંદ કરો. શ્વાનને પૂરતો લાડ-પ્યાર મળી રહે તે માટે આ હોટેલ બેડથી માંડીને તેના આહાર અને રમકડાંની પણ વ્યવસ્થા કરી આપે છે. અહીંયા શ્વાનને તેની ખાસ પસંદગીના ફૂડની લહેજત માણવા મળે છે. સવારનાં સ્ફૂર્તિમય વાતાવરણમાં તમે હોટેલની આસપાસનાં આકર્ષક પરિસરમાં તાજગીનો અહેસાસ કરી શકો છો કે પછી તમારા નાનકડાં પરિવારના સભ્યના સંગાથે ગોવાના અનેક રમણીય બીચો પર ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં મોજ-મસ્તીથી ભરપૂર સાંજ માણવાનો લ્હાવો યાદગાર બની રહેશે. બીચ પર આંનદપ્રમોદની પળોને સંસ્મરણોમાં કેદ કરવા માટે સેલ્ફિ લેવાનું ના ભૂલશો.
પાલતું શ્વાન માટે ચાર્જ: ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તમારા પાલતું પ્રાણી અહીંયા નિ:શુલ્ક રહી શકે છે.
બેંગ્લોરમાં શ્રીમંતોના વિસ્તાર ગણાતા એમજી રોડ પર સ્થિત વિવાંતા બાય તાજ પેટ્સ માટે વિવિધ પ્રકારનાં બ્રન્ચીઝની વાનગી માટે લોકપ્રિય છે. આપ જ્યારે અહીંયા હોવ ત્યારે તમારા પેટ્સને ગેલ-ગમ્મત કરવાં અને ખુશીથી ઝુમી ઊઠે તે માટે પર્યાપ્ત જગ્યા ધરાવતા રૂમની પસંદગી કરો તેવી ભલામણ છે. જ્યારે તમારું લાડકું અને પાલતું મિત્ર રમતિયાળ બનીને ગમ્મતમાં પરોવાયેલું હોય અને તમારા પર હેત વરસાવતું હોય ત્યારે રૂમ સર્વિસ ઓર્ડર કરીને મેનુમાં આપેલી ચટાકેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓની લહેજત માણવાનો અનુભવ જીવનભરની સોનેરી યાદોમાં સામેલ થઇ જશે.
આ પેટ ફ્રેન્ડલી હોટેલ 45 કિલોગ્રામ સુધીના જ શ્વાનને પરવાનગી આપે છે તેથી તેનાથી વધુ વજન ધરાવતા તમારા પાલતું શ્વાન માટે તમારે પરવાનગી લેવી જરૂરી છે. તે ઉપરાંત તમારા મિત્ર માટે બેડ પણ લઇને જવું પડશે.
પાલતું શ્વાન માટે ચાર્જ: રૂ.3000 ઉપરાંત ટેક્સ (પ્રતિ દિવસ)
Book Your Stay at Vivanta by Taj
તમારા લાડકાં અને વફાદાર મિત્ર સાથે હોટેલ સ્ટેની કદી કલ્પના કરી છે? તો આ કલ્પનાને સાકાર કરવાનો સમય આવી ચૂક્યો છે. આજે જ દેશમાં આવેલી આ હોટેલ્સ માટેથી એકની પસંદગી કરો અને તમારા પરિવારના ચારપગવાળા આ સભ્ય સાથેની દરેક પળો અને સમયને યાદગાર અને બહેતર બનાવો.
Mayank Kumar Follow
Prefers Bukowski and Gulzar over Shakespeare and Tagore. And nights over daytime. Possesses wit that offends more than it impresses. Anti-social and friendly in the same breath. Miniature souvenir and stationery hoarder. Desperately trying to bring being nice in vogue.
Escape into the Offbeat Wilderness of Goa!
Pooja Akula | Mar 10, 2021
7 Breathtaking Pool Villas to Book Near Goa!
Sudip Dey | Nov 20, 2020
A Goa Trip Gone Crazy- Water Sports Edition!
Renita Sharel Pereira | Sep 11, 2020
Our Celebratory Town Hall in Goa Right before the Lockdown!
Amrita Tripathi | May 29, 2020
Missing Our Romantic Moments in Goa!
Namita Dave | Jan 20, 2023
College Trip to Goa through My Camera Lens!
Amlan Ghosh | Jan 20, 2023
A List of Must-visit Locales in North Goa for Couples
MakeMyTrip Holidays | Jan 20, 2023
Top Places to Visit in Goa Other than Beaches
MakeMyTrip Holidays | Mar 30, 2022
Encounter MP’s Wildlife Wonders at These Wow Jungle Resorts!
Surangama Banerjee | Mar 3, 2020
Experience Seekers Alert! These 7 Dreamy CGH Earth Resorts Are for You
Surangama Banerjee | Dec 26, 2019
Luxury Hotels in New South Wales that Offer the Best Window Views
Namrata Dhingra | Oct 17, 2019
Your Guide to Enjoying the Best Daycation in Delhi NCR!
Devika Khosla | Mar 17, 2020
Live the Luxe Life with an Experiential Stay at the Postcard Hotels!
Tabassum Varma | Aug 9, 2019
Pick These Unconventional Properties, to Holiday in Goa the Postcard Way!
Sunny Mishra | Aug 21, 2019
Whispering Palms Beach Resort Goa: A Dreamy Beachfront Stay
Surangama Banerjee | May 6, 2019
Top Hotels in Navi Mumbai for a Splendid Stay
Tabassum Varma | Apr 30, 2019