સિંગાપુરમાં 7 સુપર દિવસની ટ્રીપ

Chandana Banerjee

Last updated: Sep 24, 2019

Want To Go ? 
   

સિંગાપુરમાં મોજ માણવા માટે અનેક પ્રવૃત્તિ અને અનેક જોવાલાયક સ્થળો છે. તે અત્યંત વિકસતું પ્રવાસન છે. જો તમે દુનિયાના આ ભાગમાં ફરવા જવાનું વિચારતા હો તો આ “સિટી ઓફ ગાર્ડન્સ” તરીકે જાણીતા આ શહેરને ચોકકસપણે તમારા લીસ્ટમાં સામેલ કરજો.અહી તમને યાદ રહી જાય એવા પ્રખ્યાત અને સુંદર સ્થળોની યાદી આપી છે જેથી તમને અગવડ ના પડે.

બાટમ આઇલેન્ડ

batam-island

ઇન્ડોનેશિયાનું આઠમું સૌથી મોટું શહેર, બાટમ આઇલેન્ડ તેના ત્રણ G - golfing, gambling and gorging (જુગાર, ગોલ્ફ અને સ્વાદિષ્ટ ભોજન) માટે જાણીતું  છે.સિંગાપુરથી માત્ર એક કલાક જેટલા અંતરે જ આવેલ બાટમ આઇલેન્ડમાં તમે કેસીનોમાં સમય વિતાવી શકો અથવા તો પછી તેના આહ્લાદક સી-ફૂડની મજા માણી શકો.આ બધુ કર્યા પછી પણ જો તમે થાક્યા ના હો તો અહીની વોટરફ્રન્ટ સિટીમાં વોટર સ્પોર્ટસ અને ગો-કાર્ટ રેસિંગ તમને ફ્રેશ અનુભવ કરાવશે. અહીના જોવાલાયક સ્થળો તરીકે મસ્જિદ રાયા ગ્રાન્ડ નામની મસ્જિદ તેમજ મહા વિહાર દૂત મૈત્રેય  બૌદ્ધ મંદિર પણ લોકપ્રિય આકર્ષણ છે.

સિંગાપુરથી  અંતર: 156 કિમી

મેલાકા

melaka

મેલાકા  એકવાર દક્ષિણપૂર્વ એશિયામાં  મહત્ત્વનું વેપારી બંદર હતું. સિંગાપુરથી બસ દ્વારા માત્ર સાડા ત્રણ કલાકને અંતરે આવેલ આ જગ્યામાં અદ્ભુત કોલોનિયલ સ્થાપત્યોને જોવા એ પણ લહાવો છે. જેમાં 8 હિરેન  સ્ટ્રીટ ખાતે આવેલ 18મી સદીના ડચ ઘરો પણ સામેલ છે. બાબા અને ન્યોન્ના  હેરિટેજ મ્યુઝિયમ પણ જોવાલાયક સ્થળ છે. આ ઉપરાંત અહીના ફૂડમાં પિંગ-પોંગ બોલની સાઈઝના ચિકન રાઈસ બોલ પ્રખ્યાત છે જે નજીકની સ્થાનિક હોટલમાં મળી રહેશે

સિંગાપુરથી  અંતર: 239 કિમી

પુલાઉ યુબિન 

palau-ubin

જો તમે પ્રાચીન સમયમાં પાછા જવા માગતા હોય તો  પુલાઉ યુબિન જે સિંગાપુરથી માત્ર 10 મિનિટના અંતરે આવેલ કંપોંગ છે તેની  મુલાકાત લેવી જરૂરી છે .આ ગામ પ્રાચીન સેમીના જૂજ ગામડાઓ માંથી એક છે . અહી તમને જોવા મળશે કે સિંગાપુરમાં 1960ના સમયમાં વીજળી અને પાણી વગરની જિંદગી લેવી હતી? આ ગામોમાં હજુ પણ કુવાઓથી પાણી ખેંચવામાં આવે છે અને જનરેટરથી તેઓ વીજળી મેળવે  છે. અહી કોઈ મોલ કે સુપરસ્ટોર નથી પણ અહી તેઓ કુદરતી ખેતરો અને માછીમારીમાંથી ખોરાક મેળવે છે જોકે, મોજીલા વ્યક્તિઓ અહી બાઇક ભાડે લઈને પર્વતના વાંકાચુકા રસ્તાઓ અને ઢોળાવો પર હાઇ સ્પીડ હંકારીને સાહસવૃત્તિ સંતોષે છે.

સિંગાપુરથી  અંતર: 68 કિમી                           

બિન્તાન આઇલેન્ડ

bintan-island

ઐતિહાસિક રીતે જોઈએ તો, આ ટાપુ એકસમયે ભારતીય અને ચિની વેપાર જહાજો માટે એક સુરક્ષિત બંદર હતું જ્યાં મોટા જહાજો ઉગ્ર તોફાનો દરમિયાન રક્ષણ મેળવવા માટે આવતા. ત્યાં સુધી કે પ્રખ્યાત વેપારી સાહસિક માર્કો પોલોએ પણ 1201માં આ ટાપુની મુલાકાત લીધી હતી, અહીના આકર્ષણોમાં  દક્ષિણ ચાઇના સમુદ્રમાં સર્ફિંગ અને નૈસર્ગિક બીચ પર બીચ કોમ્બિંગ  તમને લોભાવશે. અહીના વૈભવી બીચ રિસોર્ટનું તો પૂછવું જ શું?જે લોકો સુંદર નૈસર્ગિક વાતાવરણમાં પોતાની રજા ગાળીને ફ્રેશ થવા ઈચ્છે છે તેઓ માટે આ અદ્ભુત જગ્યા છે. એક કલાકમાં બિન્તાન આઇલેન્ડ પહોંચવા માટેનો  શ્રેષ્ઠ માર્ગ હોડી અથવા તરાપો ભાડે લઈને સફરનો આનંદ માણવાનો છે.  

સિંગાપુરથી  અંતર: 2,198 કિ.મી.

જોહોર બહરુ

જો તમે પ્રવાસ પર શોપિંગના શોખીન હોય તો મલેશિયાનું બીજ નંબરનું સૌથી મોટું શહેર જોહોર બહરું તમારા માટે જ છે. અહીના સિટી સ્ક્વેર ખાતેની દુકાનો કન્ઝ્યુમર ગુડ્સ, સૌંદર્ય પ્રસાધનો અને તમામ પ્રકારના કપડાંથી ભરેલી હોય છે. જે તમને અનેક વેરાયટી સિંગાપુર કરતાં ક્યાંય સસ્તા ભાવે આપશે. સિંગાપુરથી જો બસ દ્વારા જવામાં આવે તો અહી પહોચતા એક કલાક થાય છે. શોપિંગ ઉપરાંત જોહોર બહરુ  તેના ચિની અને હિન્દૂ મંદિરો તેમજ મસ્જિદો માટે પ્રખ્યાત છે. હિન્દૂ ભગવાન અરૂલમીગું શ્રી રજકાલીયામમ્મ્નનું કાચનું મંદિર તમારા જોવાલાયક સ્થળોની યાદીમાં ટોચનું નામ હોવું જ જોઈએ.જો તમારે બાળકો સાથે હોય તો બાળકોના  પ્રિય રમકડાં લેગોનો થીમપાર્ક કમ રિસોર્ટ લેગોલેંડ મલેશિયા ખાસ જવું જોઈએ. 

સિંગાપુરથી અંતર: 25 કિમી

સેંટોઝા આઇલેન્ડ

sentosa-island

જો તમે તમારો પ્રવાસ વધુ આનંદ અને મજાથી  ભરેલો ઇચ્છતા હોવ તો પછી તમે સેંટોઝા આઇલેન્ડ જવા સિંગાપુરથી એક કેબલ કાર સવારી માટે તમારી ટિકિટ બુક કરી જ લો.અહી સિલોસો ફોર્ટ આવેલો છે જે 600 ફૂટ ઊંચા આકાશને આંબે છે આટલી ઊંચાઈએ પહોચીને રોમાંચકતા અનુભવો નહીં તો પછી બીચ પર સહેલ કરો કે દરિયાઈ પ્રાણીઓનો શો જુઓ;અથવા રંગબેરંગી પતંગિયાઑને મળવાનું તો તમને ગમશે જ .આટલું ઓછું હોય તેમ તમારી મજા ડબલ કરવા માટે અહી સેંટોઝા વર્લ્ડ પાર્ક હાજર છે જેના છુટાછવાયા નિવાસો સાથે યુનિવર્સલ સ્ટુડિયો થીમ પાર્ક, શોપિંગ મોલ્સ, એક કેસિનો અને S.E.A. એક્વેરિયમની સગવડો તમારા વિકએન્ડની રજાઓને આનંદથી ભરપૂર બનાવશે.

સિંગાપુરથી અંતર: 22 કિમી

સુંગેબુલોહ  વેટલેન્ડ રિઝર્વ

શું તમે પ્રકૃતિ પ્રેમી છો? શું તમને જંગલી અને દરિયાઈ પ્રાણીઓ વચ્ચે સમય વિતાવવામાં આનંદ આવે છે?નૈસર્ગિક વાતાવરણની ખોજમાં છો? તો આવી જાઓ બિસ્તરાપોટલાં પેક કરીને સુંગેબુલોહ  વેટલેન્ડ રિઝર્વ. એમાં પણ જો તમે માર્ચ થી સપ્ટેમ્બર વચ્ચે આ સ્થળની મુલાકાત લેવાના હો તો જેમ જેમ તમે આ જગ્યાએ ચાલશો તેમ તેમ તમને જળબિલાડી, સાપ, ગરોળી, હેરોનનો ભેટો થશે અને તમારા નસીબ સારા હશે તો કદાચ તમે સાઇબીરીયા અને ચાઇનાથી આવેલ યાયાવર પક્ષીઓને પણ જોઈ શકશો. એમાં પણ જો તમે ક્રાંજી જીલ્લામાં જશો તો તમે જુરોંગ ફ્રોગ ફાર્મની મુલાકાત લેવાનું ચુકતા નહીં કારણકે આ ફાર્મ ચાઈનાની તિયાંજી નામની વાનગી બનાવવા માટે બુલફ્રોગ  જાતિઓના દેડકાઓ ઉછેરે છે.

હેય ડેરીઓ  નામનું સિંગાપુર અને ફાયરફલાય નામનું એકમાત્ર બકરીનું ફાર્મ છે જે એક ઓર્ગેનીક ફૂડ ફાર્મ છે આવા તો અનેક રસપ્રદ સ્થળો મુલાકાત લેવા માટે છે.

સિંગાપુરથી અંતર: 20 કિમી

તો આ યાદીને તમારા પાછલા ખિસ્સામાં રાખીને તમે સિંગાપુર નજીકના આ સ્થળોએ આનંદ લૂંટી શકશો.

Book Your Flight to Singapore Now!