ભારતની વિચિત્રતાઓ: વારાણસીનો મણિકર્ણિકા ઘાટ

Aditi Jindal

Last updated: Sep 24, 2019

Author Recommends

Trivia

Did you know that as per Hindu mythology, if a soul's last rites are performed in Varanasi, it attains moksha? Find out more about this sacred land.

See

The Manikarnika Ghat in Varanasi, where death is celebrated and where hundreds of funerals are held on wooden pyres everyday.

ગયે વખતે જ્યારે મે વિચિત્રતાની શ્રેણીનો એક બ્લોગ લખ્યો હતો, ત્યારે મારા અમૂક મિત્રોએ પૂછ્યું, "શું વિચિત્ર સ્થળોએ માત્ર વિદેશી જગ્યાઓમા જ અસ્તિત્વમાં છે?" અને મે તેમને કહ્યું કે “ના રે ના, ભારત પણ અનેક વિચિત્ર જગ્યાઓ થી ભરેલું છે, યાદ કાર મે ચાંદબાઓરી, કરણી માતા વિષે લખ્યું હતું... "

... અને આ વાતચીતે મને વિચારતો કરી મૂક્યો...

મને આશ્ચર્ય થયુ કે હજુ સુધી હું ભારતમાં ઘણા વિચિત્ર સ્થળો વિષે લખવાનું કેમ ચૂકી ગયો જેના વિષે જાણીને લોકો અવાચક થઈ જાય અને આ જ કારણ છે કે શા માટે વિચિત્રતાની શ્રેણીમાં મારા દસમા બ્લોગમાં (યાહૂ...! પ્રેમ માટે આભાર) ભારત અંગે લખ્યું છે. કારણકે મુખ્યત્વે એક બ્લોગમાં ધાર્મિક માન્યતાઓ, ચમત્કાર, દંતકથાઓ, કુદરતની રહસ્યવાદી અજાયબીઓ અને ઇતિહાસ કે અલૌકિક અનુભવો જે કાયમી છાપ છોડી જાય તે અંગે ક્યારેય ન્યાયપૂર્ણ રીતે નથી લખાયું.

વારાણસી ની બીજી બાજુ

ધર્મ વિષે વાત કરીએ તો  ભારત એક એવું સ્થળ છે જ્યાં અનેક માન્યતાઓ અને વ્યવહાર સહ અસ્તિત્વ ધરાવે છે.અહી શ્રદ્ધા અને વિશ્વાસના મૂળિયાં એટલા મજબૂત છે કે બિન ભક્ત અને નાસ્તિક પણ ગભરાઈ જાય છે.ચાલો આપણે વારાણસીની આદરણીયભૂમિ પર સીધા ચાલીને આપણો પ્રવાસ શરૂ કરીએ અને મણિકર્ણિકા ઘાટ ખાતે મોતની શાંતિને સાંભળીએ, હું મુસાફરી પ્રેમી હોવાથી સાહસ, ઇકો-ફ્રેન્ડલી, સાંસ્કૃતિક અને આભાસી જેવી અનેકવિધ યાત્રાઓ સાથે જોડાયેલ છું અને મે તમામ પ્રકારના પ્રવાસન  કર્યા છે. પરંતુ અસામાન્ય અને મૃત્યુ પ્રવાસન જેટલું બિહામણું કંઈ જ નથી! વારાણસીમાં અલૌકિક મણિકર્ણિકા ઘાટ એટલી જ ત્વરાથી આપણને તેના બાહુપાશમાં જકડી લે છે.અહી એક પણ દિવસ એવો પસાર નથી થતો કે જ્યારે અહીં લાશ આવી ના હોય. રોજના 200 થી 300 અંતિમ સંસ્કાર અહી  થાય છે.

varanasi-ghat-temple-ghat-manikarnika
Dead Bodies burning at the Manikarnika Ghat | Photo Credit: Arian Zweger/Flickr
 

ખુલ્લામાં કેવીરીતે અંતિમ સંસ્કાર થાય છે અને મરુત શરીરને કઈ રીતે બાળવામાં આવે છે એ જાણવા પર્યટકો ખાસ અહી આવે છે. જ્યારે મૃત શરીર (કાપડ માં આવરિત) આવે અને 'રામ નામ સત્ય હૈ' ગીત હવામાં ગુંજે ત્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. વધુમાં,અંતિમક્રિયાની કિંમત વજન અને ક્યાં  લાકડાનો પ્રકાર વપરાયો છે તેના પર આધાર રાખીને ગણતરી કરવામાં આવે છે. ચંદન ઉપલબ્ધ જાતોમાં સૌથી ખર્ચાળ છે. અમુક વખતે લાશને ગંગામાં વહાવવામાં આવે છે અને લાકડું ચિતા બનાવવામાં વપરાય છે.અહીં ફોટોગ્રાફી માન્ય નથી છતા વિદેશી પ્રવાસીઓ તો આ ઘાટની વિચિત્રાતાને પોતાના કેમેરામાં કેદ કરી જ લે છે.

varanasi-ghat-temple-ghat-dead-body
Dead Body taken to River Ganga for a Holy Dip | Photo Credit: Michal Huniewicz/Flickr

 

મૃત્યુ પામેલાઓની જગ્યા

દંતકથા એવી છે કે ભગવાન શિવે મણિકર્ણિકા ઘાટને શાશ્વત શાંતિનું વરદાન આપ્યું છે. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષો સુધી ભગવાન વિષ્ણુએ કાશીના પવિત્ર શહેર માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. વિશ્વના ત્યારે આયોજિત સર્વનાશ દરમિયાન નાશ કરવામાં ના આવે. વિષ્ણુની સાચી પ્રાર્થના દ્વારા ખુશ થઈને શિવ તેમના પત્ની પાર્વતી સાથે કાશી આવ્યા અને તેમની ઇચ્છાને પરિપૂર્ણ કરતું વરદાન આપ્યું હતું . કાશી એ વારાણસીનું અગાઉનું નામ છે. અને તેના પરિણામ સ્વરૂપે, કોઈપણ મૃત આત્માને (જન્મ અને મૃત્યુના ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ) મોક્ષ આપવા માટે અહીં તેની અંતિમક્રિયા કરવામાં આવે છે અને તેથી જ આ ભૂમિ હિન્દુઓ દ્વારા અંતિમક્રિયા માટે સૌથી પવિત્ર ગણવામાં આવે છે.

હવે તમને સમજાયું હશે કે શા માટે આ જગયાનું નામ મહાસ્મશાન પાડવામાં આવ્યું આ ઉપરાંત એક દંતકથા એવી પણ છે કે ભગવાન વિષ્ણુએ શિવ અને પાર્વતી માટે અહીં એક કૂવો ખોદયો હતો .જેને હવે તેને મણિકર્ણિકા કુંડ કહેવામા આવે છે.જ્યારે શિવ સ્નાન કરવા ગયા ત્યારે તેમનું એક ઇયરિંગ કુંડમાં પડી ગયું હતું આથી જ તો આ કુંડને મણિકર્ણિકા કુંડ કહે છે. (મણિ એટલે કાનનું રત્ન અને કર્ણિકા એટલે કાનનો ઉલ્લેખ છે).

varanasi-ghat-temple-ghat-dead-body-temple
Manikarnika Ghat at the time of Dusk | Photo Credit: Honza Soukup /Flickr
 

મણિકર્ણિકા ઘાટ પર મૃત્યુને ઉજવવામાં આવે છે. આખો દિવસ દુ:ખી સુરે મંત્રો ગવાય છે અને દિવસ અને રાત ધુમાડા ભર્યું વાતાવરણ રહે છે. કારણકે અહીં લાશની શાશ્વત શાંતિ માટે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ ઘાટને ઘણા ભક્તો દ્વારા સ્વર્ગનો માર્ગ તરીકે ઓળખે છે.

Book Your Flight to Varanasi Here!

ચાલો, તમને સ્વર્ગ તરફ લઈ જતી ભૂમિની વાત કર્યા પછી મારા આગલું બ્લોગમાં આવી જ વધુ કઈક વિચિત્ર વાતો કરીશુ ... આવજો ત્યારે!! મળતા રહીશું ..