5 એવા કારણો જે ઉત્તર પૂર્વને ભારતનું શ્રેષ્ઠ હનીમૂન સ્થાન બનાવે છે

Mayank Kumar

Last updated: Sep 24, 2019

Author Recommends

See

Cherapunji: Mawsmai Caves
Shillong: Japanese Gardens at Lady Hydari Park
Yumthang Valley: The Valley of Flowers located 150 km from Gangtok
Kalimpong: Darpin Dara for scenic views
Darjeeling: Sunset (with twin peaks of Kanchenjunga) from Observatory Hill

Do

Kalimpong: Picnic by Teesta river
Darjeeing: Toy Train Ride, visit to Happy Valley Tea Estate
Shillong: Boat ride on Ward Lake, picnic at Elephant Falls

Shop

Gangtok: Sikkimese carpets, thangka wall drapes
Darjeeling: The famous Darjeeling tea

Want To Go ? 
   

વિવાહિત યુગલ માટે પોતાની પહેલી રોમેન્ટિક રજાઓ ગાળવા માટે ગોવાની ભીડ અને કેરલની મોંઘી મુસાફરીને અવગણીને ઉત્તર પૂર્વીય ભારતના સુંદર પહાડોને પસંદ કરી શકે છે. ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ઝાકળથી ઢંકાયેલા પર્વતો,  વન્યજીવન, ઉચ્ચ ગુણવત્તાની સ્પાની ઉપચાર પદ્ધતિઓ, કેંડલ લાઇટ ડિનર, જેવા આકર્ષણો તમને મંત્રમુગ્ધ કરી શકે છે અને તમારા જીવનને એક નવું રૂપ આપી શકે છે, અને યુવાન વયના લોકો માટે મોહક સાહસ પ્રવૃત્તિઓ ઉત્તર પૂર્વને હનીમૂન માટે આદર્શ સ્થળ બનાવે છે. જો તમારી પાસે સ્થાન પસંદગીનો સમય ન હોય, તો તમે નીચે આપેલા સ્થળો પૈકી એક પસંદ કરી શકો છો.

north-east-india-shillong
North East India with its stunning locales and breathtaking scenery is a honeymooners delight

 

કાલિમપોંગ, પશ્ચિમ બંગાળ

ભારતના ઉત્તર પૂર્વમાં દરિયાની સપાટીથી આશરે 4,000 ફુટ ઊંચું અને પહાડોથી ઘેરાયેલ કાલિમપોંગ શાંત અને રહસ્યમય સ્થળ છે જે તમારા રોમાંસના આનંદને બમણું કરે છે! આ સ્થળ તેના ફૂલો તથા શાંતિપૂર્ણ અને સુંદર વાતાવરણ માટે પ્રખ્યાત છે - ખાસ કરીને ઑર્કિડ, ઍમરિલિસ, ગુલાબ, ડેલ્યાસ અને ગ્લૅડિઓલીની જેવા ફૂલો જોવા માટે કાલિમપોંગમાં આવેલી ભવ્ય નર્સરીની મુલાકાત લઈને આ રોમેન્ટિક ફૂલોને જોવાનો આનંદ માણી શકો છો અથવા તમે પૅનિસિક તીસ્તા અને રીઆંગ નદીઓમાં સફર કરીને આસપાસના ભવ્ય દૃશ્યો જોઈ શકો છો. અહીંના મેદાની વિસ્તારો તમે દાર્પીન દારાથી જોઈ શકો છો, અને આ સ્થળો ફર્યા પછી અહીંથી નજીકમાં આવેલા ત્રણ મઠોમાં તમે મનને શાંતિ આપનારો સમય વિતાવી શકો છો.

north-east-india-kalimpong-flickr
Soak in the serene ambience of the Buddhist monasteries or Gompas in Kalimpong

 

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

દાર્જિલિંગ જવા માટે તમે બાગડોગરા એરપોર્ટથી અથવા ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી પ્રવાસ કરવા માટે ઐતિહાસિક ટોય ટ્રેન અથવા રોડ દ્વારા પ્રવાસ કરશો ત્યારે તમેને ચાના બગીચાઓની લીલોતરી મંત્રમુગ્ધ કરી દેશે. દાર્જિલિંગ બ્રિટીશ રાજમાં પણ એક અગ્રણી હિલ સ્ટેશનો પૈકી એક હતું અને આજે પણ આ હિલ સ્ટેશને પોતાનું ભવ્ય આકર્ષણ જાળવી રાખ્યુ છે - જેમાં વન્યજીવનના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ અને તેનજીંગના વખતથી પ્રખ્યાત એવરેસ્ટ મ્યુઝિયમના નો સમાવેશ થાય છે. અહીંની તમારી સફર ચાના એસ્ટેટની મુલાકાત વગર અપૂર્ણ ગણાશે. અહીં હેપી વેલી નજીકમાં જ છે અને તમે અહીં ઓબ્ઝર્વેટરી હિલ (કંચનજંગાના ટ્વીન શિખરોનું દ્રશ્ય) પર મનમોહક સૂર્યાસ્ત જોઈ શકો છો, માઉન્ટ્ટ એવરેસ્ટના વિહંગમ દ્રશ્યો જોવા માટે ટાઇગર હિલની મુલાકાત લઈ શકો છો. અહીંના સેન્ચલ તળાવમાં સફર કરતાં કરતાં એવરેસ્ટ અને પ્રકૃતિના ખોળામાં સમય પસાર કરી શકો છો.

north-east-india-shillong-darjeeling
Your trip to Darjeeling is incomplete without a visit to the beautiful tea gardens

Book Your Flight to Bagdogra Here!

ગંગટોક, સિક્કિમ 

અમુક સમય પહેલાં કાઠમંડુને લોકપ્રિય હનીમૂન સ્થળ ગણવામાં આવતું હતું, જો કે, હવે સિક્કિમના ગંગટોકમાં પણ પોતાનો કેસિનો છે, અને આ સ્થળ કુદરતી સૌંદર્યની પૃષ્ઠભૂમિ છે અને કાઠમંડુમાં ઉપલબ્ધ અનેક સગવડો જેવી જ સગવડો ધરાવે છે. શહેરમાં જોવાલાયક સ્થળોમાં સુક્લાખાંગ રોયલ ચેપલ અને ડીયર પાર્ક (સારનાથ પર આધારિત) મઠ નો સમાવેશ થાય છે. અહીં ઑર્કિડની 600 જાતો ધરાવતા એકદમ અનન્ય ઑર્કિડ અભ્યારણ્ય અને સચિવાલયની મુલાકાત પણ લેવા જેવી છે. અહીં હનીમૂન કરવા આવેલા યુગલો જૂના અને નયા બજારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝની પ્રખ્યાત સિક્કિમીઝ જાજમ, થાંગકા દિવાલના પડદા, શર્ટ્સ, જૂતા, અને લાકડાની કોતરણીકામ સાથેની વસ્તુઓ ભાવતાલ કરીને ખરીદી શકે છે. શહેરથી બે કલાકના અંતરે આવેલા ભવ્ય શંગુ લેકની મુલાકાત લીધા વગર ગંગટોકની તમરી મુલાકત અધૂરી ગણાશે. આ તળાવ અહીંનું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે અને ફોટોગ્રાફરો માટે એક સુંદર સ્થળ છે! ગંગટોકથી આશરે 150 કિલોમીટર દૂર આવેલ યુમથાંગ ખીણને "ફૂલોની ખીણ" તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ ખીણમાં રહોડોદેન્દ્રોન ફૂલોની કુલ 24 પ્રજાતિઓ જોવા મળે છે. અહીંના લીલાછમ ઘાસના મેદાનોથી લઈને અતિશય ઝડપથી વહેતા ધોધ અને પાણીના પ્રવાહો ધરાવતું યમુથાંગ પ્રકૃતિ પ્રેમીઓને આનંદિત કરી મૂકે છે.

north-east-india-Gangtok.jpg
A yak ride is a must when you visit the gorgeous Tshangu Lake

 

શિલોંગ, મેઘાલય

મેઘાલય રાજ્યની રાજધાની શિલોંગનો અર્થ "વાદળોનું ઘર" એવું થાય છે- અહીંના લોકો અત્યંત શિક્ષિત અને આધુનિક છે અને અહીં ખાસી, જયંતિયા અને ગારો જેવા વંશના લોકો રહે છે. શિલોંગના આકર્ષણમાં તેના ભવ્ય ભોજન, નાઇટલાઇફ અને દિલ થંભાવી દેનારા સંગીતમય વાતાવરણનો સમાવેશ થાય છે. અહીં વાર્ડ લેકમાં બોટની સવારી કરો, ઉપરાંત બોટનિકલ ગાર્ડન અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. લેડી હૈદરી પાર્કમાં જાપાની બગીચાઓમાં ચાલવાનો સુખદ આનંદ માણો, ટ્રેન્ડી કપડાં માટે બડા બજારમાં ખરીદી કરો અને મેઘાલયના શિલોંગ પીકમાં સૌથી ઊંચા પ્રવાસન સ્થળનો આનંદ માણો. અહીંની તીરંદાજી ક્લબ્સ વચ્ચે નિયમિત સ્પર્ધા થાય છે જેમાં તીરંદાજીમાં ભાગ લઈને તમે ઇનામો જીતી શકો છો. ચેરાપુંજી અને ઉમિયમ તળાવ નજીક આવેલા એલિફન્ટ ધોધની મુલાકાત તમારા પ્રિય પાત્ર સાથે માણવાની મજાજ જુદી છે. વરસાદના પાણીનો આનંદ માણવા અને ધોધના નયનમ્ય દ્રશ્યો જોવા માટે ચોમાસાનો સમય શ્રેષ્ઠ છે.

north-east-india-shillong-umiam-lake
Umiam lake is among the most romantic spots in Shillong

Book Your Flight to Shillong Here!

ચેરાપુંજી, મેઘાલય

એક સમયે વિશ્વમાં સૌથી વધુ વરસાદ અહીં વરસતો હતો, ખાસી હિલ્સ વચ્ચે આવેલું આ શહેર તેની સુંદર લીલોતરીને લીધે ફરવા માટેનું ઉત્તમ સ્થળ ગણવામાં આવે છે. અહીં આવેલા સેવન સિસ્ટર્સ ધોધમાં નહાવા માટે તમારા સ્વિમિંગ કોસ્ચ્યુમ તૈયાર રાખજો, અહીંની મૌસમાઇ ગુફાઓમાં ફરતાં ફરતાં એકાંતમાં આનંદ માણવો અનેરો છે! અહીંના સ્થાનિક પર્યાવરણ-ઉદ્યાનમાં એક દિવસ લટાર મારો, અથવા નજીકના સ્થળ મૌસીનરામની મુલાકાત લો જ્યાં હાલમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ વરસે છે. અહીંની મોટાભાગની હોટેલો અહીં આવતા પ્રવાસી યુગલો માટે મસાજની સગવડ આપે છે. અહીં ભોજન દરમિયાન પરંપરાગત ખાસી ભોજનનો સ્વાદ માણો, અને ખુલ્લા આકાશ હેઠળ કેંડલ લાઇટ ડિનર લેવાનું ચૂકવા જેવુ નથી!

north-east-india-cherrapunji.jpg
The crisp invigorating mountain air in Cherrapunji will make your experience come a full circle

 

તમે અરૂણાચલ પ્રદેશને પણ તમારી આ સફરની યાદીમાં સામેલ કરી શકો છો. અરૂણાચલ પ્રદેશ ભારતનું ઓછું જાણીતું રાજ્ય છે અને અહીં ખૂબ જ ઓછા પ્રવાસીઓ આવે છે, પરંતુ તે તેના સુંદર જંગલો અને તવાંગ મઠ માટે જાણીતું છે, તવાંગ મઠ વિશ્વના સૌથી મોટા મઠો પૈકી એક ગણાય છે. સમુદ્રતટ થી આશરે 10,000 ફૂટની ઊંચાઈએ આવેલ આ રાજ્યમાં આસપાસ ખીણના અદભૂત દ્રશ્યો જોવા મળે છે. તો ચાલો હવે ઉત્તર પૂર્વમાં યાત્રા કરવા માટે આ વિશિષ્ટ પેકેજ તપાસો અને આજે જ તમારા ભવ્ય સફરની યોજના બનાવો.