મહાબળેશ્વરમાં સ્ટ્રૉબેરી પિકિંગ અને પેરાગ્લાઈડિંગઃ મારી કલ્પનાનો વીકેન્ડ સાકાર બન્યો!

Protima Tiwary

Last updated: Jan 5, 2018

ગયા વર્ષે વીકેન્ડમાં પરિવાર સાથે ડ્રાઈવિંગ કરીને મહાબળેશ્વર ગયી તે અનુભવ મારી સૌથી યાદગાર સ્મૃતિઓમાંથી એક છે. એ વીકેન્ડ ખૂબ જ સારી રીતે આયોજન થયેલો હતો અને અમે સંપૂર્ણપણે તેનો આનંદ માણ્યો હતો! ખેતરોમાં સ્ટ્રૉબેરી તોડવાથી માંડીને સહ્યાદ્રીની પર્વતમાળાઓ ઉપરથી પેરાગ્લાઈડિંગના કારણે તે રસપ્રદ પારિવારિક રજા બની ગઈ હતી! 

પક્ષીની જેમ ગ્લાઈડિંગ

મુંબઈથી અમે 5 કલાકની ડ્રાઈવિંગ કરીને પહોંચ્યા પછી, પહેલો દિવસ હોટેલમાં આરામ કરવામાં જ પસાર કર્યો હતો. બીજો દિવસ સંપૂર્ણપણે રોમાંચ ભર્યો રહ્યો જેમાં કામશેટ ખાતે પેરાગ્લાઈડિંગની ઊડાનનો આનંદ માણ્યો હતો. તે અનુભવ માણવા માટે અમને હોટેલથી લઈ ગયા હતા અને અમારા ઈન્સ્ટ્રક્ટર સાથે મુલાકાત કરી હતી. શરૂઆતમાં મને થોડો ડર લાગતો હતો, કારણ કે ચારેબાજુ સહ્યાદ્રી પર્વતમાળાઓ પરથી બાજ સાથે વધતી ઊંચાઈની ઊંડાન શરૂઆતમાં તો અશક્ય જ લાગતી હતી. ચોક્કસપણે હું નર્વસ હતી, પરંતુ પ્રોફેશનલ ઈન્સ્ટ્રક્ટરે મને શાંત રહેવામાં મદદ કરી હતી. શરૂઆતની કેટલીક સેકન્ડ્સમાં હું ઉપર જતી હતી તે અનુભવ ભયજનક હતો પરંતુ, બાકીની 10 મિનિટ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ 10 મિનિટ પૈકીની હતી!

strawberry

મુખ્ય અંશોઃ ખેતરમાં સ્ટ્રૉબેરી ચૂંટવું

નાસ્તો કર્યા પછી અમે નજીકના ખેતરોમાં ગયા કારણ કે તાજગીભરી સવારમાં ખેતરમાં ફરવાનું તો કોને ન ગમે? સૂર્યનો હૂંફાળો તાપ હતો, હવામાં સહેજ ઠંડક હતી અને અમે ચારેબાજુ સ્ટ્રૉબેરીના ખેતરોની વચ્ચે હતા. સૌથી રસદાર સ્ટ્રૉબેરી પારખવાનું અને તોડવાનું અમે શીખ્યા, અમે તોડેલા ફળોમાંથી બનેલો આઈસક્રીમ ખાધો અને તે યાદો અમારી સાથે સચવાઈ રહે તે માટે જામની કેટલીક બોટલ્સ ત્યાંથી લીધી.

કુદરતના ખોળે મનોરમ્ય સૌંદર્યનો આનંદ માણવાના શિયાળાના વીકેન્ડના તે અનુભવથી અમારી સફર એક યાદગાર સફર બની ગઈ. આ અજમાયશી પેકેજના કારણે મોજમસ્તીથી છલકાતા અમારા પારિવારિક વેકેશન બદલ હું ફરી એકવખત મેકમાઇટ્રિપનો આભાર માનું છું.

Read more: Hotels in Mahabaleshwar for a Stress-free Vacation

મેકમાઇટ્રિપનો પેકેજનું મેં બુકિંગ કરાવ્યુઃ મહાબળેશ્વર – ખેતરમાં સ્ટ્રૉબેરી પિકિંગ (ઑનલાઈન)​

કિંમતઃ રૂપિયા 37,999 *થી શરૂ​

Book Your Mahabaleshwar Holiday Here!

*Prices may vary

More Travel Inspiration For Mahabaleshwar