તમારા વીકએન્ડ વેકેશનને વૈભવી બનાવતા દિલ્હીથી નજીક રમ્ય સ્થળો

Malavika Mandapati

Last updated: Jun 15, 2017

Want To Go ? 
   

હવે નવી દિલ્હી પણ ભારતમાં સૌથી વધુ વૈભવી શહેરોની યાદીમાં ઉચ્ચ સ્થાને છે. આ શહેરમાં તમે ઉચ્ચ વૈભવી સ્થળો પર શાહી મોજ મજા માણી શકો છો. પરંતુ દિલ્હીની ગીચ વસ્તી વચ્ચે શહેરી જીવનની વ્યસ્ત જીવન પદ્ધતિથી વિપરીત સપ્તાહના અંતમાં તમને ચોક્કસ આનંદ આપતા અનેક સ્થળો નવી દિલ્હી નજીક આવેલા છે.
અહીં નવી દિલ્હી પાસે આવેલ ટોચના વૈભવી સ્થાનો જે તમારા વેકેશનને યાદગાર બનાવે છે તેની યાદી આપી છે.

1. નીમરાના ફોર્ટ પેલેસ, નીમરાના

neemrana-weekend-getaway
                                                                                                                                                                                   Image credits- Archit Ratan Flickr

 

નીમરાના ફોર્ટ પેલેસ ભારતમાં આવેલ શ્રેષ્ઠ વૈભવી રિસોર્ટ પૈકી એક અને દિલ્હીથી દૂર સપ્તાહની રજાઓ ગાળવાનું માટેનું એક આદર્શ સ્થળ છે! આ રિસોર્ટ તમને તણાવમુક્ત રાખવા માટે રાજસ્થાનની સમૃદ્ધ સંસ્કૃતિ અને શાંતિનો અનુભવ કરવાની તક આપે છે. અહી તમે પર્વતોની ટોચના કુદરતી દૃશ્યો, શહેર અને કર્ણપ્રિય ગીતો અને સ્થાનિક નૃત્યો સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકો છો અને તમારા નાના વેકેશનને યાદગાર બનાવી શકો છો.

કિંમત: રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 6000 થી શરૂ. (રૂમના પ્રકાર આધારિત બદલાય છે)

અહી કેવી રીતે જશો : દિલ્હીથી માત્ર 130 કિમી દૂર આવેલ નીરમાના ફોર્ટ પેલેસ પર રોડ દ્વારા પહોંચી શકાય છે. તમે તમારા વાહનમાં અથવા ટેક્સી કરીને NH8 મારફતે 2 કલાક અને 40 મિનિટના સરેરાશ સમયગાળામાં અહી આવી શકો છો.

નીમરાના ફોર્ટ પેલેસમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at Neemrana Fort PalaceBook Your Stay at Neemrana Fort Palace

2. હિલ ફોર્ટ, કેસરોલી

આ ક્ષેત્રના લીલાછમ ખેતરો વચ્ચે આવેલ હિલ ફોર્ટ ટેકરીઓ પરથી સૂર્યાસ્ત જોવાનો અનેરો આનંદ આપે છે. 14 મી સદીમાં બાંધવામાં આવેલ આ કિલ્લાનું અત્યંત સુંદરતા સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે. અહીના રૂમ એન્ટીક ફર્નિચર સાથે સજાવેલા છે, પ્રાચીન ગ્રામ્ય જીવનની યાદ અપાવતી સફેદ કમાનો અને મધ્યયુગની જાજરમાન થીમ સાથે હિલ ફોર્ટ પર તમારો અનુભવ અલ્હાદક બની શકે છે. આસપાસના ક્ષેત્રોમાં ઊભા પાકને જોવાનો લ્હાવો અથવા સૂર્યાસ્ત જોતાં જોતાં વિશ્વ વિખ્યાત ઊંટ સવારીનો આનંદ તમે ઉઠાવી શકો છો.

કિંમત: રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 6000 થી શરૂ. (રૂમના પ્રકાર આધારિત બદલાય છે)

અહી કેવી રીતે જશો : દિલ્હીથી માત્ર 175 કિમી દૂર સ્થિત આ સ્થળે પહોચવા માટે અલ્વર-ભિવંડી માર્ગ મારફતે તમને કારમાં 3 કલાક 45 મિનિટ જેટલો સરેરાશ સમયગાળો લાગે છે. આ ઉપરાંત તમે ત્રણ કલાકના સમયગાળામા વ્યકતી દીઠ 840 થી 1200 રૂપિયા ખર્ચ કરીને પણ અહી જઈ શકો છો.

હિલ ફોર્ટમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at Hill FortBook Your Stay at Hill Fort 

3. ટ્રી હાઉસ હાઈડઅવે - બાંધવગઢ નેશનલ પાર્ક, બાંધવગઢ
 

tree-house-getaway

 

ટ્રી હાઉસ હાઈડઅવે તમને ઘરથી દૂર ઘર જેવો આનંદ આપે છે. તમારી વીકએન્ડની રજાઓ માણવા સમકાલીન અને પરંપરાગત શૈલીના મિશ્રણ સાથે ટ્રી હાઉસ રૂમમાં તમે તમારો સમય પસાર કરી શકો છો અથવા રિસોર્ટ ખાતે સરિસૃપ પ્રાણીઓ અને નિવાસી પ્રજાતિઓના પક્ષીઓ સાથે વન્યજીવનનો આનંદ ઉઠાવી શકો છો. તમારી રજાઓને રોમેન્ટિક બાનવવા માટે આ સ્થળ ચોક્કસ અનુકૂળ છે. તમે અહી મચાન વોટર હૉલ નજીક બેસીને અહી આવતા જતાં અનેક પ્રાણીઓનું અવલોકન કરી શકો છો. તમારા સપ્તાહના વેકેશનને આરામદાયક બાનવવા માટે સાયકલિંગ, પિકનિક, ગામની મુલાકાત લઈને અહીના સ્થાનિક કલાકારો સાથે વર્કશોપનું આયોજન કરીને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ મેવલી શકો છો. અને વન્યજીવનના શોખીનો અને ઉત્સાહી લોકો માટે ખુલ્લી જીપમાં બેસીને ઊંડા જંગલોમાં ફરતા ફરતા ટાઈગર સફારીનો અવિસ્મણીય આનંદ પણ ઉઠાવી શકો છો!!

મહત્વની નોંધ:  રાઓકન માટે અગાઉથી બુકીંગ કરાવો કારણ કે અહી માત્ર પાંચ ટ્રી હાઉસ ઉપલબ્ધ છે.

કિંમત: 1 સમયના ભોજન, સાઈકલિંગ અને રાત્રે જીપમાં સફારીના પ્રવાસ સાથે વ્યક્તિ દીઠ 27,000 રૂપિયાથી શરૂ. (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો : દિલ્હીથી 800 કિ.મી. દૂર બાંધવગઢ નેશનલ પાર્કની યાત્રા કરવા તમે વિવિધ માધ્યમ પસંદ કરી શકો છો. દિલ્હીથી જબલપુરની ફ્લાઈટ (આશરે 4 કલાક અને 30 મિનિટ) પછી એરપોર્ટથી હોટેલ જવા માટે ટેક્સી લઈ શકો છો. અહી જવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરવી પણ સરળ છે. દિલ્હીથી દિવસમાં અનેક ટ્રેનો જેવી કે ગોન્ડવાના એક્સપ્રેસ અને મહાકૌશલ એક્સપ્રેસ અહી આવે છે.

ટ્રી હાઉસ હાઈડઅવેમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at Tree House HideawayBook Your Stay at Tree House Hideaway

4. શેરવાની હિલટોપ, નૈનિતાલ

શેરવાની હિલટોપ શાંત વિસ્તારમાં અને હિમાલયના લીલાછમ પર્વતો અને અહીની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વચ્ચે આવેલ 4 સ્ટાર બૂટિક રિસોર્ટ છે. આ રિસોર્ટની ચારેબાજુ તમે શાંત અને લીલાછમ પર્વતોના કુદરતી દ્રશ્યો જોવામાં તલ્લીન થઈ જશો. અહીથી માત્ર 2 કિ.મી. દૂર નૈનિતાલના હૃદયસમા વિસ્તાર માથી પસાર થતા પ્રખ્યાત મોલ રોડની મુલાકાત પણ લઈ શકો છો. મોલ રોડ પર આવેલા તળાવના કિનારે બેસીને ઠંડી લહેર સાથે ફૂંકાતા પવન સાથે તમે તમારી સાંજ રંગીન કરી શકો છો.

કિંમત: રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 19000 થી શરૂ. (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો : દિલ્હીથી 285 કિમી દૂર નૈનિતાલ સુધી પહોંચવા માટે NH9 મારફતે 7 કલાક 45 મિનિટનો સરેરાશ સમયગાળો લાગે છે. તમે રાત્રે 7 કલાકની ટ્રેનની મુસાફરી કરીને દિલ્હીથી કથગોદામ પહોચીને ટેક્સી ભાડે કરી લગભગ 45 મિનિટના અંતરે આવેલ નૈનિતાલ પહોચી શકો છો.

હિલટોપમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at Shervani HilltopBook Your Stay at Shervani Hilltop

5. ધ ઓબેરોય ઉદયવિલાસ,  ઉદયપુર

તમારી રજાઓને અવિસ્મણીય બનાવવા માટે ઓબેરોય ઉદયવિલાસ શ્રેષ્ઠ સ્થળ છે. ખુલ્લા આકાશ હેઠળ અહીના સમૃદ્ધ સ્થાપત્ય અને સાંસ્કૃતિક પરંપરાનો આનંદ લેવા માટે 50 એકરના ક્ષેત્રમાં અહી વિવિધ પેવેલિયન અને ડોમ આવેલા છે. પીછોલા તળાવના કિનારે આવેલા બગીચાઓ અને ખુલ્લા મેદાનોમાં વિહરતા તમે તમારી રજાઓને રોમેન્ટિક બનાવી શકો છો.  અરાજકતા અને વ્યસ્ત શહેરી જીવનથી દૂર તણાવ મુક્ત થવા માટે ધ ઓબેરોય ઉદયવિલાસમાં 3 રેસ્ટોરન્ટ, હૂંફાળા પાણીના બે આઉટડોર સ્વિમિંગ પુલ અને 2 વૈભવી સ્પા પણ છે!

કિંમત: રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 29000 થી શરૂ. (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો : ઉદયપુર શહેરથી સૌથી નજીકનું મહારાણા પ્રતાપ એરપોર્ટ લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે. ટ્રેન દ્વારા અહી પહોચવા માટે લોકપ્રિય ટ્રેનોમાં મેવાડ એક્સપ્રેસ અને ગ્વાલિયર-ઉદયપુર એક્સપ્રેસ દિલ્હીથી અહી પહોચવામાં આશરે 12 કલાક અને 30 મિનિટનો સેમી લે છે.

ધ ઓબેરોય ઉદયવિલાસમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at Oberoi UdaivilasBook Your Stay at Oberoi Udaivilas

6. બ્રિસ કેવ્સ, જીમ કોર્બેટ
 

brys-caves-jim-corbett

બ્રિસ કેવ્સમાં કુદરતી સૌંદર્ય અને આધુનિક વાસ્તુશાસ્ત્ર સાથેનું સંયોજન ધરાવતી ગુફાઓ આવેલી છે. જે નૈસર્ગિક સ્વરૂપમાં જંગલનો અનુભવ આપે છે. આ સ્થળ જંગલમાં વૈભવી સગવડોનું મિશ્રણ છે, અને શહેરના એકધારા કંટાળાજનક જીવનથી દૂર રજાઓ ગાળવાનું અને રિલેક્સ થવા માટે આદર્શ સ્થળ છે. બ્રિસ કેવ્સમાં વૈશ્વિક વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ આવેલી છે જે સ્વાદના શોખીનો માટે શ્રેષ્ઠ છે. અહી વૃક્ષથી ઘાઢ એવા જંગલમાં સાત્વિક શાંતિ અને રંગબેરંગી પક્ષીઓના કર્ણપ્રિય અવાજો શ્વાસ થંભાવી દે છે. સાહસીક લોકો માટે, બીજરની પ્રદેશમાં કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સૌથી વધુ વન્યજીવન વસ્તી ધરાવતા વિસ્તાર બીજરાણી ઝોનની મુલાકાત યાદગાર બની રહે છે.
મહત્વની નોંધ: અહી રજાઓ ગાળવા આવવા માટે તમે અહીની સૌથી જાણીતી ગુફાઓ, શિવાલિક કેવ, કીંગ કેવ, ક્વિન કેવ અને ગ્રાન્ડ ટ્રી હાઉસ બુક કરી શકો છો!

કિંમત: રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 18,000 થી શરૂ. (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો : અહી જવા માટે તમે ટ્રેનનો પ્રવાસ સરળ છે. આ સ્થળથી નજીકનું રેલવે સ્ટેશન રામનગર પાર્કથી 12 કિમી દૂર છે. દિલ્હીથી ટ્રેનના પ્રવાસમાં લગભગ 6 કલાક અને 40 મિનિટનો સમય લાગે છે.

બ્રિસ કેવ્સમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

 

7. રોયલ ઓર્કિડ ફોર્ટ રિસોર્ટ, મસૂરી

રોયલ ઓર્કિડ રિસોર્ટ શિયાળામાં વીકએન્ડની વૈભવી રજાઓ ગાળવાનું સુંદર સ્થળ કહી શકાય! મોડી સાંજે આગના તાપણા પાસે બેસીને અને એક ગરમાગરમ કોફી અથવા ચા પીતા પીતા પર્વતોના કુદરતી દૃશ્યો માણવા એ એક લ્હાવો છે. પ્રાચીન કિલ્લાની શૈલીમાં બાંધવામાં આવેલ રોયલ ઓર્કિડ તેની સોનેરી કમાનો, 6 એકરમાં ફેલાયેલ તારા હોલ એસ્ટેટ અને ફળફ્રુટના ગીચ બગીચાથી આચ્છાદિત આ વિસ્તાર પરિવાર સાથે આરામદાયક સમય પસાર કરવાનું આદર્શ સ્થળ છે. અહી આવો ત્યારે અહીની ખીણની નજીક પોતાના વિશિષ્ઠ સ્થાન માટે જાણીતા કેમ્પ્ટી ધોધની મુલાકાત લેવાનું ભૂલવા જેવુ નથી. ટૂંકમાં આ પિકનિક માટે એક પરફેક્ટ સ્થળ છે!

કિંમત: રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 8,000 થી શરૂ. (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો : તમે NH1 મારફતે 6 કલાક અને 50 મિનિટના સરેરાશ સમયગાળામાં અહી માર્ગ દ્વારા મુસાફરી કરીને અહી આવી શકો છો. તમારા માટે અનેક ટ્રેનો આ માર્ગ પર ઉપલબ્ધ છે, જો કે, શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરવી યોગ્ય છે.

રોયલ ઓર્કિડ ફોર્ટ રિસોર્ટમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at Royal Orchid Fort ResortBook Your Stay at Royal Orchid Fort Resort

8. અમરવિલાસ, આગરા

દુનિયાની અજાયબીમાં જેને સ્થાન મળ્યું છે એવા ભવ્ય તાજ મહેલની મુલાકાત લેવા આગ્રા આવો ત્યારે રોકાણ માટે અમરવિલાસ એક ઉત્તમ સ્થાન છે, જે તમને તમને રોયલ સેવા આપે છે. શહેરના ધમાલભર્યા જીવનથી દૂર આવેલા લોકો માટે અહીના ઘટાદાર વૃક્ષો વચ્ચે સૂર્યપ્રકાશનો આનંદ લેવો એ મનને પ્રફુલ્લિત કરે છે. અહી આવેલા મહેમાનો ખાનગી ગોલ્ફ બગીઓમાં બેસીને તાજ મહેલ જોવા જઈ શકે છે અને અમરવિલાસની સોફ્ટ સિલુએટ રેસ્ટોરન્ટમાં કેન્ડલલાઇટ ડિનરનો સ્વાદ માણી શકે છે. આ સ્થળ ઉનાળામાં અતિ મોહક લાગે છે, અહી પાનખરમાં સમગ્ર વિસ્તાર લાલાશ પડતા ભૂરા અને સોનેરી પાંદડાઓથી ઢંકાયેલ હોય છે અને શિયાળામાં તો જાણે સ્વર્ગનો અનુભવ કરાવે છે.

કિંમત:રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 25,000 થી શરૂ (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો : અહી આવવા માટે ટ્રેન સૌથી અનુકૂળ રહે છે, ગતિમાન એક્સપ્રેસ ટ્રેન અહીંની સૌથી ઝડપી ટ્રેન છે જે માત્ર 50 મિનિટના સરેરાશ સમયગાળામાં દિલ્હીથી અહી આવે છે! તાજ એક્સપ્રેસ હાઇવે દ્વારા કારથી 3 કલાક 45 મિનિટના સરેરાશ સમયગાળામાં તમે અહી પહોચી શકો છો.

અમરવિલાસમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at AmarvilasBook Your Stay at Amarvilas 

9. ધ ટેરેસેઝ, કાનાતાલ

terraces-weekend-getaway

રહસ્યમય અનુભવ કરાવતા સુંદર પાઈનના વૃક્ષના જંગલ વચ્ચે આવેલ ધ ટેરેસેઝ રિસોર્ટ માથી અહીના લીલાછમ વૃક્ષોથી ઢંકાયેલા પર્વતો જોવા ખરેખર એક લ્હાવો છે. ધ ટેરેસેઝ બુટિક રિસોર્ટ છે જેમાં, 8 ડીલક્સ રૂમ, 12 સુપર ડીલક્સ રૂમ, અને વૈભવી સુઈટમાં તમે રહેવાનુ પસંદ કરી શકો છો. અહી એક બુટિક સ્પા પણ છે. દરેક સુઈટ અહીની ટેકરીઓ પર અલગ અલગ ઊંચાઈએ સ્થિત છે જેમાથી આ ઉત્કૃષ્ટ સ્થળના જુદા જુદા દ્રશ્યો જોઈ શકાય છે. અહીના સુઈટ આધુનિક સુવિધાઓ અને આકર્ષક સજાવટ સાથે તમારા આરામ માટે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડે છે.

કિંમત:રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 14,000 થી શરૂ (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો: જો તમને કુદરતી દૃશ્યો જોતાં જોતાં મુસાફરી કરવી હોય તો તમે ટ્રેન કે રોડ મારફતે અહી આવી શકો છો. દિલ્હીથી અહી ટ્રેનમાં જતાં કાનાતાલથી સૌથી નજીકમાં બે રેલ્વે સ્ટેશનો દેહરાદૂન અને ઋષિકેશ છે. અહી આવ્યા પછી તમે ટેક્સી/બસો દ્વારા રિસોર્ટ પર પહોચી શકો છો. જો તમે રોડની મુસાફરી કરવા ઈચ્છો છો તો NH 58 મારફતે 8 કલાક અને 15 મિનિટ જેટલા સરેરાશ સમયગાળામાં અહી આવી શકો છો.

ધ ટેરેસેઝમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો     

Book Your Stay at The TerracesBook Your Stay at The Terraces

10. ઇલબર્ટ મેનર, મસૂરી

1840 માં એક અંગ્રેજ ઇલબર્ટ મેનર દ્વારા કરવામાં આવેલ આ બાંધકામ ઓકના વૃક્ષો અને લીલાછમ જંગલ વચ્ચે આવેલ ઇકો ફ્રેન્ડલી બુટિક હોટેલ છે. તે તેની અનન્ય સેવાઓ ઉપરાંત તેના સુઈટને આપવામાં આવેલ વિશિષ્ઠ નામો માટે જાણીતી છે, ઇલબોર્ટ મેનર સહિત મસૂરી નગરને સ્થાપિત કરવામાં મદદ કરનાર અન્ય સંશોધકોના નામ અને અહીના મૂળ ઇતિહાસનું પ્રતિબિંબ દર્શાવતા નામ અહીના સુઈટ્સને આપવામાં આવ્યા છે. આ રિસોર્ટ હિમાલય પર્વતના ભવ્ય અને મનમોહક દ્રશ્યો પોતાના કેમેરામાં કંડોરવા માટે ફોટોગ્રાફરો માટે એક આદર્શ સ્થાન છે!

કિંમત:રાત્રી દીઠ એક રૂમનું ભાડું રૂપિયા 12,000 થી શરૂ (રૂમના પ્રકાર આધારિત દર બદલાય છે)

અહી કેવી રીતે જશો : NH1 મારફતે 6 કલાક અને 50 મિનિટના સરેરાશ સમયગાળાની મુસાફરી કરીને તમે રોડ મારફતે અહી આવી શકો છો. અહી આવવા માટે અનેક ટ્રેનો પણ ઉપલબ્ધ છે. શતાબ્દી એક્સપ્રેસ અહી આવવા માટે શ્રેષ્ઠ ટ્રેન કહી શકાય.

ઇલબર્ટ મેનરમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવો

Book Your Stay at Lemon Tree Tarudhan ValleyBook Your Stay at Lemon Tree Tarudhan Valley