બાળકો સાથે મજા માણો સિંગાપુરની કીડ ફ્રેંડલી હોટેલ્સમાં

Chandana Banerjee

Last updated: Jun 15, 2017

Want To Go ? 
   

અહી શું નથી? ખરીદી માટેના રસપ્રદ સ્થળો, આકર્ષક સંગ્રહાલય, એમ્યુઝમેન્ટ પાર્કો અને અનેક બજેટ ફ્રેન્ડલી હોટેલ્સ.આથી એ વાતમાં કોઈ આશ્ચર્યજનક નહીં લાગે કે સિંગાપુર બાળકો અને પરિવારોનું  મનપસંદ રજા ગાળવાનું સ્થળ બની ગયું છે.આથી જો તમે હવે સીંગાપુરની ટિકિટ બુક કરાવી જ લીધી હોય પરંતુ બાળકોને વધુ મજા ક્યાં આવશે તેની મૂંઝવણમાં હોવ તો અમે તમારા માટે લાવ્યા છીએ સિંગાપુરની કીડ ફ્રેંડલી હોટેલની યાદી.

ઓર્ચાર્ડ હોટેલ

સિંગાપુરના શોપિંગ અને મનોરંજન કેન્દ્રિત હૃદય સમા વિસ્તારમાં આવેલ આ 4 સ્ટાર હોટેલ ઓર્ચાર્ડ તમને  તમારા બાળકોને મોલ્સ, સંગ્રહાલય અથવા અમ્યુઝમેન્ટ પાર્ક પર ખેંચી જવાને બદલે બાળકોને આનંદ દાયક રીતે સાચવવાનો વિકલ્પ આપે છે.જો તમે આરામદાયક, એશિયન-શૈલીના આર્કિટેક્ચર વાળા રૂમમાં અમુક સમય શાંતિથી માણવા માંગતા હો તો વધારાના ચાર્જમાં તમને અહી બેબીસીટરનો વિકલ્પ મળી રહેશે. આથી તમને બાળકોને સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને તમે સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવી શકશો કે પછી ફિટનેસ સેંટરમાં વર્કઆઉટ  કરી શકશો. આ ઉપરાંત આ હોટેલ બાળકો માટે એક કોમ્પ્લીમેન્ટરી પેક તરીકે ચિત્ર પુસ્તકો,રંગો અને ખાસ બાથ એક્સેસરીઝ આપે છે જે તમારા બાળકોને બીઝી રાખવા પૂરતી છે.આ હોટલ તમને ઇનરમ ડાઈનિંગ રૂમનો વિકલ્પ આપે છે

કિંમત: રૂ. 10,512/-પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 442 ઓર્ચાર્ડ રોડ, સિંગાપુર, 238879, સિંગાપુર.

Book Your Stay at Orchard HotelBook Your Stay at Orchard Hotel

ફુરામા  રિવરફ્રન્ટ

Furama-riverfront

ચાઇનાટાઉન અને ઓર્ચર્ડ રોડ વચ્ચે આવેલ ફૂરામા  રિવરફ્રન્ટ હોટેલ જો તમે બાળકો સાથે પ્રવાસ કરતાં હોય તો શ્રેષ્ઠ રહેશે.આ પ્રભાવશાળી હોટેલના થીમ આધારિત રૂમો અને ફેમિલી રૂમો તો અનન્ય છે જ. તેની સાથે અહી કિડ-ફ્રેંડલી સુવિધાઓ, બઁક બેડ્સ અને એક્સબોક્સ કન્સોલ તો તમારા બાળકોને મજા કરવી દેશે. આ રંગબેરંગી રૂમ બાળકો સાથે રમવા માટે અને ફિલ્મ જોવા માટે રોમાંચક્તા જાળવશે. આ ઉપરાંત અહી બાળકોનો સ્પેશિયલ પ્લે એરિયા છે જ્યાં તમારા બાળકો કાર્ટૂન જોઈ શકે અને એક્ટિવિટી શીટ પર કામ કરી શકે અને તમે રેસ્ટોરાંમાં શાંતિથી રાત્રિભોજનનો આનંદ માણી શકો છો.

કિંમત: રૂ 8136 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 405 હેવલોક રોડ, સિંગાપુર 169633

Book Your Stay at Furama RiverfrontBook Your Stay at Furama Riverfront

પિરાક હોટેલ

આ હોટેલ ટેસ્ટફૂલી  સુશોભિત કરવામાં આવેલી સિંગાપુરની શ્રેષ્ઠ બજેટ હોટલમાની એક છે. જે લિટલ ઈન્ડિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્થિત છે. અહી 35 મોહક અને આકર્ષક રૂમો આવેલા છે જે વર્ષની નીચેના બાળકો માટે સંપૂર્ણપણે મફત સુવિધાઓ આપે  છે. આ ઉપરાંત આ હોટેલ બુગીસ જંકશન તરીકે ઓળખાતા સિંગાપુરના સૌથી મોટા મોલ તથા મુસ્તફા સેન્ટર અને ધ સિટી સ્ક્વેર મોલની  અત્યંત નજીક આવેલ છે.

કિમંત: રૂ.3711 પ્રતિ રાત્રિ થી શરૂ

સ્થાન: 12 પેરાક રોડ, સિંગાપુર 208133

Book Your Stay at Perak HotelBook Your Stay at Perak Hotel

હોટેલ  81 ડિક્સન 

hotel-81-dickson

પોતાના બજેટમાં આરામદાયક રીતે રહેવા માંગતા પ્રવાસીઓ માટે આ હોટલ શ્રેષ્ઠ છે. મુસ્તફા સેન્ટર અને ધ સિટી સ્ક્વેર મોલની  અત્યંત નજીક આવેલ આ હોટલ નાના તથા મોટા દરેક વયના  લોકોને આકર્ષે છે. સિંગાપુર નેશનલ મ્યુઝિયમ, ખાડીની નજીક આવેલ બગીચા, કંપોંગ ગ્લેમ અને સાંટેક શહેર મૉલ જેવા અન્ય લોકપ્રિય આકર્ષણ પણ આ હોટલથી માત્ર 15 મિનિટના અંતરે છે. હોટેલ  81 ડિક્સનમાં તમને હાઇ સ્પીડ વાઇ-ફાઈ અને હોટ બેવરેજ સિસ્ટમ મળી રહેશે. વળી, અહીના વાતાનુકૂલિત રૂમો તમને તાજગી અર્પશે અને તમે તમારા રોકાણ દરમ્યાન સિંગાપુરના તમામ પાસાઓને માણી શકશો.

કિંમત: રૂ. 3,337 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 3 ડિક્સન રોડ, સિંગાપુર 209530

Book Your Stay at Hotel 81 DicksonBook Your Stay at Hotel 81 Dickson

ફુલરટન હોટેલ

તમારા સિંગાપોરના હોલિડેના ઇતિહાસમાં  વધારાની મજા ઉમેરવા માટે ભવ્ય ફુલ્લેર્ટોન હોટેલમાં રોકાણ કરો. નેશનલ મોન્યુમેન્ટ જેવી આ બિલ્ડીંગ 1928 માં બાંધવામાં આવી હતી અને એક વખતની  સિંગાપુર જનરલ પોસ્ટ ઓફિસ, એક્સચેન્જ રેફરન્સ લાઇબ્રેરી અને એક્સચેન્જ રૂમ તરીકે વપરાતી હતી. આજે, આ ભવ્ય મકાનમાં 400 રૂમની  ફાઇવ સ્ટાર હેરિટેજ હોટેલ થઈ ગઈ છે. આ હોટેલ મુખ્ય લોકેશનમાં સ્થિત હોવાને કારણે રાફેલ્સ પ્લેસ એમઆરટી સ્ટેશન અને ઓર્ચાર્ડ રોડથી  માત્ર અમુક કિલોમીટર દૂર છે. આ હોટેલ ફુલરટન હેરિટેજ ટ્રેઇલ, દરિયાઇ પ્રવાસ અને સ્મારક ટૂર જેવી કેટલીક પ્રવૃત્તિઓમાં તમારા બાળકોને  વ્યસ્ત રાખશે.

કિંમત: રૂ 15,416 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 1 ફૂલ્લેર્ટોન સ્ક્વેર, સિંગાપુર 049178

Book Your Stay at The Fullerton HotelBook Your Stay at The Fullerton Hotel

વી હોટેલ લેવેન્ડર

v-hotel-lavender

કલ્લંગ વિસ્તારમાં જેલ્લીકોઈ  રોડ પર આવેલ આ છટાદાર હોટેલ લેવેન્ડર મેટ્રો સ્ટેશનથી સાવ નજીક છે. એલાઇવ મ્યુઝિયમ હોટેલથી માત્ર પાંચ મિનિટ દૂર છે.એમઆરટી સ્ટેશન પણ નિકટ છે આથી, તમે સિંગાપોરમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ કઈ રીતે જવું એ અંગે મૂંઝવણમાંથી બહાર આવી શકો છો અને મજાની વાત તો એ છે કે વધુ કાર કે બસમાં જવાનું ના હોવાથી તમે બાળકોને સાથે લઈ જઇ શકો છો અથવા તો બાળકો હોટેલ પર જ રોકાવાનું ઈચ્છે છે તો અહીના ઇન હાઉસ કાફેમાં રેકોર્ડ પામેલ 12 ઈચના પિઝા ખાઈ શકે છે.

વી હોટેલ લેવેન્ડર રૂમમાં એલઇડી ટીવીમાં  શ્રેષ્ઠ ચેનલો ઉપલબ્ધ છે.  મીની રેફ્રિજરેટર અને હાઇ સ્પીડ વાઇ-ફાઇની પણ સુવિધાઓ છે.તો છે ને આ આરામદાયક રોકાણ!!

કિંમત: રૂ. 5866 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 70 જેલ્લીકોએ રોડ, સિંગાપુર 208767

Book Your Stay at V Hotel LavenderBook Your Stay at V Hotel Lavender

પૈન પેસિફિક ઓર્ચાર્ડ હોટેલ

તમને પેલી દે ધના ધન મૂવી યાદ છે અક્ષયકુમાર અને કેટરીના કેફ વાળી?તેમાં મોટાભાગના કોમેડી સીન એક હોટલમાં થાય છે. તે આ જ હોટેલ પૈન પેસિફિક. વ્યૂહાત્મક રીતે તેના ઓર્ચાર્ડ રોડ લોકેશન પર આવેલ આ હોટેલ એમઆરટી સ્ટેશનથી માંડ 5 મિનિટ દૂર છે જેના કારણે તમને આઇઓએન ઓર્કાર્ડ, વીલોક પ્લેસ, પેલેસ ધ રિનૈઝન્સ અને સિંગાપુર બોટેનિક ગાર્ડન્સ જેવા શોપિંગ અને મનોરંજન હબ સુધી પહોચવામાં સરળતા રહે છે.  આ કીડ ફ્રેન્ડલી હોટેલ તમારા બાળકોને વ્યસ્ત રાખવા માટે  અનેક પ્રવૃત્તિ કરે છે. એ ઉપરાંત સાવ નાના બાળકો માટે અહી બેબી સીટીંગની પણ વ્યવસ્થા છે. તે બાળકોને કલર સાથે રમવા, પુસ્તકો અને ચિત્રોમાં રસ જગાવતી પ્રવૃત્તિઓ કરાવે છે.આ સુવિધાની  અમુક વસ્તુઓ બાળકો માટે ખુબ જ જરૂરી છે અને તેનાથી બાળકો ઇન-રૂમ ડાઇનિંગ લેશે જેથી તમે વધુ આનંદપરદ સમય પસાર કરી શકશો.

કિંમત: રૂ. 17039 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 10 ભૂમિગત માનવ રોડ, સિંગાપુર 229540

Book Your Stay at Pan Pacific Orchard HotelBook Your Stay at Pan Pacific Orchard Hotel

રમાડા હોટેલ 

ramada-hotel

સિંગાપુર ના બલેસ્તીયર/ નોવેના જિલ્લામાં આવેલ આ હોટેલ એમઆરટી સ્ટેશન પરથી માત્ર પાંચ મિનિટ ડ્રાઈવના અંતરે છે.આ ઉપરાંત પ્રખ્યાત ઝોંગશાન મોલ પણ હોટેલથી અત્યંત  નજીક છે અને જો તમે બાળકો સાથે આઉટીંગની  મજા માણવા માંગતા હો તો સિંગાપુર બોટનિકલ ગાર્ડન્સ આ હોટેલથી માત્ર  10 મિનિટ દુર છે.અને જો તમે ક્યાય બહાર જવાને બદલે રૂમમાં બેસીને રિલેક્ષ થવા માંગતા હો તો ૩૮૪ રૂમમાંથી કોઈપણ રૂમ બુક કરીને તેની મોટી બારીઓમાંથી શહેરના નયનરમ્ય દ્ર્શ્ય જોઈ શકો છો. અહીના આઉટડોર પૂલ, ઝોંગશાન પાર્ક ખાતે સરળતાથી ઉપલબ્ધ એશિયન રેસ્ટોરાં, અને હાઇ સ્પીડ વાઇ-ફાઇ તમારા  રોકાણમાં વધુ મજા ઉમેરશે.

કિંમત: રૂ. 7694 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 16 આહ હૂડ રોડ, સિંગાપુર 329982

Book Your Stay at Ramada HotelBook Your Stay at Ramada Hotel

હોટેલ બોસ

hotel-boss

વિક્ટોરિયા સ્ટ્રીટ પર સ્થિત આ આધુનિક હોટેલ લવંડર એમઆરટી સ્ટેશનથી માત્ર 450 મીટર દૂર છે. સિટી સ્ક્વેર મોલ અને ચર્ચ ઓફ અવર લેડી ઓફ લોર્ડ્સ નજીક હોવાથી જો બાળકોને નજીકમાં જ ફેરવવા માંગતા હોય તો આદર્શ સ્થળ બની શકે. કલાત્મક રીતે રચાયેલ 1,500 રૂમને અહીં તમામ આધુનિક સગવડતા સાથે સજ્જ કરવામાં આવેલ છે અને સનબાથ માટે આઉટડોર પૂલ પણ છે. આ ઉપરાંત અહી તમને કિડ્સ પ્લે એરિયાની સુવિધા પણ મળશે જેનાથી તમે તમારા બાળકોને વ્યસ્ત રાખી શકશો.

કિંમત: રૂ 4756 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 500 જાલન સુલતાન, સિંગાપુર 199020

Book Your Stay at Hotel BossBook Your Stay at Hotel Boss

ડેઝ હોટેલ

Days-Hotel

ઝોંગશાન પાર્કના અત્યંત સુંદર દૃશ્યો અને ઉત્તમ આતિથ્ય આપતી આ હોટેલ બજારથી ખુબ નજીક છે બલેસ્તીયર રોડ અને સસ્નારમાસી બૌદ્ધ મંદિરથી માત્ર થોડી મિનિટો દૂર આવેલ અ હોટેલ  સિટી સ્ક્વેર મોલ થી પણ એટલી જ નજીક છે. ઇન શોર્ટ, બાળકોને પણ ફેરવો અને તમે સાથે સાથે રહીને મજા માણો કારણકે આ  હોટેલ આરામદાયક રોકાણ અને નજીકના સ્થળોના રસપ્રદ પ્રવાસનો પણ પ્લાન કરી આપે છે આઉપ્રાંત તમે કોમ્પ્લીમેન્ટરી શટલ સર્વિસ પણ લઇ શકો છો.

કિંમત: રૂ 5138 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 1 જાલન રાજાહ, સિંગાપુર 329133

Book Your Stay at Days HotelBook Your Stay at Days Hotel