ભારતના 5 શ્રેષ્ઠ અને વૈભવી બીચ રિસોર્ટ્સ

Chandana Banerjee

Last updated: Jun 15, 2017

Want To Go ? 
   

શું તમે ગોવાના દરિયા કિનારાની મજા માણી ચૂક્યા છો? શું તમે રજાઓમાં નવીન અને સુંદર બીચ શોધી રહ્યા છો? અહી એવા પાંચ વૈભવી બીચ રિસોર્ટ વિશે માહિતી આપી છે જે શિયાળું વેકેશન માટે આદર્શ છે, સૂર્ય સાથે વાતો કરતાં આ દરિયાકિનારા, નીલા સમુદ્રો અને વૈભવી મહેમાનગતિ સાથે તમારી સાહસવૃતિને ઉત્તેજન આપે છે. તો ચાલો, કઈક નવું કરવા માટે તૈયાર થઈ જાવ.

 

નીમરાના હોટેલના ‘ધ બંગલો ઓન ધ બીચ’, ટ્રંકયુબાર

વિશેષતા : ઇતિહાસમાં તરબોળ એવો વૈભવી બીચ

આ બિલકુલ સમુદ્રતટ પર સ્થિત છે,  એવું ઐતિહાસિક સ્થળ કે જે હનીમૂન માટે જ નહીં પરંતુ લાંબા સમયની મુસાફરી કરતાં લોકોમાં પણ લોકપ્રિય છે. પરંપરાગત નાગાપટ્ટિનમ શૈલીની મિલકત જેવા આ બંગલાઓમાં આઠ મોટા રૂમ છે જેના નામ એક સમયે અહી આવેલા ડેનિશ જહાજોના નામ પરથી આપવામાં આવ્યા છે. રૂમની સજાવટ પ્રાચીન ફર્નિચર અને નવીન ડેકોરેશન સાથે કરવામાં આવી છે જે પ્રવાસીઓને આરામ સાથે અહીના ઇતિહાસની અનોખી મજા આપે છે. અહીં આવતા મહેમાનો આ મિલકતની આસપાસ આવેલ ઐતિહાસિક સાઇટ્સનો પ્રવાસ તો કરી જ શકે છે અને સાથે ગાર્ડન સ્વિમિંગ પૂલના આનંદ સાથે ઓઝોનથી સમૃદ્ધ આ વિસ્તારમાં કાયાકલ્પ કરી શકે છે અને સ્થાનિક માછીમારો સાથે તેમની બોટમાં ટ્રીપ પર જઈ શકે છે અથવા નૈસર્ગિક બીચના કિનારે માત્ર સૂર્યસ્નાન કરીને પણ રજાઓ માણી શકે છે.

કિંમત: 6,500 રૂપિયાથી શરૂ
સ્થાન: ધ બંગલો ઓન ધ બીચ, 24 કિંગ સ્ટ્રીટ, થારંગમબડી 609313, જિલ્લો નાગાપટ્ટિનમ, તામિલનાડુ

બંગલો ઓન ધ બીચમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

 

 

ધ લીલા, કોવલમ

વિશેષતા : ભારતનો એકમાત્ર ટોચ પર આવેલ બીચ રિસોર્ટ      

leela-kovalam-beach-resorts-in-india

આ બીચ રિસોર્ટ એક ભેખડની ટોચ પર સ્થિત છે, જે ટોચ પરથી બ્લૂ અરબી સમુદ્રના સુંદર અને આકર્ષક દ્રશ્યો જોઈ શકાય છે અને બીચ પર પણ ફરી શકાય છે. આ રિસોર્ટમાં મનમોહક બગીચામાં બીચ-વ્યુ સાથેના રૂમ તેમજ બટલર સર્વિસ અને વિશિષ્ટ ક્લબ સ્પા અને જિમનાશિયમ સાથે વૈભવી સ્યૂઇટ પણ છે જે કેરળની પરંપરાગત શૈલી સાથે આધુનિક સુવિધાઓ સાથે સજાવવામાં આવ્યા છે. જેમાં તણાવમુક્ત રહેવા અને કાયાકલ્પ માટે વિશિષ્ટ અને વર્ષો જૂની પરંપરાગત પદ્ધતિની આયુર્વેદિક સ્પા સારવાર આપવામાં આવે છે. ઉપરાંત વિવિધ બાર, કાફે અને ખાસ કરીને રેસ્ટોરન્ટમાં સ્થાનિક રસોઈકળાના આહલાદક અને રુચિકર ભોજન જમવાની તક આપે છે.
કિંમત: 11,500 રૂપિયાથી શરૂ
સ્થાન: કોવલમ બીચ રોડ, કોવલમ બીચ, તિરુવનંતપુરમ,  કેરળ 695527

ધ લીલા, કોવલમમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

 

ધ ગોલ્ડન બીચ રિસોર્ટ, દમણ

વિશેષતા: સ્વચ્છ સમુદ્રના દ્રશ્યો જોવા માટેનું એક આદર્શ સ્થળ
 

Gold-Beach-Resort-Beach-resorts-in-india

ધ ગોલ્ડન બીચ રિસોર્ટ બુટિક-શૈલીનો એક વૈભવી રિસોર્ટ છે જે દમણમાં દેવકા બીચ પર આવેલો છે. આલીશાન અરબી સમુદ્રના દ્રશ્યો જોવા માટેના સુંદર સ્થાન સાથે આ રિસોર્ટ તેની ત્વરિત સેવા અને સ્વાદિષ્ટ ખોરાક માટે જાણીતું છે. આશરે બે એકર જમીનમાં વિકસિત આ રિસોર્ટમાં ડિલક્સ અને સુપર ડિલક્સ રૂમ અને વૈભવી સ્યૂટ છે. 600 ચો. ફૂટ. ના આ સ્યૂટમાં ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ રૂમનો સમાવેશ થાય છે, સાથે જેકુઝી-શૈલીના બાથટબ, લાંબી અને આરામદાયક રજાઓ માટે સંપૂર્ણ રીતે સુંદર સ્થળ છે.
કિંમત: 7,000 રૂપિયાથી શરૂ

સ્થાન: પ્લોટ નં 2/1-બી, અને 2/1-સી, દેવકા બીચ રોડ, મારવાડ, નાની દમણ.

ધ ગોલ્ડન બીચ રિસોર્ટ, દમણમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

 

મેફેર વેવ્ઝ, પુરી

વિશેષતા : આધ્યાત્મિક અનુભવ સાથે આરામનું આદર્શ સ્થળ

Mayfair Waves Puri, Beach-resorts-in-india

ભારતનું અન્ય એક બૂટિક રિસોર્ટ, મેફેર વેવ્ઝ પુરીના શાંત બીચ પર છે. આ રિસોર્ટ યાત્રાધામના નગર પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાતે આવેલા શ્રદ્ધાળુઓ અથવા રોમેન્ટિક હનીમૂન માટે આવેલા કપલ બંને માટે તેમને શૈલીમાં સગવડતાની ઓફર કરે છે. ઉપરાંત સ્પા, ફિટનેસ સેન્ટર, અને મલ્ટી  કુઝિન રેસ્ટોરન્ટની સુવિધાઓ તો ખરી જ. આ બીચ રિસોર્ટ દરિયામાં દૂર સુધી જવા માટે તત્પર સાહસિકો માટે લાઈફ ગાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. અને જે મહેમાનો ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત કરવા ઈચ્છે છે તેમને અહીના પૂજારીઓ નિર્દેશિત પ્રવાસ પર લઈ જાય છે.
કિંમત: 13,000 રૂપિયાથી શરૂ
સ્થાન: પ્લોટ, 122, 124, 125, ચક્ર તીર્થ રોડ, પુરી, ઉડીસા 752002

મેફેર વેવ્ઝ, પુરીમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

 

બેરફુટ હેવલોક, અંદમાન

વિશેષતા: શાંત બીચ, ગાઢ જંગલ અને ઉત્તેજક સાહસો માટેનું સ્થળ

Barefoot at Havelock, Beach-resorts-in-india

એવા સ્થાનની કલ્પના કરો જ્યાં, લીલાછમ અને ગાઢ જંગલો હોય, સફેદ બીચ હોય, અને સુંદર વાદળી સમુદ્ર હોય, સાથે રહેવા માટે આકર્ષક કોટેજ હોય, અને મનમોહક પહાડો હોય, બેરફૂટ હેવલોક રિસોર્ટ આવો કઈક જ અનુભવ કરાવે છે. અહીના સમુદ્રતટ પર આવેલા ગાઢ અને લીલાછમ જંગલો તમને તણાવ વગર પ્રકૃતિ સાથે એકરૂપ થવા માટેની તક આપે છે. વચનો પર બેરફુટ છે. આ રિસોર્ટ પર કુદરતી વસ્તુઓથી ઢંકાયેલ તંબુઓ અને કોટેજો જે ગ્રામીણ શૈલી સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ રિસોર્ટ તમારી સાહસિક વૃતિને પ્રેરિત કરે છે, ડાઇવિંગ અને સ્નોર્કેલિંગ, કેયકિંગ અથવા પ્રકૃતિ વચ્ચે ચાલવા માટેની સગવડો ઉપરાંત સ્પા અને આવેલા મહેમાનો અહીની રેસ્ટોરન્ટમાં આ સુંદર ટાપુની તાજી વાનગીઓનો સ્વાદ માણી શકે છે.
કિંમત: 9,500 રૂપિયાથી શરૂ
સ્થાન: બીચ N0. 7, રાધનગર ગામ, હેવલોક આઇલેન્ડ, આંદામાન ટાપુઓ, આંદામાન અને નિકોબાર ટાપુઓ 744211

બેરફુટ હેવલોક, અંદમાનમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો