એક ચિતાકર્ષક સ્થળ, આહલાદક વાતાવરણ, પ્રાકૃતિક સૌંદર્ય અને ટ્રાવેલિંગ માટેની દીવાનગી દરેક હોલિડેને યાદગાર અને અવિસ્મરણીય બનાવે છે. જો કે અપર્યાપ્ત નાણાકીય બજેટની ચિંતાને કારણે હોલિડેની તીવ્ર ઇચ્છાને પણ મુલતવી રાખવી પડે છે. તમારી આ જ અદમ્ય ઇચ્છાને પૂરી કરવા તેમજ ખિસ્સાને પરવડે તેવા બજેટ એટલે કે માત્ર રૂ.10,000ની અંદર હોલિડે મનાવી શકો તે માટે અમે અહીંયા આપના માટે ખાસ પાંચ સ્થળોની યાદી આપી છે. માર્ચ મહિના દરમિયાન આ સ્થળોની મુલાકાત જીવનની દરેક પળોને યાદગાર બનાવશે. ચાલો આ સ્થળોની શાબ્દિક સફર કરીએ
વાઇલ્ડ લાઇફ શોખીનો અને પ્રકૃત્તિ પ્રેમી માટે, આસામનું કાઝિરંગા નેશનલ પાર્ક એક રોમાંચક અનુભવ બની રહે છે. આ અભ્યારણ્ય લુપ્તપ્રાય એક શિંગડાવાળા ગેંડા અને જંગલી ભેંસનું આશ્રયસ્થાન છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટને વાઘ અભયારણ્ય પણ જાહેર કરાયું છે. વિશ્વમાં આવેલા પ્રાણીજીવનના સંરક્ષણ વિસ્તારોમાં કાઝિરંગા સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતા અભયારણ્યનું બહુમાન ધરાવે છે. તે ઉપરાંત અહીંયા તમે હાથીઓના ટોળા, બારાસીંઘા તેમજ અન્ય સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓની વિશાળ સૃષ્ટિને પ્રત્યક્ષ નિહાળીને દરેક પળો વધુ જીવંત અને રોમાંચક બની રહેશે. માર્ચ મહિના દરમિયાન વંસતઋતુના ખીલી ઉઠેલા રંગબેરંગી ફૂલો આ નજારાને વધુ જોવાલાયક બનાવે છે તેમજ આ ખુશનુમા વાતાવરણમાં પાણીની તરસ છીપાવવા આવતા ગેંડા અને વાઘને પણ નજીકથી નિહાળવાનો અનેરો લ્હાવો મળે છે. તેથી માર્ચ મહિના દરમિયાન અહીંની મુલાકાત વધુ યાદગાર બની રહેશે.
વાઇલ્ડ લાઇફના બેસ્ટ નજારાની સાથોસાથ પ્રત્યેક જીવંત ક્ષણોને કેમેરામાં કેદ કરવા માટે કેમેરો તેમજ દૂરબીન લઇ જવાનું ના ભૂલશો.
તો ચાલો પ્લાનિંગ માટે તૈયાર થઇ જાઓ.
ગુવાહાટીથી અંતર: 228 કિલોમીટર
હોટેલ ખર્ચ: રૂ.1600 (પ્રત્યેક રાત્રી દીઠ કિંમત). આવાસ માટે અનુકૂળ અને બજેટમાં પરવડે તેવી ડ્યુતાસ કોટેજ સારો વિકલ્પ છે.
ખાણીપીણી: રૂ.1000 (પ્રતિ દિવસ), અહીંની લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગીઓ લાકસા, ખાર, ટેન્ગા તેમજ માછલી અને ભાતની મિજબાની ચોક્કસ માણવા જેવી છે. હોટેલ ખર્ચ અને લોજ ઉપરાંત મૈહાંગ રેસ્ટોરાં અને લેઇમા મણિપૂરી ઢાબા પણ સ્થાનિક ભોજનનો સ્વાદ માણવા માટે શ્રેષ્ઠ પસંદગી બની રહેશે.
મુસાફરીનો વિકલ્પ: ગુવાહાટીથી રૂ.800 કે પછી તેનાથી પણ ઓછી કિંમતે રાઉન્ડ ટ્રિપ લઇ શકાય. ગુવાહાટીથી કાઝિંરગાની પાંચ કલાકની આરામદાયક મુસાફરી માટે એ.સી અથવા નોન એ.સી બસની પસંદગી બેસ્ટ છે.
2 રાત્રી અને ત્રણ દિવસના રોકાણનો કુલ ખર્ચ: રૂ.3,200 (હોટેલ ખર્ચ)+રૂ.2000(ખાણીપીણી)+રૂ.800 (મુસાફરી),+રૂ.1000(ખરીદી અને અન્ય ખર્ચ સામેલ) = રૂ.7000/-.
Book Your Stay at Kaziranga Deutas HotelBook Your Stay at Kaziranga Deutas Hotel
પ્રાચીન સમયમાં વિજયનગર સામ્રાજ્યની રાજધાની એવી હમ્પીની મુલાકાત પણ અવિસ્મરણીય બની રહેશે. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે ઇતિહાસની સાક્ષી પૂરતા જૂના સ્મારકો, ભવ્યતા દર્શાવતા ખંડેરો સ્વરૂપે તેના અવશેષો, મંદિરોના ખંડો વિશેષ રીતે ઇતિહાસ અને સ્થાપત્યના પ્રેમીઓ ઉપરાંત સહેલાણીઓ અને ફોટોગ્રાફસના શોખીનોને પણ અહીંની મુલાકાત લેવા આકર્ષિત કરે છે. હમ્પી એક મહત્વનું આસ્થાનું કેન્દ્ર પણ ગણાય છે જ્યાં તીર્થયાત્રા માટે મુખ્ય કેન્દ્ર વિરુપક્ષ મંદિરની મુલાકાત જીવનમાં ધન્યતાની અનુભૂતિ કરાવે છે.
તો ચાલો પ્લાનિંગ માટે તૈયાર થઇ જાઓ.
બેંગ્લોરથી અંતર: 363 કિલોમીટર
હોટેલ ખર્ચ: રૂ.1400 (રાત્રી દીઠ કે પછી તેનાથી ઓછી કિંમત), શ્રેષ્ઠત્તમ આવાસ માટે હોટેલ ખર્ચ રોક રેજન્સી, રોકી ગેસ્ટ હાઉસ અથવા ગોપી ગેસ્ટ હાઉસ તેમજ રૂફ રેસ્ટોરન્ટ પણ બેસ્ટ ચોઇસ છે.
ખાણીપીણી: રૂ.1000 (પ્રતિ દિવસ). અહીંયા સ્થાનિક સાઉથ ઇન્ડિયન ફૂડ ઉપરાંત ઇટાલિયન અને ઇઝરાયલી કુઝિન ઓફર્સ કરતા રેસ્ટોરાં પણ છે. સ્વાદિષ્ટ વાનગીઓની લહેજત માણવા માટે મેંગો ટ્રી, વોટરફોલ્સ અથવા ઉડુપી શ્રી કૃષ્ણા ભવનની અચૂક મુલાકાત લેવી.
મુસાફરીના વિકલ્પો: રૂ.1600 (બેંગ્લોરથી રાઉન્ટ ટ્રિપનો ખર્ચ), બેંગ્લોરથી હોસ્પેટ માટે બસની મુસાફરી કરો અને ત્યાંથી હમ્પી જવા માટે કેબની સુવિધાનો લાભ ઉઠાવો.
2 રાત્રી અને 3 દિવસ માટેનો કુલ ખર્ચ : રૂ.2,800(હોટેલ ખર્ચ)+રૂ.2,000(ખાણીપીણી)+રૂ.1600(મુસાફરી)+રૂ.1000 (ખરીદી અને અન્ય ખર્ચ સામેલ)= રૂ.7400/-
Book Your Stay at Rock Regency HotelBook Your Stay at Rock Regency Hotel
ધોલાધર ગિરિમાળાઓની ટેકરીએ સ્થિત કાંગરા વેલી તેના જોવાલાયક પ્રાકૃતિક સૌંદર્ય અને લીલીછમ હરિયાળીને કારણે સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શક્તિશાળી પર્વતો પર ટ્રેકિંગની મજા માણો કે પછી અવિરતપણે ઝળહળ વહેતા પાણીના ધોધમાં પગ બોળીને તેની ઠંડકનો અહેસાસ કરો. તે ઉપરાંત માત્ર પ્રકૃતિની ગોદમાં બેસીને આ સુંદર અને આંખાને ટાઢક આપતી ખીણનો અદ્દભુત નજારો ચોક્કસપણે તમને ત્યાં વધુ સમય સુધી રોકી રાખશે. તેના પ્રખ્યાત સ્થળો મેક લીયોડગંજ અને ધર્મશાળા તેના શાંત અને તાજગીભર્યા વાતાવરણ, તિબેટિયન સંસ્કૃતિની ઝાંખી, ચિતાકર્ષક કેફે અને બૌદ્વ ધર્મ, યોગ અને ધ્યાનને લગતા કોર્સને કારણે દર વર્ષે હજારો ભારતીય અને વિદેશી સહેલાણીઓને આકર્ષે છે.
તો ચાલો પ્લાનિંગ માટે તૈયાર થઇ જાઓ.
દિલ્હીથી અંતર: 462 કિલોમીટર
હોટેલ ખર્ચ: રૂ.1,100 (રાત્રી દીઠ કિંમત), તમે ગ્રોવર અથવા કેટોચ હોમસ્ટે જેવી પરવેડી તેવી હોટેલ ખર્ચ પર પસંદગી ઉતારી શકો છો. આ સુંદર વેલીના શ્રેષ્ઠ અનુભવ માટે કેમ્પિંગ સાઇટ્સ પર આવેલા ટેન્ટમાં પણ રહી શકાય છે.
ખાણીપીણી: રૂ.1,000 (પ્રતિ દિવસ). કેટલીક સ્થાનિક પહરી વાનગીઓ માટે કેટલાંક ઢાબા અને નાના રેસ્ટોરાંની મુલાકાત લેવી. તમે અહીં કાલન કે પકોડે, ભુરની, નાશ્પતીનું શાક જેવી ચટાકેદાર વાનગીઓની લહેજત તો માણવી જ રહી. મેક લીયોડ ગંજ તેના શાંત કેફે માટે લોકપ્રિય છે. તે ગ્રાહકોને યુરોપિયન, તિબેટિયન તેમજ ભુતાનિઝ કુઝીન પુરું પાડે. તેમાંથી કેફે ઇલિટેરાટી, તિબેટ કિચન, શિવા કેફે અને સીડ સેફ ટ્રાય કરવાનું ભૂલશો નહીં.
મુસાફરીના વિકલ્પો: રૂ.1400 (બસથી રિર્ટન મુસાફરી સહિત), દિલ્હીથી કાંગરા વેલી જવા માટે 10 કલાકની રાત્રી મુસાફરી એક આરામદાયક સવારી બની રહેશે.
બે રાત્રી અને ત્રણ દિવસનો કુલ ખર્ચ: રૂ.2200(હોટેલ ખર્ચ)+રૂ.2,000(ખાણીપીણી)+1400(મુસાફરી)+રૂ.1000(ખરીદી અને અન્ય ખર્ચ સામેલ)= રૂ.6,600/-
Book Your Stay at Grover HotelBook Your Stay at Grover Hotel
દેશના અન્ય ઘોંઘાટ ધરાવતી રાજ્યોની રાજધાનીથી વિપરીત અગરતાલા શોરબકોરથી દૂર તમને શાંતિ અને હળવાશની અનુભૂતિ કરાવે છે. શહેરને વધુ આકર્ષક બનાવતા કેટલાંક ધાર્મિક સ્થળો ત્યાંના સાંસ્કૃતિક વૈવિધ્યની ભવ્યતાને બખુબી દર્શાવે છે. અહીંયા અનેકવિધ હિન્દુ અને આદિજાતિના તહેવારો ઉજવાય છે. હાઓરા નદીકિનારે સ્થિત આ રાજધાની શહેર તેના સુંદર સ્થળો, લીલાછમ બગીચાઓ, તળાવો અને મ્યુઝિયમને કારણે હજારો સહેલાણીઓને આકર્ષે છે. આ દરેક વસ્તુની પૂરતી મજા માણવા માટે માર્ચ મહિનો બેસ્ટ છે.
તો ચાલો પ્લાનિંગ માટે તૈયાર થઇ જાઓ.
કલકતાથી અંતર:490 કિલોમીટર
હોટેલ ખર્ચ: રૂ.1200 (પ્રત્યેક રાત્રીના આવાસ માટે)
સરકાર સંચાલિત ગેસ્ટ હાઉસથી માંડીને, લક્ઝરી હોટેલ્સ સહિત અગરતાલા આવાસ માટે સહેલાણીઓને અનેક વિકલ્પો પૂરા પાડે છે. સગવડથી ભરપૂર અને આરામદાયક આવાસ માટે અમે હોટેલ વૂડલેન્ડ પાર્કની ભલામણ કરીએ છીએ.
ખાણીપીણી: રૂ.1000 પ્રતિ દિવસ, અગરતાલાની ખાણીપીણીમાં બંગાળી અને ઉત્તર-પૂર્વીય એમ બન્ને વાનગીઓ તમને ભાવશે. તમે કરી ક્લબ, ગરમ તાવા તેમજ માનિક્ય કોર્ટ જેવી રેસ્ટોરાંને પસંદ કરી શકો છો. તે ઉપરાંત અગરતાલાની મુખ્ય શેરીઓ અને માર્કેટમાં પણ ખાણીપીણીના અનેકવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
મુસાફરીનો વિકલ્પ: રૂ.4000 રાઉન્ડ ટ્રિપનો ખર્ચ, કલકતાથી અગરતાલા જવા માટે ફ્લાઇટનો વિકલ્પ સૌથી સગવડદાયક છે. કેટલીક પરવડે તેવા ફ્લાઇટના વિકલ્પોમાંથી પસંદગી કરીને એડવાન્સ બુકિંગ કરાવો.
બે રાત્રી અને ત્રણ દિવસ માટેનો કુલ ખર્ચ: રૂ.2,400(હોટેલ ખર્ચ)+રૂ.2,000(ખાણીપીણી)+રૂ.4,000(મુસાફરી)+રૂ.1,000(ખરીદી તથા અન્ય ખર્ચ સામેલ) = રૂ.9,400/-
Book Your Stay at Woodland Park HotelBook Your Stay at Woodland Park Hotel
બનારસ કે કાશી તરીકે વિખ્યાત આ પવિત્ર નગરીની મુલાકાત જીવન માટે હરહંમેશ યાદ રહેનારો એક યાદગાર આધ્યાત્મિક અનુભવ બની રહેશે. તેની નિર્મળતા અને આધ્યાત્મિક્તા તમને ચોક્કસપણે મંત્રમુગ્ધ કરશે. ભારતની સાંસ્કૃતિક રાજધાની એવું બનારસ પવિત્ર નદી ગંગાના તીરે આવેલું છે. અહીં મોટી સંખ્યામાં મંદિરો અને પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત એક પાવન અવસર બની રહે છે. તમે અહીં જાત્રાળુઓથી સતત ધમધમતા ઘાટની સુંદરતા કે આધ્યાત્મિક માહોલમાં તલ્લીન થઇ જશો. તે ઉપરાંત વિવિધ પ્રકારની ધાર્મિક વિધિ કે કર્મકાંડ કરતા જાત્રાળુઓ સાથે તમે પણ જોડાઇ જાવ કે પછી પવિત્ર ગંગા નદીમાં આસ્થાપૂર્વક ડુબકી લગાવો. માર્ચ મહિના દરમિયાન અહીંયા હર્ષોલ્લાસ અને રંગોની રંગબેરંગી છોળોની સંગાથે ધામધૂમથી ઉજવાતી હોળીની મોજમસ્તીમાં ડુબી જવા માટે આ સમયમાં અહીંની મુલાકાત યાદગાર અને સુખમય બની રહેશે.
તો ચાલો પ્લાનિંગ માટે તૈયાર થઇ જાઓ.
દિલ્હીથી અંતર: 815 કિલોમીટર
હોટેલ ખર્ચ: રૂ.1100 (રાત્રી દીઠ કિંમત)
ઘાટની નજીક આરામદાયક આવાસ માટે હોટેલ ખર્ચ ગણેશા અથવા હોટેલ ખર્ચ ઇશાન પેઇંગ ગેસ્ટ હાઉસ બેસ્ટ પસંદગી બની રહેશે.
ખાણીપીણી: રૂ.1000 (પ્રતિ દિવસ)
બનારસ તેની મોઢામાંથી પાણી લાવતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે લોકપ્રિય છે. અહીંયા તમે કચોરી-ચાટ, આલુ પૂરી, લસ્સી, ઠંડાઇ જેવી લહેજતદાર વાનગીઓનો રસમધુર સ્વાદ તમને જીવનભર યાદ રહેશે. તે ઉપરાંત પાન ખાવાનું ભૂલશો નહીં.
મુસાફરીનો વિકલ્પ: રૂ.900 (દિલ્હીથી રિર્ટન મુસાફરી સહિત ખર્ચ)
બનારસ જવા માટે અનેક ટ્રેનો ઉપલબ્ધ છે. દિલ્હીથી બનારસ જવા માટે 11 કલાકની રેલવે મુસાફરી સૌથી વધુ સગવડદાયક વિકલ્પ છે.
બે રાત્રી અને ત્રણ દિવસ માટેનો કુલ ખર્ચ: રૂ.2,200(હોટેલ ખર્ચ)+રૂ.2,000(ખાણીપીણી)+રૂ.900(મુસાફરી)+રૂ.1,000 (ખરીદી તેમજ અન્ય ખર્ચ સામેલ) = રૂ.6100/-
Book Your Stay at Ganesha HotelBook Your Stay at Ganesha Hotel
Mayank Kumar Follow
Prefers Bukowski and Gulzar over Shakespeare and Tagore. And nights over daytime. Possesses wit that offends more than it impresses. Anti-social and friendly in the same breath. Miniature souvenir and stationery hoarder. Desperately trying to bring being nice in vogue.
The Treasures I Found on the Ghats of Varanasi!
Shuchi Singh | Apr 7, 2022
Vande Bharat Express: Now, Travel from Delhi to Varanasi in Just 8 Hours!
Charu Narula Oberoi | Feb 24, 2022
Bask in the Glory of Rich Heritage at Taj Nadesar Palace, Varanasi
Charu Narula Oberoi | Oct 5, 2018
Amazing Holidays You Can Take For Under 10K This November
Arushi Chaudhary | Apr 11, 2022
You Must Try These Budget Holidays in March for Less Than 10K
Namrata Dhingra | Feb 25, 2020
That's Strange In India: Varanasi's Manikarnika Ghat
Aditi Jindal | Sep 24, 2019
10 Pilgrimages in India Worth Taking At Least Once
Prachi Joshi | Sep 20, 2024
Top Five Places to Buy Sarees in India
Vedika Anand | Sep 24, 2019
Top Places to Visit in Goa Other than Beaches
MakeMyTrip Holidays | Mar 30, 2022
A List of Places to Visit in South India This Summer
MakeMyTrip Holidays | May 2, 2020
Places to See in Kerala with Kids
MakeMyTrip Holidays | Nov 7, 2023
The Hottest European Destinations for Summer 2019
Sunny Mishra | Sep 18, 2019
Your Guide to the Perfect Summer Vacation in Canada
Tabassum Varma | Sep 24, 2019
Here's Why Disneyland Paris Should Be on Your Summer Vacation Bucket List!
Surangama Banerjee | Jun 14, 2019
Best Family Destinations Outside India That You Must Visit!
Devika Khosla | Mar 9, 2020
These Houseboats at Dal Lake, Srinagar Will Leave You Oh-so-charmed!
Arushi Chaudhary | Feb 3, 2023