દક્ષિણ ભારતની યાત્રા માટે ઉપયોગી અને સંક્ષિપ્ત માર્ગદર્શન

Mayank Kumar

Last updated: Jul 13, 2017

Author Recommends

Events

Kerala: Onam (August), Kerala Boat Race (August) and Pongal (January)
Bengaluru: Karaga (March - April), Ganesh Chaturthi (September) and Diwali (October - November)
Pondicherry: Pongal (January) and Masi Magam (February)

Click

Shots of the Kerala backwaters from a houseboat
Wildlife photography at one of the many national parks in South India

Greetings

Kerala: How are you? - How are you? - Sukhamalle?
Bengaluru: How are you? - Hegiddeera?
Tirupati: How are you? - Meeru elaa unnaru

Filmy

"Guru", "Chennai Express" and "Raavan" are some popular Bollywood movies shot in Kerala

Safety

Police: 100
Ambulance: 101

Want To Go ? 
   

સુંદર અને વાદળી સમુદ્રની ખાડીઓ, નયનરમ્ય બીચ અને સ્થાપત્યની અજાયબીઓએ દક્ષિણ ભારતને ભારતીય પર્યટન ઉદ્યોગમાં મહત્વનું સ્થાન આપ્યું છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં આવેલ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને અરબી સમુદ્રમાં આવેલ લક્ષદ્વીપ ટાપુના જૂથો સાથે અહીં પાંચ રાજ્યો સહિત દક્ષિણ ભારત પ્રવાસના શોખીનોને ફરવા માટે વિશાળ શ્રેણી આપે છે.

નીચે જણાવેલ સ્થળોની મુલાકાત વગર આપનો દક્ષિણ ભારતનો પ્રવાસ અધૂરો છે. 

જોવા જેવા સ્થળો:

hampi south india quick travel guide

  1. પ્રાર્થના માટેના સ્થળો: દક્ષિણ ભારત ધાર્મિક સુસંગતતાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. તે હિન્દુઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો, જૈન, યહૂદીઓ અને બૌદ્ધ સહિત વિવિધ ધર્મોની વિવિધ પુરાતત્વીય અને સ્થાપત્યની અજાયબીઓ ધરાવે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં દ્રવિડિયન સ્થાપત્ય મુખ્યત્વે જાણીતું છે. હમ્પિ, તંજાવુર અને મમલ્લાપુરમમાં અનેક ઐતિહાસિક હિન્દુ મંદિરો આવેલા છે. તિરુપતિ મંદિર આ પ્રદેશમાં આવેલ સૌથી વ્યસ્ત યાત્રાધામ પૈકી એક છે. ઉપરાંત કોચીમાં યહૂદી સીનાગોગ, હૈદ્રાબાદની મક્કા મસ્જિદ અને કર્ણાટકમાં આવેલ નામ્દ્રોલિંગ નિંગમાપા તિબેટીયન મઠ, તેમના ઐતિહાસિક મહત્વ માટે જાણીતા છે.
  2. કુદરતી અજાયબીઓઃ દક્ષિણ ભારત તેના વિશાળ ઉષ્ણકટિબંધીય વનો માટે પણ વિખ્યાત છે, જેમાં વિશાળ પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિઓ આવેલી છે. દક્ષિણ ભારતના જંગલોમાં હજુ પણ ભારતમાં સૌથી વધુ હાથીઓ અને વાઘની વસ્તી છે. જો તમે વન્યજીવનનો આનંદ લેવા ઈચ્છતા હોવ તો બાંદીપુર, મુદુમલઇ અને પેરિયાર નેશનલ પાર્કની મુલાકાત લેવી જોઈએ. ઉપરાંત કોવલમ, મેંગલોર અને ગોકરનામાં દેશના અનેક કેટલાક સુંદર બીચ આવેલા છે.

અચૂક માણવા જેવી વસ્તુઓ

kerala houseboat south india quick travel guide

  1. કેરળમાં બેકવોટર્સમાં સમુદ્ર બોટમાં ફરવાનો આનંદ માણો : જો તમે પ્રકૃતિથી પ્રેમ કરો છો અને તેનો જબરદસ્ત આનંદ ઉઠાવવા ઈચ્છો છો તો કેરળમાં અલ્લેપ્પીના  બેકવોટર્સમાં તમારા પ્રિયપાત્ર સાથે હાઉસબોટમાં એક દિવસ વિતાવો. રાતના સમયે આ હાઉસબોટ ખુલ્લા આકાશ નીચે પાણીમાં સ્થિર રહે છે. અહીં વ્યાજબી ભાવની હાઉસબોટ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
  2. મુદૂમાલાઈ અને બાંદિપુર રાષ્ટ્રીય અભયારણ્ય ખાતે વન્યજીવનનો આનંદ માણવા માટે સફારી ટુર કરો: દક્ષિણ ભારતની યાત્રા આ બે રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત વગર પૂર્ણ થઈ શકે નહીં. ઊટી જતા માર્ગમાં હાથી, હરણ, મોર, ડુક્કર અને નોળિયા જેવા પ્રાણીઓને તેમના કુદરતી આશ્રયસ્થાનોમાં રહેતા જોવા માટે તમે આ અભયારણ્ય વચ્ચે મુસાફરી કરી શકો છો. તમારી આં સફર જીવનભર યાદગાર બની જશે.
  3. પોંડિચેરીમાં આધ્યાત્મિક સપ્તાહ: જો તમે ક્યારેય ફ્રાન્સ ગયા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આજે પણ પોંડિચેરી હવેના પુડુચેરીમાં ફ્રેન્ચ સંસ્કૃતિની ઝલક જોઈ શકો છો. પોંડેચેરી એક સમયે ફ્રેન્ચ લોકોના હસ્તક હતું, અને હજુ પણ અહી ફ્રેન્ચ ક્વાર્ટરમાં ફ્રેન્ચ સ્થાપત્યની ઝલક જોવા મળે છે. અહીં આવેલ લી કાફેમાં તમારા પ્રિયપાત્ર સાથે એક રાત વિતાવો જે તમારા જીવનસાથી માટે તમે કરેલી અત્યાર સુધીની સૌથી રોમેન્ટિક અને યાદગાર ક્ષણ બની જશે. જયારે તમે અહીં હોવ ત્યારે, ઓરોવિલેમાં વિશ્રામ કરવાનું તથા આધ્યાત્મિક મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

સ્વાદિષ્ટ ભોજન:

food south india quick travel guide

  1. ઇડલી અને ઢોસા: ઇડલી દક્ષિણ ભારતની મુખ્ય વાનગીઓ પૈકીની એક છે. તે મૂળભૂત રીતે ચોખા અને મસૂરમાંથી વરાળથી બનાવેલ નરમ સુગંધિત કેક છે, અને તે મસાલેદાર નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે. ઢોસા ચોખા અને મસૂરમાંથી બનાવેલ કડક પરંતુ પાતળી પેનકેક છે. લોકપ્રિય એવા મસાલા ઢોસા બટાકાના માવાથી ભરીને નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે. તમે દક્ષિણ ભારતના તમામ વિસ્તારોમાં વિવિધ પ્રકારના ઢોસા માણી શકો છો. દક્ષિણ ભારતના લગભગ તમામ રેસ્ટોરાંમાં તમને ઇડલી અને ઢોસા મળશે.
  2. ઉત્તપમ અને વડા: ઉત્તપમ ચોખાના લોટ અને મસૂરમાંથી બનાવવામાં આવેલ પેનકેક છે, અને તેમાં તાજા બારીક સમારેલા શાકભાજી ઉમેરવામાં આવે છે. ઉપરાંત વડા એ મીઠાઈ આકારની તળેલી મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી છે.
  3. ભાત અને સેવઈ: ભાતમાં વિવિધ સંયોજનોમાં રાંધેલા ભાતમાંથી બનાવેલ વાનગીનો સમાવેશ થાય છે. તે સૌથી વધુ વૈવિધ્ય ધરાવે છે અને ખાસ કરીને રાયતા (દહીં) સાથે આપવામાં આવે છે. સેવઈ એ ગ્રેવી સાથે પીરસવામાં આવતા ચોખાના નૂડલ્સ છે. તમે ફીશ કરી સાથે સેવઈ અથવા ભાતનો આનંદ લઇ શકો છો. આ મિક્સ વાનગી ચોક્કસપણે તમારા સ્વાદને ઉત્તેજીત કરશે.
  4. ચેટ્ટીનાડ રસોઈ: આ રાંધણકળા ભારતમાં સૌથી વધુ મસાલેદાર અને સૌથી વધુ સુગંધિત ગણવામાં આવે છે. મીઠાંયુક્ત શાકભાજી, સૂર્યમાં સૂકવવામાં આવેલ માંસ અને મસાલાઓની વિશાળ શ્રેણી સાથે બનાવવામાં આવેલ આ રસોઈ તમને વધુ જમવા માટે આકર્ષિત કરશે તેની અમને ખાતરી છે. આ રાંધણકળામાં વેલ્લાઈ પનીયારામ, કંધરપ્પમ, મસાલા સેયમ અને કરુપ્પટ્ટી પનીયારામ સૌથી લોકપ્રિય વાનગીઓ છે.

મુલાકાતનો સમય:

south india quick travel guide

ડિસેમ્બર-ફેબ્રુઆરી: દક્ષિણ ભારતની મુલાકાત લેવા માટે આ સૌથી શ્રેષ્ઠ સમય અને મોસમ છે. આ સમય દરમિયાન અહીંની આબોહવા ઓછામાં ઓછી ભેજયુક્ત હોય છે, અને તાપમાન 22-30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. કેરળના મુન્નાર જેવા કેટલાક હિલ સ્ટેશન પર આ સમયે ઠંડી પણ પડે છે, તેથી ઠંડીથી બચવા માટે તમારી સાથે હલકા જાકીટ અથવા સ્વેટર સાથે રાખવાનું ભૂલવું જોઈએ નહિ.

મે-ઑક્ટોબર: દક્ષીણ ભારતમાં પ્રવાસનને ઉત્તેજન આપવામાં આયુર્વેદે મહત્વની ભૂમિકા ભજવી છે. અને આયુર્વેદ ચોમાસામાં સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે, અને અહીં ચોમાસું મે અને ઑક્ટોબર વચ્ચે હોય છે. વળી ઑક્ટોબર/નવેમ્બરમાં, મોટા ભાગના દક્ષિણ ભારતીય રાજ્યોમાં દશેરા અને દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

પ્રવાસન સંસાધનો:

south india quick travell guide

હવાઈ સફર દ્વારા: ભારતના બાકીના ભાગો કરતાં દક્ષિણમાં વધુ આંતરરાષ્ટ્રીય હવાઇમથકો આવેલા છે, માટે દક્ષિણનાં રાજ્યો દેશના દરેક ખૂણા અને વિશ્વ સાથે જોડાયેલા છે. ચેન્નઈને દક્ષિણ ભારતનું મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. અન્ય મોટા આંતરરાષ્ટ્રીય હવાઇમથકો હૈદરાબાદ, બેંગલુરુ, કોઈમ્બતુર, કોચી, કોઝિકોડ, તિરુચિરાપલ્લી અને તિરુવનંતપુરમમાં આવેલા છે. આ એરપોર્ટ ઉપરાંત, દક્ષિણ ભારતમાં લગભગ દરેક શહેરમાં સ્થાનિક હવાઇમથકો પણ આવેલા છે.

ગાડી દ્વારા સફર: દક્ષિણ ભારતના રાજ્યો દેશના અન્ય ભાગોથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા ખૂબ જ સારી રીતે જોડાયેલ છે. નવા ધોરીમાર્ગો પર ટોલ ટેક્સ લેવામાં આવતો હોવાથી, દક્ષિણમાં એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરતી વખતે તમારી સાથે અમુક છુટા પૈસા રાખવાનું ભૂલશો નહિ.

બસ દ્વારા સફર: દક્ષિણ ભારતમાં રાજ્યની માલિકીના અનેક બસ સંચાલકો પરિવહન સેવાઓ પૂરી પાડે છે. કેટલાક સંચાલકો આ દક્ષિણી રાજ્યોને ગોવા અને મહારાષ્ટ્ર સાથે પણ જોડે છે. બસના માર્ગો અને સમયપત્રક વિશે તમને અપડેટ રાખવા માટે સરકારી માલિકીના બસ ઓપરેટર્સ પાસે સ્માર્ટફોન એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ પણ છે. જો તમે આરામદાયક મુસાફરી કરવા ઈચ્છતા હોવ અને થોડો વધુ ખર્ચ કરવામાં અચકાતા ન હોવ તો, ખાનગી બસ સંચાલકોની સેવા લેવી વધુ સારી રહેશે.

ટ્રેન દ્વારા સફર: દક્ષિણ-ઉત્તર રેલવે, દક્ષિણ-પશ્ચિમ રેલવે અને કોંકણ રેલવે ભારતના બાકીના ભાગથી દક્ષિણ ભારતને જોડે છે. સંપૂર્ણપણે એસી રાજધાની ટ્રેનો અમુક કલાકોની અંદર સેંકડો કિલોમીટરની સફર કરે છે. શતાબ્દી ટ્રેન જેવી ઇન્ટર-સિટી ટ્રેન પણ અહીં ચાલે છે, અને તે અન્ય ભાગોને રાજયની રાજધાની સાથે જોડે છે. કેટલાક દક્ષિણી રાજ્યોમાં ટૂંકા અંતર માટે સ્થાનિક ટ્રેનોનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

આસપાસ ફરવા લાયક સ્થળો:

south india quick travel guide

સ્થાનિક પરિવહન: દક્ષિણ ભારતના મોટા શહેરોની આસપાસ ફરવા માટે સાયકલ-રીક્ષા, ઓટો-રીક્ષા, બોટ, ટેક્સીઓ, બસો અને ટ્રેનો પરિવહન પૂરું પાડે છે. તેમનું ભાડું દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે તમે પરિવહનનો પ્રકાર પસંદ કરો કે તેને બુક કરો તે પહેલાં, તેની સાથે ભાવ તાલ નક્કી કરવો જોઈએ. કેટલાક ડ્રાઇવરો મીટરનો ઉપયોગ કરવાનો ઇનકાર કરે છે માટે તમારે અગાઉથી જ ભાવ નક્કી કરવા જોઈએ અને તમારા સામાનનું ભાડું અને રાત્રિ ભાડા વિષે ખુલાસો કરી લેવો જોઈએ.

સાઈકલ-રીક્ષા ત્રણ પૈડાવાળા અને પેડલ સાઈકલ છે, જયારે ઓટો-રીક્ષા કેનવાસ અથવા પતરાની છત ધરાવતા ત્રણ પૈડાવાળા અને મોટરથી ચાલતા વાહન છે. તે મહત્તમ ત્રણ મુસાફરોને બેસવાની પરવાનગી આપે છે. ભારતીય રીક્ષામાં મુસાફરી કરવી એ એક લ્હાવો છે. વિક્રમ અને ટેમ્પ્સ જેવા મોટા કદના ઓટો-રીક્ષામાં વધુ જગ્યા હોય છે. અને તે સામાન્ય રીતે બે નિયત માર્ગ વચ્ચે શટલ રૂપે ચાલે છે.

ટેક્સીઓ: અહીં ટેક્સીઓ સામાન્ય રીતે મીટર મુજબ ભાડું વસુલે છે. જો કે, મોટાભાગના ડ્રાઇવરો મીટરનો ઉપયોગ કરતા નથી અને પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું વસૂલ કરે છે. માટે તમારા માટે પ્રિપેઇડ ટેક્સીઓનો ઉપયોગ કરવો વધુ સારો વિકલ્પ છે મોટા શહેરોમાં, તમે રેડિયો ટેક્સીઓ ભાડે કરી શકો છો. બસમાં મુસાફરી કરવી એ સૌથી સસ્તો અને આસન વિકલ્પ છે જો તમે આરામદાયક પ્રવાસ કરવા માંગો છો, તો તમે ખાનગી સર્વિસ સંચાલકને પસંદ કરી શકો છો.

હોડી: દક્ષિણ ભારતની ઘણી નદીઓમાં હોડી દ્વારા પરિવહન કરવામાં આવે છે. લાકડાની નાની હોડીઓથી માંડીને વિશાળ હોડીઓ સુધીની સેવા અહી મળી રહે છે. એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે નદીઓ પાર કરવા માટે અથવા બેકવોટરનો આનંદ માણવા માટે આ સેવા સરળ રીતે ઉપલબ્ધ છે. મોટાભાગની મોટી નૌકાઓ ખૂબ જ ઓછા ભાડામાં મોટર સાયકલ અને ગાડી પણ લઈ જાય છે.

સાથે રાખવા જેવી ચીજો:

  1. અહીંની મુલાકાત લેતા સમયે ટ્રેકીંગ માટેના જૂતા, સનગ્લાસ, ટોપી અને સનસ્ક્રીન લોશન લઈને જવું જરૂરી છે.
  2. જો તમે ઉનાળામાં દક્ષિણ ભારતની મુલાકાત લઈ રહ્યા હોવ, તો તમારે સુતરાઉ કપડા સાથે રાખવા જોઈએ અને જો તમે દરિયાકિનારાની મુલાકાત લેવાના હોવ તો તમારે બીચ પર પહેરવાના કપડા સાથે લઇ જવા જોઈએ.અને જો તમે ચોમાસામાં અહીંની મુસાફરી કરી રહ્યા હોવ તો છત્રી અને રેઇનકોટ સાથે રાખવા જોઈએ.
  3. દક્ષિણ ભારતના અનેક મંદિરોમાં તમને પરંપરાગત વસ્ત્રો સાથે જ પ્રવેશ આપવામાં આવે છે, તેથી આવા સ્થળોની મુલાકાત લેતા સમયે અમુક ખાસ વસ્ત્રો લઇ જવાનું ઠીક રહેશે.

અહીંના સુંદર અને નીલા દરિયા કિનારાઓ, શાંત બેકવોટર્સ અને અસંખ્ય સ્થાપત્ય અને ઐતિહાસિક અજાયબીઓ દક્ષિણ ભારતને આધુનિક અને પરંપરાગત સમયનું એક અનન્ય મિશ્રણ ધરાવતું સ્થળ બનાવે છે. યાદગાર અનુભવ માટે તમારે દક્ષિણ ભારતના આ વિસ્તારોની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ.

More Travel Inspiration For Allepey