રોમાંચક વોટર એડવેન્ચર્સનો અવસર આપતી હોટેલ્સ

Chandana Banerjee

Last updated: Jul 19, 2017

Author Recommends

Do

Hire a bicycle and explore the Neil Island for a totally different experience

Shop

Shop for exquisite bags and travelling cases at Nappa Dori, a boutique on Ashwem Beach in Goa

Click

Trek to the Chembra Peak, the highest point in the Wayanad Hills for some amazing photos

Eat

For the best French Toast on the planet, head to Kashi’s Art Cafe in Cochin

Events

The CariToon Kochi 2017 is a mega cartoon and caricature event being hosted in the city on May 04, 2017

Want To Go ? 
   

આ વર્ષે ફરી સમય આવી ગયો છે! દેશના દરેક ખૂણામાં ઉનાળાના મહિનાઓની શરૂઆત થઇ ચુકી છે, અને હવે તમારી થોડી સાહસિકતા સાથે બીચ પર અથવા લેક રિસોર્ટમાં જવા માટેનું સુંદર હવામાન છે. માટે તમારૂ સ્વિમસ્યુટ પૅક કરો, અને આ ગરમીમાં આનંદ મેળવવા માટે નીચેના સ્થળો પૈકી પસંદ કરીને એક જગ્યાએ ફરવા તૈયાર થઇ જાવ!

સિલ્વર સેન્ડ બીચ રિસોર્ટ, નીલ આઇલેન્ડ

silver-sand-beach-resort-neil-island

આંદામાન અને નિકોબારના પ્રાકૃતિક નીલ ટાપુ પર બીચ નં 5 પર સ્થિત સિલ્વર સેન્ડ બીચ રિસોર્ટ, અહી આવેલા મહેમાનોને દરિયા કિનારે વૈભવી કોટેજ આપે છે. આ કોટેજ સ્થાનિક સ્થાપત્ય શૈલીથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યા છે અને તેને ઇકો-ફ્રેન્ડલી અને અપસાયકલ કરેલી સામગ્રી સાથે બનવવામાં આવ્યા છે. અહી તમે વિવિધ સુવિધા સાથે આરામદાયક રોકાણ કરી શકશો અને હશે, ઉપરાંત સાહસીક પ્રવૃતિઓ સાથે તમે રોમાંચકતાનો અનુભવ કરશો.


વિશિષ્ટ સુવિધાઓ: અહીના ટાપુની આસપાસ વિવિધ દરિયાઇ જીવન અને પ્રાણીઓ જોવા મળે છે, સાથે સાથે, જો તમારે સ્નૉર્કલિંગ અને સ્કુબા-ડાઇવિંગ કરવા માટે જવું હોય તો અહી રોકાણ કરવું આદર્શ બની જશે. આ રિસોર્ટમાં આવેલ ડાઇવ સેન્ટર તમામ પ્રકારના પ્રવાસીઓને દિવસ દરમિયાન અનેક પ્રવાસો અને ડાઇવિંગ અભ્યાસક્રમોનું આયોજન કરે છે. અને તમે કાલા પથ્થરનાં જંગલમાં પણ લટાર માટે જઈ શકો છો, ઉપરાંત સ્થાનિક માછીમારો સાથે માછીમારી કરવાનો આનંદ લઇ શકો છો અને સુંદર, સ્વચ્છ અને સફેદ દરિયાકિનારા પર આરામદાયક રીતે લાંબી વોક લઇ શકો છો.

કિંમત : રાત્રી દીઠ રૂ. 7,612 થી શરૂ

સ્થાન: નીલ કેન્દ્ર, આંદામાન અને નિકોબાર ટાપુ  

Book Your Stay at Silver Sand Beach Resort, Neil Island!

હોલિડે ઇન રિસોર્ટ, ગોવા

holiday-inn-resort-goa

ગોવામાં મોબોર બીચ પર આવેલ, હોલિડે ઇન રિસોર્ટ સમુદ્રના અદભૂત દ્રશ્યો વચ્ચે 5 સ્ટાર સર્વિસ અને આરામદાયક રોકાણની સેવા આપે છે. અહી ખૂબ જ સુંદર રીતે બનેલા 203 રૂમ છે, જેમાં અમુક રૂમમાં ખાનગી જેકુઝી પણ છે અને તે બગીચાઓ વચ્ચે છે. અહીની ઝળહળતી રેસ્ટોરન્ટમાં ભોજન લઈને તમારી ગોવાની આ રજા તમને ચોક્કસપણે યાદગાર બની જશે.
 

વિશિષ્ટ સુવિધાઓ: શું તમે બીચ પર બેસીને ભોજન લેવાનું પસંદ કરો છો? તો અહી બીચની બિલકુલ નજીક આવેલી બીચ ગ્રિલ રેસ્ટોરન્ટ, તમને એ સુવિધા પૂરી પાડશે! તમે અહી તમારા મનપસંદ ભોજનનો અનુભવ પણ લઇ શકો છો, અને તમારા પગ સાથે ટકરાતી દરિયાની ઠંડી લહેરો વચ્ચે ભોજનનો આનંદ લઇ શકો છો.
 

કિંમત : રાત્રી દીઠ રૂ. 8,166 થી શરૂ
 

સ્થાન: કવેલોસ્સીમ, સાલસેટ, મોબોર બીચ, ગોવા

Book Your Stay at Holiday Inn Resort, Goa!

શેરોય રિસોર્ટ્સ, વાયનાડ

sharoy-resorts-wayanad

કેરળના વાયનાડ જીલ્લામાં બન્સુરા સાગર ડેમ અને ભવ્ય બન્સુરા માઉન્ટેનના પર્વતીય ઢોળાવ પર આવેલ શેરોય રિસોર્ટ કુદરતી અને પ્રાકૃતિક પ્રેમીઓ માટે રાજા ગાળવાનું આદર્શ સ્થળ છે. આ રિસોર્ટમાં 29 સ્વીટ્સ અને વિલાઓ આવેલી છે જે લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે અને તેની આસપાસની અહીના ખીણના શૃંગારણીય દ્રશ્યો જોવા મળે છે. અહી રોકાઇને તમે સુખાવતી અનુભવ મેળવી શકો છો અને અહીના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો, ઉપરાંત પર્વતારોહણ માટે પણ અહી સુવિધા છે, અથવા હોડીમાં બેસીને આસપાસના પર્વતોની સુંદરતા પણ જોઈ શકો છો.
 

વિશિષ્ટ સુવિધાઓ: જો તમે શાંત કાયાકલ્પના અનુભવ માટે કોઈ જગ્યા શોધી રહ્યા હોય તો, આ રિસોર્ટના ઇન્ફીનિટી પુલ બ્લૂ લગૂનમાં તેનો આનંદ લઇ શકો છો. આ ઇન્ફીનિટી પુલ બન્સુરાના બેકવોટર્સ સાથે જોડાયેલ છે, અને તેમાં સ્વિમિંગ કરતા કરતા તમે આસપાસના પર્વતોના રોમાંચક અને સુંદર દ્રસ્શ્યો જોઈ શકો છો.
 

કિંમત : રાત્રી દીઠ રૂ. 6,906 થી શરૂ
 

સ્થાન: બાઇબલ લેન્ડ પોસ્ટ, મંજૂરા, વાયનડ જિલ્લો, કાલપેટા, કેરળ

Book Your Stay at Sharoy Resort, Wayanad!

વિવાન્તા બાય તાજ - માલાબાર, કોચિન

vivanta-by-taj-malabar-cochin

જો તમે કોચીનના વિલિન્ગ્ડન ટાપુ પર આવેલ વિવાન્તા બાય તાજ - માલાબાર હોટેલ માં આવ્યા છો તો તમે તમારી શૈલીથી તમારી રાજા માણી શાલો છો. અહીંથી કોચિન બંદરના સુંદર દ્રશ્યો માણો અને અહીના લેટેસ્ટ શૈલીના રૂમમાં રહી શકો છો. અહી આવેલી ઇન-હાઉસ રેસ્ટોરન્ટ્સમાં સ્થાનિક અને વિશ્વની વિવિધ વાનગીઓની મિજબાની માણો. અને શહેરમાં ફરવાથી લઈને અહી આવેલ જીવા સ્પામાં રિલેક્સ થવા જેવી ઘણી પ્રવૃત્તિઓમાં તલ્લીન થઈને અહી રોકાવવાનો આનંદ મેળવો.

વિશિષ્ટ સુવિધાઓ: જો તમે અહી રોકાણ કરવાનું નક્કી કર્યું હોય તો અહીની વૈભવી બોટ તાજ સિનેમન કોસ્ટમાં બેસીને દરિયાનો આનંદ લો, અને અદ્રભુત સીફૂડ ભોજનનો આનંદ લેતા લેતા ત્રણ કલાક સુધી ક્રુઝમાં બેસીને બેકવોટર્સની સહેલ કરો. આ સફરમાં રોમેન્ટિક સૂર્યાસ્તના સુંદર દ્રશ્યો જુઓ અને સાથે સાથે કૂકીઝ, મફિન્સ અને સેન્ડવિચ સાથે ક્રૂઝ પર શુદ્ધ અંગ્રેજી ચા નો પણ આનંદ માણો.
 

કિંમત : રાત્રી દીઠ રૂ. 11,603 થી શરૂ
 

સ્થાન: વિલિંગડન આઇલેન્ડ, કોચીન, કેરળ

Book Your Stay at Vivanta By Taj- Malabar, Cochin!

More Travel Inspiration For Goa