ભારતના 1૦ અદભૂત સરોવરો, જે તમારી કલ્પના કરતાં પણ વધુ સુંદર છે!

Pallavi Siddhanta

Last updated: Sep 24, 2019

Author Recommends

Do

Trekking and camping in Nubra Valley, known as the 'orchard of Ladakh'
Biking at Khardung La, the world's highest motorable road

Eat

Ladakh: Pava, a mixture of peas and barley flour
Chalak, made of tea, butter, sugar and Tsampa
Thukpa, noodles served with a flavoured meat sauce
Curd made from yak milk
Moe Moe, steamed Tsampa dough served with meat or vegetables

Trivia

Tso Lhamo Lake, or Cholamoo Lake, the highest lake in India, is in North Sikkim

See

Wayanad: Meenmutty Falls, Banasura Sagar Dam
Sikkim: Khecheopalri Lake, also known as the "wishing lake"

Click

Snow-covered peaks of Kanchenjunga, Phodong and Labrang monasteries from Tashi Viewpoint

Want To Go ? 
   

 

“સત્યની શોધ માટે તમારે કોઇ સરોવરની ફરતે ચાલવું જોઈએ” વોલેસ સ્ટીવન્સ.

જો તમારે કોઇ પસંદગી કરવાની હોય તો તમે કેવું સરોવર પસંદ કરશો? હ્રદયના આકાર જેવું, અથવા તેની તળિયે જઈ શકો એવું સરોવર? અથવા કદાચ એવું જે ભારતના ક્ષેત્રમાં આવતું હોય કે પછી તે વિશ્વના સુંદર આંતરરાષ્ટ્રીય સરોવરો પૈકી એક હોય? અથવા પર્વતોથી ઘેરાયેલું હોય અથવા સમુદ્રના કિનારે આવેલું હોય અને સમુદ્રનું પાણી તેમાં વહેતું હોય, લોકો માટે, સરોવર હંમેશા શાંતિ અને આત્મનિરીક્ષણનું સ્ત્રોત રહ્યું છે. અહિં અમે ભારતની આસપાસના 10 અજોડ અને તાદ્રશ્ય ચિત્રો જેવા સરોવરોનો ઉલ્લેખ કરીએ છીએ, જેનો અનુભવ લેવો સંપૂર્ણપણે અમૂલ્ય છે.

1. પંગોંગ સો, લડાખ.

Pangong Tso, Amazing Lakes in India

લેહથી પાંચ કલાકની પર્વતીય મુસાફરીને અંતરે આ સરોવર આવેલું છે, જે ખારા પાણીનું સરોવર છે અને તે ભારતની સૌથી વધુ જોવા લાયક જગ્યા પૈકી એક છે. મને ખાતરી છે કે પંગોંગ સો સરોવરના કિનારા પર લાલ લહેંગામાં અભિનેત્રી કરીના કપૂરને એક ફિલ્મમાં સ્કૂટર ચલાવતી જોયાનું તમને યાદ હશે ! તમે જાણો છો કે આ સરોવરની જમણી બાજુએ ‘લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ’ પસાર થાય છે અને આ સરોવરનો મોટો હિસ્સો ચીનની ભૂમિમાં આવેલો છે. તો હવે અહીની મુલાકાત લઈને તમારા જીવનને રોમાંચક બનાવવાનો સમય આવી ગયો છે.

Book Your Flight to Leh Here!

2. પ્રશાર લેક, મંડી.

Prashar Lake, Amazing Lakes in India

સંત પ્રશારને સમર્પિત અને હિમાચલ-શૈલીના મંદિર પછી આવેલું આ સરોવર એક હિમવર્તી સરોવર છે,  અને તે મંડીથી 49 કિ.મી.ના અંતરે આવેલું છે. તેનો રસ્તો સરળ છે, માટે તમે તમારા બાળકો સાથે મુસાફરી કરતા હો તો પણ તે આરામદાયક અનુભવ કરાવે છે. ઊંડા વાદળી પાણી સાથે આ સરોવર જમીનથી તદ્દન અલગ દેખાય છે. ઉનાળો પ્રશાર લેન્ડસ્કેપને અસંખ્ય નીલા અને લીલા રંગોમાં ફેરવે છે, જ્યારે શિયાળો તેને સફેદ અને નીલા અલ્પાઇનના ચિત્રપટમાં ફેરવે છે. આ દ્રશ્યો માણવા જેવા છે.

Book Your Flight to Kullu Here!

3. પિચોલા લેક, ઉદેપુર.

Lake Pichola, Amazing Lakes in India

ઉદયપુરના સિટી પેલેસ પાસે કૃત્રિમ રીતે બંધવામાં આવેલું પિચોલા સરોવર તમારી નજર જાય ત્યાં સુધી વિસ્તરેલું છે.આ સુંદર સરોવરની લંબાઇ 4 કિ.મી. અને પહોળાઇ આશરે 3 કિ.મી. છે. સિટી પેલેસ પરથી પણ આ સરોવર જોઇ શકાય છે અને તમે રામેશ્વર ઘાટ પરથી હોડીની સવારી પણ લઇ શકો છે. તમે સનસેટ (સૂર્યાસ્ત) જોવા માટે પણ અહી હોડીમાં બેસીને જઈ શકો છે, જે ખરેખર અદભૂત રોમાંચક અનુભવ આપે છે.

Book Your Flight to Udaipur Here!

4. લોકટેક લેક, મણીપુર

Loktak Lake, Amazing Lakes in India

આ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી માટેનું એક હોટસ્પોટ છે, અને ઉત્તર-પૂર્વ ભારતનું તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે. આ સરોવરના પાણી પર તરતા “ફુમદિસ” માટે તે પ્રખ્યાત છે. “ફુમદિસ” એટલે ડીકોમ્પોઝીશનના જુદા જુદા સ્તરે એકઠા થયેલા માટી, વનસ્પતિ અને અન્ય જૈવિક વસ્તુઓનો સંચિત જથ્થો છો. આ જથ્થો સરોવરના પાણી પર તરતો એક નાનો ટાપુ બનાવે છે જ્યાં ખરેખર કેટલાંક લોકો રહે છે. આ નાના”ફુમદિસ’ના દ્રશ્યો લોકટેક સરોવરને એક અદભૂત સ્થળ બનાવે છે.

Book Your Flight to Imphal Here!

5. ચંદ્રતાલ લેક, સ્પિતી.

Chandratal Lake, Amazing Lakes in India

પંગોંગ સો સરોવરની સ્પિતીમાં આબેહૂબ નકલ એટલે ચંદ્રતાલ સરોવર. આ સરોવર 4300 મીટરની દરિયાઇ ઉંચાઇએ આવેલું છે. ચંદ્રતાલ સરોવરનું નામ તેના ચંદ્ર જેવા આકાર પરથી આપવામાં આવ્યું છે. શબ્દાનુસાર ચંદ્રતાલનો અર્થ થાય “ચંદ્રસરોવર” થાય છે. તે સ્પિતી જિલ્લામાં કુન્ઝુમ લા માર્ગથી 7 કિ.મી.ના અંતરે આવેલું છે. નીલવર્ણીની નજીકના બ્લ્યુ શેડનું આ સરોવર વિશાળ ઘાસના મેદાનોથી ઘેરાયેલું છે. અને આ જગ્યાની મુલાકાત લેવાનો અન્ય ફાયદો જો તમે પૂછતાં હો તો, સ્પિતી, મિલ્કી વે જોવા માટેનું એક આદર્શ સ્થળ છે, અહી તમે મોબાઇલની ખલેલ વિના શાંતિપૂર્ણ વેકેશનનો આનંદ ઉઠાવી શકો છો.

6. સોમ્ગો લેક, ગેંગટોક

Tsomgo Lake, Amazing Lakes in India

ગેંગટોકથી 35 કિ.મી.ના અંતરે નાથુ લા માર્ગ પર આ સરોવર આવેલું છે. આ સરોવર સોમ્ગો અથવા ચાંગુ સરોવરના નામથી સ્થાનિક ભાષામાં ઓળખવામાં આવે છે, તેનો અર્થ થાય છે કે તમે હિમવર્તી સરોવરની ફરતે આવેલા ઉંચા પર્વતોને અહીથી જોઇ શકો છો. સરોવરની નજીકના પર્વતો પરથી બરફ પીગળવાથી આ સરોવરમાં પાણી ભરાય છે. સરોવરની ફરતે આવેલા રંગીન ધાર્મિક ધજાઓ અને ઘંટો, પૂર્વીય હિમાલયમાં મુલાકાત લેવા માટેના અદભૂત સ્થળોમાંનું એક સ્થળ બનાવે છે.

Book Your Flight to Bagdogra Here!

7. વેમ્બાનાદ લેક, કુમારાકોમ.

Vembanad Lake, Amazing Lakes in India

કુમારાકોમ પાસે વેમ્બાનાદ સરોવર આવેલું છે, આ સરોવરને ભારતમાંના સૌથી લાંબા સરોવરો પૈકી એક અને કેરળના સૌથી મોટા સરોવરો પૈકી એક હોવાનું કહેવામા આવે છે.ઉપરાંત, આ સરોવર લોકોમાં ઓછું જાણીતું હોવાથી અહી મુલાકાતીઓની ભીડ ઓછી હોય છે, જેથી તમને શાંતિમય અનુભવ મેળવવાની તક આપે છે. અહીનું એક વધુ આકર્ષણ એ પણ છે કે આ સરોવર તાજા અને ખારા પાણીનું સંયોજન છે, જેમાં ખારા પાણીના અવરોધો દ્વારા ભાગલા પાડવામાં આવ્યા છે. આ સરોવરમાં તરતી હાઉસબોટમાં રહીને સૌથી વધુ શક્ય રીતે વેમ્બાનાદની સુંદરતા અને નિર્મળતામાં તમે તરબોળ થઈ શકો છો.

Book Your Flight to Cochin Here!

8. દાલ લેક, શ્રીનગર

Dal Lake, Amazing Lakes in India

જો તમારે કાશ્મીરની ભવ્ય સુંદરતાને પૂર્ણ રીતે અનુભવવી હોય તો તમારા પ્રવાસ કાર્યક્રમમાં દાલ સરોવરની મુલાકાત લેવાનું ચૂકવું ન જોઈએ. જો કે હવે ’કાશ્મીર કી કલી’ ફિલ્મના દિવસો જેવી ભીડ હવે કાશ્મીરમાં જોવા મળતી નથી પરતું ઉનાળા અને શિયાળા એમ બન્ને ઋતુઓમાં આ સરોવર પોતાના અલગ અલગ દ્રશ્યો સાથે તેની સુંદરતાનો અનુભવ કરાવે છે અને તેની ભવ્યતા શ્વાસ થંભાવી દે તેવી હોય છે. 15 કિ.મી.નું આ ગોળ સરોવર અનેક સમયથી તેમાં ફરતા અને તરતા શિકારા અને હાઉસબોટથી ભરેલું હોય છે. શિકારાના માલિકો અહી આવતા મુલાકાતીઓને બંને બાજુ વૃક્ષોથી ઢંકાયેલા રસ્તાઓ વચ્ચે તેઓની હાઉસબોટમાં ફેરવે છે અથવા નાની બોટની સવારી કરાવે છે. અહીના લોકો શિકારાઓમાં દરેક પ્રકારની હસ્તકલાની વસ્તુઓ તથા નકલી ઘરેણાંઓ, ફળો,ફૂલો અને શાકભાજીઓ પણ વેચે છે.

Book Your Flight to Srinagar Here!

9. ચેમ્બ્રા લેક, વાયાનાદ

Chembra Lake, Lakes in India

વાયાનાદમાં ચેમ્બ્રા શિખરના રસ્તે આવેલા એક હ્રદય આકારના સરોવર એવા ચેમ્બ્રા સરોવરને મોટેભાગે પ્રેમીઓના સ્વર્ગ તરીકે કહેવામાં આવે છે. વાયાનાદ જંગલમાં બાંદીપુર નજીકનું ચેમ્બ્રા શિખર ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે. આ સરોવર તેના સુંદર આકાર ઉપરાંત તેની આસપાસ આવેલ શિખરને કારણે મન પ્રખ્યાત છે અને આ ચેમ્બ્રા સરોવર ક્યારેય સુકાતું નથી એવું માનવામાં આવે છે. અહી આવીને તમે ખરેખર સુંદર અને શીતળ અનુભવ કરી શકો છો.

Book Your Flight to Calicut Here!

10. રૂપકુંડ લેક, ચમોલી જિલ્લો, ઉત્તરાખંડ.

Roopkund Lake, Lakes in India

આપણે ભારતીયોને બિહામણી વાર્તાઓ પ્રત્યે વધુ રૂચિ હોય છે, જેથી જેવું મને જાણવા મળ્યું કે આ એક એવું સરોવર છે કે જે “રહસ્યમય સરોવર”  તરીકે ઓળખાય છે, તો મેં તરત જ મારી યાદીમાં તેને ઉમેરી લીધું હતું. આ સરોવરના તળિયામાં ઇ.સ. પૂર્વે 850 પહેલાના સમયના માનવ હાડપિંજરો પડય છે ! રૂપખંડ સરોવર વધુ ઉંચાઇએ આવેલું હિમવર્તી સરોવર છે, જ્યાં 5-6 દિવસોના ટ્રેકિંગ રસ્તેથી પહોંચી શકાય છે, અને જ્યારે સરોવરમાંનો બરફ પીગળે ત્યારે કોઇપણ વ્યક્તિ તળીયે પડી રહેલા માનવ હાડપિંજરો જોઇ શકે છે. જો કે આ માનવ અવશેષો માટે અનેક વૈજ્ઞાનિક અને અલૌકિક કારણો આપવામાં આવ્યા છે પરંતુ આ હાડપિંજરો અંગે લોકોમાં રહસ્ય હજુ પણ અકબંધ છે.

Book Your Flight to Dehradun Here!

શું તમે ખરેખર અમુક સમય માટે આત્મીય શાંતિને ઝંખી રહ્યા છો?તો મેકમાઇટ્રિપ સાથે કોઇ એક સરોવરની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ!