બેંગકોકમાં માણવા લાયક આ ફ્રી વસ્તુઓની સોનેરી યાદો સ્મૃતિપટમાં છવાઇ જશે

Mayank Kumar

Last updated: Sep 24, 2019

Author Recommends

See

The Grand Palace, official residence of the Kings of Siam since 1782
Wat Pho, popular Buddhist temple in Phra Nakhon district
Golden Buddha, the world's largest solid gold statue weighing 5.5 tons

Click

Selfies in a tuk tuk, Bangkok's auto rickshaw

Greetings

Hello: Sawasdee
Do you speak English?: Phuut phaasaa ang-krit dai mai?
Thank you: Kob-kun

Safety

General Emergency: 191, 02 246 1338-42
Bangkok General Hospital, New Petchburi Road: 02 310 3456

Filmy

Bangkok has been the shooting location for "Student of the Year", "Awaarapan" and the "Dhinka Chika" song from the movie "Ready".

Want To Go ? 
   

હું દરેક મુસાફરીના સંગાથે વધુ ઉત્સાહિત રહું છું. પ્રવાસ દરમિયાન જો કોઇ વસ્તુ હું ફ્રીમાં કરી શકું તો તેનો મને અતિશય આનંદ મળે છે. તેથી જ મને ‘મફતમાં મોજમસ્તી’  થીમ પર એક સીરિઝ લખવાની પ્રેરણા મળી છે. ચાલો બેંગકોકમાં ઉપલબ્ધ આવી ફ્રી વસ્તુઓ પર એક નજર કરીએ.

શહેરની સહેલગાહ માટે તૈયાર થઇ જાઓ

બેંગકોકની સહેલગાહ કરવા માટે તમે ચાલુ દિવસો દરમિયાન સવારે 10 થી સાંજે 6 અને સપ્તાહનાં દિવસોમાં સવારે 9 થી 7 સુધીમાં માત્ર તમારા પાસપોર્ટની કોપી દર્શાવીને બેંગકોક સ્માઇલ્સ બાઇક પાસેથી સાઇકલ મેળવી શકો છો. તમને તેના રત્તનાકોસિન વિસ્તારમાં આવેલા પાંચ સ્ટેશનો કે પછી નદીની આસપાસ આવેલા સ્ટેશનો પરથી બાઇક મળશે. તમારે સાઇકલની સવારી લીધા બાદ તેને ફરીથી તે જ સ્ટેશન પર પરત કરવાની રહે છે. જો તમને સાયક્લિંગ નાપંસદ હોય તો શહેરની લટાર મારવા માટે જાતે માર્ગદર્શન લઇને પગપાળા જવામાં પણ ખુશી થશે. 

free things to do in bangkok
​ Pick up a bike and explore Bangkok on your own

 

લીલાછમ બગીચાઓમાં મોજમસ્તી કરો

બેંગકોકમાં આવેલા અનેકવિધ બગીચાઓમાં જઇને તમે બેસીને નિરાંતની પળો ગાળી શકો છો. અહીંયા કેટલાક બગીચાઓમાં તો કસરત માટે ફ્રીમાં મશિનની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. શરીરને સ્ફૂર્તિમય બનાવવા માટે તેનો અચૂક ઉપયોગ કરવો.

ચાઇના ટાઉનને પ્રત્યક્ષ નિહાળવાનો વિશેષ લહાવો

અહીં આવેલા ચાઇનાટાઉનની મુલાકાત તો જીવનભરનું ના ભૂલાય તેવું સંભારણું બની રહેશે. નાના સ્ટોલ્સ, ખાણીપીણી અને સોનાંની દુકાનો આ સ્થળના ઝગમગાટમાં વધારો કરે છે. ફેબ્રુઆરીમાં ઉજવાતા ચાઇનીઝ ન્યૂ યર દરમિયાન ચાઇનાટાઉનની મુલાકાત દરમિયાન માહોલમાં ઝળહળતું એશ્વર્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. વાટ ચક્રવાત મંદિર કોમ્લેક્સનો છૂપો ખજાનો ગણાતા ત્રણ કદાવર મગરો તળાવમાં તેની ભોજનની પ્રતિક્ષા કરતા જોવા મળે છે.

ચાતુચાક વીકેન્ડ માર્કેટ

વિશ્વનું સૌથી વિશાળ ઓપન એર માર્કેટની નામના ધરાવતું ચાતુચાક વીકેન્ડ માર્કેટ 35 એકરમાં ફેલાયેલું છે. 5,000 સ્ટોરના ઘર એવા આ માકેટમાં વેચાણથી મળતી અનેકવિધ ચીજવસ્તુઓનો ખજાનો છે. સવારે 9 વાગે ખરીદદારો માટે ખુલતું આ માર્કેટ બપોરના ભોજનના સમય સુધીમાં ગ્રાહકોથી વધુ ગીચ બને છે. અહીંની વિન્ડો શોપિંગ કરવાની પણ મજા કંઇક અલગ જ છે. વિન્ડો શોપિંગ બાદ તમે અહીંના સ્થાનિક ખાણીપીણીની લહેજત ઉઠાવી શકો છો. ત્યારબાદ રિલેક્સ થવા માટે ચાતુચાકના પાર્કમાં આરામ ફરમાવો.

chatuchak weekend market free things to do
​ Explore one of the world's largest open-air markets

 

રોડ ફાઇ માર્કેટ

વિન્ટેજ વસ્તુઓના ખજાનાનો ભંડાર જોઇને તમે ચોક્કસપણે આશ્ચર્યચકિત થઇ જશો. સુપરમેનની મૂર્તિ, હાથીના આકારની કાર, કેટલીક વિન્ટેજ કાર્સનો કાફલો અને અન્ય ચિત્ર વિચિત્ર અને રસપ્રદ વસ્તુઓને જોતા જ તમે ચકિત થયા વગર નહીં રહો. તે સિવાય સસ્તી ખાણીપીણીનો સ્વાદ પણ માણવાલાયક છે. (સમય: સાંજે 5 વાગે – શુક્રવારથી રવિવાર) | સ્થળ: કામફાએંગ ફેટ, ચાટુચાક માર્કેટની પાછળ)

કઠપૂતળીનો ખેલ – લુપ્તપ્રાય થાઇ સંસ્કૃતિની ઝલક

દુનિયામાં એવી માત્ર કેટલીક જ જગ્યાઓ જ છે જ્યાં તમે લુપ્તપ્રાય થતી થાઇ કઠપૂતળીની સંસ્કૃતિ અને કળાને નજર સમક્ષ નિહાળી શકો છો. જો કે બેંગકોકમાં આવેલ આર્ટિસ્ટ હાઉસ ખાતે આજે પણ આ થાઇ કઠપૂતળીની કળા જીવંત છે. તમે અહીંની મુલાકાત લઇને આ ખેલને જોવાથી જીવનમાં અનેરો આનંદ મળશે અને મન પણ પ્રફુલ્લિત થશે. દરરોજ (બુધવાર સિવાય) બપોરે 2 વાગે યોજાતા આ કાર્યક્રમમાં વાર્તા કહેતી નાજુક કઠપૂતળીની હિલચાલથી તમે પણ તેની કાલ્પનિક દુનિયામાં ગરકાવ થઇ જશો. અહીંયા 600 વર્ષ જૂના સ્તૂપ અને વિશાળ પૂતળાઓ પૌરાણિક થાઇ સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.(સમય: સવારે 10 થી સાંજે 6 સુધી) | સ્થળ: સોઇ વાટ થોંગસાલા ગર્મ, ફેસી ચેરોન, વાતકુહાસાન મંદિરની નજીક)

બટરફ્લાય ગાર્ડન અને ઇન્સેક્ટેરિયમ

બેંગકોકના અતિ વ્યસ્ત શહેરની વચ્ચે આવેલા બટરફ્લાય ગાર્ડન અને ઇનસેક્ટેરિયમ અભયારણ્યમાં સુંગધી ફૂલો અને લીલાછમ ઘાસની આસપાસ ઉડતા 500 જાતના રંગબેરંગી પંતગિયાઓ અને પારદર્શક પાણીનો અવિરતપણે વહેતો ધોધ તમને જાણે કે પ્રકૃતિનો આહલાદક સ્પર્શ કરાવશે. (સમય: સવારે 8.30 થી 4.30 (સોમવાર સિવાય) | સ્થળ: ચાતુચાક માર્કેટની નજીક, રોત્ફાઇ અને સિરકીટ ગાર્ડનની વચ્ચે)

મંદિરોને દર્શન

થાઇલેન્ડની આસપાસ અનેક મંદિરો આવેલા છે. કેટલાક મંદિરમાં વિદેશીઓ માટે પ્રવેશ ફી છે પણ જો તમે વહેલા પહોંચી જાવ તો ટિકિટ કાઉન્ટર ખૂલતા પહેલા સ્થાનિક સાથે ભળીને વિના મૂલ્યે દર્શનાર્થે જઇ શકો છો. અહીં આવેલા વાટ માંગકોર્ન કામાલાવાત(ચાઇનટાઉન), વાટપાતુમ વાનારામ(સેન્ટ્રલ વર્લ્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરથી નજીક) અને વાટ ઇન્દ્રવિહાર્ન(દુસીત) જેવા ભવ્ય મંદિરોમાં પ્રવેશ નિ:શુલ્ક છે.

free things to do in bangkok
​ Seek blessings at the many beautiful temples in Bangkok

 

સૂર્યાસ્તનો જોવાલાયક નજારો

ડુબતા સુરજને જોવાનો અનુભવ હરહંમેશ આહલાદક અને અવિસ્મરણીય હોય છે. સદ્ભભાગ્યે તે નજારો મફતમાં માણી શકાય છે. જો કે ચાઓ ફરાયા નદીના વાટ આરુન પાછળથી આ મનોરમ્ય દ્રશ્ય નિહાળવાનો અનુભવ જરા પણ ચૂકાય તેમ નથી.

સંગ્રહાલયથી પ્રાચીન દુનિયાની ઝલક

તીર્થ મંદિરના થાઇ નૃત્યથી આધ્યાત્મિક્તાનો અહેસાસ

નેશનલ થીયેટરમાં યોજાતા નૃત્યના પરફોર્મન્સને જોવાનું ચૂકશો નહીં. તમે ચિડલોમ સ્કાય ટ્રેન સ્ટેશનની પાસે આવેલા આકર્ષક તીર્થ મંદિરમાં એક પણ પૈસા ચૂકવ્યા વગર નિ:શુલ્ક રીતે પરંપરાગત થાઇ નૃત્યની મજા માણી શકો છો. આ પવિત્ર તીર્થમંદિર હરહંમેશ પૂજકોથી ભરેલું રહે છે. મીણબત્તીથી પ્રજવલિત આ તીર્થ મંદિર તમને આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાની અનુભૂતિ કરાવે છે. તીર્થમંદિરની હવામાં અગરબત્તીની મધુર સુંગધ પ્રસરે છે અને પરિસરમાં કર્ણપ્રિય થાઇ સંગીત તમને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. રસપ્રદ રીતે આ નૃત્ય જીવનને સુખમય બનાવવા સર્વશક્તિમાન ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો એક પ્રકાર છે.

આર્ટ એક્ઝિબિશનની સફરે..!

બેંગકોકમાં આવેલું બેંગકોક આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર ફ્રીમાં મુલાકાત લેવા માટેનું શ્રેષ્ઠત્તમ એક્ઝિબિશન સેન્ટર છે. શહેરની લટાર મારતી વખતે ક્યું એક્ઝિબિશન ચાલી રહ્યું છે તેની માહિતી મેળવો અને તમે એકપણ બહાટનો ખર્ચ કર્યા વગર તેની મુલાકાતના સંસ્મરણો તમારી સ્મૃતિમાં કેદ થઇ જશે.

થાઇ બોક્સિંગ

આ સિવાય થાઇલેન્ડના સિયામ જિલ્લાના એમબીકે સેન્ટરની બહાર દર બુધવારે સાંજે 6 વાગે યોજાતી થાઇ બોક્સિંગનો પણ લહાવો લેવા જેવો છે.

things to do in bangkok
​ Catch a boxing match while you're in the city!

 

ફ્રી વાઇ-ફાઇ ઇન્ટરનેટ

ફ્રી વાઇફાઇ મળે એટલે દરેકને જલ્સા પડી જાય. જી હા, તમે અહીંયા પણ સેન્ટ્રલ વર્લ્ડ પ્લાઝા, સિયામ ડિસ્કવરી સેન્ટર, ઇરાવાન સેન્ટર અને અન્ય કેટલાંક મોલ્સ, રેસ્ટોરાં અને કેફે ખાતે ફ્રી વાઇફાઇની મજા માણી શકો છો.

તો હવે તમે પણ બેંગકોકની જ્યારે મુલાકાત લો ત્યારે આ રોમાંચક વસ્તુઓની મોજમસ્તીમાં ખોવાઇ જશો. આજે જ યાદીમાં આ વસ્તુઓને સામેલ કરો અને જો તમે બેંગકોકમાં અન્ય કેટલીક રસપ્રદ વસ્તુઓ વિશે જાણતા હોવ તો અમને અહીં કમેન્ટ બોક્સમાં જણાવો.

Book Your Flight from New Delhi To Bangkok

 

More Travel Inspiration For Bangkok