રંગોના તહેવાર પર આ સ્થળોની મુલાકાત લઇને કરો હોળીની હટકે અંદાજમાં ઉજવણી

Devika Khosla

Last updated: Jul 19, 2017

Author Recommends

Do

Vrindavan: Watch scenes depicting Krishna's life on a moving tableaux at the Cave Passageway near the Krishna Temple
Rajasthan: Camel Safari in Jaisalmer can be done at Sam Sand Dunes or Khuri Sand Dunes. Overnight stay on the dunes is recommended
Kolkata: Pay your obeisance at the Kalighat Temple

See

Vrindavan: Krishna Balaram Temple Complex, Govind Dev Temple and Madan Mohan Temple
Rajasthan: Sonar Qila and Badabagh Ruins in Jasialmer and Mehrangarh Fort in Jodhpur are must visit places

Eat

Vrindavan: Kachoris, Rabri, Pedas and Lassi
Rajasthan: Daal - Baati - Choorma, Moong Daal Halwa, and Lassi from local restaurants

Shop

Vrindavan: Bhajan CD's and religious idols
Rajasthan: Shop for traditional handicrafts in Bapu Bazar, Jaipur, Shop for Camel leather in Kote Gare, Bikaner, Shop for traditional clothing items in Kapra Bazar, Jodhpur
Kolkata: Terracotta, Jute products and Kantha sarees

Events

Vrindavan- Janmashtami (the birth of Krishna) in Vrindavan. Celebrated annually in the month of August/September

Want To Go ? 
   

જીવનને અનેક રંગોથી છલકાવી દેવાનો સંદેશ આપતા અને ભક્તિરસમાં તરબોળ થઇને રંગોથી ઉજવવાનો તહેવાર એટલે હોળી. આ હિન્દુઓનો મોજ- મસ્તીભર્યો અનોખો તહેવાર છે જેની ધૂમધામ તેમજ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. આ જોરદાર અને રંગબેરંગી તહેવાર સાથે અનેક દંતકથા, પૌરાણિક કથા અને દેવી-દેવતાઓની વાત સંકળાયેલી છે. રંગોનો આ તહેવાર દેશભરમાં ભક્તિ અને ધાર્મિક્તા સાથે ઉજવાય છે. આ દિવસે લોકો સંગીતનાં તાલમાં લીન થઇને પરંપરાગત નૃત્યની મજા માણે છે અને સાથોસાથ મિત્રો અને સંબંધીઓ એકબીજા પર અબીલ, ગુલાલ અને કેસુડાના રંગો છાટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. રસપ્રદ રીતે ભારતનાં દરેક શહેરો અને રાજ્યો તેની વિશેષ પરંપરા અને આગવી શૈલીમાં હોળીની ઉજવણી કરે છે. આજે અમે તમને જણાવીશું ટોચનાં પાંચ સ્થળો વિશે જ્યાં રંગોની રમઝટથી વિશેષ પરંપરા અને ધાર્મિક્તાનું અર્થપૂર્ણ સંગમ જોવા મળે છે. રંગોનાં આ તહેવારની ખરા અર્થમાં ઉજવણી કરવા માટે આ સ્થળોની તમને ચોક્કસપણે મુલાકાત લેવી ગમશે.

  

કૃષ્ણ લીલા – મથુરા અને વૃંદાવન

ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા સવિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. વૃંદાવન ખાતે શ્રી કૃષ્ણનો ઉછેર થયો હતો. અહીંયા દેશનાં અન્ય સ્થળોથી વિપરીત હોળી સાથે અનંત સ્વરૂપ કૃષ્ણ અને તેની અનેક લીલાઓ જોડાયેલી છે. શહેરનાં લોકો માને છે કે પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારા આ તહેવારની શરૂઆત કરવામાં આવી હતી અને પરિણામે શ્રી કૃષ્ણનાં દરેક મંદિરોમાં પ્રત્યેક દિવસે તેની શ્રદ્વાપૂર્વક ઉજવણી કરાય છે. આ દિવસે લોકપ્રિય કૃષ્ણલીલા અને રાસલીલા, કૃષ્ણ-રાધાનો પ્રેમ, ગોપીઓ સાથે બાલકૃષ્ણનું નટખટપણું જેવી કથાઓને નાટ્ય સ્વરૂપમાં ભજવવામાં આવે છે અને લોકો આ ભક્તિમય અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં રાધેરાધેનાં રાગ સાથે એકબીજા પર અબીલ-ગુલાલ ઉડાડીને હર્ષોલ્લાસ સાથે તેનો આનંદ-ઉત્સાહ વ્યક્ત કરે છે.

લઠમાર હોળી - બરસાના

મથુરાનાં ઉત્તર ભાગથી 50 કિલોમીટરનાં અંતરે આવેલું બરસાના પણ પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓનું સાક્ષી છે. અહીંયા હોળીની કંઇક આગવા અને વિશિષ્ટ અંદાજમાં જ ઉજવણી થાય છે. લઠમાર હોળી તરીકે ઉજવાતી આ હોળીમાં મહિલાઓ પ્રેમથી પુરુષો પર લાકડી વરસાવે છે. અહીંયા પુરુષો રંગબેરંગી પાણીથી મહિલાઓને તરબોળ કરવા માટે રીતસરની મસ્તીમાં દોડ મૂકે છે જેના બદલામાં મહિલાઓ પ્રેમ અને ઉત્સાહથી તેઓ પર લાકડીનાં પ્રહાર કરે છે. લઠમાર હોળી જોવાનો લ્હાવો મળે તો પણ મન પુલકિત થઇ જાય છે. લઠમાર હોળીનો રોમાંચ અને જુસ્સો તમને કંઇક અલગ જ સ્નેહની અનુભૂતિ કરાવશે. તમે પણ આ સ્થળની મુલાકાત લઇને હોળીની હટકે અંદાજમાં ઉજવણી કરી શકો છો.

Lathmar-Holi-in-Barsana

શાંતિનિકેતનમાં હોળીની સાંસ્કૃતિક અને પારંપરિક શૈલીમાં ઉજવણી

નોબલ પારિતોષિક વિજેતા રવિન્દ્ર નાથ ટાગોર સાથે શાંતિનિકેતનનો ખાસ નાતો છે. કલકત્તાથી 180 કિલોમીટરના અંતરે આવેલ શાંતિનિકેતન ખાતે હોળીની સાંસ્કૃતિક અને પારંપરિક અંદાજમાં ઉજવણી થાય છે. વિશ્વભારતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ-વિદેશના પર્યટકોને અહીંયા ખેંચી લાવે છે. વસંત ઉત્સવ તરીકે પ્રચિલત આ પ્રસંગે વિદ્યાર્થીઓ આ મહાન લેખકનાં કાર્યો આધારિત સાંસ્કૃતિક પરફોર્મન્સ, નૃત્ય અને નાટકોથી લોકોનું મનોરંજન કરે છે અને સાથોસાથ આ તહેવારને વધારે ઉલ્લાસપૂર્ણ અને મોજ-મસ્તથી ભરપૂર બનાવે છે. રંગોથી હોળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી બાદ આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાય છે. તેથી હોળીમાં અહીંયા રંગ અને સંગીતનો જલસો ચિરસ્મરણીય બની જાય છે.

જયપુરમાં હોળી અને હાથી ફેસ્ટિવલનું સંગમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઉજવાતી હોળી તેના હાથી ઉત્સવને કારણે લોકોમાં વધુ લોકપ્રિય બની છે. હોળીના અગાઉના દિવસે ઉત્સાહ અને ઉમંગથી હાથી ઉત્સવ યોજાય છે. આ દિવસે જયપુરની ગલીઓમાંથી વસ્ત્રાભૂષણથી સજ્જ મહાકાય હાથીઓની વિશાળ પરેડનો નજારો જોવાલાયક હોય છે અને ત્યારબાદ હાથીઓની દોડ, ગજગ્રાહ, લોક નૃત્ય જેવી મનોરંજક પ્રવૃત્તિઓ તમને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. અંતે રંગોની રેલમછેલ અને આતશબાજી સાથે તહેવારની પૂર્ણાહુતિ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પર્યટકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હોવાથી અહીંયા વિશાળ પ્રમાણમાં પર્યટકો ઉમટી પડે છે.

Holi-in-Jaipur

બંસવારામાં કરો સાંસ્કૃતિક અંદાજમાં હોળીની ઉજવણી

રાજસ્થાનનાં ઉદયપુર નજીક આવેલું નાનકડું ગામ બંસવારાએ આદિજાતિનું ગઢ છે અને પૂર્વકાલીન રજવાડાંઓનું રાજ્ય છે. અહીંયા ભીલ જાતિના આદિવાસી સમૂહની સંસ્કૃતિ અને પરંપરાઓની વિશિષ્ટ રીતે રજૂઆત સાથે હોળીની ઉમંગભેર ઉજવણી કરાય છે. રંગોના આ તહેવાર પર ભીલ જાતિનાં લોકો સુંદર વસ્ત્રાલંકારથી સજીને વિજયની સૂચક હોળીની આસપાસ પારંપરિક ઘેઇર નૃત્ય ભજવીને હર્ષ વ્યક્ત કરે છે. આ નજારો જોઇને તમે પણ જાણે કે તેઓની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિમાં લીન થઇ ગયા હોય તેવો સુખદ અહેસાસ થશે. મુલાકાતીઓ ઉદયપુર અથવા મધ્યપ્રદેશનાં રતલામથી બંસવારની યાદગાર મુલાકાત લઇ શકે છે.

આ વર્ષે, આ રસપ્રદ શહેરોમાંથી કોઈપણ એક માં હોળી ઉજવો, અને તમારા ફ્લાઇટ અને હોટેલ મેકમાઇટ્રિપ પર બુક કરો!