સિંગાપુર માં 48 કલાક

Devika Khosla

Last updated: Sep 24, 2019

Want To Go ? 
   

સિંગાપુરમાં આખા શહેરને જોઈ લેવા માટે અડતાલીસ કલાક પૂરતો સમય ન હોઈ શકે. જો કે, જોવાલાયક સ્થળોનો પ્રવાસ અને શોપિંગ થી માંડીને ભોજન અને આનંદ સુધી તમે આ સમયમાં એકઠું કરી શકો એવું સિંગાપુરમાં ઘણુંબધું છે. પૂર્વ અને પશ્ચિમનું એક સંપૂર્ણ મિશ્રણ, એવું સિંગાપુર સંસ્કૃતિઓનું મિલન સ્થાન છે છે. અનુભવ કરવા માટે ઘણી બધી વાતો સાથે, સિંગાપુરમાં તમારા 48 કલાક દરમિયાન તમે શું કરી શકો છો એ અહીં આપેલ છે.

દિવસ 1

ચાઇનાટાઉન

Chinatown-48-hours-in-Singapore

સવારમાં ચાઇનાટાઉન જઈને થાકને દુર રાખો. શહેરના સૌથી મોટા ઐતિહાસિક જિલ્લામાં ચાઇનીઝ હેરિટેજને જાણો, તે હિપ બાર અને બુટિક સ્ટોર્સની સામે ફેરિયાઓથી ભરેલી પગદંડી અને પરિવારો દ્વારા ચલાવવામાં આવતા વ્યવસાયો સાથે પરંપરા અને આધુનિકતાનું સંપૂર્ણ મિશ્રણ છે. ચાઇનાટાઉન તે જગ્યા પણ છે જ્યાં ભગવાન બુદ્ધના દાંતના અવશેષોનું મંદિર અને મ્યુઝિયમ આવેલ છે, તેથી જો તમારી પાસે થોડો વધુ સમય હોય, તો વિશાળ સ્તૂપને જરૂર જોજો જેમાં 320 કિલોગ્રામ સોનું છે!

સિંગાપુર રિવર ક્રૂઝ

ચાઇનાટાઉન પછી, સિંગાપુર રીવર ક્રૂઝ પર જવા માટે બોટ ક્વે તરફ જાઓ. જેમ-જેમ તમે સફર આગળ વધારશો, તેમ-તેમ તમને આધુનિક ગગનચુંબી ઇમારતો સાથે વસાહત કાળની ઇમારતો ઊભેલી જોવા મળશે. સિંગાપુરના ગ્રાન્ડ બ્રીજ અને મેર્લાયન અને એસ્પ્લાનેડ જેવા ઐતિહાસિક સ્થળો જુઓ.

મેર્લાયન પાર્ક

Merlion-Park-48-hours-in-Singapore

સિંગાપુરનું ગૌરવ, આઇકોનિક મેર્લાયનની પ્રતિમા એ લગભગ નવ મીટરની ઊંચાઇ પર સ્થિત એક પૌરાણિક પ્રાણી છે જેનું માથું સિંહનું અને શરીર માછલીનું છે. લગભગ સિંગાપુરનો ટ્રેડમાર્ક, મેર્લાયન એ શહેરનાં એક માછીમારી કરતા ગામ તરીકે વિનમ્ર મૂળને દર્શાવે છે.

ધ એસ્પ્લાનેડ

વોટરફ્રન્ટ પર પ્રીમિયર પરફોર્મિંગ આર્ટસનાં સ્થળ, ધ એસ્પ્લાનેડ ખાતે લંચ માટે વિરામ કરો. ત્રિકોણાકાર કાચ અને સનશેડ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આ કોમ્પલેક્ષના નિર્માણ પાછળ 600 સિંગાપુર ડૉલર જેવી મોટી રકમનો ખર્ચ કરવામાં આવેલ છે. એસ્પ્લાનેડ મોલમાં ઘણા રેસ્ટોરાં અને કેફે પણ છે જ્યાં તમે ભોજન મેળવી શકો છો અને આસપાસના વિસ્તારની સામાન્ય ચહેલપહેલ જોવાનો આનંદ પણ મેળવી શકો છો.

ઉપસાગર પાસેના ગાર્ડન્સ

Gardens-by-the-bay-48-hours-in-singapore

એસ્પ્લાનેડ અડીને આવેલ 101 હેક્ટરનો નેચર પાર્ક, ઉપસાગર પાસે આવેલ ગાર્ડન છે. મેરિના બે ના ક્ષિતિજ પર અદભૂત દ્રશ્યો સાથે, તે સાત અલગ-અલગ "ગાર્ડન્સ" સાથે એક ફ્લાવર ડોમ અને ઉષ્ણકટિબંધીય પર્વત વિસ્તારના ફૂલઝાડ સાથે એક ક્લાઉડ ફોરેસ્ટ, ઓલિવ ગ્રોવ ધરાવે જેમાં ઓર્કિડ અને ફર્ન નો સમાવેશ થાય છે અને ખુબ ઉંચા વૃક્ષ જેવા માળખાં સાથે સુપરટ્રી ગ્રોવ જે લાઈટ એન્ડ મ્યુઝિક શો, ઓ.સી.બી.સી ગાર્ડન રેપસોડી સાથે જીવંત બની જાય છે. લીલોતરી માં આરામથી ફરો અથવા ઉપસાગર કાંઠે આવેલ ગાર્ડન્સ પર સુંદર શામિયાણામાં શાંતિથી બેસો અને આસપાસની સુંદરતાનો આનંદ માણો.

ક્લાર્ક ક્વે

શહેર જોવામાં ખુબ સક્રિય દિવસ પસાર કર્યા પછી, ક્લાર્ક ક્વે માં બાર અથવા ક્લબમાં શાંતિની પળો માણો. પ્રવૃત્તિઓથી થાકીને જો તમે સવારે પાર્ટીમાં સમય નથી વિતાવવા માંગતા, તો ક્લાર્ક ક્વે એ લોકોને જોવા અને સામાન્ય રીતે તમારી આસપાસ ચાલી રહેલ ચહેલપહેલનું અવલોકન કરવા માટે ખુબ સારું સ્થળ છે.

દિવસ 2

સિંગાપુર બોટનિક ગાર્ડન્સ

Singapore-botanic-gardens-48-hours-in-singapore

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, સિંગાપુર બોટનિક ગાર્ડન્સની મુલાકાત લઈને શહેરમાં તમારા બીજા દિવસની શરૂઆત કરો. લીલોતરીના અભયારણ્ય માં, બોંસાઈ ગાર્ડન, જે નેશનલ ઓર્ચિડ ગાર્ડન છે જ્યાં 1,000 થી વધારે પ્રજાતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે, વિશાળ એમેઝોન વોટર લીલી થી ભરેલ હોજ સાથે જીંજર ગાર્ડન, ઉષ્ણકટિબંધીય વરસાદી વન અને દવામાં વપરાતા 400 જાતના છોડના સંગ્રહ સાથે હીલિંગ ગાર્ડન્સ જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે.

ઓર્ચાર્ડ રોડ

શહેરના શોપિંગ કેન્દ્ર, ઓર્ચાર્ડ રોડ પર આવેલ રિટેલ સ્ટોરમાંથી તમે ખરીદી કરી શકો છો. બે કિલોમીટર સુધી રિટેલરો, સાથે જ સ્ટેન્ડએલોન હાઇ-એન્ડ અને કેજ્યુઅલ બ્રાન્ડેડ સ્ટોર્સ સાથે, અહીં આ વિસ્તારમાં લગભગ 25 મોલ્સ આવેલ છે જ્યાં તમે કપડાથી માંડીને ઇલેક્ટ્રોનિક્સ સુધી બધું મેળવી શકો છો. ઓર્ચાર્ રોડ પર અનેક ખાણીપીણીના ઠેકાણા પણ આવેલ છે, તો એક કોફી સાથે લઇ લો, અને શોપિંગ કરવાનું ચાલુ રાખો!

લિટલ ઇન્ડિયા

Little-India-48-hours-in-singapore

ઓર્ચાર્ડ રોડ ખરીદી પછી, લંચ માટે લિટલ ઇન્ડિયા તરફ આગળ વધો. તમે જ્યારે અહીં હશો, ત્યારે તમે ભૂલી જશો કે તમે વિદેશમાં છો. ડાઇનિંગ માટે હોટસ્પોટ, એવા આ વિસ્તારમાં ઘણા ભારતીય રેસ્ટોરાં છે જ્યાં તમે ઢોંસા થી માંડીને તંદૂરી ચિકન સુધી પરંપરાગત ભારતીય ભોજન મેળવી શકો છો. ભોજન કર્યા પછી, જો તમે શોપિંગ કરવા માંગતા હો, તો વાજબી ભાવે ખરીદી કરવા માટે પ્રખ્યાત મુસ્તફા સેન્ટરની મુલાકાત લઈ શકો છો અથવા ભગવાનના આશીર્વાદ મેળવવા માટે લિટલ ઇન્ડિયામાં આવેલ ઘણા હિન્દૂ મંદિરો પૈકી કોઈ એકમાં દર્શન કરી શકો છો.

સિંગાપુર ફ્લાયર

દુનિયાના સૌથી ઉંચા ચકડોળ, સિંગાપુર ફ્લાયર પર સૂર્યાસ્ત સમયે બેસીને ચકડોળનો આનંદ માણો. 28 વાતાનુકૂલિત કેપ્સ્યુલ સાથે, શહેરના 360 ડિગ્રી દ્રશ્યોની ઊંચાઈઓ આંબી જુઓ અને તે પ્રખ્યાત લેન્ડમાર્ક છે. સિંગાપુર ફ્લાયર પર એક રાઈડ 30 મિનિટ સુધી ચાલે છે, શહેરમાં તમારા છેલ્લા નાઇટ આઉટનો આનંદ માણવા માટે આ પૂરતો સમય છે.

ક્લબ સ્ટ્રીટ

થોડો આનંદ કરવા માટે ચાઇનાટાઉન નજીક સ્ટ્રીટ ક્લબમાં જાઓ. જે સિંગાપુરની નાઇટલાઈફ નું એક લોકપ્રિય સ્થળ છે, આ વિસ્તારમાં આવેલ ઘણાબધા બાર અને લાઉન્જમાં લાઈવ મ્યુઝિક અને ડીજે સેટ પર ડાન્સ કરો.

Book Your Flight to Singapore Now!